________________
૨૬૯
શ્રાવકોના ઉપધાન વિષે દૃષ્ટાંત
આ પ્રમાણે ઉપધાનનો અનાદર કરવામાં અગ્રેસર એવા તે ઋષભદત્તને કુશળ એવા માતા, પિતા અને બંધુ વિગેરેએ ઘણે પ્રકારે પ્રેરણા કર્યા છતાં પણ જેમ ગળિયો બળદ ધૂંસરીના ભારને વહન ન કરે તેમ તેણે ઉપધાન વહન કર્યું નહીં. ધર્મિષ્ઠોને પણ પ્રમાદરૂપી મદિરાપાનથી ઉત્પન્ન થયેલા મદની અધિકતાના આવેશની પુષ્ટતા થાય છે તેને ધિક્કાર છે, કેમકે સમ્યક પ્રકારની ધર્મક્રિયામાં કુશળ છતાં પણ જાણે અગ્નિથી દગ્ધ થયેલા હોય તેમ તેઓ તે ધર્મક્રિયાના આરાધન માટે ઉદ્યમી જ થતા નથી.” આ પ્રમાણે તે ઋષભદત્ત ઉપધાન નહીં વહન કરવાને લીધે તથા તેની અવગણના કરવાને લીધે શ્રાવકધર્મનું આરાધન કરવા છતાં પણ તીવ્ર જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું, પછી તે બન્ને ભાઈઓ શ્રાવક ધર્મનું આરાધન કરી સૌધર્મ દેવલોકમાં દેવો થયા. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થયે રવીને મહાવિદેહ ક્ષેત્રમાં મહેશ્યના કુળમાં સાથે જન્મેલા બે પુત્રો થયા. મોટાનું નામ “દેવદત્ત” અને બીજાનું નામ “ગુરુદત્ત” પાડ્યું. તે બન્નેમાં મોટો દેવદત્ત પૂર્વ કર્મના દોષથી બુદ્ધિરહિત અને અત્યંત મૂર્ણ થયો, અને નાનો ગુરુદત્ત અત્યંત બુદ્ધિમાન અને ડાહ્યો થયો. અનુક્રમે યોગ્ય વય આવતાં તે બન્નેને ભણાવવા માટે પિતાએ અધ્યાપકને સોંપ્યા. તેમાં મોટાને ઘણી મહેનત કર્યા છતાં પણ અત્યંત તપાવેલા પાત્ર પર જળના બિંદુની જેમ એક અક્ષર માત્ર પણ હૃદયમાં આરૂઢ થયો નહીં. ઘણું શું કહેવું? પણ અક્ષરો વાંચવા લખવા જેટલું પણ જ્ઞાન થયું નહીં. તેને માટે પૂતળાની જેમ તેને લેશ માત્ર પણ આવવું નહીં. તેને માટે પિતાએ વિવિધ પ્રકારનાં ઔષધ, જંત્ર, તંત્ર, મંત્ર અને દેવપ્રક્ષાદિક ઉપાયો કર્યા, તથા હંમેશાં પ્રયત્નપૂર્વક તેને ભણાવવા લાગ્યા. તોપણ તે નવકાર મંત્રનું એક પણ પદ શીખી શક્યો નહીં. અને નાનો ગુરુદત્ત તો હૃદયના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org