________________
૨૬૫
ચોથો ઉપધાનાચાર છે - આ પ્રમાણે કહેલું હોવાથી મધ્યસ્થ પુરુષો તે આચરણાને બહુમાનપૂર્વક અંગીકાર કરે છે.” આ પ્રમાણે આચરણા છતાં પણ જેણે પ્રથમ નમસ્કારાદિક સૂત્રોનો અભ્યાસ કર્યો હોય, તેણે પણ યોગ્યતા પ્રમાણે તરત જ યથાશક્તિ તપે કરીને એટલે પૌષધ ગ્રહણાદિક વિધિએ કરીને અવશ્ય ઉપધાન વહન કરવા. મહાનિશીથમાં પણ મુખ્યપણે આયંબિલ અને ઉપવાસરૂપ તપ અને બીજે પદે એટલે ગૌણપણે યથાશક્તિ તપ કરવાનું પણ કહ્યું છે. તથા
શક્તિરસ્યાગ તપસી (દાન અને તપ શક્તિ પ્રમાણે કરવાં)” એવું વચન હોવાથી તપમાં કાંઈ વધારે આગ્રહ નથી. અને મહાનિશીથમાં પૌષધગ્રહણની ક્રિયા સાક્ષાત્ કહેલી નથી, તો પણ જેમ સાધુને યોગોહનમાં ઉત્કૃષ્ટ ક્રિયા કરવાનું પ્રસિદ્ધ રીતે કહ્યું છે, તે પ્રમાણે શ્રાવકોને પણ ઉપધાનને વિષે ઉત્કૃષ્ટ ક્રિયા કરવાનું દેખાય છે. તે ઉત્કૃષ્ટપણું આરંભના સર્વથા ત્યાગ વિગેરે ગુણ કરીને જ થાય છે. અને તે અનારંભાદિક ગુણો સમ્યક્ પ્રકારે પૌષધનો સ્વીકાર કરવાથી જ પ્રાપ્ત થાય છે. અન્યથા થતા નથી. ઘણા જૂનાં પ્રકરણોમાં અને પૂર્વ આચાર્યોએ કરેલી અને પરંપરાથી ચાલતી આવેલી પોતપોતાના ગચ્છની સામાચારી વિગેરેમાં પણ ઉપધાનને વિષે પૌષધ ગ્રહણ
કરવાનું સાક્ષાત્ કહેલું છે. યોગ વહન કરવાનો વિધિ પણ સ્પષ્ટ રીતે - તો સામાચારીઓમાં જ દેખાય છે; કોઈ સિદ્ધાંતમાં સાક્ષાત્ (સ્પષ્ટ વચન વડે) દેખાતો નથી. તેથી સાધુના યોગવહનના વિધિની જેમ શ્રાવકોના ઉપધાનોમાં પણ પૌષધ ગ્રહણ કરવા વિગેરેનો વિધિ પ્રમાણ કરવા યોગ્ય છે. આથી કરીને એમ સિદ્ધ થયું કે સાધુઓએ તથા શ્રાવકોએ બીજી સર્વ તપસ્યાઓ કરતાં પ્રથમ અવશ્ય કર્તવ્યપણે કરીને ઉપધાન તપ આરાધવા લાયક છે. જે મનુષ્યો આજીવિકાને માટે, ગૃહકાર્યાદિકની અત્યંત વ્યગ્રતાને લીધે અથવા પ્રમાદ વિગેરે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org