________________
૬૧
અહંદુ દર્શનનાં, અહંદુ ધર્મના અભ્યાસ માટે...
આઠ પ્રકારની પૂજા કરવી જોઈએ. જે અષ્ટપ્રકારી પૂજા
કહેવાય છે. નવ શ્રાવક નવતત્વનો જાણકાર હોવો જોઈએ. જીવ-અજીવ
પુણ્ય-પાપ-આશ્રવ-સંવર બંધ-નિર્જરા અને મોક્ષ. એ નવ
તત્ત્વ છે. દશ એ નવતત્ત્વનું જ્ઞાન થયા પછી ક્રમશઃ લક્ષ્ય દશ પ્રકારના
યતિધર્મનું રાખવું જોઈએ ક્ષમા વગેરે દશ પ્રકારનાં સાધુ
ધર્મ છે.
અગિયાર જ્યાં સુધી સાધુધર્મનો સ્વીકાર ન થાય ત્યાં સુધી
અગિયાર પડિમા વહન કરવી જોઈએ. બાર શ્રાવક બાર પ્રકારના વ્રતથી શોભતો હોવો જોઈએ બાર વ્રત
એ અહંક્ના ઉપાસક શ્રાવકના જીવનનું ભૂષણ છે. તેર સાધક પ્રભુ અને પ્રભુની આજ્ઞા સાથે એકાકાર થવામાં
બાધક તેર પ્રકારના કાઠીયા કહ્યા છે. ચૌદ તેર કાઠીઆને જીતે તે ચૌદ ગુણસ્થાનક ને પામતો છેલ્લે
ચૌદમે ગુણસ્થાનકે પહોંચે છે. પંદર ચૌદમાં ગુણસ્થાનકે પહોંચેલો પંદર ભેદે સિદ્ધ થાય છે.
પંદરમાંથી કોઈપણ એક તે જીવ મોક્ષમાં જાય છે.
આ રીતે ઈચ્છા હોય તેટલાં અંક સુધી લંબાવી શકાય અને અહધર્મનું પાયાનું જ્ઞાન મેળવી શકાય.
પાઠશાળા માત્ર આચારસૂત્ર જ્ઞાનની અપેક્ષાએ આ જ્ઞાન વધુ ઉપકારક પુરવાર થાય છે ઉપયોગી પણ છે.
માટે આવું જ્ઞાન પાઠશાળામાં શિક્ષક મારફત આપવું જોઈએ.
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org