Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 20
________________ ઘટના. તેથી તેમને મહાવીર જડી ગયા તે ત્રીજી ઘટના. ગૌતમસ્વામી એટલે કેલીડોસ્કોપનો પડદો. કેલીડોસ્કોપના પડદા ઉપર નિશ્ચિત કે કાયમી કોઇ આકાર હોતો નથી. જેના હાથમાં કેલીડોસ્કોપ છે તે આંગળી ફેરવે અને તે આંગળીના ઇશારે આકૃતિ બદલાય. પ્રભુ વીરના ઇશારે ગૌતમસ્વામીનો આકાર નક્કી થતો હતો. તેમનો પોતાનો કોઇ આકાર નહોતો. સિદ્ધપદ એટલે અનિચ્છાપદ. સિદ્ધ ભગવંતોએ સર્વ ઇચ્છાનો ઉચ્છેદ કરી દીધો છે. ગૌતમે દીક્ષા લીધી તે દિવસે જાણે એક સિવાયની સર્વ ઇચ્છાઓનો ઉચ્છેદ કરી નાંખ્યો. બચી ગયેલી ઇચ્છાનો આકાર આવો હતો ઃ જે પ્રભુની ઇચ્છા તે જ મારી ઇચ્છા. ગૌતમને અને સિદ્ધિને જાણે માત્ર એક ઇચ્છાનું જ છેટું હતું. ગોતમની સ્થિતિનું પ્રતિબિંબ રમેશ પારેખની પંક્તિમાં દેખાય : મન મારું એક ખોબો જળ, જગજીવન પી ગયા. સમર્પણનો અર્થ છે સમ્યક્ અર્પણ. જે કાંઇ આંતરિક અસમ્યક્ છે તે પ્રભુનાં ચરણે ધરી દેવું તે સમ્યક્ અર્પણ. આ વિશ્વનું સૌથી મોટું અસમ્યક્ તત્ત્વઅહં. તે અહંનું અર્પણ ક૨ીને ગૌતમે સર્વશ્રેષ્ઠ સમર્પણ કર્યું. અહંને કેન્દ્ર બનાવી આપણે વર્તુળ દોરીએ છીએ. ધન-દોલત, કીર્તિપ્રતિષ્ઠા, સ્વજન-પરિજન વગેરે જે પિરિધ ઉપર રહેલા છે તેનું કેન્દ્ર અહં છે. વર્તુળ નાનું-મોટું થાય પણ કેન્દ્ર એનું એ જ રહે. ઘણીવાર આપણે વર્તુળને મોટામાંથી નાનું કરીને કાંઇક ત્યાગ કર્યાનો સંતોષ માનીએ છીએ. પણ, કેન્દ્રને અકબંધ રાખીને કદાચ આખા વર્તુળને ભૂંસી નાંખીએ તોય હજારો વર્તુળોની સંભાવનાઓ તો અકબંધ પડી રહી, કારણ કે કેન્દ્ર જીવંત છે. કેન્દ્રનું તૂટી પડવું તે ઘટનાનું નામ ગૌતમ. દીક્ષા લઇને વિરાટ ઇન્દ્રભૂતિ એક મહાશૂન્યમાં વિસર્જિત થયા અને એક નાનકી ત્રિપદીમાંથી તેમણે વિરાટ શ્રુતનું સર્જન કર્યું. ગૌતમસ્વામીના જીવન-પ્રસંગોને જેમ જેમ મનમાં મમળાવું છું તેમ તેમ ૧૧

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94