________________
શ્રી સિદ્ધસેન દીવાકરનું દૃષ્ટાંત
૨૭૯ कालो कंवल अणुणी चट्ट, छासे भरिउं दइअणि घट्ट । अइ वड चडिउं नीलइ झाडि, अवर किं सरगहसिंग
નિકિ ારા ભાવાર્થ- કાળી કામળી અને છાશમાં રાંધેલી કણકીની રાબડી લાકડાના ચાટવા વડે જો કોઈ મુનિને ભાવથી અપાય તો તેથી સર્વ પાપનો ત્યાગ કરીને ઉત્તમ પુણ્યવાન થવાય છે. તે વિના બીજું સ્વર્ગલક્ષ્મીના લલાટરૂપ શું છે? કાંઈ જ નથી. ૨
આ પ્રમાણે સૂરિ બોલતા હતા તે વખતે તેના રાગને અનુસાર નૃત્ય કરતાં ગોવાળો પ્રસન્ન થઈને મોટેથી બોલ્યા કે, આ વૃદ્ધ જીત્યા, આ વૃદ્ધ જીત્યા. આ તો સાક્ષાત્ સર્વજ્ઞ છે.” તે સાંભળીને સત્ય પ્રતિજ્ઞાવાળા સિદ્ધસેને ગર્વ તજીને કહ્યું કે, “હે પૂજ્ય! મને દીક્ષા આપો, હું આપનો શિષ્ય છું. કેમકે વાદમાં સભ્યોની સમક્ષ મને આપે જીત્યો છે.” તે સાંભળીને બાહુમાનથી ગુરુ બોલ્યા કે“આ વાદમાં જય શેનો ? માટે આપણે મનોહર ભૂગુપૂરમાં ઘણા પ્રામાણિક પુરુષોથી ભરપૂર અને પ્રભાવશાળી રાજસભામાં જઈએ. ત્યાં જ આપણો વાદ હો.” સિદ્ધસેને કહ્યું કે- “હું સમયનો અજાણ છું, આપ સમયને જાણનાર છો, અને જે સમયને જાણે છે તે સર્વજ્ઞ છે, માટે આપ જ જીત્યા. મને જલદી દીક્ષા આપો, અને પ્રશમરસથી ભરેલા પોતાના (આપના) સિદ્ધાંત મને ભણાવો.” આ પ્રકારે બોલતા તે વાદીને વૃદ્ધવાદીએ તે જ ઠેકાણે દીક્ષા આપી. - આ વૃત્તાંત જાણીને ભૃગુપુરના રાજાએ તે સ્થાને “તાલારસ” નામનું મોટું ગામ વસાવ્યું, અને ત્યાં મનુષ્યના ચિત્તને આલાદ કરનારું શ્રી ઋષભદેવસ્વામીનું મોટું ચૈત્ય કરાવ્યું. તે ચૈત્યમાં શ્રી વૃદ્ધવાદીએ પ્રતિષ્ઠા કરી. જૈન મતની તે વખતે મોટી ઉન્નતિ થઈ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org