________________
પંચજ્ઞાન પૂજા વિધિ
એક પીઠ ઉપર પવિત્રપણે કુંકુમના ૫૧ સાથિયા કરીએ, તે ઉપર અક્ષત પૂરીએ, તે ઉપર નાગરવેલનાં પત્ર એકેક મૂકીએ, તે ઉપર સોપારી, બદામ, પૈસો, ફલ, ફૂલ, નૈવેદ્ય મૂકીએ, ૫૧ દીવા કરીએ, ૫ નાળિયેર મૂકી, ઘી ખાંડ સહિત પંચ ગોળિ થાપીએ, ત્રિવેદિકા પીઠ થાપી સ્વસ્તિક કરી અક્ષત ફલ ધરીએ, પંચતીર્થીની પ્રતિમા થાપીએ પછી સ્નાત્ર ભણાવીએ, પછી પૂજા ભણાવીએ, પહેલી પૂજાના ૨૮ સાથીઆ, બીજીના ૧૪, ત્રીજીના ૬, ચોથીના ૨, પાંચમીનો ૧ સાથીઓ નંદાવર્તનો કરીએ, શ્રીફળ મૂકીએ, એની પાંચ પીઠ થાપીએ. ન હોય તો એક મોટા પીઠ ઉપર ભેગા પાંચ થાપીએ.
ઇતિ શ્રી પંચજ્ઞાન પૂજાવિધિ સંપૂર્ણ. ગાથા ૮૯–ઢાળો-૧૧ શ્લોકો ૧૫૦
પંડિત શ્રી રૂપવિજયજીકૃત શ્રી પંચજ્ઞાનની પૂજા
પૂજા પહેલી
દુહા
સફલ કુશલ કમલાવલી, ભાષક ભાણ સમાન; શ્રી શંખેશ્વર પાસના, ચરણ નમી ધરી ધ્યાન. ૧
કર્મતિમિરભર ટાળવા, જ્ઞાન તે અભિનવ સૂર; જ્ઞાની જ્ઞાનબળે લહે, સ્વપર સ્વભાવ પડૂર. ૨
Jain Education International
શ્રદ્ધામૂળ ક્રિયા કહી, તેહનું મૂળ તે જ્ઞાન; તેહથી શિવસુખ બહુ જના, પામ્યા ધરી એક તાન. ૩
૧૫૧
For Personal & Private Use Only
www.jainelibrary.org