Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 45
________________ અક્ષણ મહાનસ લબ્ધિનો પ્રયોગ થવાનો છે અને તે ખીર વાપરતા ૫૦૦ સાધુને એવા રેચ લાગી જવાના છે કે અનાદિના ઘાતિમળની શુદ્ધિ થઇ જશે ! ઇન્દ્રિયોના વિષયો વિષભૂમિકા ભજવીને જીવના ગુણોનો સતત ઘાત કરતા આવ્યા છે. પણ ગૌતમ પ્રભુએ તો ઇન્દ્રિયોના વિષયો પીરસીને કૈક જીવોનું કલ્યાણ કર્યું ! ૫૦૦ તાપસીને ખીરનો રસાસ્વાદ કરાવ્યો અને ક્ષીરપાન કરતા કરતા એ ૫૦૦ તાપસી કેવલજ્ઞાન પામી ગયા ! પ્રભુનાં સમવસરણનું ઐશ્વર્ય અને પ્રભુનાં મોહક રૂપનું દર્શન કરાવ્યું ત્યારે ચક્ષુરિન્દ્રિયનો એ સર્વોત્તમ વિષય નીરખતા નીરખતા ૫૦૦ તાપસી કેવલજ્ઞાન પામી ગયા ! પ્રભુવીરની કર્ણમધુર દેશના સંભળાવી અને ૫૦૦ તાપસોનું આત્મદળ ઘાતિશૂન્ય બની ગયું. કોઇ ગૌતમની શીલ સુવાસથી આકર્ષિત થયા અને તે સુવાસના પ્રભાવથી કેટલાકના ઘાતિ રામશરણ થયા. ગૌતમનો લબ્ધિસિદ્ધ હસ્ત કોઇકના મસ્તકે પડ્યો અને તે કરારવિદના સ્પર્શ માત્રથી કેવલજ્ઞાનની દિવ્ય જ્યોતિ પ્રાદુર્ભાવ પામી. જે કેવલજ્ઞાન ખંધકસૂરિના ૫૦૦ શિષ્યોએ ઘાણીમાં પલાવાનું આકરું મૂલ્ય ચૂકવીને મેળવ્યું, જે કેવલજ્ઞાન ગજસુકુમાલ મહામુનિએ માથે ખેરના અંગારાની જાલિમ પીડાનું જંગી મૂલ્ય ચૂકવીને મેળવ્યું, જે કેવલજ્ઞાનની કિંમત ચૂકવવા મેતાર્ય મુનિ તડકે શેકાયા અને ખુદ પ્રભુ વરે જે કેવલજ્ઞાન માટે સાડાબાર વર્ષની ઘોર સાધનાની ભારે કિંમત ચૂકવી, તે મૂલ્યવંતા કેવલજ્ઞાનની ગૌતમસ્વામી લહાણી કરતા હતા ! માર્કેટમાં કંપનીઓ ગીફટ યોજના બહાર પાડે છે. અડધો ડઝન સાબુ ખરીદે તેને વોસિંગ બ્રશ ગીફટમાં અને એક ટૂથ-પેસ્ટ ખરીદે તેને માઉથ-બ્રશ ફ્રી ! કેટલાક ઘેલાઓ તો ગીફટ લેવા ચીજ ખરીદતા હોય છે. ગૌતમ સ્વામીની પણ જાણે ગીફટ યોજના જ હતી: મારે હાથે રજોહરણ લે તેને કેવલજ્ઞાન ગીફટમાં ! તેમની આ ગીફટ યોજનાનો પચાસ હજારે લાભ ઊઠાવ્યો ! અથવા, તેમણે જાણે કેવલજ્ઞાનની દાનશાળા જ ખોલી હતી ! થરાદના આભૂ સંઘવીએ ૩૬૦ સાધર્મિકોને પોતાના જેવા શ્રીમંત બનાવ્યા-પણ, તેમની

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94