________________
સંસ્કાર-ઘડતરના પાયારૂપ ધર્મશિક્ષણની અનિવાર્યતા પદાર્થો ન ખાવા વગેરે સૂચનાઓ ગર્ભવતી માતા માટે આપવામાં આવી છે. શરૂમાં કરેલો થોડો પરિશ્રમ મોટું ફળ આપનાર થશે; પછી જીવનપર્યત સુખ રહેશે. આદર્શ માતા-પિતા બનવા માટે
વ્યક્તિએ પ્રથમ આદર્શ પુત્ર-પુત્રી બનવું પડે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, “ગુરુ બનતાં પહેલાં સાચા અર્થમાં શિષ્યવૃત્તિ કેળવવી જોઈએ.” આપણી અપેક્ષાઓ અને આચરણ જુદાં હોય છે. આપણી અપેક્ષા એવી હોય છે કે કોઈ મારી પાસે જૂઠું બોલે નહીં, અને આચરણમાં પોતે જ જૂઠું બોલતાં હોઈએ છીએ! આનું પરિણામ સારું ક્યાંથી આવે ?
એક જ કુટુંબના બધા સભ્યો સાથે બેસીને વાર્તાવિનોદ કરતાં હોય એવાં કુટુંબો આજે કેટલાં મળે? એકબીજા માટે થોડો પણ ત્યાગ કરવાની ભાવના, કૌટુંબિક ફરજોનું ભાન - આ બધું હવે ઓછું થતું જાય છે. - એક સત્ય ઘટના જાણવા જેવી છે. એક કુટુંબમાં માતા-પિતા ગુજરી ગયાં. પરિવારમાં ચાર દીકરી અને ત્રણ દીકરા હતાં. સૌથી મોટી દીકરી હતી, તેના માથે જવાબદારી આવી પડી. કાકા, મામા, માસા, ફુઆ બધા ખસી ગયા. તે દીકરીના પિતા જ્યાં નોકરી કરતા હતા તે શેઠ પણ અજાણ્યા થઈ ગયા. “બાળાશ્રમમાં મૂકી દો; પૈસા જોઈએ તો અમારી પાસેથી લઈ જજોઆવી સુંવાળી વાતો કરીને બધાં જતાં રહ્યાં. મોટી છોકરીએ, મારે લગ્ન નથી કરવાં એવો નિર્ણય કર્યો. પોતે ૧૭-૧૮ વર્ષની હતી. તે વખતે નાનો ભાઈ ચાર વર્ષનો હતો. પછી તેણે શિવણ કલાસમાં શિક્ષિકા તરીકે કામ કર્યું, અને બાળકોમાં સંસ્કારોનું સિંચન કર્યું, બાળકોની ધાર્મિક વૃત્તિને પણ વિકસાવી. પૈસા કમાઈને ભાઈ-બહેનોને ભણાવ્યાં, કેળવ્યાં પરણાવ્યાં. એણે ખૂબ સારા ભાવથી વાવેતર કર્યું,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org