________________
૨૧૫
પૃથ્વીપાલ રાજાની કથા
શસ્ત્ર વિનાનો વધ કહેવાય છે.” આ પ્રમાણે હોવા છતાં પણ જગા જીવનરૂપ આ રાજા ચિરકાળ સુધી જીવતો રહો. બીજા જીવનું પણ અનિષ્ટ ચિંતવવું યોગ્ય નહીં, તો રાજાનું અનિષ્ટ શી રીતે ચિંતવવા લાયક હોય? વળી આપણને જે આ દુઃખ પ્રાપ્ત થયું છે, તે તો આપણા જ દુષ્કર્મે થયેલું છે, તેમાં આ રાજાનો કાંઈપણ દોષ નથી. જો એમ ન હોય તો હોશિયાર રાજા પરીક્ષા કર્યા વિના આમ કેમ કરે? કહ્યું છે કે - “સર્વ જીવો પોતાનાં પૂર્વે કરેલાં કર્મોના ફળવિપાકને પામે છે; તેમાં અપરાધ (હાનિ) અથવા ગુણ (લાભ) કરવાને વિષે બીજો તો નિમિત્તમાત્ર જ છે.' જ્યારે કર્મ બળવાન હોય છે ત્યારે અચિંત્યો જ મર્મસ્થાનમાં ઘા વાગે છે. અને તે વખતે
જ
પ્રાણનું રક્ષણ કરનાર કોઈપણ થતું નથી. તેમજ કાંઈ પણ આધાર કે વિચાર પણ કામ આવતા નથી. તથા આપણા કર્મના વશથી
આપણું જે થવાનું હોય તે થાઓ, પરંતુ આ રાજાનું તો સર્વથા શુભ જ થાઓ, એટલાથી જ આપણને સર્વ રીતે સંતોષ છે.”
આ પ્રમાણે તે પિતા અને પુત્રની પરસ્પરની વાતોને ગુપ્ત રીતે સાંભળનારા ચર પુરુષોએ તત્કાળ આવીને રાજા પાસે સ્પષ્ટ રીતે જાહેર કરી. એટલે રાજા મનમાં આનંદિત થયો. પછી પુષ્ટ, અને તુષ્ટ થયેલા રાજાએ ક્ષણવાર પછી પોતાના શરીરની સુખાકારી પ્રગટ કરી. અને પેલા બન્નેને ઘણા માનપૂર્વક પોતાની પાસે બોલાવ્યા. પછી નિર્મળ બુદ્ધિવાળા રાજાએ કાર્યની વ્યગ્રતાથી સંભાળ લેતાં વિલંબ થયાનું જણાવી તેમનો સત્કાર કરી તેમને રજા આપી, એટલે તે બન્ને હર્ષ પામતા પોતાને ઘેર ગયા. આ સર્વ શુભ સ્વભાવનું જ ફળ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org