________________
પૃથ્વીપાલ રાજાની કથા
૨૩૫ આ પ્રમાણે ગુરુના મુખથી કર્મ અને ઉદ્યમની સમાનતા સાંભળીને ધર્મમાં ઉદ્યમ કરવાની બુદ્ધિ જેને ઉત્પન્ન થઈ છે એવો ચંદ્ર રાજા દુષ્ટ કર્મોને હણવા માટે તૈયાર થયો. પછી તે રાજાએ વિધિપૂર્વક પોતાના જમાઈ પૃથ્વીપાલને પોતાનું રાજ્ય સોંપીને મોટી પુત્રી તથા અને રાણીઓ સહિત દીક્ષા ગ્રહણ કરી અને તેનું આરાધન કરીને પ્રાંતે મોક્ષે ગયો.
ત્યારપછી પૃથ્વીપાલ રાજા ચંદ્રરાજાના રાજ્યને સ્વસ્થ કરીને ઈન્દ્રની જેમ મોટી ઋદ્ધિ સહિત પોતાની સ્ત્રીને લઈને પોતાના નગરમાં ગયો. આ પ્રમાણે પેલા શ્લોકના ચોથા પાકની પરીક્ષા કરવાથી પૃથ્વીપાલ રાજા શાસ્ત્રોને વિષે અત્યંત બહુમાનવાળો થયો. અજ્ઞાનનો નાશ કરવામાં અસ્ત્ર સમાન શાસ્ત્રોનું આદરસહિત શ્રવણ કરતાં તે રાજાની બુદ્ધિ ધર્મનું આરાધન કરવામાં તત્પર થઈ. કેમકે જ્ઞાનથી શું ન સંભવે? સર્વ સંભવે. સર્વ દર્શનીઓના ધર્મોને જોઈ જોઈને સારી રીતે પરીક્ષા કરવાથી જેના સમાન બીજો કોઈ ધર્મ નથી એવા અહત ધર્મને તેણે અંગીકાર કર્યો. અનુક્રમે જેમ જેમ તેની ધર્મમાં પરિણતિ વધવા લાગી, તેમ તેમ શ્રુતજ્ઞાન ઉપર તેનું બહુમાન વૃદ્ધિ પામવા લાગ્યું. શાસ્ત્રનું શ્રવણ કરવામાં અને તેનું પઠન પાઠન કરવામાં તે રાજાએ એવું તલ્લીનપણું કર્યું કે જેથી પ્રગટ એવા સુંદર સંગીતના રસમાં પણ તે રસ (આનંદ) રહિત થયો. બહુશ્રુત એવા સાધુઓને બહુમાન આપીને, તથા તેમનો આશ્રય લઈને, તેમજ શાસ્ત્રો લખાવવાં તથા જ્ઞાનના ઉજમણા કરવાં ઈત્યાદિ કાર્યો કરીને તેણે શ્રુતજ્ઞાનનું આરાધન કર્યું.
આ પ્રમાણે પૃથ્વીપાળ રાજાએ શ્રુતનું આરાધન કરવાથી દુઃસાધ્ય એવા પણ જ્ઞાનવરણીય કર્મના ક્ષયને સાધ્યો. એકદા તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org