________________
* જ્ઞાનપદ ભજીએ રે જ શબ્દોમાં યાદ રહી ગઈ. જે ગમે છે તે યાદ રહે છે. જે યાદ રહે છે તેનું રટણ થાય છે. આ સ્વાભાવિક પ્રક્રિયા છે. સ્વભાવમાં કારણની શોધને સફળતા મળતી નથી. એ પુંડરીકકંડરીક કથા અધ્યયન સ્વરૂપે તેઓ રોજ યાદ કરવા લાગ્યા. એ કથા લગભગ ૫૦૦ શ્લોક પ્રમાણ હતી. (બત્રીસ અક્ષરનો શ્લોક થાય) એ ઘટના બન્યા પછી તિર્યક જાંભુક દેવે લગભગ ૫૦૦ વર્ષનું દેવલોકનું આયુષ્ય ભોગવ્યું. પ00 વર્ષ સુધી રોજ પ00 વખત એ પુંડરીક-કંડરીક અધ્યયનનો પરાવર્તના સ્વાધ્યાય કર્યો. એમાં જેટલી જેટલી વાર દીક્ષા શબ્દ આવે તેટલી વાર વિચારે કે મારે દીક્ષા લેવાની છે. ગૌતમસ્વામી જેવા બનવાનું છે. આ તેમના મનમાં જે ચિત્ર અંકિત થયું તે બરાબર બનીને જ રહ્યું. રોજ રોજ એ અષ્ટાપદના પરિસરની શિલાને અને ગૌતમ મહારાજાને યાદ કરે અને રાજી થાય.
આપણે ઘણી વાર નવું નવું ભણવામાં જેટલો રસ ધરાવીએ છીએ તેટલો જૂનું સંભારવામાં, તાજું કરવામાં રસ ધરાવતા નથી. પણ આ એક જ અધ્યયનને રોજ રોજ ૫૦૦/૧૦૦ વખત ૫૦૦ વર્ષ સુધી ઘૂંટવાથી કેટલા બધા લાંબા ગાળાના ફાયદા થયા.
તે સમગ્ર સ્વાધ્યાય સો સો પાંખડીના કમળની જેમ તે પછીના ભવમાં ખીલી ઊઠ્યો જેનાથી જીવનની દિશા પલટાઈ ગઈ, ભોયરાની સીડી માળિયે મૂકાઈ ગઈ. તે ભવની વાતો જેમાંથી વાચના વગેરે પાંચ પ્રકારના સ્વાધ્યાયની અદ્ભુત જ્ઞાન-સાધનાની જ મઘમઘતી સુગંધ આવે છે તે જોઈએ.
મનોહર માળવા દેશમાં તુંબવન નામના નાના ગામમાં ધનગિરિ નામના યુવકના મનમાં સંસાર ત્યજીને અસંગ બનીને પ્રભુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org