Book Title: Gyanpad Bhaije Re
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 296
________________ શ્રી સિદ્ધસેન દીવાકરનું દૃષ્ટાંત ૨૮૫ સિદ્ધિપદને પામેલા નિરંજન દેવની પૂજા કરો. અર્થાત્ ધ્યાન કરો મોહાદિક વૃક્ષોના સમૂહથી ભયંકર એવા સંસારરૂપી એક વનથી બીજા વનમાં શા માટે પરિભ્રમણ કરો છો ?” બીજી વ્યાખ્યા- “અણુ એટલે અલ્ય ધાન્ય, તેનાં પુષ્પો' એટલે ફૂલો અર્થાત્ અલ્પ વિષયવાળું હોવાથી ‘અણુપુષ્પી” એટલે મનુષ્યશરીર તેનાં પુષ્પોને એટલે પાંચ મહાવ્રતો તથા અઢાર હજાર શીલાંગરૂપ પુષ્પોને ન તોડો. તેથી મન-આરામનો એટલે ચિત્તના વિકલ્પસમૂહનો નાશ કરો. તથા નિરજન એટલે સિદ્ધિપદને પામેલા વીતરાગ દેવની મનપુષ્પો વડે પૂજા કરો અથવા મને ન બને નિષેધવાચી હોવાથી ગૃહસ્થોને ઉચિત એવી દેવપૂજાદિકને વિષે જ જીવ નિકાયની વિરાધના થાય છે માટે તેમાં ઉદ્યમ ન કરો. અર્થાત્ હે મુનિ ! તમે કુસુમ વડે પ્રભુની પૂજા ન કરો. (માત્ર મન વડે કરો) તથા મન વડે શબ્દ વડે (અર્થાત્ કીર્તિને માટે) ચેતના રહિત હોવાથી તથા ભ્રમનો હેતુ હોવાથી મિથ્યાત્વશાસ્ત્રના સમૂહરૂપ વનમાં (અરણ્યમાં) કેમ ભ્રમણ કરો છો ? મિથ્યાવાદનો ત્યાગ કરી સત્ય એવા તીર્થકરાદિષ્ટ-તીર્થકરભાષિત સિદ્ધાંતને વિષે આદર કરો. - ત્રીજો અર્થ. “અણુ” એ ધાતુનો અર્થ “શબ્દ કરવો” થાય છે, તેથી ‘અણુ' એટલે શબ્દ તે શબ્દરૂપ જેનાં પુષ્પો હોય તે અણુપુષ્પા એટલે કીર્તિ કહેવાય છે. તે કીર્તિનાં પુષ્પોને એટલે સદ્ધોધનાં વચનોને ન તોડો, તથા મનના આરા એટલે વીંધવાના ગુણને લીધે અધ્યાત્મ સંબંધી ઉપદેશો તેનું મોટન ન કરો. એટલે ખરાબ વ્યાખ્યા કરવાથી તેનો નાશ ન કરો. તથા નિરંજનની એટલે સગાદિક લેપરહિત એવા વીતરાગ દેવની સદ્ગના ઉપદેશરૂપ સુગંધી અને શીતળ એવાં પુષ્પો વડે પૂજા કરો. તથા વનના એટલે સંસારના ઈન એટલે સ્વામી જે પરમ સુખી હોવાથી તીર્થકર, તેના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322