________________
૨૩૬
જ્ઞાનપદ ભજીએ રે.
રાજા એકાગ્ર ચિત્તે શ્રતના અર્થની અત્યંત ભાવના કરતાં મોક્ષરૂપ મહેલની નીસરણી સમાન ક્ષપકશ્રેણિ પર આરુઢ થયો. તે જ વખતે તે રાજા લોકાલોકને પ્રકાશનારું કેવળજ્ઞાન પામ્યો, અને દેવોએ તેને મુનિનો વેષ આપ્યો. પછી તે કેવળી રાજર્ષિએ પોતાના જ અનુભવેલા દૃષ્ટાંતને સ્પષ્ટ રીતે દેશનામાં કહીને ઘણાં જીવોને શ્રુતજ્ઞાનના આરાધનમાં સાવધાન કર્યા. પછી પ્રતિબોધ પમાડવાં લાયક ભવ્ય જીવોને પોતાના ઇતિહાસ વડે પ્રતિબોધ પમાડીને ચિરકાળ સુધી પૃથ્વી પર વિહાર કરી તે રાજર્ષિ મોક્ષપદને પામ્યાં. હે ભવ્ય જીવો! આ રીતે શ્રુતજ્ઞાનનું માત્ર બહુમાન કરવાથી પણ તે ભવે કેવળજ્ઞાન તથા મોક્ષરૂપ ફળ છે એમ જાણીને શ્રુતજ્ઞાનનું આરાધન કરવામાં અત્યંત પ્રયત્નવાળા થાઓ.
// ઈતિ શ્રુતારાધને પૃથ્વીપાલ નૃપ કા //
શ્રુતજ્ઞાનનું આરાધન સમ્યક (૩૩) પ્રકારે જ્ઞાનાચાર આચરણની નિપુણતા હોય તો જ સંભવે છે, અને તે જ્ઞાનાચાર આઠ પ્રકારનો છે. તે વિષે નિશીથ સૂત્રના ભાષ્યની પીઠિકા વિગેરેમાં કહ્યું છે કે– “કાળ, વિનય, બહુમાન, ઉપધાન, અનિદ્વવ (નહીં ગોપવવું તે) વ્યંજન (અક્ષર), અર્થ, તે બન્ને (અક્ષર અને અર્થ) એ આઠને વિષે જ્ઞાનાચાર આઠ પ્રકારનો છે.
પહેલા કાળાચારનું સ્વરૂપ કાળે એટલે સૂત્રની પોરસીને વિષે સૂત્ર ભણવું અથવા ગણવું, અને અર્થની પોરસીમાં અર્થ ભણવો અથવા ગણવો, અથવા ઉત્કાલિક સૂત્રો વિગેરે ભણવા ગણવા. તેમાં કાલિકશ્રુત એટલે
૧. આ ચાર કાળ વેળાના સંબંધમાં આચાર પ્રદીપમાં શાસ્ત્રાધારે કેટલુંક વિવરણ કરેલું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org