________________
४८
જ્ઞાનપદ ભજીએ રે એક દિવસની વાત છે - શ્રી વજસ્વામી મહારાજને કફ થયો છે. તેથી એક સાધુ મહારાજને કહ્યું કે સુંઠનો ગાંઠિયો લઈ આવો ! તે લાવ્યા. વજસ્વામી મહારાજને એમ કે ગૌચરી વાપર્યા પછી ઉપયોગમાં લઈશું. એમ મનમાં લાવીને ગાંઠિયો કાને ભરાવ્યો. “વીસરે નહીં પણ એ વિસરીયો.” સદા, અપ્રમત્ત મુનિવર પણ એ વીસરી ગયા. સાંજે પ્રતિક્રમણ વેળાએ મુહપત્તિનું પડિલેહણ કરતી વેળાએ એ ગાંઠિયો કાન ઉપરથી પડ્યો ત્યારે ખ્યાલ આવ્યો. પોતાની જાતને ધિક્કારવા લાગ્યા. (હા હા ધિલ્ડ પ્રમોડ્યું મોતિ નિનિન્દ્ર (૧૩/૧૦) હવે આયુષ અલ્પ જણાય છે. અણસણ સ્વીકારી લેવું જોઈએ એમ વિચારીને પોતાના મુખ્ય શિષ્ય વજસેનને બધુ ભળાવે છે. દુકાળ પડ્યો. આ દુકાળ બાર વર્ષ ચાલશે. જે દિવસે એક લાખ સોનૈયે એક કુટુંબનું ભોજન થાય તેના બીજા દિવસે સુકાળ થશે. એમ કહીને પોતે અણસણ કરવા પધાર્યા.
અહીંયાં એક બહુ ધ્યાન દેવા જેવી ઘટના બની. શ્રી વજસ્વામી ભગવાન વિદ્યા દ્વારા ગૌચરી લાવી સાધુઓનો નિર્વાહ કરતા. સાધુઓને પણ થયું કે આવા પિંડથી આ પિંડને પોષવા કરતાં તો અણસણ કરવું લાભનું કારણ છે.
તેથી શ્રી વજસ્વામી વગેરે ઠીક ઠીક સંખ્યામાં સાધુઓ સાથે અણસણ ગ્રહણ કરવાની દૃષ્ટિએ ગામ બહારના પર્વત ઉપર પધાર્યા. સાથે એક બાળ સાધુ આવવા લાગ્યા. બધાએ તેમને વાર્યા. ગુરુ મહારાજે પણ ના કહી. ગુરુ મહારાજને અપ્રીતિ ન થાય તે માટે થોડીવાર રોકાઈને એક બીજી ટેકરી ઉપર અણસણ સ્વીકાર્યું. થોડીવારે દેવોનું આકાશ માર્ગે આગમન જોઈને સાધુઓએ શ્રી વજને પૂછ્યું “દેવો કેમ આવે છે.” ગુરુ મહારાજ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org