________________
૩૧
જ્ઞાનરત્નનાં અજવાળાં (જ્ઞાનપંચમી-૨) .
इयैष क्षीरकण्ठोऽपि पित्रेऽध्वन्यध्वनीनताम् (१२/२७)'
હવે પોતાના શરીરની અવસ્થા એવી છે. એ સ્થિતિમાં દીક્ષા લેવાય તેમ નથી. બીજી બાજુ માતા સુનંદાનો પણ અતિશય મોહ છે. તેનો મોહ ઘટે તેવું કરવું જોઈએ. બાળકનું બળ બીજું શું હોઈ શકે. એ બીજું કરી પણ શું શકે ? રડવાનું રાખ્યું ! માતા જયારે તેને અડે કે તુર્ત રોવાનું શરૂ અને એ શસ્ત્ર કામિયાબ નીવડ્યું. સુનંદાના મનમાં દીકરાને જોઈને જે વ્હાલ ઉભરાતું હતું તે આ વારંવારના રુદનથી ઓસરવા લાગ્યું.
એને રડતો છાનો રાખવા માતા તથા તેની સખીઓ જાત જાતના ને ભાત ભાતના પ્રયત્નો કરે છે. રમકડાં આપે છે. રમાડે છે. હુલાવે છે ફુલાવે છે. પણ કોઈ વાતે રુદન અટકતું નથી. સાચું હોય તો કોઈ ઉપાયે અટકે. આ તો જાણી જોઈને થતું રુદન છે. આખરે સુનંદા કંટાળી ગઈ. " આ બાજુ યોગાનુયોગ બાળકના પુણ્યોદયે આચાર્ય શ્રી સિંહગિરિજી મહારાજ શિષ્ય પરિવાર સાથે તુંબવન સંનિવેશની
નજીકમાં પધાર્યા. - ગૌચરીના સમયે આર્યસમિત મહારાજ જેઓ સુનંદાના સંસાર
પક્ષે મામા થતા હતા તે અને ધનગિરિ મહારાજ તૈયાર થઈને આચાર્ય મહારાજ પાસે અનુજ્ઞા લેવા આવ્યા. જ્યારે એ બન્નેએ કહ્યું કે સ્વજનો અહીં જ રહે છે, તેથી તેમને વંદાવવા ત્યાં જઈએ? આ પ્રશ્ન વખતે જ શુભ શુકન થયું. આચાર્ય મહારાજ તો “સર્વ સમય સાવધાન” હોય છે. તેમણે આ શુકન જોઈ કહ્યું કે ભિક્ષામાં જે કંઈ સચિત્ત કે અચિત્ત મળે તે લેતા આવજો.” તહત્તિ
* ૧. અહીં આપેલા તમામ શ્લોકાંશ પરિશિષ્ટ પર્વના છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org