________________
પહેલા કાળાચારનું સ્વરૂપ
૨૩૯ આવશ્યકાદિકની જેમ નિયમિત સમયે જ ઉચિત છે. કદાચ સર્વકાળે શ્રુતજ્ઞાનનું જ પઠનાદિક કરવામાં આવે, તો પુણ્ય ક્રિયાઓને પરસ્પર બાધ થાય, અને તેમ થવું યુક્ત નથી. કેમકે સર્વ પુણ્ય ક્રિયાઓ પરસ્પર બાધારહિત જ કરવાની કહી છે. તે વિષે શ્રીઓઘનિર્યુક્તિમાં કહ્યું છે કે –“જિનશાસનને વિષે દુઃખના ક્ષયને માટે પ્રયોગ કરેલો (કહેલો) ધર્મ ક્રિયાનો સર્વયોગ અન્યોન્ય બાધારહિત અસપત્ર (કોઈને બાધા થયા વિના જ) કરવાનો કહ્યો છે.” “મોક્ષના કારણમાં કાળનો વિભાગ કરવો અયોગ્ય છે” એવી શંકા પણ ન કરવી, કેમકે સાધુઓને આહાર વિહારાદિક પણ મોક્ષનું જ કારણ છે, છતાં આગમમાં તેનો કાળ વિભાગ કહેલો છે કે-“ત્રીજી પોરસીમાં ભક્ત પાનની ગવેષણા કરવી.” કોઈ ગુરુ શિષ્યને શિક્ષા આપે છે કે-“હે સાધુ! તું અકાળે ગોચરી કરે છે, કાળને ઓળખતો નથી અને આત્માને ક્લેશ પમાડે છે, તેથી દેશની પણ નિંદા કરે છે.” વળી નિશીથચૂર્ણિમાં આ પ્રમાણે કહ્યું છે“ઋતુબદ્ધકાળે વિહાર કરવો, પણ વર્ષાઋતુમાં ન કરવો. અથવા દિવસે વિહાર કરવો, પણ રાત્રે ન કરવો. અથવા દિવસે પણ ત્રીજી
પોરસીએ વિહાર ન કરવો, બાકીની પોરસીમાં કરવો.” - લૌકિક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે - “ પહેલા પહોરમાં ભોજન
કરવું નહીં અને બે પહોરનું ઉલ્લંઘન કરવા નહીં કારણ કે પહોરમાં ભોજન કરવાથી રસની ઉત્પત્તિ થાય છે, અને બે પહોર ઉલ્લંઘન કરવાથી બલનો ક્ષય થાય છે.” “ગ્રીષ્મ અને હેમંત ઋતુના મળીને આઠ માસ સુધી ભિક્ષુએ વિહાર કરવો અને સર્વ જીવો પરની દયાને માટે વર્ષાઋતુમાં એકત્ર નિવાસ કરવો.”
વળી દાનાદિક પણ યોગ્ય અવસરે કરવાથી વિશેષ ફળવાળું થાય છે. કહ્યું છે કે, “વિહાર કરવાથી શાંત થયેલાને, વ્યાધિગ્રસ્તને,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org