________________
જ્ઞાનપદ ભજીએ રે આ કોઈ કાલ્પનિક કથા નથી, વાસ્તવિક ઘટના છે. તેઓને આ બાબતનો રંજ પણ નથી. લાગણીના કોઈ તંતુઓ ત્યાં રહ્યા નથી. આનું સંશોધન કરતાં તે ભાઈને જણાયું કે ત્યાં નાનપણથી જ બાળકોને વાત્સલ્ય મળતું નથી હોતું, એટલે પછી જે મળ્યું હોય તે જ આપી શકે ને ? બાળક એક વર્ષનું હોય ત્યારથી જ સૂવો માટે જુદો બેડરૂમ મળે છે. જે બાળકને નેહ-પ્રેમ-હૂંફ મળ્યાં નથી, તે બીજાને એ શી રીતે આપે ? કોઈ માંદો પડે એની તેને ખબર પડે એટલે દવાઓનો ઢગલો કરી દે છે ફૂલના ગુચ્છા આપી જાય, પણ તેટલું બસ નથી થતું. પણ અડધો કલાક બેસે તો ખબર પડે કે માંદા માણસને શું જોઈતું હોય છે ? તેને મમતા, સ્નેહ, આશ્વાસન, ધીરજ અને હિંમતનો ખપ હોય છે. તેમાં તમે રસ લીધો છે ? આ ટેવો સમજણ અને સંસ્કારથી આવે છે અભણ માનવી પણ જો મા-બાપને ચાહે તો સમજવું કે તે સંસ્કારમાં આગળ છે.
(૨) પછી નિશાળમાંથી શિક્ષણ ને સંસ્કાર મળતા.
(૩) સાથે સાથે ધાર્મિક સંસ્થાઓમાંથી પણ સંસ્કારો મળતા હતા. આજે આ ત્રણે સંસ્થાઓ કથળી ગઈ છે. આજે ફરિયાદ બધા કરે છે, પણ તેના ઉપાયની તૈયારી કોઈની નથી. બાળકનું ૧૨ વર્ષ સુધીનું મન અત્યંત ઉચ્ચ કક્ષાના બ્લોટિંગ પેપર જેવું હોય છે, જે નાખો તે ચૂસી જ લે; જેવું દેખાય તેવું તરત જ કરવા લાગે.
તમારે બાળકને યોગ્ય બનાવવો હોય તો, એનું ૧ર વર્ષ સુધી સતત ધ્યાન રાખવું જોઈએ, બહુ કાળજી રાખવી જોઈએ. આયુર્વેદમાં તો બાળક ગર્ભમાં હોય ત્યારથી તેની સંભાળ રાખવી જોઈએ એમ કહ્યું છે. અને ધીરે ચાલવું; વાસનાઓને શાંત રાખવી; ક્રોધ વગેરે કષાયો ન કરવા; અતિ તીખા, કડવા, ખારા, ખાટા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org