________________
૨૪૩
બીજો વિનયાચાર ભાવવી, તેમાં કહ્યા પ્રમાણે સારી રીતે અનુષ્ઠાન કરવું. પોતે પુસ્તક લખવા અથવા બીજા પાસે લખાવા, કપૂર વિગેરે સુગંધી વસ્તુ વડે જ્ઞાનની પૂજા કરવી, જ્ઞાનની આરાધના માટે પંચમી વિગેરે તપસ્યા કરવી તથા તેનું ઉદ્યાપન વિધિ પ્રમાણે કરવું વિગેરે. તે વિષે કહ્યું છે કે “જ્ઞાનવાળો મનુષ્ય જ્ઞાન શીખે છે (અભ્યાસ કરે છે). જ્ઞાનને ગણે છે (સંભારે છે), જ્ઞાન વડે સમજીને યોગ્ય કાર્યો કરે છે અને નવાં કર્મ બાંધતો નથી. તેથી કરીને તે જ્ઞાનના વિનયવાળો થાય છે.” તથા જ્ઞાનના ઉપકરણોનો વિનય આ પ્રમાણે કરવો- નવાં પુસ્તકો લખવાં, લખાવવાં તથા શુદ્ધ કરાવવાં, પૂંઠાં, પોથી, બંધન અને બાંધવાની દોરી વિગેરે સાહિત્ય ઉત્તમ ઉત્તમ (સારા સારા) એકઠા કરવા તથા નાશ પામતાં પુસ્તકોને લખાવી લેવા, તેને શોધાવવા, તથા કપૂર, હીરાગળ (રેશમી) વસ્ત્ર વિગેરે વડે તેનું પૂજન કરવું વિગેરે. શાસ્ત્રમાં કહ્યું છે કે “ત્રણ જગતના સૂર્ય રૂપ સર્વ જિનેશ્વરો અસ્ત પામ્યા છે. તેથી આધુનિક સમયમાં પુસ્તકરૂપ દીવા વડે પદાર્થોને વિષે સારો પ્રકાશ પાડી શકાય છે.” વિનય એ લોકમાં તથા લોકોત્તરમાં સર્વ ઠેકાણે સર્વ અર્થની સિદ્ધિમાં અવંધ્ય કારણ છે તે વિષે કહ્યું છે કે “વિનય લક્ષ્મીને આપે છે, વિનયવાન પુરુષ યશ અને કીર્તિને પામે છે. વિનયરહિત માણસ કદાપિ પોતાના કાર્યની સિદ્ધિને પામતો નથી.” લોકમાં પણ સેવકો, શિષ્યો, પુત્રો, વહુઓ વિગેરે સર્વે વિનયથી જ પોતાના સ્વામીની પદવી પામતા જોવામાં આવે છે અને વિનય રહિત એવા તે સેવકો વિગેરે વિપરીત દશાને પામતા પણ જોવામાં આવે છે. વળી ગાયો, ભેંશો, બળદો, ઘોડાઓ વિગેરે પશુઓ પણ દુર્વિનયને લીધે બંધન, તાડનાદિક કલેશને પામતાં દેખાય છે, અને તેઓ જો વિનયવાન હોય તો કલેશ પામ્યા વિના સુખે સુખે ખાવા પીવાનું તથા માન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org