________________
૨૯૩
શ્રી સિદ્ધસેન દીવાકરનું દૃષ્ટાંત
रवेरेवोदयः श्लाध्यः, कोऽन्येषामुदये ग्रहः । न तमांसि न तेजांसि, यस्मिन्नभ्युदिते सति ॥ २ ॥
અર્થ – સૂર્યનો જ ઉદય મ્ભાધા કરવા યોગ્ય છે, બીજા (તેજસ્વી)ના ઉદયમાં શો આગ્રહ? કારણ કે સૂર્યનો ઉદય થવાથી અંધકાર તેમજ બીજા તેજો બિલકુલ રહેતાં નથી.૨.
વળી આપની કવિત્વકળા પણ અસાધારણ છે. કેમકે સાકરની જેવા મીઠાશવાળાં કાવ્યનાં પદો ઉપરાઉપરી કયા કવિના મુખથી નીકળતાં નથી? સર્વનાં મુખમાંથી નીકળે છે. તથા કોની વાણીનો વૈિભવ ઉત્તમ રસને પુષ્ટ કરતો નથી? સર્વનો કરે છે. પરંતુ જે કવિ સુંદર પદો અને ઉત્તમ રસ એ બન્નેને અમૃતના નિર્ઝરણાની જેવા રસ વડે તરંગિત કરે છે, તેવા તો કવચિત્ કોઈક જ હોય છે. વળી કવિની વાણીમાં અત્યંત મધુરતા લાગવી એ કાંઈ સરખા અક્ષરોની આવૃત્તિ (પાસ) વડે લાગતી નથી, પરિચય (અભ્યાસ) ' થી લાગતી નથી, તેમજ શબ્દની વ્યુત્પત્તિથી કે ગુરુના સારા 'ઉપદેશથી પણ લાગતી નથી, પરંતુ મોટા પુણ્યના ઉદયથી સત્કવિઓની વાણી પોતાની મેળે જ મધુર લાગે છે.” આ પ્રમાણે પ્રશંસા કરીને વિક્રમ રાજા પોતાને ઘરે ગયા. આવા પ્રકારની જિનશાસનની ઉત્તમ પ્રભાવનાથી આશ્ચર્ય અને આનંદ પામેલા સંઘ સૂરિના પારાચિક પ્રાયશ્ચિત્તનાં બાકી રહેલાં પાંચ વર્ષો માફ કરીને તેમને મોટા ઉત્સવપૂર્વક નગરપ્રવેશ કરાવી ગચ્છના નાયક તરીકે સ્થાપન કર્યા.
એકદા સિદ્ધસેન દિવાકરસૂરિ પોતાના ચરણકમળ વડે પૃથ્વીને પવિત્ર કરતા અનુક્રમે માલવા દેશમાં “કાર” નામના નગરમાં ગયા. એકદા ત્યાંના સંઘે સૂરિને વિનંતિ કરી કે“હે ભગવાન!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org