________________
જ્ઞાનપદ ભજીએ રે આમંત્રણ અને સાથ આપે અને એથી, સદ્ભાગ્યે, તમને પ્રતિક્રમણ કરવાનું મન થાય તો ધીમે ધીમે તમારું જીવન જ પલટાઈ જાય. એક અવિરતિ કાઢશો તો બીજી અવિરતિ પણ નબળી પડવા લાગશે અને વિરતિ તરફનો તમારો અનુરાગ વધશે. આમાં તો માત્ર પહેલો ભૂસકો મારવાની જ હિંમત કરવાની છે. થોડો વિશ્વાસ રાખીને, કૂદકો મારશો તો નીચે તો સારું જ છે; વાગવાનો કોઈ ભય નથી. પણ સામાજિક પ્રતિષ્ઠા વગેરેના ખોટા ખ્યાલોમાંથી એક વાર બહાર નીકળશો અને ધર્મક્ષેત્રમાં પ્રવેશ કરશો તો જીવનવિકાસની યાત્રા જરૂર વેગવંતી બનવાની છે, એની ખાતરી રાખશો.
મયણાસુંદરીના જીવનમાં આ જ વાત બની હતી. જે સંસ્કારો મળ્યા હતા, તેનું ઉત્થાન થયું. તેમાં ફાળો કોનો હતો? - તે ઝીણવટથી વિચારીએ તો, મયણાની પાત્રતા તો હતી જ. પણ શિક્ષક અને માતા એ બેની દોરવણીની બાદબાકી કરીએ તો તેમનું જીવન જુદું જ નિર્માણ થાત; અને એમની બહેન સુરસુંદરી, જેવું જ કંઈક દેખાત, પણ મયણાસુંદરીના જીવનની ઉજ્વળતાની મહેકે અત્યાર સુધી ટકી રહી છે. તેમાં એની માતાનો પરિશ્રમ ઓછો નથી; શિક્ષકની પસંદગીનો યશ પણ તેના ફાળે જ જાય છે.
પહેલાં બાળકોની સાથે સાંજે અડધો-પોણો કલાક વાર્તા-વિનોદ થતો હતો. સંતો અને સતીઓનાં ચરિત્રોની વાતો એમને સંભળાવવામાં આવતી હતી. પ્રેરણામૂર્તિ જેવી વ્યક્તિઓના પ્રસંગો તેમને કાને પડતા હતા. આથી બાળકના મનમાં સારા સંસ્કારો એવા વણાઈ જતા કે અવસરે તે ખૂબ ઉપયોગી અને સદાચારને ટકાવી રાખનારા બનતા. આજે કોઈને ૧૫૪૭ કેટલા, એમ પૂછીએ તો ટપ કરી ગણતરીનું મશીન (કેક્યુલેટર) ચલાવશે અથવા ગુણાકાર કરીને જવાબ કહેશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org