________________
પર
જ્ઞાનપદ ભજીએ રે
આપવા માંડ્યા.
- જ્યારે આઠ વર્ષના થયા ત્યારે આચાર્ય શ્રી સિંહગિરિ મહારાજે દીક્ષા આપી. બધું જ ભણી લીધું હતું છતાં બાળવય સુલભ એકવાર વાચના આપવાનું મન થયું.
બધા સાધુ મહારાજ બહાર પધાર્યા હતા ત્યાં બધાના વીટીયા મૂકી વાચના આપવા માંડ્યા.
મોટા મહારાજ પહેલાં પધાર્યા તેમણે સ્વર સાંભળ્યો. બાળસાધુ વજે બધા વીટીયા ઠેકાણે મૂકી દીધા.
ગુરુ મહારાજને ખ્યાલ આવ્યો કે વજ જ્ઞાની છે. આ વાતની ખબર બધા સાધુને આવે તો જ્ઞાનીની આશાતનાથી બચી જાય. તેથી બધા સાધુ સાંજે વંદન કરવા આવ્યા ત્યારે આચાર્ય શ્રી સિંહગિરિ મહારાજે કહ્યું કે ૨-૩ દિવસ અમારે બહાર જવાનું છે. સાધુ સમુદાયે પૂછ્યું કે અમારે ગ્રન્થ ચાલે છે તો વાચનાનું? આચાર્ય શ્રી સિંહગિરિ મહારાજ કહે કે વજ વાચના આપશે. આ સાંભળી સાધુવૃદમાંથી કોઈ સાધુએ મોં મચકોડ્યું નહીં. આ ગુણના કારણે શ્રી સિંહગિરિના શિષ્યોની પ્રશંસા આજ સુધી થાય છે.
શ્રી વજસ્વામીમાં જ્ઞાન વિષયક એવી શક્તિ હતી કે જેને પાઠ આપે તેને એ ગાથા અઘરી હોય, લેનારનો ક્ષયોપશમ અલ્પ હોય તો પણ એ ગાથા તુર્ત આવડી જાય.
ત્રણ દિવસ પછી ગુરુ મહારાજ પધાર્યા. સાધુઓને પૂછ્યું કે વાચના કેવી રહી ? સાધુ સમુદાયે કહ્યું કે આપશ્રી હજી વધુ બહાર રહ્યા હોત તો અમને એટલી વધારે મઝા આવત.
ગુરુ મહારાજે કહ્યું કે વજ નાની વયમાં કેવા જ્ઞાની છે ! આવા જ્ઞાનીની આશાતના ન કરાય. એ જણાવવા જ અમે વિહાર કર્યો હતો. તમે ફરીથી એ બધું ભણી લેજો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org