________________
ત્રીજો બહુમાનઆચાર
૨૫૧ શું? નાક વિનાના મુખ વડે શું? દાન વિનાના ફોગટ માન વડે શું? ગંધરહિત પુષ્પ કરીને શું? રંગ વિનાના કુકુમ કરીને શું ? જળરહિત સરોવરે કરીને શું? દાન વિનાના હસ્તે કરીને શું? મૂર્તિ વિનાના દેરાસરે કરીને શું? તથા મધ્યમણિ વિનાના હારે કરીને શું? કાંઈ પણ નહી. તેથી વિનય કરતાં બહુમાનનું અધિક પ્રાધાન્ય કહેલું છે. અને તેટલા જ માટે વિનયાચારથી બહુમાનાચારને જુદો રહ્યો છે. શ્રુતજ્ઞાનના અથએ આ બન્ને આચારનો આશ્રય કરવો જોઈએ. તે વિષે આગમમાં કહ્યું છે કે –“શ્રુતજ્ઞાનના અર્થીએ નિંદ્રા અને વિકથાનો ત્યાગ કરીને ત્રણ ગુપ્તિ વડે થઈને, અને બે હાથ જોડીને ભક્તિ-બહુમાન પૂર્વકઉપયોગ રાખી શ્રતનું શ્રવણ કરવું, ઊચા પ્રકારના વિનયથી, હાથ જોડવાથી તથા ગુરુની ઈચ્છાનુસાર વર્તન કરવાથી આરાધન કરેલા ગુરુજન વિવિધ પ્રકારના શ્રતને તંત્કાળ આપે છે.” | વિનય અને બહુમાન એ બન્નેના ચાર ભાંગા થાય છે.કોઈને ગુરુ પ્રત્યે વિનય હોય છે પણ બહુમાન હોતું નથી. શ્રીનેમિજીન પ્રત્યે કૃષ્ણ વાસુદેવના “પાલક” નામના પુત્રની જેમ ૧. કોઈને ગુરુ પ્રત્યે બહુમાને હોય છે, પણ વિનય હોતો નથી. શાંખકુમારની જેમ . ભગવાન મહાવીર સ્વામી પ્રત્યે શ્રી ગૌતમસ્વામીજીની જેમ કોઈને તે બને હોય છે ૩. અને કપિલાદાસી અને કાલસૌકારિક કસાઈ વિગેરેની જેમ કોઈને બેમાંથી એક પણ હોતા નથી જ.
બહુમાન વિના એકલા ઘણા વિનયથી પણ ગ્રહણ કરેલી વિદ્યા ફળદાયક થતી નથી, અને બહુમાન કરવાથી થોડા વિનય વડે પણ ફળદાયક થાય છે. તે વિષે ગૌતમપૃચ્છામાં કહ્યું છે કે “જે માણસ મિથ્યા વિનય વડે વિદ્યા અથવા જ્ઞાનને ગ્રહણ કરીને ગુરુની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org