________________
શ્રી જ્ઞાનપંચમી દેવવંદન
// મતિજ્ઞાનના ચૈત્યવંદનનો અર્થ. // - શ્રી સૌભાગ્યપંચચીનો દિવસ સર્વ દિવસોમાં અલંકાર તુલ્ય છે. તે દિવસે પાંચ જ્ઞાનની પૂજા કરીએ કે જેથી જન્મ સફળ થાય. // ૧ // સામાયિક તથા પોસહમાં (દેશાવગાશિકમાં પણ) સારા ગન્ધવાલા વાસક્ષેપાદિ ચૂર્ણ વડે નિરવ પૂજાનો વિચાર જાણવો. તથી મનોહર જ્ઞાનનું ધ્યાન કરવું. / ૨ // પૂર્વ તથા ઉત્તર દિશામાં પ્રધાન ત્રણ પીઠ રચીને સુખકર્તા પરમાત્માના પંચવર્ણ બિમ્બને સ્થાપન કરીએ. /// પૂજા સામગ્રીને લાયક પાંચ પાંચ વસ્તુઓ ભેગી કરી પંચવર્ણના કલશ ભરી દુઃખના ઉપભોગનો નાશ કરીએ. // ૪ / મતિજ્ઞાનની પ્રાપ્તિને માટે શક્તિ અનુસાર પૂજા કરીએ, જે મતિજ્ઞાન શ્રી જૈનશાસનના રાજા (તીર્થકર પ્રભુ) એ પંચજ્ઞાનમાં અગ્રેસર કહેલું છે, // પ // મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાન વિના અવધિજ્ઞાન વિગેરે મોટા જ્ઞાનો થતાં નથી, તે કારણથી મતિજ્ઞાન પ્રથમ કહ્યું છે, મતિ અને શ્રતમાં પણ મતિનું પ્રધાનપણું છે. // ૬ | મીતિકૃતના આવરણનો ક્ષયોપશમ તથા પ્રાપ્તિ સમાનકાળે થાય છે. સ્વામિ આદિકે કરીને મતિકૃતનો અભેદ છે. પણ મુખ્યતા ઉપયોગકાળમાં હોય છે. (જે વખતે જે જ્ઞાનનો ઉપયોગ વર્તે તે વખતે તે જ મુખ્ય જાણવું) all લક્ષણ તથા ભેદોએ કરી તથા કારણ કાર્યના સંબંધથી તે બેનો ભેદ છે. કાંચન અને કલશના સમ્બન્ધની માફક મતિ સાધન છે અને શ્રુત સાધ્ય છે. // ૮ // પરમેશ્વર પરમાત્મા સર્વ સિદ્ધ ભગવત્તો મતિજ્ઞાન પામીને કેવળ - લક્ષ્મી ભંડાર થયા છે. // ૯ll - ઈતિચૈત્યવંદન // ૧ // નમુથ્થ૦ // જાવંતિo // નમોહ૦ / કહી સ્તવન કરીએ તે આ પ્રમાણે–
|
૧. સ્વામી, કાળ, કારણ, વિષય, પરોક્ષ. ૨. આગળ દુહામાં બતાવશશ તે લક્ષણ તથા ભેદો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org