________________
૨૭૦
જ્ઞાનપદ ભજીએ રે અભિપ્રાયને જાણવાથી બૃહસ્પતિની જેમ થોડા દિવસમાં જ સુખે કરીને સકલ શાસ્ત્રસમુદ્રનો પારગામી થઈ સર્વ વિદ્વાનોમાં મુગટ સમાન થયો, અને અનુક્રમે તે સમ્યક્ પ્રકારે શ્રાદ્ધ ધર્મની સમગ્ર ક્રિયાનું જાણપણું તથા ઉત્સર્ગ અને અપવાદ માર્ગનું જાણપણું એ વિગેરે ગુણોએ કરીને જિનશાસનને વિષે અનુપમ કુશળતાને પામ્યો. “અહો! જ્ઞાનના આરાધન અને વિરાધનનો કોઈ (અલૌકિક) અનિર્વાચ્ય વિપાકોદય છે. “ત્યાર પછછ તે બન્ને ભાઈઓ લોકમાં અનુક્રમે રાહુ અને સૂર્યની, લોઢાની કડાહ અને ચંદ્રની રાત્રિ અને દિવસની, અમાવાસ્યા અને પૂર્ણિમાની, અંગારા અને સુવર્ણની, ધનુરો અને ચંપક પુષ્પની, કેરડો અને કલ્પવૃક્ષની, મેશ અને દૂધની, કાગડો અને કોયલની, બગ અને હંસની, કલિયુગ અને સત્યુગની, દુર્જન અને સજ્જનની તથા ગધેડો અને હાથીની વિગેરે ઉપમાઓને (ાયા. અહો ! સદોરપણું છતાં પણ વિષ અને અમૃતની જેમ એ બન્ને વચ્ચે મોટું અંતર પડ્યું. પછી દુર્દેવે કરેલા પંક્તિભેદે કરીને ચિત્તના અત્યંત ઉગમાં મગ્ન થયેલો દેવદત્ત અત્યંત દુઃષહ એવા કેવળ દુઃખને જ ચિત્તમાં ધારણ કરવા લાગ્યો.
એકદા કોઈ જ્ઞાનીને તેના પિતાએ તેનો પ્રાગભવ પૂછયો, ત્યારે જ્ઞાનીએ યથાર્થ પૂર્વભવ કહ્યો. તે સાંભળીને દેવદત્ત પોતાના મનમાં અત્યંત પશ્ચાત્તાપ કરવા લાગ્યો. પછી સુકૃત કરવામાં જ એક ચિત્તવાળા થઈને તેણે ગુરુને કહ્યું કે, “હે ભગવન્! મારાં દુષ્કર્મોનો ક્ષય શી રીતે થાય? તે કહો.” જ્ઞાનીએ જવાબ આપ્યો કે- “હે દેવદત્ત! ઉપધાનને વહન કરનારા તથા નમસ્કારાદિક સૂત્રોને ભણનારાની અશઠભાવથી વિનય, આવર્જન, ભોજન અને વિશ્રામણા વિગેરે વડે સર્વ પ્રકારે ભક્તિ કરીને તથા મહિષની જેમ સંલગ્ન (ઉપરાઉપર) ઉપવાસ, આયંબિલ વિગેરે દુષ્કર તપ કરીને તારા શરીરનું શોષણ
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org