________________
સંસ્કાર-ઘડતરના પાયારૂપ ધર્મશિક્ષણની અનિવાર્યતા ૭૧
શ્રી શ્રીપાળરાસના ટબામાં એવી વાત આવે છે કે, એક અંકથી માંડીને ૧૦૮ સુધીના અંકોમાંથી તેને ઘણું ઘણું જ્ઞાન મળતું. ૧આત્મા એક છે. તેને સંસારનું પરિભ્રમણ કરાવનારા ર-રાગદ્વેષ બે છે. તેનાથી મુક્તિ માટે જીવે ૩-જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણની આરાધના કરવી જોઈએ. તે ન થાય તો છેવટે ૪-દાન, શીલ, તપ, ભાવ એ ચાર પ્રકારના ધર્મની ઉપાસના કરવી. ધર્મ મેળવવો છે? તો પ-પંચ પરમેષ્ઠીને હૃદયમાં ધારણ કરવા જોઈએ. તે કર્યા પછી ૬-છ કાયના જીવોની રક્ષાનું કાર્ય કરવું જોઈએ. તેનાથી છ-સાત ભયનું નિવારણ થાય છે. અને સાત ક્ષેત્રોમાં પ્રીતિ થશે તેને સુદૃઢ બનાવવા માટે ૮-અષ્ટ પ્રવચન માતાનો આદર કરવો જોઈએ. તે માટે બ્રહ્મચર્યની ૯-નવ વાડો પાળવી જોઈએ. આ બધાના સારભૂત ૧૦-દશ પ્રકારનો યતિધર્મ આદરવો જોઈએ. તે ન થાય તો શ્રાવકની ૧૧-અગિયાર પડિમાને વહન કરવી જોઈએ. તેમાં શક્તિ ઓછી પડે તો ૧૨-બાર વ્રતોની પાસના કરવી જોઈએ. અને જીવે સમજીને ૧૩-તેર કાઠિયાનો ત્યાગ કરવાનો છે. અને અંતે ૧૪-ચૌદ ગુણસ્થાનકોમાંથી પસાર થઈ ૧૫-પંદર ભેદમાંથી કોઈ પણ ભેદે સિદ્ધ થવાનું છે. આ રીતે બાળકને લખતાં પણ ન આવડવું હોય ત્યાં જૈનધર્મની આરાધનાનો ખ્યાલ આપે એવી પારિભાષિક સંજ્ઞાઓથી તે કેવો વાકેફ થઈ શકે છે ! આમાં ગમ્મત સાથે જ્ઞાન મળી રહે છે, આજે આ બધું ફરી તાજું કરવા જેવું છે. - ઘર, નિશાળ અને ધર્મસંસ્થા - સંસ્કારસિંચનનાં આ ત્રણે ઝરણાં સુકાઈ રહ્યાં છે, તેથી બાળકની સ્થિતિ કફોડી થઈ ગઈ છે. પાશ્ચાત્ય શિક્ષણ-સંસ્કારોએ તેના મન પર અણઘટતો કબજો મેળવી લીધો છે. સુસંસ્કારો આપવાની ધાર્મિક શિક્ષણની પ્રવૃત્તિ પ્રત્યે હજી પણ દુર્લક્ષ સેવાતું રહેશે તો પરિસ્થિતિ વધુ બગડતી જશે.
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org