Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 12
________________ પોતે જ લોકમાં ફેલાયેલા પોતાની સર્વજ્ઞતાના ભ્રમને અકબંધ રાખવા પોતાના આત્મવિષયક સંશયને છૂપાવી રાખવા ઇન્દ્રભૂતિને કેટલું કષ્ટ વેઠવું પડ્યું હશે ! જેનાં કેન્દ્રમાં જ આત્મા છે તેવા તત્ત્વજ્ઞાનનાં અને ધાર્મિકતાનાં વિશ્વમાં જ ૨૪ કલાક રહેવાનું, તેની જ ગોઠડીઓ બધે કરવાની અને પોતાના આત્મવિષયક સંશયનો બિલકુલ કોઇને અણસાર પણ નહિ આવવા દેવાનો ! તે માટે કેટલું મથવું પડ્યું હશે ઇન્દ્રભૂતિએ ! પ્રભુ વીરની કેવલજ્ઞાનની સર્ચલાઇટ ફેંકાઇ અને અહંકારની અંધારી ગુફામાં સૂતેલો સંશય ઝડપાઇ ગયો ! બીજા અંતિમનું ઉપદેશમાલાકારે અદ્ભુત વર્ણન કર્યું છે : ગાળતો વિ तमत्थं विम्हियहियओ सुणइ सव्वं. ચતુર્દાની ગૌતમસ્વામી પ્રભુનાં ચરણોમાં એક અજ્ઞ બાળકની જેમ બેઠા છે. વિશદ અવધિ તથા વિપુલમતિ મન:પર્યવજ્ઞાનના ધણી અને દ્વાદશાંગીના રચયિતાને પ્રભુની દેશનામાં નવું તો શું સાંભળવાનું હોય ? છતાં જાણે બિલકુલ અપૂર્વ કાને પડ્યું હોય તેમ વિસ્મિત વદને અને પુલકિત હૃદયે ગૌતમસ્વામી પ્રભુની વાણી સાંભળે ! માત્ર સાંભળે નહિ પણ તે વાક્-પ્રવાહમાં ઓગળી જાય. ના, એ અભિનય નહોતો, દંભ કે દેખાડો નહોતો...રિઅલ ઓરિજિનાલિટી હતી. જે કાંઇ જાણું તે પ્રભુમુખે જાણું. અને, એટલે જ અવધિ કે મન:પર્યવનો ઉપયોગ પણ પ્રાય: ન મૂક્યો ! પોતાનું અજ્ઞાન પ્રગટ ન થઇ જાય તે માટે ફાંફા મારતો ઇન્દ્રભૂતિ એ એક અંતિમ તો પોતાના છતા જ્ઞાનને ગોપવી રાખનાર પ્રભુ ગૌતમ તે બીજો અંતિમ ! પંડ બદલાય પણ પોત ન બદલાય. વિષય-કષાયના સંસ્કારો તો પરલોકમાં પણ સાથે જ પર્યટન કરે છે. પણ અહીં ગૌતમની બાબતમાં પંડ એ જ હતો, માત્ર પહેરવેશ પલટાયો અને ગૌતમનું આખું પોત ફરી ગયું. જન્મજાત માન કપાળના ત્રિપુંડની સાથે જ ખરી પડ્યો ! સંસારમાં કોઇને બજારમાં, સરકારી કાર્યાલયમાં કે ક્યાંક પણ નોકરી માટે જવું હોય ત્યારે પોતાની ડીગ્રીના અને સ્ટેટસના પૂંછડા પહેરીને જાય તો જ પ્રવેશ મળે છે. સાચા પ્રમાણપત્રો ન હોય તો

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94