________________
૨૪
જ્ઞાનપદ ભજીએ રે
મહાજ્ઞાની શ્રી વજસ્વામી ભગવાનના જીવનપ્રસંગો ને વાગોળીને જ્ઞાનના રાગી બની રહીએ.
દેવલોકમાં બધા જ દેવો સદા માત્ર વિમાન-વાડી અને વાવડીમાં જ સમય પસાર કરનારા નથી. ત્યાં પણ અલ્પ કષાયવાળા અલ્પ વિષયાભિલાષવાળા ઘણા દેવો હોય છે. તેવા જ એક દેવને અષ્ટાપદ મહાતીર્થનાં દર્શન વંદન કરવાની ઇચ્છા થઈ. આવા દેવોનું એવું પુણ્ય હોય છે કે તેઓને કેટલીક ચીજોની પ્રાપ્તિ માટે, કેટલીક જગ્યાએ પહોંચવા માટે “ઇચ્છા માત્ર વિલંબ” જ હોય છે. એ અષ્ટાપદ તીર્થે જતા હતા ત્યાં તેમના મિત્ર દેવ હતા તેને કહ્યું } “ચાલોને અષ્ટપદ તીર્થની યાત્રા કરી આવીએ.” મિત્રને થયું કે સારી વાત છે. સારું કામ છે એમ માની એણે સ્વીકાર્યું. આ શુભદાક્ષિણ્ય ગુણ છે. અને તે ન હોય તો કેળવવા જેવો છે.
છે.
આ ઘટનામાં બન્ને ચીજ શીખવા જેવી છે. જીવનમાં કલ્યાણમિત્ર હોવા જ જોઇએ. કલ્યાણમિત્ર તો ઊંચે ચઢવાની સીડી છે અને બીજુ સ્વભાવમાં પ્રજ્ઞાપનીયતા હોવી જોઇએ. પ્રજ્ઞાપનીયતા એટલે કોઈ સારી વાત આપણને કહે તો આપણે તેને સ્વીકારી શકીએ, અપનાવી શકીએ તેવી મનોવૃત્તિ. આ બન્ને તત્ત્વ આ મિત્ર દેવ-તિર્યક જાંÇક દેવમાં છે માટે તેઓ અષ્ટાપદ તીર્થની યાત્રાએ જવા તૈયાર થયા. બન્ને સાથે શ્રી અષ્ટાપદ તીર્થે ગયા. ચોવીસ તીર્થંકર પરમાત્માનાં દર્શન પ્રદક્ષિણા વંદન સ્તવન વગેરે વિધિમાં બહુમાનપૂર્વક પરોવાયા.
હવે યોગાનુયોગ એવું બન્યું છે એ જ દિવસે શ્રી ગૌતમસ્વામી ભગવાનને પણ અષ્ટાપદ તીર્થની યાત્રાએ આવવાનું થયું છે. પ્રભુજી સમક્ષ આ બન્ને દેવો પ્રદક્ષિણા દેતા હતા. પ્રભુજીને પ્રદક્ષિણા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org