________________
૨૪૨
જ્ઞાનપદ ભજીએ રે કહ્યો છે.” અહીં સત્કાર એટલે સ્તુતિ વંદનાદિક કરવું તે. સન્માન એટલે વસ્ત્ર પાત્રાદિક વડે પૂજન કરવું (આપવુ.) તે, આસનાભિગ્રહ એટલે ગુરુ ઊભા હોય ત્યારે આદરપૂર્વક આસન લાવીને “આ આસન પર પધારો” એમ બોલવું તે, આસનાનુપ્રદાન એટલે તે સ્થાનેથી ગુરુ બીજે સ્થાને જાય ત્યારે તેમનું આસન ત્યાં લઈ જવું છે. આ પ્રકારનો શુશ્રુષાવિનય ઉપચાર વિનયને વિષે પણ પણ અંતર્ગત થાય છે. શ્રીદશવૈકાલિક વૃત્તિમાં પ્રાક્લન ગાથાઓ વડે ઉપચાર વિનયના સાત પ્રકાર આ પ્રમાણે કહ્યા છે. “સમીપે રહેવાની પ્રાર્થના એટલે આદેશાદિકની ઈચ્છાથી નિરંતર ગુરુની સમીપે બેસવું ૧, છંદોનુવર્તન એટલે ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તવું. ૨, કૃતની પ્રતિક્રિયા એટલે “ભક્તપાનાદિ વડે ઉપચાર કરવાથી ગુરુ પ્રસન્ન થશે અને સૂત્રાદિક દેવાએ કરીને પ્રત્યુપકાર કરશે, એ પણ નિર્જરા જ છે” એમ ધારીને ગુરુને ભક્તપાનાદિક આપવામાં પ્રયત્ન કરવો ૩, કારિતનિમિત્તકરણ એટલે શ્રતને ગ્રહણ કરવા વિગેરે કાર્ય કરવું, કાંઈપણ નિમિત્ત કરીને વિશેષ પ્રકારે વિનયમાં પ્રવર્તવું તથા સૂત્રના અર્થનું અનુષ્ઠાન કરવું ૪, દુઃખાર્ત ગવેષણ એટલે વ્યાધિ વિગેરેથી પીડાતા ગ્લાન સાધુઓને ઔષધાદિક લાવી આપીને ઉપકાર કરવો પ, દેશકાલજ્ઞાન એટલે અવસરનું જાણવાપણું ૬, તથા સર્વ અર્થમાં અનુમતિ એટલે સર્વ કાર્યમાં અનુકૂળપણે વર્તવું ૭. જ્ઞાનના અભ્યાસીઓનો વિનય કરવો, તેમાં સારાં શોધેલાં પુસ્તકો આપવાં, સૂત્ર અને અર્થની પરિપાટી આપવી, તથા આહાર અને ઉપાશ્રય વિગેરેનો આશ્રય આપવો, વળી શ્રાવકોએ જ્ઞાનનો વિનય કરવો, તેમાં ઉપધાન વિગેરે વિધિ વડે સૂત્ર અને અર્થનું ગ્રહણ તથા અભ્યાસ કરવો, વિધિ પ્રમાણે બીજાને સૂત્ર તથા અર્થ આપવા, તેમાં કહેલા અર્થની સારી રીતે ભાવના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org