________________
સંસ્કાર-ઘડતરના પાયારૂપ ધર્મશિક્ષણની અનિવાર્યતા
૭૩ પૂજા નહીં હોય અને ઉપાશ્રયમાં બેસનારા નહીં હોય તો એ બધાં શા કામનાં? શ્રીસંઘે ગંભીરપણે વિચારવા જેવી આ વાત છે.
નવી પેઢીને સગુણ તરફી વળાંક આપવામાં આવશે તો જ આવાં ધર્મસ્થાનોનો સદુપયોગ ચાલુ રહેશે. પાણીની શક્તિને નાથવામાં નથી આવતી તો પૂરથી ગામનાં ગામ તારાજ થઈ જાય છે. અને પાણીની શક્તિને જો યોગ્ય રીતે નાથવામાં આવે તો તેથી ઉત્તમ ખેતી પણ થાય અને વીજળીના ઉત્પાદનથી માઈલો સુધીનાં અંધારાં ઉલેચાઈને ચોમેર પ્રકાશ પણ થરાઈ જાય છે. તેવી જ રીતે યુવાશક્તિને કેન્દ્રિત અને સંસ્કારિત કરીને ધર્મમાર્ગે જોડવાથી સંઘ, સમાજ અને દેશને ઘણો જ લાભ થશે. નહીંતર આ બધાયનું ભાવિ બહુ જ નિરાશાભર્યું થવાનું છે. જેમના હૈયામાં ધર્મનાં મૂળ રોપાયાં નથી તેવા યુવકો કહેશે કે આ ઉપાશ્રય ખાલી પડ્યો છે. એમાં કોઈ સાધુ નથી, માટે અમને એ મીટીંગ માટે આપો. અને આવું ચાલ્યું તો પછી ધર્મસ્થાનક ને સંસાર-સ્થાનકમાં ફેર જ નહીં લાગે!
સંઘના અગ્રણીને ઘેર લગ્ન છે, બધી જ વાડીઓ નોધાઈ ગયેલી છે, જાનને ઉતારવા માટે બીજું કોઈ સ્થાન મળતું નથી, અને આ ઉપાશ્રય ખાલી છે, તો તે લગ્ન માટે આપો-શરૂઆત આવી જ રીતે થાય છે. પણ આવું થવા ન પામે એટલા માટે આ ધર્મ સ્થાનકોમાં કોઈ પાપ-સ્થાનક સેવાય જ નહીં, એવું પાયાનું જ્ઞાન બાળપણથી જ આપવું જોઈએ. જે ઉદ્દેશથી જે વસ્તુ બનાવી હોય તેનો ઉપયોગ તે ઉદ્દેશ પૂરતો જ થવો જોઈએ; ઉદેશની ભિન્નતા ચલાવી ના લેવાય. આ વાત વ્યવહારમાં તો તમે ચોક્કસ માનો જ છો. ધર્મસ્થાનની પવિત્રતાની સમજણ આજે સંસ્કાર અને શિક્ષણ દ્વારા નહીં અપાય તો આવતી કાલ કેવી ઊગશે તેનો વિચાર કરો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org