________________
-
જ્ઞાનરત્નનાં અજવાળાં...
(જ્ઞાનપંચમી -૨ પુસ્તિકા અહીં સામેલ કરી છે.) વરસમાં જે પર્વો આવે છે તેની શુભ શરૂઆત આ પર્વથી થાય છે. તે કેવો સુભગ યોગાનુયોગ છે. આ એક જ પર્વનાં બે નામ પ્રસિદ્ધ છે, જ્ઞાનપંચમી અને સૌભાગ્યપંચમી. આ. શ્રી લક્ષ્મીસૂરિ મહારાજે તો આ દિવસ માટે “સયલ દિવસ શણગાર” આવા સુંદર સૂચક શબ્દો વાપર્યા છે.
આપણે તો જ્ઞાનપંચમીની આરાધના દ્વારા વરસનાં મંડાણ જ્ઞાનથી કરવાં છે. અરે ! જીવનનાં મંડાણ જ આ જ્ઞાનપ્રાતિ દ્વારા કરવાં છે. અજ્ઞાનનું અંધારું ઉલેચાય અને જ્ઞાનનું અજવાળું પથરાય તે કામ ખાસ જરૂરી છે. આ ભવમાં જ થાય એવું છે.
કોક અતિભાગ્યવંત વજસ્વામીના પૂર્વ ભવમાં જે તિર્યકજાંબુક દેવ જેવા હોય તેને જ એ દેવભવમાં જ્ઞાનનું વાવેતર થાય. તમે એમની કથા જાણતા જ હશો. વજસ્વામીની કથા જ્ઞાનની જ સળંગ કથા છે. પ્રેરણાની ખાણ છે. તેઓના નામમાં જ એવી તાકાત છે. તમને જ્ઞાન ઉપર પ્રેમ નથી. ગોખો છો તો ચઢતું નથી, પણ દિલમાં રુચિ છે. જ્ઞાન આવડે તો સારું એવું મનમાં છે તો માત્ર ૨૭ વાર શ્રી વજસ્વામી મહારાજનું નામસ્મરણ કરી ભણવા બેસો. તમને આશ્ચર્ય થશે કે કયાંથી આવડી ગયું. આવી શક્તિ નામમાં આવી તેનું પણ કારણ તેમનું જીવન છે. વાત જાણીતી છે. છતાં આજના શાનના દિવસે તેમને યાદ કરીએ. આત્માનો મૂળ ગુણ જે જ્ઞાન છે તેનો આપણને ખપ છે અને તે મોક્ષનું કારણ છે માટે આપણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org