________________
૨૮૪
જ્ઞાનપદ ભજીએ રે “જેવો બાધતિ એ પ્રયોગ બાધા કરે છે, તેવો આ અંધ બાધા પામતો નથી.”
આ પ્રમાણે સાંભળીને શંકા પામેલા સિદ્ધસેને વિચાર્યું કે- “મારા ગુરુ વિના મારા વચનમાં ભૂલ કોણ કાઢે? માટે જરૂર આ મારા ગુરુ જ હોવા જોઈએ.” એમ વિચારીને તરત જ તે સુખાસનમાં નીચે ઊતરી ગુરુને સારી રીતે ઓળખી અત્યંત લજ્જા આવવાથી તે ગુરુના ચરણકમળમાં પડ્યા. (નયા) તે વખતે ગુરુએ પણ તેને પ્રતિબોધ કરવા માટે કહ્યું કે “હે વત્સ! આ ગાથાની વ્યાખ્યા કર.”
"अणुफुल्लिअ फुल्ल म तोडहु, मन आरामा मोडहु। . मणुकुसुमेहिं अच्चि निरंजणु, हिडह कांइ बणेण वणु ॥१॥
ગુરુની અવજ્ઞા કરવાથી બુદ્ધિની જડતા પ્રાપ્ત થવાને લીધે સિદ્ધસેન તે ગાથાનો અર્થ બરાબર જાણી શક્યા નહીં, તેથી તેણે કહ્યું કે- “હે ગુરુ ! આપ જ આ ગાથની વ્યાખ્યા કરો.” ત્યારે વૃદ્ધવાદીએ તેની વ્યાખ્યા આ પ્રમાણે કરી.
અલ્પ આયુષ્યરૂપ જેને પુષ્પ છે તે “અણુપુમ્બિકા એટલે મનુષ્ય શરીર, તેનાં પુષ્પો એટલે આયુષ્યના ખંડો, તેને તમે તોડો નહીં. તથા રાજપૂજાથી થયેલા ગર્વાધિરૂપ આંકડી વડે આરામોને એટલે આત્માને આધીન અને સંતાપનું હરણ કરનારા યમ, નિયમ વિગેરે રૂપ બગીચાને ભાંગો નહીં. તથા મનકુસુમો વડે એટલે ક્ષમા, માર્દવ, આર્જવ અને સંતોષ વિગેરે રૂપ પુષ્પો વડે, નિરંજનની એટલે અહંકારના સ્થાન રૂપ જાતિમદાદિ અંજન જેનાં નાશ પામ્યાં છે એવા
૧. તાત્પર્ય એ છે કે- બાધતિ એ અશુદ્ધ રૂપ છે, તે ઠેકાણે બાધતે રૂપ થવું જોઈએ. તથા વૃદ્ધવાદીએ કહ્યું કે- તમે બાધતિ રૂપ બોલ્યા તે જેવું પીડા કરે છે તેવો મારો સ્કંધ પીડા પામતો નથી. અર્થાત્ તમે અશુદ્ધ બોલ્યા તે જ વધારે પીડાકારી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org