________________
જ્ઞાનપદ ભજીએ રે કોઈ શ્રાવકનો પુત્ર “ડુ જીવનિકાય” જેવોશબ્દ સાંભળશે તો આ કોઈ બીજી ભાષાનો શબ્દ છે તેમ એને લાગશે. આવું ન થાય અને પરિસ્થિતિ હાથથી બહાર ન જાય; એટલા માટે અત્યારથી ચેતો, અને નવી-ઊગતી પેઢીને ધર્મનું મહત્ત્વ સમજાવો. આપણે ત્યાં, અભ્યાસ કરવાયોગ્ય સૂત્રગ્રંથો બે પ્રકારના છે. : એક પંચપ્રતિક્રમણનાં સૂત્રો; અને બીજાં જીવવિચાર, તત્ત્વાર્થસૂત્ર વગેરે સૂત્રો. એમાં જીવવિચાર વગેરે દ્વારા વિચારમાં જૈન દર્શનનું તત્ત્વજ્ઞાન સ્થિર થાય છે અને પંચ પ્રતિક્રમણનાં સૂત્રો દ્વારા ધર્મમાંઆચારમાં સ્થિર થવાય છે. બન્ને સૂત્રો જીવનમાં અતિ-ઉપયોગી છે. ક્રિયાકાળ સિવાયના કાળમાં, જીવનની રોજ-બરોજની ઘટનામાં જીવવિચાર, તત્ત્વાર્થ સૂત્ર વગેરેનું જ્ઞાન ખૂબ જ હિતકારક પુરવાર થાય છે. તેથી એ બે પ્રકારનાં સૂત્રો ભણાવવાં જોઈએ. આ કર્તવ્ય આપણે ન બજાવીએ અને આપણી ઉછરતી પેઢી ધર્મનું મહત્ત્વ ના સમજે અને ધર્મવિમુખ બને તો એની જવાબદારી આપણી જ છે, એવું સ્વીકારવું જ રહ્યું.
ધર્મતત્ત્વને સમજવા માટે જીવ, જગત ને જગનાથ શું છે ? તવિષયક માન્યતા શી છે ? તે જાણવા પ્રયત્ન કરવો જોઈએ. ધાર્મિક શિક્ષકોએ આ કામ કરવાનું હોય છે. સમજણના બીજને વિકસાવવામાં તેઓ પોતાની શક્તિનો સવ્યય કરે એ જરૂરી છે. આ શિક્ષણ નહીં અપાય તો આપણી નવી પેઢી ધર્મવિહીન જીવન જીવશે, એટલું જ નહીં પણ ક્યારેક, અણ-સમજણને કારણે ધર્મની મશ્કરી સુદ્ધાં કરશે; આ બધું હમ્બ છે એવી ઠેકડી ઉડાવશે. આવું થાય તો તેને અટકાવનાર કોણ? લાખોના ખર્ચે આલિશાન દેરાસર બંધાવો અને એમાં પરમાત્માની મોટી પ્રતિમા પધરાવો અથવા ઉપાશ્રયની ભવ્ય ઈમારત ખડી કરી ઘો; પણ દેરાસરમાં ભક્તિ
Jain Education International
For Personal & Private Use Only
- WWW.jainelibrary.org