________________
૧૦૬
જ્ઞાનપદ ભજીએ રે
શ્રુતજ્ઞાનની સ્તુતિનો અર્થ સૂર્ય સમાન જિનેશ્વર પરમાત્મા ત્રિગડા ઉપર બેસી અમૃત સમાન વાણી બોલે છે. અનેકાન્ત મત એ જ પ્રમાણ છે. આત્માનો અનુભવ કરવાનું સ્થાનક ચાર અનુયોગરૂપી ગુણોની ખાણ પરમાત્મા અરિહા પ્રભુનું શાસન શ્રેષ્ઠ વહાણ સમાન છે. સર્વ પદાર્થો ત્રિપદી વડે જણાવે છે. બત્રીશ દોષ વર્જિત પરમાત્માની દેશના યોજન પ્રમાણ ભૂમિમાં ફેલાવો પામે છે. કેવલજ્ઞાની પ્રભુએ જે કથન કર્યું તે શ્રુતજ્ઞાન, એમ વિજયલક્ષ્મી સૂરિ બહુમાનપૂર્વક કહે છે તે સુજનો! તે શ્રુતજ્ઞાનને તમામ ધારણ કરજો / ૧ //
૧. ચરણકરણાનુયોગ ૧ દ્રવ્યાનુયોગ ર ધર્મકથાનુયોગ ૩ ગણિતાનુયોગ ૪
૨. પ્રકૃતિથી આ સર્વ સંસાર છે અથવા આત્મા નથી વિગેરે અલીક' ૧, વેદમાં કથિત હિંસા ધર્મને માટે થાય વિગેરેની માફક ઉપઘાતજનક'૨, ડિસ્થાદિની માફક નિરર્થક ૩, પૂર્વાપર સંબંધ વિનાનું તે અપાર્થક” ૪, છલવાક્ય વિગેરે “છલ'પ. દ્રોહસ્વભાવ હોય, તે હિલ'૬, સારવિનાનું તે નિસાર”૭, અક્ષરાદિ કરીને અધિક તે “અધિક’૮, ન્યૂન હોય તે ‘ઊન'૯, ફરી ફરી બોલવું તે પુનરુક્ત' ૧૦, પૂર્વાપરવિરુદ્ધ તે “વ્યાહત' ૧૧, યુક્તિરહિત તે “અયુક્ત ૧૨, ક્રમરહિત તે “ક્રમભિન' ૧૩, વચન ફેરફાર તે “વચન ભિન' ૧૪. વિભક્તિ ફેરફાર તે વિભક્તિ વિભિન' ૧૫, લિંગ ફેરફાર તે લિંગભિન' ૧૬, સિદ્ધાન્તમાં નહી કહેલું તે “અનભિહિત' ૧૭. છંદોભગંતે “અપદ'૧૮ વસ્તુના સ્વભાવથી વિપરીત બોલવું તે “સ્વભાવહીન' ૧૯, પ્રસ્તુત વાત છોડી અપ્રસ્તુત વાતને લંબાવી પછી પ્રસ્તુત કહેવી તે વ્યવહિત ૨૦, કાલ ફેરફાર તે કાલદોષ' ૨૧, વાક્ય પૂર્તિવિના વચમાંથી પદ તોડી નાંખવું તે “થતિદોષ’ ૨૨, અલંકાર વિશેષ શૂન્ય તે “છવિદોષ” ૨૩, સ્વસિદ્ધાન્ત વિરુદ્ધ તે “સમય વિરુદ્ધ ૧૪, હેતુશૂન્ય તે વચન માત્ર’ ૨૫, તાત્પર્યથી અનિષ્ટપ્રાપ્તિ થાય તે “અર્થપત્તિદોષ' ૨૬, સમાસ ફેરફાર તે
અસમાસદોષ' ૨૭, હીનાધિક ઉપમા કરવી તે ઉપમાદોષ’ ૨૮, એક દેશને સંપૂર્ણ કહેવું તે સ્વરૂપાવયવદોષ' ૨૯, ઉદેશ્ય પદોની એકવાકયતા ન થાય તે
અનિર્દેશદોષ'૩૧, વિપરીતસન્ધિ તે “સન્ધિદોષ' ૩૨, આ પ્રમાણેના ૩ર દોષ રહિત પરમાત્માની દેશના હોય છે. //
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org