________________
૨૫૩
બહુમાન ઉપર બે નિમિત્તિયાની કથા ચાલતા નદીને કિનારે ગયા. તે વખતે એક વૃદ્ધ સ્ત્રી પાણી ભરવા ત્યાં આવી. તેણીનો પુત્ર પરદેશ ગયો હતો. ઘણા દિવસ થયા છતાં ઘેર આવ્યો નહોતો તેથી તેણીએ તે બન્નેને પૂછયું કે મારો પુત્ર ક્યારે આવશે ?” આ પ્રમાણે પૂછતાં જ તેણીના મસ્તક પરથી માટીનો ઘડો પડી ગયો, અને ભાંગી ગયો. તે વખતે મંદબુદ્ધિવાળાએ તેણીને કહ્યું કે “કોઈ પ્રશ્ન પૂછે છે તે જ વખતે જે કાર્ય નીપજે તે પ્રશ્નનો ઉત્તર થયો એમ જાણવું. અથવા તે વખતે જેવું કાર્ય થયું હોય તેના જેવો જ ઉત્તર થયો જાણવો, અથવા તે વખતે જે રૂપે કાર્ય થયું હોય તે રૂપે તેનો ઉત્તર જાણવો. એ પ્રમાણે સદેશપણા વડે સદેશ ઉત્તર જાણવો, આ પ્રમાણે નિમિત્તશાસ્ત્રમાં કહેલું છે. તેથી તે વૃદ્ધા ! તારો પુત્ર મૃત્યુ પામ્યો છે, એમ જણાય છે.” તે સાંભળીને બીજો બુદ્ધિમાન બોલ્યો કે-“હે ભાઈ ! એમ ન બોલ. તેણીનો પુત્ર ઘરે જ આવ્યો છે.” એમ કહીને તેણે વૃદ્ધાને કહ્યું કે- “હે વૃદ્ધા ! તું તારે ઘેર જલદી જા. તારો પુત્ર ઘેર આવી ગયો છે. ખોટી શંકામાં પડીશ નહીં.” તે સાંભળીને તે વૃદ્ધા હર્ષ
પામીને તરત જ પોતાને ઘેર ગઈ, તો ત્યાં પોતાનો પુત્ર આવેલો ન હતો તેને જોયો, અને મા તથા પુત્ર સ્નેહથી મળ્યાં. પછી તે બન્ને શિષ્યો જેટલામાં ગુરુ પાસે આવ્યા તેટલામાં ઘણું ધન તથા
ધોતિયાનો જોટો લઈને વૃદ્ધા પણ ત્યાં આવી, અને સત્ય નિમિત્ત ' કહેનારનો સત્કાર કર્યો. તે જોઈને પેલો મંદ બુદ્ધિવાળો શિષ્ય ગુરુ
પર ક્રોધ કરીને બોલ્યો કે - “નિરુપમ જ્ઞાનવાળા અને સર્વ જાણનારા આપ જેવા ગુરુ પણ વિનયવંત એવા પોતાના સરખા શિષ્યોમાં જો આ પ્રમાણે વિદ્યા આપવામાં અંતર રાખે તો તે કોની પાસે કહેવું? અને શું કહેવું? કોની પાસે આ ઉપાલંભ આપવો ? જો ચંદ્રમાંથી પણ અંગારાની વૃષ્ટિ થાય, સૂર્ય થકી પણ અંધકારની ઉત્પત્તિ થાય, કલ્પવૃક્ષ થકી પણ દારિત્ર્યની પ્રાપ્તિ થાય,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org