________________
૯૮
જ્ઞાનપદ ભજીએ રે
બહુ અબ્દવાદિ બાર ભેદોનું સ્વરૂપ વાજિંત્રનો નાદ સાંભળીને આ દુંદુભિનો શબ્દ છે ઇત્યાદિ (પૃથક્ પૃથક્ વાજિંત્રના શબ્દ) અવગ્રહાદિથી જાણે એ મતિજ્ઞાનનો ‘બહુ' નામનો આહ્લાદકારી ભેદ જાણવો. ।૧૫।। (બહુ ૧) | અંશસામાન્યે કરી વાતુ છે, તેમાં પણ જે સામાન્યને જ જાણે, જુદી જુદી જાતિના વાજિંત્રના શબ્દ જુદા ન જાણે તે ‘અબહુ’ નામનો મતિજ્ઞાનનો ભેદ જાણવો. ।।૧૬।। (અબહુ ૨) | એકજ વાજિંત્રના શબ્દમાં પણ મધુર તરુણ વિગેરે જુદી જુદી જાતિઓને ક્ષયોપશમની રચનાએ કરી જાણે તે ‘બહુવિધ’ નામનો મતિજ્ઞાનનો ભેદ જાણવો. ।।૧૭ (બહુવિધ ૩) // શબ્દાદિના મધુરતા વિગેરે ધર્મોમાં થોડો વિચાર જાણવો વિશેષ ન જાણવું) તે ‘અબહુવિધ’ નામના મતિ પ્રકારનો અર્થ વિસ્તાર જાણવો. ।।૧૮।। (અબહુવિધ ૪) ઘણો વિલંબ થયા વિના તત્કાળ જ જાણે તે મતિજ્ઞાનનો ‘ક્ષિપ્ર’ ભેદ જાણવો અથવા તેને અવિલમ્બ મતિ જાણવી. ।।૧૯।। (ક્ષિપ્ર ૫) || ઘણો વિચાર કરીને વસ્તુ જાણે તે ‘અક્ષિપ્ર' ભેદ જાણવો. ( આ સર્વ પરસ્પર વિરુદ્ધ ભેદોમાં) ક્ષયોપશમની વિચિત્રતાનો સ્વભાવ મહા જ્ઞાનીઓ કહે છે ।।૨૦ (અક્ષિપ્ર ૬) ॥ ધ્વજા દેખવાથી આ જિનેશ્વર ભગવાનનું ચૈત્ય છે એ પ્રમાણે અનુમાને કરી સાધ્યહેતુનું જ્ઞાન થાય તથા પૂર્વપ્રબન્ધો સંભારીને જાગે તે ‘નિશ્રિત' ભેદનો વિચાર જાણવો ।।૨૧।। (નિશ્ચિત ૭) || બહારનું ચિહ્ન દીઠા સિવાય પદાર્થોનો વિચાર જાણે તે આભિનિબોધિક જ્ઞાનનો (મતિનો) ‘અનિશ્રિત’ નામનો પ્રધાન ભેદ જાણવો ॥૨૨॥ (અનિશ્રિત ૮) ।। સન્દેહરહિત નિશ્ચયપણાએ કરી
૧ ધારણાનો બીજો ભેદ
૨ ધારણાનો ત્રીજો ભેદ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org