________________
૨૭૬
જ્ઞાનપદ ભજીએ રે
કરશે! તેનું નિરાકરણ કરવા માટે પત્ર અને પુષ્પવાળું કરેલું આ મુશળ હું અહીં સ્થાપન કરું છું. હવે તમે જળકાગડાનું શીંગડું ઇદ્રધનુષ્ય જેવડું થયું, અગ્નિ શીતલ થયો, અને વાયુ કંપરહિત થયો ઇત્યાદિ જેને જેમ રુચે તેમ બોલો. આ હું વૃદ્ધપણામાં વાદી થયો છું, મારી સાથે જેને વાદ કરવો હોય તે આવો.' પછી તેણે એવા વાદવિવાદ મોટા મોટા પંડિતો સાથે કર્યા કે જેથી ગરુડનું નામ સાંભળીને સર્પોની જેમ તે વૃદ્ધવાદીનું નામ સાંભળીને સર્વ વાદીઓ નામી જવા લાગ્યા. તે મુનિ વૃદ્ધવાદીના નામથી પ્રસિદ્ધ થયા, તેમને ગુરુએ પોતાને સ્થાને સ્થાપન કર્યા.
આ સમયે અવંતિનગરીમાં વિક્રમ” રાજા રાજ્ય કરતો હતો. તે સાત્ત્વિકને વિષે શ્રેષ્ઠ અને પરોપકારને વિષે એકનિષ્ઠાવાળો હતો. તે રાજાને બે સુવર્ણ પુરુષ સિદ્ધ થયા હતા, તેથી તેણે પૃથ્વીના સર્વ મનુષ્યોને ઋણ રહિત કરી પોતાનો સંવત પ્રવર્તાવ્યો હતો. તેણે પોતાના કોશ (ખજાના)ના અધ્યક્ષને આ પ્રમાણે આજ્ઞા આપી હતી કે “હે કોશાધિપતિ ! જે કોઇ દીન મનુષ્ય પર મારી દૃષ્ટિ પડે, તેને તારે એક હજાર સોનામહોરો આપવી, જેની સાથે હું કાંઇ પણ ભાષણ કરું તેને દશ હજાર આપવી, જેની વાણી સાંભળીને હું હતું તેને એક લાખ સોનામહોરો આપવી, અને જેના પર હું પ્રસન્ન થાઉં તેને એક કરોડ મહોરો આપવી. એ પ્રમાણે સર્વદા મારી આજ્ઞા છે.’ આમ વિક્રમ રાજાએ કહ્યા વિના પણ આપવાની સ્થિતિ ઠરાવી રાખી હતી. એકદા તે રાજાએ પીવા માટે પાણી માગ્યું. તે વખતે ઉચિત બોલનાર એક ભાટ બોલ્યો કે— “હે રાજા ! તમારા મુખકમળમાં સરસ્વતી રહેલી છે, તમારો ઓષ્ઠ સર્વદા શોણ' છે, કાકુત્સ્ય
1. શોણ નામનો દ્રહ-ઓષ્ઠના પક્ષે રાતો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org