________________
પૃથ્વીપાલ રાજાની કથા
૨૧૯ અને ફાટેલાં વસ્ત્રો પહેરવાં, તથા ભોગનો ત્યાગ કરવો, પરીષહ સહન કરવા અને અનિયમિત વસવું. એ વિગેરે મુનિની જેવી મર્યાદા વડે જો રહીશ, તો તું જીવતો રહીશ, અન્યથા જરૂર મરણ પામીશ. જીવોના પરિણામની જેમ ઔષધોના પરિણામો પણ ઘણા વિચિત્ર હોય છે.” આ પ્રમાણે સાંભળીને દીન ચિત્તવાળા તે ઢમકે ઘણી માંદગીવાળા આતુર માણસની જેમ તે સર્વ અંગીકાર કર્યું. કેમ કે “મનુ મરણના ભયથી દુષ્કર એવું પણ શું નથી કરતો? સર્વ કરે છે.” પછી યતિના આચાર પ્રમાણે વર્તતા તે દ્રમુકને રાજાદિકે ચારિત્ર ગ્રહણ કરવા માટે ઘણું કહ્યાં છતાં પણ તે તુચ્છ મનવાળાએ યતિપણું અંગીકાર કર્યું નહીં. કેમકે યતિપણું તો મહા સાત્ત્વિક પુરુષોથી જ સાધી શકાય તેવું છે. પૂર્વે કહેલા શ્લોકના ત્રીજા પદના અર્થને જાણે સિદ્ધ કરવા માટે જ હોય, તેમ તેણે દીક્ષા ગ્રહણ કરી નહીં, કારણ કે પ્રવજ્યા લેવાથી તો આગામીકાળે સુખની પ્રાપ્તિ થાય છે. તે આ દ્રમકને ક્યાંથી હોય? કહ્યું છે કે - તૃણના સંથારા પર બેઠેલા, રાગ, દ્વેષ અને મોહરહિત એવા શ્રેષ્ઠ મુનિ જે મુક્તિની જેવું સુખ પામે છે, તે સુખને ચક્રવર્તી પણ ક્યાંથી પામે? જો તે દ્રમકે ધર્મબુદ્ધિથી આવું કષ્ટ સહન કર્યું હોત તો કોણ જાણે કેવું ઉત્તમ ફળ પામત? પરંતુ આવા પશુની જિંદગીમાં સહન કરવા પડે તેવા કષ્ટને આ સંસારમાં પડેલા જીવો સંસારમાં રહ્યા છતાં ખુશી થઈને સહન કરે છે, પરંતુ મુનિપણું
સ્વીકારતા નથી. તે મહા આશ્ચર્ય છે. - આ પ્રમાણે ત્રીજા પદના અર્થની પરીક્ષા કરીને હવે ચોથા પદની પરીક્ષા કરવા માટે તીવ્ર બુદ્ધિવાળા રાજાએ ઉપાયનો વિચાર કરતાં આ પ્રમાણે ચિંતવ્યું કે “માત્ર પરીક્ષાને જ માટે બીજા સુખી માણસને શા માટે ફોગટ દુઃખે દેવું? માટે હું પોતે જ પરદેશમાં જઈ એ પાકની પરીક્ષા કરું.” આ પ્રમાણે વિચારીને બીજે જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org