________________
જ્ઞાનરત્નનાં અજવાળાં (જ્ઞાનપંચમી-૨)
૩૫
જાય છે ત્યારે સોહામણો વજ્ર સાવ શાન્ત લાગે છે. તેથી તે શ્રાવિકા પાસે માગણી કરે છે. આ દીકરો મારો છે. મને આપો. પણ શ્રાવિકાઓ કહે છે કે અમને આચાર્ય સિંહગિરિજી મહારાજે સોંપ્યા છે. એમની થાપણ છે તમે તેમની પાસે જાવ.
છેવટે સુનંદાએ રાજા પાસે માગણી મૂકી. રાજાએ યોગ્ય દિવસ નક્કી કર્યો. શ્રી સંઘને પણ જાણ કરી. માતા સુનંદાની માંગણી છે માટે સભામાં આવજો. તે માતા છે માટે પહેલાં તે બોલાવશે અને મુકરર દિવસે સભા ભરાઈ. ચિક્કાર સભા વચ્ચે વજને બોલાવ્યા. બાજુ આચાર્ય સિંહગિરિજી મહારાજ, ધનગિરિજી મહારાજ વગેરે સાધુગણ અને શ્રી સંઘ બિરાજમાન થયો અને બીજી બાજુ સભાજનો અને સુનંદા વગેરે બેઠાં. વચ્ચે વજ્ર કુમારને ઊભા રાખ્યા.
એક
પહેલાં બોલાવવાનો અધિકાર માતાના સંબંધની રૂએ સુનંદાને મળ્યો. તેમણે તો રમકડાં, સુખડી વગેરેનું આકર્ષણ દર્શાવીને શબ્દોમાં લાવી શકાય તેટલું હેત અને વહાલ લાવીને બોલાવ્યા ત્યારે વજ્ર સ્થિરતાથી ઊભા રહ્યા. માતા પાસે ગયા નહિ.
કલિકાલસર્વજ્ઞે આ અવસ્થાનું વર્ણન પરિશિષ્ટ પર્વમાં (૧૨/૧૨૦) ખૂબ જ ગંભીર અને રોચક શબ્દોમાં કર્યું છે. વજ વિવેકી છે. વિચારે છે. માતા ઉપકારી છે. તેના ઉપકારનું ઋણ ક્યારે પણ ન ચૂકવી શકાય તેવું છે. તેમ છતાં માતા પ્રત્યેના સ્નેહના કારણે જો શ્રી સંઘની ઉપેક્ષા કરીશ તો મારો સંસાર વધી જશે. વળી આ મારી માતા હળુકી છે, ધન્ય છે, જરૂર તે પણ સંયમને માર્ગે આવશે. અત્યારે તેની ઉપેક્ષા કરીશ તો થોડું દુઃખ પશે. પણ પછી લાભ થશે. આવું વિચારીને વજ દંઢતાપૂર્વક સ્થિર ઊભા રહ્યા. છેવટે રાજાએ કહ્યું કે હવે શ્રી સંઘને કહેવામાં આવે છે. તમે વજ્રને બોલાવી જુઓ. આચાર્ય શ્રી સિંહગિરિજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org