________________
૫૮
પુંડરીક-કંડરીકની કથા
પુંડરીક ને કંડરીક બંને સગા ભાઈઓ હતા, તેમના પિતા મહાપદ્મ રાજાએ તે બંનેને મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયની પુંડરીકિણીનગરીનું રાજ્ય સોંપીને ચારિત્ર સ્વીકાર્યું હતું. બંને બન્ધુઓ સારી રીતે રાજ્યપાલન કરતા હતા. એકદા મોટાભાઈ પુંડરીકે કંડરીકને કહ્યું કે આ રાજ્યભાર તમે સંભાળો, અમે સંયમ લઈશું, ત્યારે કંડરીકે કહ્યું કે “મોટાભાઈ ! શું મને આ સંસારમાં રઝળાવનાર ભાર સોંપવો છે ને તમારે છૂટી જવું છે? આપ રાજ્ય કરો ને હું દીક્ષા લઉં ?'
જ્ઞાનપદ ભજીએ રે
લાંબી વાતચીતને અંતે પુંડરીકે રાજ્ય કરવું અને કંડરીકે દીક્ષા લેવી એવો નિર્ણય થયો. કંડરીકે દીક્ષા લીધી અને વિવિધ તપ અને અભિગ્રહપૂર્વક ચારિત્રપાલન કરવા લાગ્યા.
બીજી બાજુ વિરક્ત મને પુંડરીક રાજ્યપાલન કરવા લાગ્યા. કેટલોક કાળ વીત્યા બાદ એક દિવસ કોઈ એક રાજાની રાજ્યસંપત્તિ અને ભોગસામગ્રી જોઇને કંડરીકનું મન ચલાયમાન થયું ને તેણે વિચાર્યું કે આ તપ-જપનાં કષ્ટ હું ફોકટ સહન કરું છું, પ્રત્યક્ષ સુખ મૂકીને શા માટે પરોક્ષ સુખને માટે દુઃખ વેઠવું. એમ ને એમ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના વિચાર કરતાં એ પુંડરીકિણીનગરીના ઉદ્યાનમાં આવ્યા અને સાધુવેષ ઊંચે એક વૃક્ષની ડાળે મૂકીને લીલા ઘાસવાળી જમીન ઉપર આસન જમાવીને બેઠા. ઉદ્યાનપાલકે મહારાજા પુંડરીકને ખબર આપી. તે સપરિવાર ત્યાં આવ્યા. ભગ્નપરિણામવાળા કંડરીકને ખૂબ સમજાવ્યા પણ કોઈ રીતે તે સમજ્યા નહિ ત્યારે પુંડરીકે પોતાનો રાજાનો વેષ ઉતારીને તેને સોંપ્યો ને તેનો મુનિનો વેષ પોતે લઈ લીધો. ચિરચિંતિત ભોગો ભોગવવામાં ચકચૂર બની કંડરીકે જીવન ગુમાવ્યું. તે જ રાત્રિએ કંડરીકને વિશુચિકા- ઝાડા ને ઊલટી થઈ ને દુર્ધ્યાન ધ્યાતાં તેણે પ્રાણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org