________________
જ્ઞાનપદ ભજીએ રે પણ થોડા જ કલાકોમાં પામી ગયાં કે વજ સચિત્ત જળને સ્પર્શતા નથી. અચિત્ત જળનું જ પાન કરાવવાનું રાખવામાં આવ્યું. નાન પણ એવા જ પાણીથી કરાવવામાં આવતું. આ કેવી અદ્ભુત વિશેષતા તેમના જીવનની ગણાય કે સમજોને જીવનમાં સચિત્ત વસ્તુનો વપરાશ જ કર્યો નથી.
સાધ્વીજીના ઉપાશ્રયમાં રાખ્યા છે. સાધ્વીજીના ઉપાશ્રયમાં સતત સ્વાધ્યાયનું જ વાતાવરણ હોય. કોઈ ને કોઈ ગ્રન્થનો વાચના સ્વાધ્યાય, પૃચ્છના સ્વાધ્યાય કે પરાવર્તના સ્વાધ્યાય જે ચાલતો હોય. ત્યારે બધું જ શ્રુત-અધ્યયન કંઠપરંપરાથી જ. ચાલતું હતું. આના કારણે જ જ્ઞાનને શ્રુતજ્ઞાન કહેવાય છે.
સાધ્વીજી મહારાજ શ્રી આચારાંગ સૂત્ર વગેરે અગીઆર અંગનો સ્વાધ્યાય કરતાં હોય તો ઘોડિયામાં સૂતેલા વજ એ સૂત્રોને રસપૂર્વક સાંભળતા હતા અને વજના કાને જે સૂત્રનું માત્ર એક પદ આવે તો તેમને પ્રાપ્ત થયેલી પદાનુસારી લબ્ધિના પ્રભાવે આખું સૂત્ર આવડી જતું હતું. ગયા ભવમાં જે પુંડરીક-કંડરીક અધ્યયનનું રોજ ૫૦૦ વખત પુનરાવર્તન કરતા હતા તેના પ્રભાવે તેઓને આ પદાનુસારી લબ્ધિ પ્રાપ્ત થઈ હતી. આવો ક્ષયોપશમ કેવો સારો ! કોઈ પણ ગ્રન્થ હોય તેના આદિ-મધ્ય કે અત્તનું કોઈ પણ પદ માત્ર સાંભળવા મળે કે તુર્ત આખું સૂત્ર આવડી જાય. કશી વિશેષ મહેનત જ નહિ. “ત્રણ વરસના સાધવી મુખથી અંગ અંગીયાર ભણતા રે”
આ રીતે તેઓ સાધ્વીજીના ઉપાશ્રયમાં રહે છે. શ્રમણોપાસિકા બહેનો દ્વારા લાલનપાલન પામે છે. ઉપરથી ભલે બાળક લાગે પણ અંતરંગ જાગૃતિ ઘણી હતી. હિન્દીમાં કહેવત છે તે મુજબ “દેહ બચપનકા દિમાગ પચાનકા.” સુનંદા પણ અવરનવર ઉપાશ્રયમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org