Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar
Catalog link: https://jainqq.org/explore/006091/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ गौतमगीता न्यास मुन्तिपसमविश्य Page #2 -------------------------------------------------------------------------- ________________ ગીતીમીગીત20 ગૌતમગીતા પંન્યાસ મુક્તિવલ્લભ વિજય એક પ્રકાશક છે. પ્રજ્ઞા પ્રબોધ પરિવાર Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિસ્થાન : હીરેન પેપર માટે મહાદેવસિંગ ચાલ, કોલડુંગરી, અંધેરી (પૂર્વ), મુંબઈ- ૪૦૦૦૬૯. ફોન: ૨૬૮૪૧૬૬૦ | પ૬૨૪૪૬૬૦ / ૨૬૮૪ ૯૬૮ | (ઘર) : ૨૬૧૬૬૧૪૩ નવભારત સાહિત્ય મંદિર ફતાસાની પોળની સામે, ગાંધીરોડ, અમદાવાદ. ફોનઃ ૨૨૧૩૯૨૫૩ / ૨૨૧૩૨૯૨૧ અરિહંત કટલરી આંબા ચોકની પાછળ, પોલિસગેટની બાજુમાં, ભાવનગર, ફોનઃ ૨૫૧૨૪૯૨ કૌશિકભાઈ દેવજી સંગોઈ ૧૦૨, આકાશદીપ, ૮-બી, દામોદર પાર્ક, એલ.બી. એસ. માર્ગ ઘાટકોપર, (વેસ્ટ) મુંબઈ - ૪૦૦૦૮૬ ફોનઃ ૨૫૦૦૧૬૫૧ આનંદ ટ્રેડલિંક પ્રા. લિ. ૪૦૧, સ્પાન ટ્રેડ સેન્ટર, કોચરબ આશ્રમસામે, પાલડી, અમદાવાદ ફોન: ૨૬૫૮૭૬૦૧ પ્રથમસંસ્કરણ : વિ.સં. ૨૦૬૦ દ્વિતીય સંસ્કરણ : વિ.સં. ૨૦૬૩ તૃતીય સંસ્કરણ : વિ.સં. ૨૦૬૬ મૂલ્યઃ ૩૫/ મુક : યશ પ્રિન્ટર્સ અમદાવાદ - ૩૮૨૪૪૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ | શ્રી બદષભ-મુનિસુવ્રત-શંખેશ્વર પાર્શ્વનાથેભ્યો નમઃ || II ઐ નમઃ સિદ્ધમ્ II | વિજય પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ધર્મજિતા જયશેખર-અભયશેખરસૂરિભ્યો નમઃ || શબ્દોમાં સમાય નહિ એવા જે મહાન... - પૂ. પંન્યાસ શ્રી અજિતશેખરવિજચ મ.સા. એક ભાઇ પી.એચ.ડી. કરી રહ્યા હતા. મિત્રે પૂછયું-ક્યો વિષય લીધો છે ? પેલાએ કહ્યું-વિમાનમાં આગ લાગવાના કારણો અને તેનાથી બચવાના ઉપાયો' આ વિષય પર સંશોધનાત્મક મહાનિબંધ લખી પી.એચ.ડી. કરવી છે. પેલાએ પૂછ્યું-આ સંશોધનનો સાર શું આવ્યો ? આણે કહ્યું-વિમાનમાં આગ લાગવાનું કારણ પેટ્રોલ છે. અને બચવાના ઉપાય છે (૧) પ્રથમ નંબરે વિમાનમાં બેસવું જ નહીં અને (૨) બેસવું જ પડે, તો વિમાનમાં પેટ્રોલ ભરવું જ નહીં ! કહેવાની વાત આ છે કે આજે તદ્દન ફાલતુ વિષયો પર સંશોધનો કરવાનો પ્રવાહ ચાલુ થયો છે. એ સંશોધનોના થોથાએ કદી પ્રકાશિત પણ થતા નથી ને કશા કામના પણ હોતા નથી. માત્ર સમય, શક્તિ, કાગલ વગેરેના બગાડ સિવાય છેવટે કશું હાથમાં આવતું નથી. ભગવાન તો કહે છે-આત્મ-સંશોધન જેવું શ્રેષ્ઠ સંશોધન બીજું કશું નથી. અને એના જ ઉપાયરૂપે પૂર્વના મહાપુરૂષોનાં ચરિત્રો જાણી, તે-તે પ્રસંગે તેઓએ તેવોતેવો વ્યવહાર કેમ કર્યો ? એનું પરિણામ શું આવ્યું ? એના દ્વારા પોતે વર્તમાનમાં કેવી ચાવીઓ પામી શકે ? વગેરે સંશોધન કરવા જોઇએ કે જે અનુપ્રેક્ષા નામનો સ્વાધ્યાય ગણાય છે. વિનયભંડાર ગૌતમરવાની વિનયમૂલક ધર્મમાં પ્રવેશવા ઇચ્છતા, એ ધર્મમાં ટકી રહેવા માંગતા અને એ ધર્મના પારને પામવા ઇચ્છતા સર્વ ભવ્ય જીવો માટે પરમ આદર્શ છે. વિનયધર્મની પરિપૂર્ણતા એમનામાં જોવા મળે છે. આમ તો ક્ષાયોપથમિક ગુણો કદી પૂર્ણ હોતા નથી, પણ શ્રી ગૌતમરવાણીમાં એક પણ અંશથી વિનયની કચાશ જોવા મળતી ન હોવાથી ઘડીભર એમ થઇ જાય કે શું ક્ષાયોપથમિક ગુણ પણ આટલા પૂર્ણ હોઇ શકે ! આમ તો સામાન્યથી એમ કહેવાય છે કે શિષ્ય ગુરુમાં ગૌતમસ્વામી જોવા. પણ મને લાગે છે કે જો શિષ્ય પોતાનામાં ગૌતમને જોવા માંડે, તો એને ગુરુમાં સીધા ભગવાન મહાવીર સ્વામી જ દેખાશે ! હા, દરેકમાં ગૌતમનો વાસ છે, પણ ગોશાળા અને જમાલી જોરમાં હોવાથી એ ક્યાંક છુષ્પાયેલા છે. ગૌતમનો જાપ, ગૌતમનું ધ્યાન, ગૌતમનાં ચરિત્રની અનુપ્રેક્ષાની તાકાત છે કે ગોશાળો અને જમાલી ભાગી જશે ને આપણા હૈયામાં છુપાયેલા ગૌતમરવાની પ્રગટ થશે ! પુણ્યપાળ રાજાને આવેલા આઠ સપનામાં એક સપનું હતું. કાદવમાં કમળ ખીલશે ! પણ આપણા ગૌતમરવાની ગોબર (એમની જન્મભૂમિ-ગોબર–છાણ)માંથી. અનંત ગુણ-લબ્ધિરૂપ અનંત પાંખડીવાળા કમળરૂપે પ્રગટ થયા ! પૃથ્વીને રત્નપ્રસૂતા કહે છે ! પૃથ્વી માતા ગૌતમ જેવા મહારત્નને જન્મ આપી ખરા રત્નપ્રસૂતા પૃથ્વી બન્યા ! અને માતાના સર્વસહા ગુણ પુત્રમાં સોળે કળાએ Page #5 -------------------------------------------------------------------------- ________________ ખીલ્યા ! શ્રી ગૌતમસ્વામીએ દરેક પ્રસંગને માત્ર સહન નથી કર્યો, પણ આનંદભેર વધાવી લઇ પોતાના વિનયધર્મની ચમક જ પ્રગટ કરી છે. વસુભૂતિ એટલે કુબેર ! પણ પુત્ર પિતાથી સવાયો હોય ! શ્રી ગૌતમસ્વામી જેવા કેવળજ્ઞાનદાતા ઉદાર કુબેર બીજું કોણ હશે ? ઇન્દ્રભૂતિનો અર્થ છે જેની આંતરિક ભૂતિ-આબાદી-ઐશ્વર્ય ઇંદ્ર કરતાં પણ ચઢિયાતું છે ! (ઇન્દ્રાદપિ અધિકા ભૂતિઃયસ્થ સ ઇન્દ્રભૂતિ:) આવા ગૌતમસ્વામીના ગુણ ગાવા જતાં કહેવું જ પડે કેશબ્દોમાં સમાય નહીં એવો તું મહાન ! કેમ કરી ગાવા મારે તારા ગુણગાન ? ભગવતી સૂત્રના રચયિતા છે શ્રી સુધર્મારવામી-પાંચમા ગણધર ! એમણે જ્યારે ભગવાનના મુખે શ્રી ગૌતમરવામીના વખાણ ગવાયેલા નોંધ્યા છે, ત્યારે હવે એમાં અતિશય માનવાનો કોઇ અવકાશ રહેતો જ નથી ! એમ તો કલ્પના કરી શકાય કે શ્રી સુધર્મારસ્વામીએ પણ ભલે પોતે ભગવાનની પાટ પરંપરાના આધ પુરૂષ તરીકે સ્થપાયા, તો પણ પોતાના વડીલ ગુરુબંધુનો કેવો વિનય સાચવ્યો કે જ્યાં સુધી શ્રી ગૌતમસ્વામી કેવળજ્ઞાની તરીકે વિચરતા હતા, ત્યાં સુધી કેવળી ન થઇ, એમની વિનય મર્યાદા સાચવી અને શ્રી ગૌતમસ્વામીના નિર્વાણ પછી કેવળજ્ઞાન પામ્યા ! તત્ત્વચિંતક ગણિવર શ્રી મુક્તિવલ્લભવિજયજી મહારાજની કલ્પના પ્રતિભા અદભુત કોટિની છે ! શ્રી ગૌતમસ્વામીના ધ્યાન માટે એક વાત આવે છે કે મધ્યમાં સુવર્ણ કમળ પર શ્રી ગૌતમસ્વામી બિરાજમાન છે, અને એમની ચારે બાજુ બધી. લબ્ધિઓ અપ્સરાનું રૂપ લઇ ગરબા ગાય છે ! પ્રરતુત પુસ્તકમાં આપણને જોવા મળશે કે શ્રી ગૌતમસ્વામીને મધ્યમાં રાખી ગણિવરશ્રીની કલ્પના સુંદરીઓ કેવા સરસ ગરબા ગાઇ રહી છે ! સામાન્ય રીતે પુસ્તક કેટલું સુંદર છે, એ દર્શાવવા એ પુસ્તકના કેટલાક ચિંતન મૌક્તિકો પ્રસ્તાવનામાં સેમ્પલ તરીકે રજૂ કરાતા હોય છે ! પણ અહીં ડગલે-પગલે લેખકશ્રીની કલ્પનાની ચમત્કૃતિ જોવા મળે છે, ત્યારે સેમ્પલ તરીકે કોને રજુ કરવા ? એ પણ એક યક્ષ પ્રશ્ન બની જાય છે. વિનયના પાંચ પ્રકારોની શ્રી ગૌતમસ્વામીમાં કરેલી ઘટના, હાલિકનો પ્રસંગ ! આનંદને મિચ્છામિ દુક્કડમ્....વગેરે દરેક પ્રસંગને વલોવી જે તત્ત્વ માખણ પીરસાયું છે, તે માણતા આપણે રોમાંચિત થઇ જઇએ ! અદ્ભુત ! અદ્ભુત ! શબ્દો સરી પડે ! છેલ્લે “શ્રી ગૌતમરવામીના સ્થાને હું હોઉ તો’ આ નિબંધ ભલે એમણે લખ્યો છે, પણ સંવેદના તો આપણા બધાની છે. તીર્થકર નામકર્મથી તીર્થકર બનાય ને ગણધર નામ કર્મના ઉદયથી ગણધર બનાય, એ તો ચોવીશ તીર્થકરોના ચૌદસો બાવન ગણધરોને જાણી સમજી શકાય ! પણ ગૌતમ સ્વામી કેવી રીતે બની. શકાય ? એ પ્રશ્નનો શો જવાબ ? કદાચ આ પુસ્તકના માધ્યમે જવાબ મળી શકે ! ગણિવર શ્રી આવા ચિંતન રત્નોથી શ્રુતસાહિત્યને સમૃદ્ધ કરતા રહે, તત્ત્વશ્રદ્ધાળુ ભવ્યજીવોને સતત પોષતા રહે અને કલ્પનાપાંખે ઉડ્ડયન કરતાં સહુને. ભવ્ય આત્મસૌંદર્ય દેખાડતા રહે તેવી શુભેચ્છા આસો વદ-અગ્યારસ, ૨૦૫૯, થાણા અજિતશેખર વિ. Page #6 -------------------------------------------------------------------------- ________________ ગમતા ગૌતમસ્વામી છગ્રસ્થ એટલે વિવિધ ગમા અને અણગમાઓને પ્રતિબિંબિત કરતું દર્પણ ! વીતરાગતા ન પ્રગટે ત્યાં લગી ગમતું અને અણગમતુંના ભેદ રહેવાનાં. ગમતામાં પણ આ ઓછું ગમતું, આ વધારે ગમતું અને આ સૌથી વધારે ગમતું-તેવા ખ્યાલો મનમાં ઊઠવાના. વિચિત્રતા તો ત્યારે લાગે જ્યારે વિવિધ તીર્થકર પરમાત્માનો પણ પ્રિયતા-ક્રમ ગોઠવાય. ઘણીવાર આવા વાક્ય પ્રયોગ કાને પડે: મને ભગવાન તો બધા ગમે પણ પાર્શ્વનાથ ભગવાન સહુથી વધુ ગમે, બીજા નંબરે મહાવીર સ્વામી અને ત્રીજા ક્રમે આદિનાથ ભગવાન ! અરે ! હજુ આ choice પણ વધુ Narrow બને છે. પાર્શ્વનાથ ભગવાનમાં પણ સૌથી વધુ આસ્થા અને શંખેશ્વર પાર્શ્વનાથ પર અને બીજા નંબરે ફલિકુંડ પાર્શ્વનાથ પર ! એક ભાઇ કહેતા હતાઃ મને શંખેશ્વરના શંખેશ્વર પાર્શ્વનાથ પર સૌથી વધુ આસ્થા અને બીજા નંબરે ધરણીધર સોસાયટીના શંખેશ્વર પાર્શ્વનાથ પર ! હજુ આમાંય સંકોચ થઇ શકે. કોઇને શંખેશ્વર પાર્શ્વનાથની નાસિકા ખૂબ ગમે, કોઇને ચક્ષ અને કોઇને ચરણ ! વીતરાગ પરમાત્મા ઉપર પણ ભક્તને રાગની તરતમતા ! | ફેવરીટ અને ફેનના શબ્દ-વ્યવહારો માત્ર ક્રિકેટરો અને ફિલ્મ સ્ટારોની દુનિયા પૂરતા સીમિત નથી. અધ્યાત્મની દુનિયાનાં તારક તત્વોમાં કોઇને એક ફેવરીટ હોય, કોઇને બીજું કોઇ એકનો ફેન હોય, કોઇ બીજાનો. જેમ ભગવાન પ્રત્યે ભક્તિની તરતમતા દર્શાવી, તેવીજ તીર્થો માટે, ગ્રન્થો માટે, અનુષ્ઠાનો માટે, તપશ્ચર્યા માટે, આરાધનાના યોગો માટે કે ઐતિહાસિક પાત્રો માટે પણ પ્રિયત્વની તરતમતા સંભવી શકે. કોઇને યોગશાસ્ત્ર ફેવરીટ ગ્રન્થ હોય, કોઇને ઉપમિતિ; કોઇને પ્રતિક્રમણ ફેવરીટ યોગ હોય, કોઇને જિનપૂજાનો યોગ ફેવરીટ હોય, કોઇ શ્રી હેમચંદ્રસૂરિનો ફેન હોય, કોઇ શ્રી હરિભદ્રસૂરિનો; કોઇને કુમારપાળ બહુ ગમે, કોઇને વસ્તુપાલ. તારક તત્વોમાં પણ કેટલાક હોટફેવરીટ હોય. તેમના અનુરાગી ઘણા મળે, ગૌતમસ્વામીનો ફેન વર્ગ ઘણો બહોળો મળે. સહજ ચાહના થઇ જાય અને અનાયાસે ભક્તિ Page #7 -------------------------------------------------------------------------- ________________ ઉભરાઇ આવે તેવું ગૌતમસ્વામીનું અલૌકિક ચાત્ર છે ! પહેલેથી તેમના પ્રત્યે આકર્ષણ ઘણું. દીક્ષા પૂર્વે સમેતશિખરજી આદિ કલ્યાણક-ભૂમિઓના યાત્રા-પ્રવાસમાં જવાનું થયું. ગુણીયાજી એટલે ગૌતમસ્વામીનું કૈવલ્યધામ ! ત્યાં ૩-૪ કલાક રોકાવાનું થયું. અકલ્પ્ય અને અવર્ણ સંવેદનો ત્યારે અનુભવ્યા. શુભ સ્પંદનોની દિવ્ય સૃષ્ટિમાં તે ચાર કલાક વિચરણ થયું. આજે ૨૩ વર્ષ પછી પણ તે ધન્ય ક્ષણોનું સ્મરણ કરતાં રોમાંચિત થઇ જાઉં છું. તે સંવેદનોને મારી પ્રવાસ-પોથીમાં તે વખતે થોડા સંગૃહીત પણ કરેલા. ચારિત્ર-જીવનમાં ગૌતમ પ્રભુ પ્રત્યેની પ્રીતિને વિસ્તરવા મોકળું મેદાન મળ્યું. પૂ. પ્રદાદા ગુરૂદેવ શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા અને પૂ. ગચ્છાધિપતિ આ.ભ. શ્રી વિજયજયઘોષસૂરીશ્વરજી મહારાજાની કૃપાવૃષ્ટિ અનરાધાર વરસતી રહી. પૂ. દાદા ગુરૂદેવ શ્રી વિજયધર્મજિતસૂરીશ્વરજી મ.સા., પૂ. ઉપકારી શ્રી વિજય જયશેખરસૂરીશ્વરજી મ.સા. અને પૂ. ગુરુદેવ શ્રી વિજય જગવલ્લભસૂરીશ્વરજી મ.સા. નાં સાન્નિધ્યમાં વિશેષ રહેવાનું થયું. ત્રણેય પૂજ્યવર્ણો શ્રી સૂરિમંત્રના અને ગૌતમસ્વામીના અવલ ઉપાસકો ! પંચમાંગ શ્રી ભગવતી સૂત્રમાં ગૌતમસ્વામીના પ્રશ્નો અને પ્રસંગોનું અધ્યયન કરતા અનેરો આહ્લાદ માણ્યો. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનાં કેશી-ગૌતમીય અધ્યયન અને દ્રુમપુષ્પિકા અધ્યયન વિશેષ ગમે. ગૌતમ-પ્રીતિ એ તેનું કારણ હોઇ શકે. નંદલાલ દેવલુક સંપાદિત-મહામણિ ચિંતામણિ શ્રી ગુરુ ગૌતમસ્વામી નામના સંગ્રહ-ગ્રન્થમાં ગૌતમ સ્વામી પ્રત્યેના અનેક ઉપાસકવર્યોના ભાવ-સંવેદનો માણ્યા... બોરીવલીમાં એક રાત્રે ગૌતમસ્વામી પ્રત્યેની ભક્તિધારામાં ખૂબ ભીંજાયો. સવારે ઊઠીને અનુભૂત સંવેદનોને કલમ દ્વારા વાચા આપવા બેઠો. તે જ દિવસે બપોરે બોરીવલીના શ્રાવક શ્રી વિજયભાઇ વોરા પૂ. પંન્યાસ શ્રી અજિતશેખરવિજય મ.સા. લિખિત એક પુસ્તક આપી ગયા. પુસ્તકનું નામ હતું: અંગૂઠે અમૃત વસે. ગૌતમસ્વામીના Page #8 -------------------------------------------------------------------------- ________________ અલૌકિક જીવનમાંથી ખેંચેલા બોધરસને આ પુસ્તકમાં સુપેરે પીરસવામાં આવ્યો છે. શ્રી ગૌતમસ્વામીના પ્રેરક આલંબનને સારી રીતે સફળ કરવું હોય તો આ પુસ્તક વાંચવા ખાસ ભલામણ. પ્રસ્તુત પુસ્તકને તે જ પૂ. પંન્યાસશ્રી અજિતશેખરવિજય મ.સા. એ ખૂબ ચીવટથી તપાસીને પુસ્તકની ખૂબ સુંદર પ્રસ્તાવના લખી આપીને આ નાનકડા પણ પુસ્તકનું વજન ખૂબ વધારી દીધું. પ્રેરણા અને પ્રોત્સાહનના પાવર હાઉસ સમા મુનિરાજશ્રી મેઘવલ્લભ વિજયજી, મુનિરાજશ્રી ઉદયવલ્લભવિજયજી, મુનિરાજશ્રી હ્રદયવલ્લભવિજયજી આદિ સહવર્તી મુનિવરો મારું મોટું પ્રોત્સાહક પરિબળ છે. આ પુસ્તકમાં ચરિત્રકથાનું આલેખન નથી કે પદાર્થોનું પરિશીલન પણ નથી. આ માત્ર એક ભાવયાત્રા છે. એક મહાન ઉપાસ્ય વિભૂતિ શ્રી ગૌતમસ્વામીની ભાવ-સ્પંદનો દ્વારા એક અર્ચના છે. ઉત્પ્રેક્ષાઓ અને ઉપાલંભોની આ ભાવયાત્રામાં બહુલતા છે. ઉત્પ્રેક્ષા અને ઉપાલંભ પણ ભાવોની અભિવ્યક્તિ અને અભિવૃદ્ધિ માટેનું એક સુંદર સાધન છે. ભક્તિનો જ એક પ્રકાર છે. આ ભાવયાત્રા દરમ્યાન ભાવાવેગને કારણે ક્યાંય વિનયચૂક કે વિવેકચૂક થયા હોય તો અંતઃકરણથી ક્ષમા યાચું છું. પંન્યાસ મુક્તિવલ્લભ વિજય. Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-સૂચિ વિષય પૃષ્ઠાંક ૩૧ અહંકારનું ઓપરેશન શૂન્યની શ્રીમંતાઇ કૈવલ્યસિદ્ધ હસ્ત સારે Íવકી ફિકર સમૃદ્ધિઓનો સરવાળો દિવ્ય કુસુમ જો હું ગૌતમ હોઉં તો ! ૪૮ પ૬ Page #10 -------------------------------------------------------------------------- ________________ સંબંધની સૃષ્ટિ નામ : ઇન્દ્રભૂતિ માતા : પૃથ્વીદેવી ભાઇ: અગ્નિભૂતિ, વાયુભૂતિ. ગોત્ર : ગૌતમ પિતા : વસુભૂતિ ચમcકૃતિ જ્ઞાન અહંકારે કહ્યું, રાગે કરી જગગુરુસેવારે, શોકે કેવલ પામિયું, કારણ સર્વે ન કહેવા રે શ્રી ગણધરભાસ મહોપાધ્યાય શ્રી યશોવિજય મ.સા. હે ગીતમ પ્રભુ ! અષ્ટાપદ ઉપર આપ ચડી ગયા, પણ મારી ઉપર અષ્ટ-પદ ચડી ગઇ છે. અષ્ટાપદ ઉપર ચડવા આપે સૂર્યના તેજકિરણોનું આલંબન લીધું, અષ્ટ-અપદને ઉતારવા ઓપન તેજકિરણોનું આલંબન મને આપો ને ! Page #11 -------------------------------------------------------------------------- ________________ - અહંકારતું ઓપરેશત - ગૌતમસ્વામી-મારું પરમ પ્રીતિપાત્ર. પહેલેથી જ તેમની ઉપર પ્રીત ઘણી. તેમનાં પાવન ચરિત્રથી હું સદા ચમત્કૃત છું. વિસ્મય અને ચમત્કૃતિની આફ્લાદક સૃષ્ટિમાં ગૌતમે મને ખૂબ રમાડ્યો છે. ગૌતમનું ચરિત્ર કોની ઉપર કામણ ન કરે ? ગૌતમ નામ હોઠે આવતા કે કાને પડતા સમગ્ર ચેતનાતંત્રમાં એક અનેરી તાજગી પ્રસરી ચૂકે. યુગોના યુગો વીતે ત્યારે જ કદાચ આવી ગૌતમ જેવી ઘટના ઘટે. કોઇ એવા અતિવિશિષ્ટ ગ્રહયોગો માટે કહેવાય છે કે કેટલાય વર્ષો પસાર થાય ત્યારે આવો ગ્રહયોગ ગગનગોચર બને. કેટલાય કાળખંડો પસાર થાય ત્યારે ગૌતમ જેવી ઘટના દેખા દે. ગઇકાલે રાત્રે ખૂબ ગોઠડીઓ કરી તેમની સાથે. કલાકો સુધી મારા સકલ અસ્તિત્વ ઉપર તેમણે કબજો જમાવી દીધો. મારા સકલ ચેતનાતંત્રને તેમણે બાનમાં લઇ લીધું. ગૌતમ એક મીસ્ટીરીયસ ઇવન્ટ છે. તમે ગમે તેટલા મથો, તેના રહસ્ય ખજાનાનાં તાળાં ખોલી જ ન શકો. તમે તેની ભવ્યતાનો ભેદ ઉકેલી જ ન શકો. એક જ જીવનમાં ક્યાંય શોધ્યા ન જડે તેવા બે અંતિમો ગૌતમનાં જીવનમાં તમને જોવા મળે. મૂર્તિમંત અહંકાર એટલે બ્રાહ્મણ ઇન્દ્રભૂતિ અને મૂર્તિમંત વિનય એટલે ગણધર ગૌતમ ! અહંકારની ઉત્તુંગ ટોચ પરથી વિનયની ઉત્તુંગ ટોચ ઉપર ગૌતમ ક્યા રોપ-વે દ્વારા પહોંચ્યા હશે ? Page #12 -------------------------------------------------------------------------- ________________ પોતે જ લોકમાં ફેલાયેલા પોતાની સર્વજ્ઞતાના ભ્રમને અકબંધ રાખવા પોતાના આત્મવિષયક સંશયને છૂપાવી રાખવા ઇન્દ્રભૂતિને કેટલું કષ્ટ વેઠવું પડ્યું હશે ! જેનાં કેન્દ્રમાં જ આત્મા છે તેવા તત્ત્વજ્ઞાનનાં અને ધાર્મિકતાનાં વિશ્વમાં જ ૨૪ કલાક રહેવાનું, તેની જ ગોઠડીઓ બધે કરવાની અને પોતાના આત્મવિષયક સંશયનો બિલકુલ કોઇને અણસાર પણ નહિ આવવા દેવાનો ! તે માટે કેટલું મથવું પડ્યું હશે ઇન્દ્રભૂતિએ ! પ્રભુ વીરની કેવલજ્ઞાનની સર્ચલાઇટ ફેંકાઇ અને અહંકારની અંધારી ગુફામાં સૂતેલો સંશય ઝડપાઇ ગયો ! બીજા અંતિમનું ઉપદેશમાલાકારે અદ્ભુત વર્ણન કર્યું છે : ગાળતો વિ तमत्थं विम्हियहियओ सुणइ सव्वं. ચતુર્દાની ગૌતમસ્વામી પ્રભુનાં ચરણોમાં એક અજ્ઞ બાળકની જેમ બેઠા છે. વિશદ અવધિ તથા વિપુલમતિ મન:પર્યવજ્ઞાનના ધણી અને દ્વાદશાંગીના રચયિતાને પ્રભુની દેશનામાં નવું તો શું સાંભળવાનું હોય ? છતાં જાણે બિલકુલ અપૂર્વ કાને પડ્યું હોય તેમ વિસ્મિત વદને અને પુલકિત હૃદયે ગૌતમસ્વામી પ્રભુની વાણી સાંભળે ! માત્ર સાંભળે નહિ પણ તે વાક્-પ્રવાહમાં ઓગળી જાય. ના, એ અભિનય નહોતો, દંભ કે દેખાડો નહોતો...રિઅલ ઓરિજિનાલિટી હતી. જે કાંઇ જાણું તે પ્રભુમુખે જાણું. અને, એટલે જ અવધિ કે મન:પર્યવનો ઉપયોગ પણ પ્રાય: ન મૂક્યો ! પોતાનું અજ્ઞાન પ્રગટ ન થઇ જાય તે માટે ફાંફા મારતો ઇન્દ્રભૂતિ એ એક અંતિમ તો પોતાના છતા જ્ઞાનને ગોપવી રાખનાર પ્રભુ ગૌતમ તે બીજો અંતિમ ! પંડ બદલાય પણ પોત ન બદલાય. વિષય-કષાયના સંસ્કારો તો પરલોકમાં પણ સાથે જ પર્યટન કરે છે. પણ અહીં ગૌતમની બાબતમાં પંડ એ જ હતો, માત્ર પહેરવેશ પલટાયો અને ગૌતમનું આખું પોત ફરી ગયું. જન્મજાત માન કપાળના ત્રિપુંડની સાથે જ ખરી પડ્યો ! સંસારમાં કોઇને બજારમાં, સરકારી કાર્યાલયમાં કે ક્યાંક પણ નોકરી માટે જવું હોય ત્યારે પોતાની ડીગ્રીના અને સ્ટેટસના પૂંછડા પહેરીને જાય તો જ પ્રવેશ મળે છે. સાચા પ્રમાણપત્રો ન હોય તો Page #13 -------------------------------------------------------------------------- ________________ લોકો બનાવટી તૈયાર કરાવે તેવો આ યુગ છે. અને, ગૌતમસ્વામીના તો સાચુકલા પ્રમાણપત્રો પણ વખારમાં ધૂળ ખાતા રહ્યા. તેમને તો પ્રભુ વિરના ચરણકિંકર તરીકેનું પ્રમાણપત્ર જ કાયમ બધે ધર્યું. તે સિવાયના પ્રમાણપત્રોનો તેમણે ક્યારેય ઉપયોગ ન કર્યો. જો કે વાતેય વ્યાજબી છે. M.D. કે M.S.નું પ્રમાણપત્ર જેની પાસે હોય તેણે M.B.B.S, ઇન્ટરસાયન્સ, H.S.C. કે s.s.c.ના પ્રમાણપત્ર કોઇને બતાવવાની જરુર પણ શી હોય ! અહંકારના કાળમીંઢ પર્વતને ચૂરીને ગૌતમે તેનું બારિક ચૂર્ણ કરી નાંખ્યું અને પછી તે ચૂર્ણભૂત અહંકારની પણ દયા ન ખાધી. તેમણે એવી તો કેવી ફૂંક મારી હશે કે તે ચૂર્ણની રજ-રજ પણ અસ્તિત્વશૂન્ય બની ગઇ. કબાટમાં હેંગર ઉપર ભારેમાં ભારે વસ્ત્રોની જોડીઓની જોડીઓ લટકતી હોય...તે લટકતી જ રહે અને માલિક તેને એકવાર પણ અડે નહિ. કેવું લાગે ? ૫૦ હજાર કેવલીના ગુરુ...પ્રથમ ગણધર...દ્વાદશાંગીના રચયિતા...અનંત લબ્ધિના સ્વામી...ચાર જ્ઞાનના ધણી...! આવા તો કેટ-કેટલા ભારે વાઘા લટકતા હતા ગૌતમસ્વામીનાં કબાટમાં ! પણ, બિચ્ચારા એ વાઘા ! તેમણે ક્યારેય તેમને ઓઢ્યા જ નહિ ! મારાથી ન રહેવાયું. મેં ગૌતમને પૂછી નાંખ્યું: આવા અને આટલા બધા કિંમતી વસ્ત્રો તમારી પાસે હતા, તમે કેમ ક્યારેય પહેર્યા નહિ ? પ્રભુ ગૌતમે આપેલો જવાબ હજુય મને રોમાંચિત કરી રહ્યો છે. મારી પાસે તે બધા વસ્ત્રો કરતાં અનેકગણું મૂલ્યવાન એક વસ્ત્ર હતું. તેના પર મને બહુ મોહ હતો. હું સતત તે અંગરખું પહેરેલું રાખતો. બીજા વાઘા પહેરવા હોય તો તે કિંમતી વસ્ત્ર ઉતારવું પડે ને ! આ મૂર્ખતા તો મને શે પરવડે ? તે કિંમતી વસ્ત્રનું નામ છે પ્રભુ વિરનું શિષ્યત્વ ! તે જાજરમાન વસ્ત્રમાં મારો જે વટ પડે તે પેલા ચીંથરાઓમાં થોડો પડે ? જે માન, મોભા અને સ્ટેટસ માટે દુનિયા મરે છે તેને ચીંથરું કહીને ગૌતમે મારી હાલત ચીંથરેહાલ કરી નાંખી ! મારી માન અને નામની ભૂખ Page #14 -------------------------------------------------------------------------- ________________ સંતાડવા મેં મારા પેટને માથાથી ઢાંકી દીધું. એ ચીંથરા (?) ઓઢવા નહોતા માટે તો ગૌતમસ્વામી આનંદ શ્રાવકની પૌષધશાળાનાં પગથિયાં સડસડાટ ચડી શક્યા ! માથે ભાર ઊંચકેલો હોય તો એક દાદરો ચડતા પણ હાંફી જવાય અને હળવાફૂલ હોઇએ તો શત્રુંજય પણ સડસડાટ ચડી જવાય. માથેથી અહંકારનો અને સ્ટેટસનો સઘળો ભાર ગૌતમે ઉતારી દીધેલો હતો, માટે ગૌતમ હળવાફૂલ હતા. કેન્સરની ગાંઠનું ઓપરેશન કર્યા પછી કે કેમોની ૬-૭ સાયકલ કર્યા પછી પણ કેન્સરના સૂક્ષ્મ કોષ પણ જો જીવંત રહ્યા તો ફરી કેન્સરને ડેવલપ થતા વાર ન લાગે ! પ્રભુએ કેવું તો ઓપરેશન કર્યું ઇન્દ્રભૂતિના અહંકારનું કે અહકારનો એક સૂક્ષ્મ કોષ પણ જીવંત ન રહ્યો. નહિંતર અહંકારના કેન્સરને ડેવલપ થવાની કેટ-કેટલી સંભાવનાઓમાંથી ગૌતમ પસાર થયા ! ૩૬ હજાર (૫૦ હજાર–૧૪ હજાર)નો આંકડો જ અહંકારના અજગરને આવેશમાં લાવવા કેટલો બધો સમર્થ હતો ! પણ, અજગર તો મરી ચૂક્યો હતો અને તેનાં મડદાનો અંતિમ સંસ્કાર પણ થઇ ચૂક્યો હતો ! ગૌતમસ્વામીને મન તે ૩૬ હજારની લીડ કે ૫૦ હજારની ભીડની વેલ્યુ નીલ હતી ! અહંકાર જો મર્યો ન હોત અને કદાચ કોમામાં પણ હોત તો હાલિકના પ્રસંગમાં કોમામાંથી બહાર નીકળી, બેઠો થઇ, ધડાક કરતો ઉભો થઇ અને છલાંગ લગાવીને તે દોડવા માંડત. જેને પોતે પ્રતિબોધિત કરીને અને પ્રવૃજિત કરીને લાવ્યા તે પ્રભુ વીરને જોતાવેંત ઓધો મૂકીને ભાગ્યો ! ભલે હાલિક ગયો તો ગયો, ૫૦ હજારની શિષ્યસંખ્યા હતી, એકથી વિશેષ ફરક નહોતો પડવાનો. પણ, અહંકારને રમાડવાનો કેવો સરસ આ અવસર હતો ! જો અંદર ઊંડે ઊંડે પણ ક્યાંક ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ જીવતો હોત તો આ અવસરે અહંકારનો એક સીવીયર એટેક આવ્યા વગર ન રહેત ! એક મરવા પડેલો દર્દી એક જનરલ પ્રેકટીશનર પાસે આવ્યો. બચવાની શક્યતા જરાય વરતાતી નહોતી...પણ, આ ડોક્ટરે પૂરી કોશિશ કરી અને દરદી Page #15 -------------------------------------------------------------------------- ________________ નિરામય બન્યો. આ તેની એક જવલંત સિદ્ધિ હતી. જરૂર જરાય નહોતી પણ માત્ર દરદીના સંતોષ માટે એક મોટા કન્સલ્ટન્ટ પાસે તે દરદીને લઇ ગયા. દરદી નિરોગી બની ચૂક્યો હતો, દવાની જરૂર ન હતી. પણ કન્સલ્ટીંગ રૂમની વીઝીટે આવેલા પેશન્ટને પ્રીસ્ક્રીપ્સનનું એક કાગળીયું હાથમાં પકડાવવું જોઇએ તે વિધિ જાળવવા ડોક્ટરે તેને ટ્રીટમેન્ટ લખી આપી. હરતા-ફરતા નિરોગી આ દરદી(!)એ તે કોર્સ પૂરો કરે તે પહેલાં તે ટ્રીટમેન્ટના પ્રભાવે જીવન પૂર્ણ કર્યું. આ ઘટનામાં દરદી ભલે મર્યો પણ પેલા જુનીયર ડોક્ટરને ઉત્પાદનો તાવ ચડી ગયો ! તેમના ઉન્માદનો આકાર કાંઇક આવો હતોઃ મારી દવાથી બચ્યો, તેમની દવાથી મર્યો. અમારા બેમાં મોટું કોણ? હાલિકની ઘટના એકઝેટલી આવી જ હતી. પણ ત્યારે ગૌતમસ્વામી નોર્મલ હતા ! મેં ગૌતમસ્વામીને પૂછ્યું: કેવો કલીન અને માર્વેલસ તમારો સ્કોર હતો ! જેને જેને દીક્ષા આપી તે દરેકને કેવલજ્ઞાન ! પ્રભુએ હાલિકનો કેસ તમને સોંપ્યો. કેવલજ્ઞાનની વાત તો દૂર રહી, દીક્ષામાં પણ તે ન રહ્યો. તમારો રેકોર્ડ તેણે બગાડી નાંખ્યો ! એક રન માટે સેમ્યુરી ચૂકી જતા બેટ્સમેનને કેટલો વસવસો થાય ! આ પ્રસંગે તમારા મનમાં કોઇ વિકલ્પ પણ ન આવ્યો ? અને, મારા જેવાને તો સહેજે વિચાર આવે-કેસ અસાધ્ય છે તે સર્વજ્ઞ પ્રભુ જાણતા હતા છતાં પાણી વલોવવા મને કેમ મોકલ્યો? તમને આવું કાંઇ જ ન થયું ? ગૌતમસ્વામીનો જવાબ હતોઃ પાણી વલોવવાની અહીં વાત જ નહોતી, બોધિનું માખણ તો નીકળ્યું જ. ઘી તાવવાની પ્રક્રિયા ભવાન્તરમાં થશે. અને રેકોર્ડ કે સ્કોરની વાત તું કરતો હોય તો ગુરુએ કાર્ય સોંપ્યું અને મેં સહર્ષ કર્યું અને એક વાર પણ મન ન બગાડ્યું તો મારો રેકોર્ડ ક્લીન ! ગૌતમની દુનિયા જ નિરાળી છે. તેનાં ગણિત જૂદાં, તેનાં કાટલાં જૂદા. પ્રભુ સુધી પહોંચવા માટેના માર્ગનું નામ છે શ્રદ્ધા. સંશય પ્રભુથી દૂર હટવાનો ઉન્માર્ગ છે. પણ આ ગૌતમસ્વામી તો સંશયના પંથે પ્રભુ સુધી પહોંચ્યા ! અહંકાર અને અહંકારનાં કારણે પ્રભુ પ્રત્યે ઊભો થયેલો વેષ તો જીવના કેટલા Page #16 -------------------------------------------------------------------------- ________________ મોટા શત્રુ ગણાય ! પણ, તે અહંકાર અને દ્વેષ જ ગૌતમસ્વામીને આંગળી પકડીને પ્રભુનાં ચરણોમાં લઇ ગયા. મëવારોfપ વધાય. એક ગઝલની પંક્તિ અહીં યાદ આવેઃ મારો હાથ ઝાલીને લઇ જશે, મુજ શત્રુઓ જ સ્વજન સુધી. ગૌતમસ્વામી પ્રભુ સામે લડ્યા તો સમ્યગ્દર્શન કમાઇ ગયા અને પ્રભુની પાછળ રડ્યા તો કેવલદર્શન પામી ગયા. આપણું તો લડવાનું ય દુનિયા સામે અને રડવાનું ય દુનિયા પાછળ, ક્યાંથી શક્કરવાર વળે આપણો ? પ્રભુ મહાવીરદેવનું અને શિષ્ય ગૌતમનું સમગ્ર જીવન વિસ્મયોનું મોટું સંગ્રહાલય લાગે. પ્રભુ વીરની નિકટ આવતાની સાથે ગૌતમનો સર્વશપણાનો ભ્રમ ભાંગ્યો અને અંતે પ્રભુ વીરથી દૂર જતાની સાથે તેમનો સર્વજ્ઞ તરીકેનો ક્રમ (નંબર) લાગ્યો. રાગ-દ્વેષે તો ગૌતમને ખરા હેરાન કરી નાંખ્યા. અહંકારમય દ્વેષને કારણે ગૌતમને પ્રભુનું કેવલજ્ઞાન ખટકતું હતું અને પ્રભુ પરના જાલિમ રાગને કારણે તેમનું કેવલજ્ઞાન અટકતું હતું. ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ હતા ત્યારે હું જ સર્વજ્ઞ, બીજો સર્વજ્ઞ કોણ આવ્યો ? આ વાતના અહંકારથી પીડાયા. અને પછી થોકબંધ શિષ્યોને કેવલજ્ઞાન થવા લાગ્યું ત્યારે-આ બધા સર્વજ્ઞ અને હું જ એકલો અસર્વજ્ઞ-આ વાતની દીનતાથી પીડાયા. તેમની અહંકારની પીડા પણ પ્રભુએ દૂર કરી અને દીનતાની પીડા પણ પ્રભુએ જ દૂર કરી ! ઇન્દ્રભૂતિ પોતાના (ભાવિ) ગુરુને અસર્વજ્ઞ અને પોતાને સર્વજ્ઞ માનતા હતા, તેમણે એવી વસ્તુસ્થિતિનો સ્વીકાર કરવો પડ્યો કે ગુરુ થઇને પોતે અસર્વજ્ઞ અને તેમના શિષ્યો સર્વજ્ઞ ! એક મારુતિના ડ્રાયવરે પ્લેનને ઓવરટેક કરવાની હઠ પકડી. તે મારુતિ પ્લેનની સ્પર્ધામાં તો ન ટકી પણ કેટલાય સાયકલ સવારો તે મારુતિને ઓવરટેક કરી ગયા. પોતાની સર્વજ્ઞતાનો દાવો લઇને પ્રભુ વીરની સામે પડનાર ઇન્દ્રભૂતિ આગળ જતા ૫૦ હજાર કેવલી શિષ્યોના છદ્મસ્થ ગુરુ બન્યા. Page #17 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજી મહારાજાનું હરિયાલી પ્રકારનું એક પદ છે. આમ તો તેની બધી પંક્તિઓમાં દર્શનિક સંદર્ભ રહેલો છે. પણ, તેમાંની એક પંક્તિ વાંચતા ગૌતમસ્વામી અચૂક યાદ આવી જાય. તે પંક્તિ છેસાસુ કુંવારી, વહુ પરણેલી... ગૌતમને કેવા ભવ્ય ગુરુ મળ્યા ! જે જગદ્ગુરુને અસર્વજ્ઞ કહીને તેમણે ભાંડ્યાં તે ગુરુ નિર્વાણ પામ્યા ત્યારે ગૌતમસ્વામી સર્વજ્ઞ બન્યા. જાણે કે, શિષ્યને સર્વજ્ઞ બનાવવા તે ખુદ નિર્વાણ પામી ગયા.. ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ તરીકે ગૌતમ અહંકારજન્ય દ્વેષ લઇને પ્રભુ પાસે ગયા તો પ્રભુએ કેવો મીઠો-મધુરો આવકાર આપ્યો ! આવો, ઇન્દ્રભૂતિ ! તમે સુખેથી પધાર્યા ? તાવ દ્વેષનો હતો એટલે એન્ટીષ ટ્રીટમેન્ટ આપી. પણ પછી તો ગૌતમસ્વામી પ્રભુના પરમ રાગી બની ગયા. અને તે રાગને કારણે જ તેમનું કેવલજ્ઞાન અટકતું હતું. તેથી તે રાગનો તાવ ઉતારવા પ્રભુએ તેમને કહ્યું: જા ગૌતમ ! દેવશર્માને પ્રતિબોધ કરી આવ. કેવી એન્ટીરાગ ટ્રીટમેન્ટ ! દ્વેષનો તાવ ઉતારવા-આવ ગૌતમ ! રાગનો તાવ ઉતારવા-જા ગૌતમ! ગૌતમનો પ્રભુ પરનો દ્વેષ તૂટ્યો ત્યારે સમ્યગ્દર્શનનાં અજવાળાં થયાં અને તેમનો પ્રભુ પરનો રાગ તૂટતાં કેવલજ્ઞાનનાં અજવાળાં થયાં. આત્મકલ્યાણની સાધનામાં સહાયક બને તેવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને ઉપકરણ કહેવાય. અને, જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આત્મકલ્યાણની સાધનામાં પ્રતિરોધક બને તે અધિકરણ કહેવાય. રજોહરણ ઉપકરણ છે. પરંતુ ઉદાયિરાજાના ઘાતક વિનયરને તેને અધિકરણ બનાવ્યું. છરી અધિકરણ છે. પરંતુ, ચામડી ઉપર ચોંટેલા મકોડાને બચાવવા છરીથી પોતાની ચામડી કાપીને કુમારપાળ રાજાએ તે ક્ષણે છરીને ઉપકરણ બનાવ્યું. સાધનાના માર્ગમાં અહંકાર એ ભાવ-અધિકરણ છે અને પ્રભુ પ્રત્યેની પ્રીતિ એ ભાવ-ઉપકરણ છે. પણ, ગૌતમસ્વામીનાં જીવનમાં અહંકારે ઉપકરણની ભૂમિકા ભજવી અને એક અપેક્ષાએ પ્રભુ-પ્રીતિએ અધિકરણની ! સાંભળેલો એક પ્રસંગ યાદ આવે છે. પૂજ્યપાદ આ.ભ. શ્રી વિજયપ્રેમ Page #18 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વરજી મ.સા. પાસે કોઇ ભૂલ બદલ તેમના એક ત્યાગી-વૈરાગી શિષ્ય પ્રાયશ્ચિત્ત માંગ્યું. સામાન્યથી પ્રાયશ્ચિત્તદાનમાં તપ-ત્યાગ આપનારા આ ગુરુદેવે આ ત્યાગરુચિ શિષ્યને મીઠાઇ વાપરવાનું પ્રાયશ્ચિત્ત આપ્યું ! સર્વ જીવોને ઉપદેશ તો હંમેશા પ્રભુ પ્રત્યે અત્યંત રાગ જોડવાનો અપાતો હોય છે. ગૌતમ એક એવા પ્રભુભક્ત હતા કે તેમને પોતાના પરનો રાગ તોડવાની ટ્રીટમેન્ટ પ્રભુએ કરવી પડી ! ગૌતમને શે ઓળખવા ! ન કળી શકાય તેવું વ્યક્તિત્વ એટલે ગૌતમ ! ગૌતમ ખરેખર એક મ્યુઝીયમ-પીસ હતા ! વનરકુલ વન્ડર ઓફ ધ વર્લ્ડ એટલે ગૌતમ ! શાંતિનિકેતન એટલે કવિવર રવિન્દ્રનાથ ટાગોરે સ્થાપેલું વિશ્વવિખ્યાત સંસ્કારધામએક વિદ્યાર્થી શાંતિ નિકેતનના ગુરુ દયાલ મલ્લિક પાસે ઓટોગ્રાફ લેવા ગયો. તેમણે ઓટોગ્રાફ આપતા લખ્યું. Know Thyself. પછી તે વિદ્યાર્થી ટાગોરના ઓટોગ્રાફ લેવા ગયો. ટાગોરે લખ્યું. Forget tyself. પ્રભુના પ્રથમ પરિચયમાં આત્મવિષયક સંશય દૂર થતા ગૌતમે પહેલા જાતને જાણી અને પછી તરત જાતને સદંતર વિસારી દીધી. પહેલા સ્વયંનું જ્ઞાન થયું, પછી તરત સ્વયંનું ભાન ભૂલ્યા. પહેલા “હું કોણ છું તેનો પરિચય થયો પછી તરત તેમણે “હું” નું વિસર્જન કર્યું. સમર્પણની વેદિકામાં તેમણે “હું” ને ઓગાળી નાખ્યો. તે દિવસે ગૌતમનું Major Operation થયું અને હું' નામની ગાંઠનો નિકાલ થયો. આપણે “હું” ને તો કેટલી મોટી જાગીર સમજીને બેઠા છીએ. મારું બધું લૂંટાઇ જાય તે મને મંજૂર થઇ શકે પણ મારો “હું તો અકબંધ જ રહેવો જોઇએ. તેને નાની સરખી પણ ઇજા ન થવી જોઇએ. આવા અહ-પ્રેમને વશ થઇને ક્યારેક તો આપણે “હું” ને બચાવવા આપણું સર્વસ્વ લૂંટાવવા તૈયાર થઇ જઇએ છીએ. ઘણીવાર આપણે છેતરામણો વાક્યપ્રયોગ કરીએ છીએ-મેં પ્રભુચરણે કે ગુરુચરણે સર્વસ્વનું સમર્પણ કર્યું. “હું” ને હેમખેમ રાખીને કરેલું સમર્પણ એ સર્વસ્વનું સમર્પણ ક્યાંથી બને ? અને, ખાલી “હું” ને ધરી દો પછી સર્વસ્વમાં બીજું બાકી પણ શું રહ્યું ? “હું' એ જ આપણું ખરેખરું સર્વસ્વ છે. “હું” નું સમર્પણ એ જ ખરેખરું સમર્પણ છે, જે ગૌતમે કર્યું. Page #19 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રવચનમાતાનાં પાલન રૂપ ચારિત્ર ધર્મનો સ્વીકાર કરતા પૂર્વે જ ગૌતમે પાંચમી પારિષ્ઠાપનિકા સમિતિનું પાલન કર્યું. તેમણે તેમના “હું” ને સહુથી પહેલા વોસિરાવી દીધો. એક સંત પોતાની કોટડીમાં બેઠા હતા. બારણું અટકાવેલું હતું. કોઇએ બહારથી બારણું ખટખટાવ્યું. સંતે અંદરથી પૂછ્યું: કોણ? બહારથી જવાબ મળ્યોઃ એ તો “હું” ! અંદર આવું? “જે હોય તે અંદર આવી શકો છો, પણ કૃપા કરીને “હુંને બહાર મૂકીને આવજો.” ગૌતમે મહાવીર પ્રભુના ધર્મપ્રાસાદમાં “હું” ને બહાર ઉતારીને પ્રવેશ કર્યો. પ્રભુનાં મંદિરમાં પ્રવેશ કરતા પૂર્વે જોડા બહાર ઉતારી દેવાય છે. “હું” ને બહાર ઉતારીને અંદર જવું-આવું સૂચના-બોર્ડ પણ મંદિરની બહાર મૂકવા જેવું ખરું. આપણા વડિલો મંદિરમાં જતા પૂર્વે માથેથી ટોપી કે પાઘડી ઉતારી દેતા. કદાચ “હું” ના પ્રતીક તરીકે જ આ પાઘડી કે ટોપી ઉતારવાનો વિધિ હશે ! આજે માથે પાઘડી કે ટોપી પહેરવાનો રિવાજ ગયો. હવે ક્યા બહાને હું નીચે ઉતરે? બાહુબલિ પણ માનકષાયથી જ અટેકલા હતા. તેમણે મમત્વ ઓગાળ્યું પણ “હું” નડી ગયો. તેમને “હું” ના હાથી પરથી ઉતારવા યુગાદિદેવે બ્રાહ્મી અને સુંદરીને મોકલી. તે જ ઘટનાનું જાણે પુનરાવર્તન થયું. ઇન્દ્રભૂતિને “હું” ના હાથી પરથી ઉતારવા બ્રાહ્મી અને સુંદરીના એકાત્મસ્વરૂપે પ્રભુ વીર પધાર્યા ! પ્રભુનું અનુપમ ૌંદર્ય એટલે સુંદરી અને પ્રભુની અતિશયિત વાણી એટલે બ્રાહ્મી ! પ્રભુનું અનુપમ સૌંદર્ય નિહાળીને અને આશ્રમધુર વાણીથી પોતાની શંકાનું નિવારણ પામીને ગૌતમના અહંને ધક્કો લાગ્યો. અહં ગબડી પડ્યો અને ગૌતમ અહંમુક્ત બન્યા. વાણીનાં માધુર્ય અને સૌમ્યતાનાં સૌંદર્ય દ્વારા જ કોઇને વિનમ્ર બનાવી શકાય-આવું રહસ્ય અહીં ઉદ્ઘાટિત થાય છે. વૈશાખ સુદ ૧૧ના દિવસે ત્રણ ઘટનાઓ ઘટી. ઇન્દ્રભૂતિ ગૌતમને મહાવીરસ્વામીનો મેળાપ થયો તે પહેલી ઘટના. પછી ગૌતમ ખોવાઇ ગયા તે બીજી - ૧૦. Page #20 -------------------------------------------------------------------------- ________________ ઘટના. તેથી તેમને મહાવીર જડી ગયા તે ત્રીજી ઘટના. ગૌતમસ્વામી એટલે કેલીડોસ્કોપનો પડદો. કેલીડોસ્કોપના પડદા ઉપર નિશ્ચિત કે કાયમી કોઇ આકાર હોતો નથી. જેના હાથમાં કેલીડોસ્કોપ છે તે આંગળી ફેરવે અને તે આંગળીના ઇશારે આકૃતિ બદલાય. પ્રભુ વીરના ઇશારે ગૌતમસ્વામીનો આકાર નક્કી થતો હતો. તેમનો પોતાનો કોઇ આકાર નહોતો. સિદ્ધપદ એટલે અનિચ્છાપદ. સિદ્ધ ભગવંતોએ સર્વ ઇચ્છાનો ઉચ્છેદ કરી દીધો છે. ગૌતમે દીક્ષા લીધી તે દિવસે જાણે એક સિવાયની સર્વ ઇચ્છાઓનો ઉચ્છેદ કરી નાંખ્યો. બચી ગયેલી ઇચ્છાનો આકાર આવો હતો ઃ જે પ્રભુની ઇચ્છા તે જ મારી ઇચ્છા. ગૌતમને અને સિદ્ધિને જાણે માત્ર એક ઇચ્છાનું જ છેટું હતું. ગોતમની સ્થિતિનું પ્રતિબિંબ રમેશ પારેખની પંક્તિમાં દેખાય : મન મારું એક ખોબો જળ, જગજીવન પી ગયા. સમર્પણનો અર્થ છે સમ્યક્ અર્પણ. જે કાંઇ આંતરિક અસમ્યક્ છે તે પ્રભુનાં ચરણે ધરી દેવું તે સમ્યક્ અર્પણ. આ વિશ્વનું સૌથી મોટું અસમ્યક્ તત્ત્વઅહં. તે અહંનું અર્પણ ક૨ીને ગૌતમે સર્વશ્રેષ્ઠ સમર્પણ કર્યું. અહંને કેન્દ્ર બનાવી આપણે વર્તુળ દોરીએ છીએ. ધન-દોલત, કીર્તિપ્રતિષ્ઠા, સ્વજન-પરિજન વગેરે જે પિરિધ ઉપર રહેલા છે તેનું કેન્દ્ર અહં છે. વર્તુળ નાનું-મોટું થાય પણ કેન્દ્ર એનું એ જ રહે. ઘણીવાર આપણે વર્તુળને મોટામાંથી નાનું કરીને કાંઇક ત્યાગ કર્યાનો સંતોષ માનીએ છીએ. પણ, કેન્દ્રને અકબંધ રાખીને કદાચ આખા વર્તુળને ભૂંસી નાંખીએ તોય હજારો વર્તુળોની સંભાવનાઓ તો અકબંધ પડી રહી, કારણ કે કેન્દ્ર જીવંત છે. કેન્દ્રનું તૂટી પડવું તે ઘટનાનું નામ ગૌતમ. દીક્ષા લઇને વિરાટ ઇન્દ્રભૂતિ એક મહાશૂન્યમાં વિસર્જિત થયા અને એક નાનકી ત્રિપદીમાંથી તેમણે વિરાટ શ્રુતનું સર્જન કર્યું. ગૌતમસ્વામીના જીવન-પ્રસંગોને જેમ જેમ મનમાં મમળાવું છું તેમ તેમ ૧૧ Page #21 -------------------------------------------------------------------------- ________________ વધુને વધુ વિસ્મયરસ તેમાંથી ઝરે છે, જે તેમના પ્રત્યેના અહોભાવને અનેક ગણો વધારી મૂકે છે. એક અજબગજબનું અજાયબઘર છે ગૌતમનું જીવન. ગૌતમની લઘુતાએ કદાચ પ્રકર્ષની સરહદ પણ વટાવી દીધી હતી. તો ગૌતમની ગરિમા પણ સીમાતીત હતી. એક કલ્પનાચિત્ર માનસપટ ઉપર ઉપસી રહ્યું છે. રાજધાની પ્લેટફોર્મ પર ઊભી છે. પેસેન્જરો ડબામાં ગોઠવાઈ ગયા છે. ડિપાર્ચરનો સમય થઇ ચૂક્યો છે. ગ્રીન સીગ્નલ મળી ગયું છે. વીસલ વાગી ગઇ છે. છતાં ટ્રેન સ્ટાર્ટ થતી નથી, કારણ કે એક પેસેન્જર આવવાનો બાકી છે. જે પેસેન્જર માટે રાજધાની એકસપ્રેસ ખોટી થાય તે પેસેન્જર કેવા તો વી.આઇ.પી. હોય ! વૈશાખ સુદ દસમે પ્રભુને કેવલજ્ઞાન થયું. દેવોએ સમવસરણ રચ્યું. રાજધાની પ્લેટફોર્મ પર મૂકાઇ ગઇ જિનનામકર્મનો વિપાકોદય શરૂ થઇ ગયો એટલે શાસન સ્થાપના માટેનું ગ્રીન સીગ્નલ મળી ગયું. તે છતાં, રાજધાની ન ઉપડી. શાસન સ્થાપના ન કંઇ. વી.આઇ.પી. માટે રાજધાની રોકાઇ ગઇ છે. ગૌતમ હાજર નથી. શાસનસ્થાપના એક અહોરાત્ર લંબાઇ ગઇ. અવસર્પિણીના ઇતિહાસમાં એક આશ્ચર્ય અંકાઇ ગયું. અને, આ વી.આઇ.પી. પેસેન્જર તો એવા કે તેમને ખાતર ટ્રેનનું ડીપાર્ચર ડીલે થયું એટલું જ નહિ, આખા સ્ટેશનનું સ્થળાંતર થયું. ઋજુવાલિકા નદીના તટે જે શાસન સ્થાપના થવી જોઈતી હતી તે અપાપાપુરીના મહસેન ઉદ્યાનમાં થઇ. ગૌતમ ગજબના વી.આઇ.પી. પ્રભુ વીરના જિનનામ કર્મનો વિપાકોદય વૈશાખ સુદ ૧૦ ના દિને થયો અને ગૌતમના ગણધરનામ કર્મનો વિપાકોદય વૈશાખ સુદ ૧૧ના દિને થયો. પ્રભુ વીરના શાસનની સ્થાપના જાણે ગૌતમના ગણધર નામકર્મના વિપાકોદયની વાટ જતી વિલંબિત બની ! કોઇ પણા તીર્થંકર પરમાત્માના પ્રથમ ગણધર એવા ન હોય જે પોતાના ગુરુ તીર્થંકર દેવનાં કેવલજ્ઞાન કલ્યાણકની ઉજવણીમાં હાજર ન હોય. કારણ કે ગણધર પ્રાયોગ્ય જીવનું ગણધર પદે સ્થાપિત થવું તે જ તો ખરી કેવલજ્ઞાન કલ્યાણકની ઉજવણી છે. ગૌતમસ્વામી સહિત અગીયારેય ગણધર પ્રભુ વીરનાં કેવલ - ૧૨ Page #22 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન કલ્યાણકના દિને ગેરહાજર છે. પ્રભુએ પણ જાણે ગાંઠ વાળી ! તે પણ ગૌતમસ્વામીનાં કેવલજ્ઞાનમાં ક્યાં હાજર રહ્યા ? ગૌતમસ્વામી પ્રભુ વિરના આજીવન અંતેવાસી રહ્યા અને પ્રભુ કરતાં દીર્ઘ આયુષ્યવાળા હતાં છતાં પ્રભુનાં નિર્વાણ કલ્યાણક પ્રસંગે પણ ઉપસ્થિત ન રહી શક્યા. ગૌતમની જીવનયાત્રા એટલે મોટી રહયખોજ. જે સદાય વણઉકલ્યા રહેવા જ જાણે સર્જાયેલા હોય તેવા ગંભીર અને ગહન રહસ્યોની દુનિયા એટલે ગુરુ ગૌતમનું જીવનગૃહ. તમારા વિસ્મયને ક્ષણવાર પણ ઓસરવા ન દે તે ગૌતમ પ્રભુનાં જીવન ચરિત્રની લેખિત ગેરન્ટી. ઘણીવાર વિચાર આવે કે-કેવી શરમનો અનુભવ થતો હશે ગૌતમને ! આ ટ્રેનમાં એક યુવાન બીજાં એક અજાણ્યા યુવાન પેસેન્જર સાથે જગ્યાની બાબતમાં ઝગડી પડ્યો. તે અજ્ઞાત યુવાનને આવેશમાં આવીને તેણે અપશબ્દો પણ કહ્યા. અઠવાડિયા પછી આ યુવાનની બેનનું વેવિશાળ થયું. જે અજ્ઞાત યુવાનને તેણે પુષ્કળ અપશબ્દો કહેલા, તે જ તેનો બનેવી બન્યો. જ્યારે જ્યારે બનેવીને મળે ત્યારે પેલો ટ્રેનનો પ્રસંગ તે કેવી રીતે ભૂલી શકે ? અને, તે પ્રસંગ યાદ આવ્યા પછી શરમ અને સંકોચથી તેનું મસ્તક કેવું ઝૂકી જાય ! ઇન્દ્રજાળીઓ અને ધૂતારો કહીને જેમની પુષ્કળ અવહેલના કરી, તે જ પોતાના ગુરુ બન્યા ! પરોક્ષ કરેલી હોવા છતાં આ બધી અવહેલના સર્વજ્ઞ પ્રભુને પ્રત્યક્ષ જ હોય તે જાણ્યા પછી ગૌતમનાં મસ્તકને શરમનો કેટલે બધો ભાર વહન કરવો પડ્યો હશે ! ગૌતમ વિષે જેમ જેમ વિચારું છું તેમ તેમ નવી નવી ઉàક્ષાઓ અને નવી નવી પરિકલ્પનાઓ મનમાં આકાર ધારણ કરે છે. ગૌતમ એટલે ચારે વર્ણની એકતાભૂમિ. ચારે વર્ણનું એકત્વ આપણને ગૌતમસ્વામીમાં નીરખવા મળે. મૂળ બીજ જ બ્રાહ્મણનું. અને પાંડિત્ય, વિદ્વત્તા કે જ્ઞાનના સંદર્ભમાં પણ છલોછલ બ્રહ્મત્વ તેમનામાં વિલસતું વરતાય. Page #23 -------------------------------------------------------------------------- ________________ તોતીંગ અહંકારના કાળમીંઢ પર્વતના ચૂરેચૂરા કરી નાંખવાનું ક્ષાત્રવટ જોતા ગૌતમ એક ક્ષત્રિય મરદ લાગે. અહંકારથી મૂછો આમળતા આમળતા પ્રભુના દરબારમાં ગયા અને પ્રભુનું ઐશ્વર્ય નિહાળીને તથા પ્રભુમુખે પોતાના ગુપ્ત સંશયની વાત જાણીને એક પળનોય વિલંબ કર્યા વિના મૂછ નીચી કરી નાંખી. અવસર આવે મૂછ નીચી કરતા વાણીયાને આવડે ! અને વાણીયા હલસ્ટેશન પર ફરવા જાય ત્યાં પણ કોઇ વેપારી મળી જાય તો સોદો કરી નાંખે. ત્યાંથી પણ કમાઇને આવે. ગૌતમ અષ્ટાપદ પર્વત ઉપર જાત્રા કરવા ગયા અને ત્યાંથી પણ ૧૫૦૦ શિષ્યોની કમાણી કરીને આવ્યા. ખરા વાણીયા નીકળ્યા. અને, સદાય લઘુ બનીને રહેવા દ્વારા શૂદ્રતાને પણ પોતાનામાં સમાવી જાણી. જે સદાય સેવારત હોય અને લઘુ બનીને રહે તે શૂદ્ર. ગૌતમ એવા જ હતા ને ! ૧૪ Page #24 -------------------------------------------------------------------------- ________________ તીર્થાટન કરીએ. જન્મભૂમિ : ગોબર દેશ. ન : મગધ દીક્ષા ભૂમિ : પાવાપુરી કૈવલ્યભૂમિ : ગુણીયાજી | નિર્વાણભૂમિ : વૈભારગિરિ ચમત્કૃતિ भद्दो विणीयविणओ, पढमगणहरो समत्तसुअनाणी जाणंतो वि तमत्थं, विम्हियहियओ सुणइ सव्वं ॥ કલ્યાણકારક...વિનયના પ્રકર્ષને પામેલા... અને, શ્રુતકેવળી પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામી સકલ ભાવોના જ્ઞાતા હોવા છતાં... જાણે અપૂર્વ અને અભિનવ સાંભળવા મળ્યું હોય તે રીતે, વિસ્મિતહૃદયે પ્રભુની વાણીને સાંભળે છે. શ્રી ઉપદેશમાલા ધર્મદાસગણિ હે ગૌતમ પ્રભુ આપની પાસે નહોતું તેવું કૈવલ્ય પણ આપે ૫૦ હજાર આપ્યું ! આપની પાસે હતો તેવો વિનય તો મને આપો ! ૧૫ Page #25 -------------------------------------------------------------------------- ________________ શૂન્યની શ્રીમંતાઇ અનંત મોહક લબ્ધિઓના સ્વામી હતા પ્રભુ ગૌતમ ! આપણે ગરબા ગાઇએ છીએ ગૌતમની લબ્ધિઓના ! રાસડા લઇએ છીએ અને આરતીઓ ઉતારીએ છીએ ગૌતમની ભૌતિક સિદ્ધિઓની ! વેપારીઓ ચોપડાનાં પહેલાં પાને ગૌતમની લબ્ધિની યાચના લખે છે. પણ ગૌતમને તે ભૌતિક લબ્ધિઓનું ક્યાં કાંઇ મહત્ત્વ છે ! નહિંતર તો રોજ સવાર પડે ને લબ્ધિઓના જાદુ અને ચમત્કાર દેખાડવાના ધંધા ચાલ્યા હોત ગૌતમનાં જીવનમાં ! પણ, ગૌતમસ્વામી લબ્ધિના ક્યારા હતા છતા લબ્ધિથી સાવ ન્યારા હતા ! આખા જીવનકાળમાં માત્ર બે વાર લબ્ધિનો પ્રયોગ કર્યો. જે અષ્ટાપદ ઉપર ચડવા માટે પેલા તાપસો કેટલાય વખતથી મથતા હતા અને અટકીને બેઠા હતા તે અષ્ટાપદ ઉપર પ્રભુ ગૌતમ સૂર્યકિરણોની સીડી બનાવીને સડસડાટ ચડી ગયા. જે પર્વત ઉપર એક એક યોજનની ઊંચાઇવાળા આઠ પગથીયા છે અને ચારે બાજુ હજાર યોજન ઊંડી ખાઇ છે તેવા દુર્ગમ અષ્ટાપદ ઉપર સડસડાટ સ્વામી પહોંચી ગયા. મથી મથીને થાક્યા ત્યારે માંડ પહેલા, બીજા કે ત્રીજા પગથીયે પહોંચેલા પેલા તાપસો તો જોતા જ રહી ગયા આ સ્થૂલકાય સ્વામીને હવાના ફુગ્ગાની જેમ ઉપર ઉડતા ! કેવો લબ્ધિનો જાદુ ગૌતમસ્વામીમાં જોવા મળ્યો ! આ તાપસોની ખૂબ અદેખાઇ થાય. ગૌતમસ્વામીની લબ્ધિનો ચમત્કાર તેમને નજરે જોવા મળ્યો અને બીજો લબ્ધિપ્રયોગ તો ગૌતમે ખાસ આ તાપસો માટે જ પ્રયોજ્યો ! તે પણ કેવો રોમાંચક પ્રયોગ ! આજના દૂધવાળા ભૈયા કે ડેરીવાળા ૧૬ Page #26 -------------------------------------------------------------------------- ________________ અર્થો લીટર દૂધમાંથી પોણો કે એક લીટર દૂધ બનાવવાની ચાલાકી રોજ કરતા હોય છે પણ તેને કોઇ લબ્ધિ નથી કહેતું ! અને, પ્રભુ ગૌતમ ટોયલી જેટલી ખીરમાં અંગૂઠો અડાડી રાખે અને તે ક્ષીરપાત્ર અક્ષયપાત્ર બની જાય ! ૧૫૦૦ તાપસીનાં પારણાં થયા પણ ખીર ખૂટી નહિ ! આ પણ કેવો વિસ્મયકારક ચમત્કૃતિપૂર્ણ લબ્ધિપ્રયોગ ! બે જ લબ્ધિઓ પ્રયોજિત થઇ અને આપણી આંખો ચાર થઇ ગઇ ! બધી જ લબ્ધિઓનું તેમણે લાઇવ-ડેમોસ્ટ્રેશન કર્યું હોત તો ! ગૌતમે રોજના માત્ર એક એક લબ્ધિ પણ પ્રયોજિત કરી હોત તો પણ દુનિયાને તેમના ૩૦ વર્ષના છદ્મસ્થ પર્યાયમાં લબ્ધિના ૧૦૮૦૦૦ ચમત્કારો જોવા અને સાંભળવા મળત. પછી તો આ ચમત્કારી બાબાની પાસે કેટલી લાઇનો લાગત ! કેવી તો ભીડ જામત ! પણ આ તો ગૌતમ ! આધ્યાત્મિક લબ્ધિઓનો પાક ઉગાડવા ગયા અને બાય પ્રોડક્ટ તરીકે આ ભૌતિક લબ્ધિઓનું ઘાસ ઉગી નીકળ્યું ! તેમને પોતાની પાસે કોઇ ભક્તોની કતારો લાગે તેમાં જરાય રસ નહોતો. તે તો પ્રભુવીરના ચરણોપાસકોની કતારમાં અવ્વલ નંબર પામીને જ કૃતાર્થ બની ગયા હતા. કરોડપતિ શ્રીમંતના વૈભવી બંગલો, ઇમ્પોર્ટેડ કાર અને મોંઘાદાટ કપડા કે બૂટ કોઇ ભિખારી ચકર-વકર જોયા કરે તેમ ભિખારડા આપણે ગૌતમની લબ્ધિનાં નામ અને આંકડા સાંભળીને ગાંડાઘેલા બની જઇએ છીએ ! પણ, પ્રભુ ગૌતમની ખરી શ્રીમંતાઇ તો તેમની આધ્યાત્મિક લબ્ધિના ભંડારમાં પડેલી હતી ! તેમની ભૌતિક લબ્ધિઓ તો લખલૂટ આધ્યાત્મિક લબ્ધિઓના ભંડારની બહાર વેરાયેલું માત્ર પરચૂરણ હતું ! વિનય અને સમર્પણની એવી અમૂલ્ય લબ્ધિ ગૌતમે હસ્તગત કરી કે દુનિયાભરની બધી લબ્ધિઓ તેમની ચરણદાસી બની ! ગૌતમ એટલા લધુ બન્યા, એટલા લઘુ બન્યા કે તે આટલા બધા મહાન બની ગયા ! લબ્ધિ તો ખરી પ્રભુ વીરની ! સમગ્ર વિશ્વનો અને કદાચ અસંખ્ય કાળ ચક્રોના વિરાટ કાલખંડનો સૌથી પ્રકષપ્રાપ્ત જાદુનો ખેલ પ્રભુ વીરે કર્યો ! એ કોઇ હાથચાલાકી નહોતી, નજરબંધી નહોતી, હીપ્નોટીઝમ કે મેસ્મરીઝમ નહોતું કે - ૧૭ Page #27 -------------------------------------------------------------------------- ________________ કોઇ ઇલમકી લકડીની કમાલ પણ નહોતી અને છતાં ચમત્કારોની દુનિયાનું એક સર્વાશ્ચિમ વિસ્મય હતું. માનનો મોટો મેરુ ઝીણીશી રજ બની પ્રભુ વીરનાં ચરણનાં તળીયામાં ચોંટી ગયો-ચમત્કારની આ ઘટનાનું નામ ગૌતમ. ઇન્દ્રભૂતિની આખી ધાતુ જ બદલાઇ ગઇ. અહંકારના લોખંડ ઉપર પ્રભુએ વિનય કે નમ્રતાના સુવર્ણનું માત્ર ઇલેક્ટ્રોપ્લેટીંગ નહોતું કરેલું પણ આખી ધાતુનું જ સર્વેસર્વા રૂપાન્તર કરી નાંખ્યું. લોખંડ કે તાંબાના સળીયા ઉપર સોનાનું પ્લેટીંગ કરાવ્યું હોય તો કાળક્રમે ઘસારો લાગતા પ્લેટીંગ ઉખડતું જાય અને અંદરની ધાતુ બહાર પ્રગટ થાય. સન્માન, અપમાન, ઠપકા, શિખામણ, અવહેલના વગેરેની કેટ-કેટલી થપાટો લાગી ગૌતમ નામના ધાતુ-દંડને ! જો વિનમ્રતા અને સમર્પણનું માત્ર પ્લેટીંગ જ હોત તો અંદરનો માન પ્રસંગે પ્રસંગે ડોકાયા વગર ન જ રહેત ! પણ પ્રભુએ તો રસવેધ કરીને ઇન્દ્રભૂતિની આખી ધાતુ જ બદલી નાંખી ! અથવા તો માનો કે મૂળ ધાતુ તો સો ટચના સોનાની જ હતી પણ તેની ઉપર લોખંડનું પતરું ચડેલું હતું. કુશળ ઝવેરી સમા પ્રભુવીર તે પારખી ગયા ! તેમણે ઉપરનું પતરું ઉખેડી નાંખ્યું, શુદ્ધ સુવર્ણ પ્રગટ કર્યું ! પ્રભુએ પ્રગટાવેલ વિનયી ગૌતમ તે ઇન્વેન્શન નહિ, માત્ર ડીસ્કવરી હતી ! એક ૬૮ વર્ષની ઉંમરના શ્રાવક અમારા પૂ. દાદા ગુરુદેવ શ્રી ધર્મજિતસૂરીશ્વરજી મ.સા. પાસે દીક્ષા લેવા આવ્યા...ખૂબ આરાધક અને યોગ્ય જીવ પણ પ્રકૃતિમાં ક્રોધ ઘણો. તેમણે પૂ. ગુરુદેવને કહ્યું: દીક્ષા લઉં છું. ક્રોધને વશમાં રાખવા સમજીને પૂરો પ્રયત્ન કરીશ. પણ ક્રોધ એ મારી લાચારી કે નબળાઇ છે. તેને લક્ષ્યમાં લઇને મને ના ન પાડશો. પૂ. ગુરુદેવે તેમને ઉદારતા દાખવી દીક્ષા આપી અને તે દીક્ષીત મહાત્માએ ખરેખર કમાલ કરી ! આખી પ્રકૃતિ ફેરવી નાંખી ! ગૃહસ્થાવસ્થાના ક્રોધી શ્રાવક ખરેખરા ક્ષમાશ્રમણ બની ગયા ! આટલું આમૂલચૂલ પરિવર્તન હોવા છતાં નવા પરિચયમાં આવનારને પણ એટલું અનુમાન ચોક્કસ થાય કે આ મહાત્મા પહેલા ખૂબ ક્રોધી સ્વભાવના હશે ! જેમણે માત્ર શ્રમણ ગૌતમને જ જોયા છે કે જાણ્યા છે અને તેમનો પાસ્ટ-હીસ્ટ્રી જેમની જાણમા - ૧૮ Page #28 -------------------------------------------------------------------------- ________________ નથી તેવા કોઇને ઝાંખો અણસાર પણ આવે ખરો કે આ તાડમાંથી બનેલું નેતર છે ? નવા ભવમાં પણ પોત તો જૂનું જ હોય છે, ગૌતમનો ભવ એક જ, પોત બદલાઇ ગયું ! પ્રભુ વરની અચિંત્ય શક્તિ કે અચિંત્ય પ્રભાવનું સચોટ અને જીવતુંજાગતું સાક્ષીપત્ર એટલે શ્રમણ ગૌતમ ! મૂર્તિમંત અહંકાર મૂર્તિમંત વિનયમાં રૂપાંતરિત થાય એવું કોઇ ચિંતવી પણ શકે ? અને તે રીઅલમાં બન્યું જ ને ! જે પ્રભુ ક્રોધી ચંડકૌશિકને સમતાસાગર બનાવી શકે અને માની ઇન્દ્રભૂતિને વિનયમૂર્તિ બનાવી શકે તે પ્રભુ પાપીને પાવન કરે, કથીરને કંચન કરે, કિંકરને શંકર કરે અને ૮૪ લાખ યોનિમાં રઝળતાં રખડુને સિદ્ધશિલા ઉપર સદા માટે સ્થિર કરી દે તેવા પ્રભુના અચિંત્ય પ્રભાવમાં શ્રદ્ધા ધરવામાં હવે ક્યો અવરોધ નડે, ગૌતમને જાણ્યા પછી ? આપણે તો વાત કરવી છે ગૌતમની અણમોલ આધ્યાત્મિક લબ્ધિ સમા વિનયની. ઇન્દ્રભૂતિ બ્રાહ્મણનાં માથામાં માત્ર આત્મવિષયક શંકા જ નહોતી ભરાણી, રાઇ પણ ભરાયેલી હતી. પ્રભુએ સાચવીને શંકા કાઢી લીધી અને જે છિદ્ર પડ્યું તેમાંથી પેલી રાઇ પણ સરકી પડી. અહંકાર તૂટી પડ્યો. અહંકારી પંડિત તૂટી પડ્યો. અહંકાર ભરેલા હૈયામાં મોટું બાકોરું પડ્યું અને તે બાંકોરા વાટે પ્રભુ અંદર પ્રવેશી ગયા. ઓસ્કાર વાઇલ્ડ યાદ આવે. Howelse but abroken heartmay lord enter in. અને પછી તે આખું નિ:શલ્ય મસ્તક ઇન્દ્રભૂતિએ પ્રભુનાં ચરણે ધરી દીધું. તે ક્ષણે જ ઇન્દ્રભૂતિ ગૌતમનાં મનનું સ્ટરીલાઈજેશન થઇ ગયું. ઇચ્છારૂપી સંતાનોની પ્રસૂતિ તે મનમાંથી હવે સદા માટે સ્થગિત થઇ ગઇ ! સમર્પણની વેદિકામાં મનની આહુતિ અપાઇ ગઇ ! ગૌતમસ્વામીને મન:પર્યવજ્ઞાન હતું પણ મન ક્યાં હતું ? ગુરુના ઇંગિતને ગુરુની ઇચ્છા સમજે, ગુરુની ઇચ્છાને ગુરુની આજ્ઞા સમજે અને ગુરુની આજ્ઞાને પોતાનો પ્રાણ સમજે તે શિષ્યને ગૌતમનાં ગોત્રનો ગણી શકાય ! - ૧૯ Page #29 -------------------------------------------------------------------------- ________________ ગુરુમુખેથી પોતાનું નામ સાંભળતા રોમાંચિત થઇ જાય, હિતનાં વચનો મળતા જે ધન્ય ધન્ય બની જાય, શાસ્ત્રનાં રહસ્યો મળતા જે ન્યાલ થઇ જાય, આદેશના વચનો મળતા જે નતમસ્તકે રોમાંચિત થઇને પરમ અનુગ્રહ સ્વરૂપે તેને ઝીલે અને ઠપકો મળે ત્યારે ગુરુનાં હૃદયમાં પોતાની યોગ્યતા પ્રમાણિત છે તેમ સમજી નિગ્રહકૃપા રૂપે તે ઠપકાને સહર્ષ માથે ચડાવે તે શિષ્યને ગૌતમની નાતનો માની શકાય ! ગુરુની ઇચ્છાવિરુદ્ધ જે વર્તન તો ન કરે, ગુરુની ઇચ્છા કે આદેશ સામે દલીલબાજીમાં પણ ન ઉતરે, ગુર્વાશાના પ્રી-મોર્ટમ કે પોસ્ટમોર્ટમ જે ક્યારેય ન કરે. અરે ! ગુરુની ઇચ્છા વિરુદ્ધ જેને માનસિક વિકલ્પ પણ પેદા ન થાય તે શિષ્યને ગૌતમની પરંપરાનો ગણી શકાય ! વિનય અને સમર્પણની ભાષા છે. મારે શું કરવું તે ગુરુનાં કાર્યક્ષેત્રનો વિષય છે. ગુરુ ઇચ્છે તે જ કરવું તેટલું જ મારું કાર્યક્ષેત્ર. દેવેન્દ્રો અને નરેન્દ્રોથી વિભૂષિત વિશાળ પર્ષદાને દેશના અપવાનો આદેશ ગુરુ કરે કે પછી આનંદ શ્રાવકની ક્ષમા માંગવા જવાનો આદેશ કરે, ગૌતમ બંન્ને પ્રસંગે રોમાંચિત જ હોય...ગુરુની આજ્ઞાનું આરાધન મળ્યું ને ! ગૌતમના જીવન-પ્રસંગો ઉલેચો તો દરેક પ્રસંગમાં ગૌતમની મહાનતા ઉત્તરોત્તર ચડિયાતી લાગે ! જૂદા જૂદા પોઝના અને જૂદા જૂદા પ્રસંગે પાડેલા કોઇ એક જ વ્યક્તિના ફોટાનું આલ્બમ તમે જૂઓ તો તમે થોડી દ્વિધાઓ પછી પણ આખરે નક્કી તો કરી શકો કે આખા આલ્બમમાં તમારી દષ્ટિએ સૌથી સરસ ફોટો ક્યો? ગૌતમનું લાઇફ-આલ્બમ તમે ઉથલાવો, નક્કી નહીં કરી શકો કે ક્યા પ્રસંગમાં ગૌતમ સૌથી વધુ ઝળકે છે ! હું થોડું સાહસ કરું? આનંદ શ્રાવકનાં ઘરે પહોંચીને તેમનું મિચ્છામિ દુક્કડં દેતા ક્ષમાશ્રમણ ગૌતમ સૌથી વધુ ગ્રેટ લાગે છે ! તે કલ્પનાચિત્ર માનસપટ પર લાવું છું અને મોઢામાંથી ચીસની જેમ ઉદ્ગારો નીકળી પડે છે-ગૌતમ ધ ગ્રેટ ! ફીટીંગ અને મેચીંગનાં કલ્ચરમાં ઉછરેલા આપણે ! બૂટનું પગમાં ફીટીંગ બેસવું જોઇએ અને પેન્ટના કલર સાથે મેચીંગ પણ જામવું જોઇએ ! અને આ - ૨૦ Page #30 -------------------------------------------------------------------------- ________________ વલણ માત્ર પગના બૂટ સુધી જ મર્યાદિત ન રહેતાં પત્નીની હેબીટ કે પપ્પામમ્મીની પ્રકૃતિ સુધી તેનો વ્યાપ પહોંચે છે ત્યારે છૂટાછેડા અને ઘરડાઘરના અનર્થો સર્જાય છે. અને, આ જ માનસિક વલણ ગુરુની આજ્ઞા સુધી વિસ્તરે છે ત્યારે જમાલિ-ઘટના આકાર લે છે. ગુરુની આજ્ઞા મારા માનસિક બંધારણ સાથે ફીટ થવી જોઇએ-આવા દુરાગ્રહમાંથી દ્રોહ પરિણામે અને તેવી દ્રોહબુદ્ધિમાંથી જ કુલવાલક નીપજે છે. જમાલિ કે કુલવાલકના સામે છેડે છે ગૌતમ, જે ગુરુવદન મલયનિવૃતવચનરસચંદનસ્પર્શના આફ્લાદક આલાદને નિરંતર માણી રહ્યા છે. ગૌતમના અસ્તિત્વની આબોહવા જ કાંઇ જૂદી હતી ! ભગવતી સૂત્રનું શ્રવણ કરતા ગોયમાં શબ્દ કાને પડે કે તરત સંગ્રામસોની એક સોનામહોર પોતાની કોથળીમાંથી કાઢી પોથીનું પૂજન કરતા. પેથડમંત્રી માટે પણ સાંભળ્યું છે કે સપરિવાર શ્રી ભગવતી સૂત્રનું શ્રવણ કરવા બેસે...ગોયમા શબ્દ સાંભળતાની સાથે પોતે એક સોનામહોર, માતાજી અડધી અને પત્ની પા સોનામહોર મૂકતા. ભગવતી સૂત્ર પૂર્ણ થયું ત્યારે આ પરિવારે ૬૩ હજાર સોનામહોરથી શ્રુતભક્તિ કરી લીધી ! જે ગોયમા શબ્દ સાંભળતા સંગ્રામ સોનીને, પેથડમંત્રીને અને આપણને બધાને આટલી બધી ઉલટ થઇ આવે તે ગોયમાં સંબોધન પ્રભુમુખે સાંભળતા ગૌતમસ્વામીએ કેવી આનંદાનુભૂતિ કરી હશે ! તે આનંદને તે શે જીરવી શક્યા હશે ! આ ધન્યતમ ધન્યતાની રત્નપ્રસૂતા જનની એટલે વિનમ્રતા ! અષ્ટાપદનાં શિખરે ચડ્યા તેના કરતાં પ્રભુના હોઠે ચડ્યા તેમાં ગૌતમ કાંઇ ગણી વિશેષ ધન્યતા અનુભવતા હતા ! અષ્ટાપદ ચડાવનારી લબ્ધિ કરતાં પ્રભુનાં મુખે ચડાવનારી લબ્ધિ ગૌતમને માટે કાંઇ ગણી કિંમતી હતી ! આ લબ્ધિનું નામ હતું વિનય અને સમર્પણ ! અને, પેલી ભૌતિક લબ્ધિઓ પણ આ વિનયગુણનાં જ ફરજંદ હતાં ને ! ગૌતમસ્વામીનો વિનયગુણ સાધનાકક્ષાનો નહોતો, સિદ્ધકક્ષાનો હતો. ગૌતમ વિનય ગુણના સાધક નહોતા, તેમને વિનયગુણ સિદ્ધ હતો. કોઈ પણ ગુણ બે પ્રકારનો હોય-સાધના રૂ૫ ગુણ અને સિદ્ધગુણ. તમને ક્રોધ ખૂબ સતાવે - ૨૧ Page #31 -------------------------------------------------------------------------- ________________ છે અને તમારે ક્ષમાશીલ બનવું છે. તમે ક્ષમા ગુણની સાધના આરંભશો. ગમે તેવું ક્રોધનું નિમિત્ત મળે તો પણ મારે ક્ષમા જ રાખવી છે તેવું પહેલાં દ્રઢ પ્રણિધાન કરશો. તે પ્રણિધાનને વારંવાર યાદ કરશો. શક્ય તેટલી જાગૃતિ રાખશો. નિમિત્ત મળતા સંસ્કારવશ સહસા ક્રોધ થઇ જશે પણ પ્રણિધાન યાદ આવતા તરત સાવધાન થઇ જશો. ક્રોધના આવેગને રોકવા પ્રયત્ન કરશો. થોડા સફળ થશો, થોડા નિષ્ફળ થશો. નિષ્ફળતા બદલ પસ્તાવો કરશો. પ્રણિધાનને વધુ દ્રઢ કરશો. કદાચ ક્રોધ માટે દંડ નક્કી કરશો. ક્ષમાસાધક અને ક્રોધપ્રતિપક્ષી ભાવનાઓથી મનને ભાવિત કરશો. પ્રણિધાન-પ્રયાસ-જાગૃતિ-નિષ્ફળતા-પશ્ચાત્તાપ-ભાવનાયત્કિંચિત સફળતા વગેરે તબક્કાઓમાંથી વારંવાર પસાર થતા થતા છવટે થોડી ક્ષમા આત્મસાત થાય. આ ક્ષમા સાધનાની કક્ષાની. પણ જેને ક્રોધના પ્રબળ નિમિત્તમાં પણ ક્ષમા રાખવા માટે માનસિક સંઘર્ષ કરવો ન પડે, વાંચન-ચિંતનભાવનનાં આલંબનો લેવા ન પડે અને સહજ રીતે ક્ષમાનું આસેવન થઇ જાય તેને ક્ષમાગુણ સિદ્ધ થયેલો છે તેમ આપણે કહી શકીએ. જેવું ક્ષમા ગુણનું તેવું જ વિનયગુણનું. વિનયની અને સમર્પણની સાધના માટે અનાદિકાળના ઉચ્છંખલતાસ્વચ્છંદતા, મનસ્વીતા કે અહંકારના સંસ્કારોને તોડવા પડે. તે માટે દ્રઢ પ્રણિધાન કરી સાધક નક્કી કરેઃ મારે વડિલોની સામે બોલવાનું નથી, તેમનો વિનય જાળવવાનો છે, ઉચ્ચાસન, સમાસન, અંતરભાષા, ઉવરિભાષા, અપલાપ, આજ્ઞાઉત્થાપન વગેરે દોષો નિવારવાના છે. તેમની સેવા શુશ્રુષા કરવાની છે. તેમની આજ્ઞા, ઇચ્છા અને ઇંગિત મુજબ મારે વર્તવાનું છે. તેમના પ્રત્યે મનમાં સહેજ પણ દુર્ભાવ કે અભાવ ન થઇ જાય તેનું ધ્યાન રાખવાનું છે. તેમની આજ્ઞાનું પાલન કરવાનું છે અને તે પણ સહર્ષ કરવાનું છે. મનમાં બીજો વિકલ્પ પણ લાવવાનો નથી. આવું ઘણું ઘણું મનમાં નક્કી કરીને રાખે છતાં અલનાઓ થયા કરે. પસ્તાવો કરે, સુધારો કરે, પાછો પડે. તેમ કરતા કરતા ઉપચાર-વિનય પણ પરિપૂર્ણ આવતા વર્ષો વીતી જાય. અને હૃદયપ્રેમ બહુમાન તો ક્યારે સિદ્ધ થશે તેની તેને ચિંતા હોય. ગૌતમને વિનય અને સમર્પણ માટે આવી કોઇ સંઘર્ષયાત્રા કરવી પડી નહોતી. તેમને વિનય અને સમર્પણ સિદ્ધ હતા. તેમના વિનય કે સમર્પણ કષ્ટસાધ્ય નહોતા, - રર Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રયત્નસાધ્ય નહોતા, સ્મૃતિસાધ્ય પણ નહોતા, પરંતુ સહજસિદ્ધ હતા. નવાઇની વાત તો એ છે કે પ્રભુ ગૌતમે ઉપર જણાવ્યા તેવા કોઇ, સાધનાના તબક્કાઓમાંથી પસાર થયા વિના આ વિનય અને સમર્પણ સિદ્ધ કરેલા. અને, તેથી પણ વધારે નવાઇની વાત તો એ હતી કે તેમણે જિંદગીના ૫૦ વર્ષ સુધી અભિમાનની સાધના કરી અને છેલ્લે થઇ ગયો વિનયગુણ સિદ્ધ ! ગુણસિદ્ધિનું એક ગંભીર રહસ્ય અહીં પ્રગટ થાય છે. તમે ગુણસિદ્ધિ માટે સ્વકીય પુરુષાર્થ ગમે તેટલો જોરદાર કરો, પછડાટોય ખાવી પડે, વિલંબ પણ વેઠવો પડે, વૈર્ય પણ ટકાવવું પડે અને આ બધું કર્યા પછી પણ કેટલું નક્કર સંપાદિત કરો તે તો સવાલ જ બની રહે. પણ જો તમારી સાધનામાં ઇશાનુગ્રહનું બળ ભળી જાય તો સાધના ઝટ સિદ્ધિના અંતિમ પડાવે તમને પહોંચાડી દે. ગૌતમનો પુરુષાર્થ તો તદ્દન વિપરીત દિશાનો હતો, છતાં ઇશાનુગ્રહ મળી ગયો તો વિનયની પરાકાષ્ટાને હાંસલ કરી શક્યા. તમારે ક્ષમા સિદ્ધ કરવી હોય કે નમ્રતા; અનાસક્તિ સિદ્ધ કરવી હોય કે ઋજુતા; તપશ્ચર્યા સિદ્ધ કરવી હોય કે તિતિક્ષા; સંતોષ સિદ્ધ કરવો હોય કે ઉદારતા-તમે પ્રભુનાં ચરણોમાં પડીને અનુગ્રહની યાચના કરો. અનુગ્રહની ધારા શરૂ થતા જ તમારી સાધનામાં અચિન્હ વેગ પેદા થશે. વરસો થકી જે ઉપલબ્ધિ ન થઇ શકે, તે ક્ષણોમાં સંભવિત બનશે. - ક્યાંય મંદિરનું નિર્માણ થતું હોય ત્યાં જોયું હશે. પથ્થરની મોટી શિલાઓ શિખર કે ઘુમટ ઉપર ચડાવવા રપ-૫૦ મજૂરો ભેગા થઇને મથે. હોંકારા અને દેકારા સાથે પૂરું બળ અજમાવે અને આખા ઊંઘા પડી જાય, પરસેવે રેબઝેબ થઇ જાય ત્યારે પથ્થર એક ઇંચ આગળ ખસે. ઉપર શે પહોંચે અને ક્યારે પહોંચે ? અને એક ક્રેન આવી જાય તો કલાક બે કલાકમાં તો આવી ર૫-૫૦ તોતિંગ શિલાઓને રમત વાતમાં ઉપર ચડાવી મૂકે. સાધનાના ફીલ્ડની ક્રેન એટલે ઇશા નુગ્રહ ! સમ્યકત્વના ૬૭ બોલમાં વિનયનાં દસ સ્થાનો માટે પંચપ્રકારી વિનય પ્રરૂપિત કરવામાં આવ્યો છે. ભગતિ બાહ્ય પ્રતિપત્તિથી, હૃદય પ્રેમ બહુમાન Page #33 -------------------------------------------------------------------------- ________________ ગુણથતિ અવગુણ ઢાંકવાજી, આશાતનની હાણ. આ પાંચેય પ્રકારનો વિનય ગૌતમસ્વામીમાં મૂર્તિમંત થયેલો દેખાય ! બાહ્ય પ્રતિપત્તિમાં ગૌતમ કેવા ઝળહળે છે ! પ્રભુનાં ચરણોના પૂજારી ! માત્ર સમવસરણમાં જ પ્રભુની પાદપીઠ પાસે ગૌતમ નહોતા બેસતા, તેમનું સકલ અસ્તિત્વ પ્રભુનાં ચરણોમાં હતું. પર્ષદામાં પ્રભુને પ્રશ્ન પૂછતી વખતે સે કાંઠેણ ભંતે ! એવું વચ્ચઇ ? એવા શબ્દો દ્વારા ગૌતમના પ્રશ્નો કાને પડે ત્યારે પર્ષદામાં બેઠેલા સહુના કાન માધુર્યનો કેવો આસ્વાદ માણતા હશે ! અને પ્રભુનાં મુખેથી પ્રત્યુત્તર મળે ત્યારે સેવં ભંતે ! સેવ ભંતે ! કહીને ગૌતમ તે જવાબને માથે ચડાવે. આ ભાષા અને શૈલી વિનયની દુનિયાના છે. પ્રભુનાં વચન કે આજ્ઞા નતમસ્તકે બે હાથ જોડીને સાંભળે, સ્વીકારે અને પાળે. ગુરુજણમુહભણિય કયંજલિઉડેહિ સોઅર્વાનો સાક્ષાત્કાર ગૌતમસ્વામીમાં જોવા મળે. પ્રભુ નાનું-મોટું કોઇ પણ કામ ભળાવે, ગૌતમ સહર્ષ અને સસંભ્રમ તેને શિરસાવંદ્ય કરે. અપત્તિયં, પરંપત્તિયં કે આલાવે-સંલાવે જેવું વિણાય પરિહાણે ગૌતમ આચરી જ ન શકે. આ બાહ્ય-પ્રતિમત્તિ-વિનય ગૌતમમાં પ્રકર્ષની સીમાને પણ ઓળંગી ગયેલો દેખાય. બીજા પ્રકારના વિનયનું નામ છે-ગુરુ બહુમાન. હૃદયપ્રેમ બહુમાન ! તારકતત્વો પ્રત્યેની હાર્દિક પ્રીતિ મોક્ષ-સાંધક છે. પણ ગૌતમની આંતર પ્રીતિ એ હદે પહોંચેલી હતી કે તે તેમનાં કેવલજ્ઞાનમાં બાધક બની ! ઉપચાર-વિનય કદાચ વિનયરત્નની જેમ છેતરામણો નીવડી શકે ! બહુમાન વિનય જ વાસ્તવિક વિનય છે. ઉપચાર વિનય પણ બહુમાન વિનય લાવવા માટે છે. વિનયના ત્રીજા પ્રકારનું નામ છે-ગુણસ્તવના. ગુરુગુણસ્તવના તો ગૌતમ એવી કરતા કે તે સાંભળતા સાંભળતા ૫૦૦ તાપસોને કેવલ્ય પ્રગટ થઇ ગયું ! અને આવું તો બીજા પણ અનેકની બાબતમાં બન્યું ! સુણાતા શ્રવણે અને બોલતા મુખે અમી ઝરે તેવી અનુભવ-પ્રતીતિ પ્રભુના ગુણોની બાબતમાં ગૌતમસ્વામીને થતી. કોઇ પણ મળે, ગૌતમ પ્રભુના ગુણોની કથા માંડી દેતા. અતિપરિચયાતું અવજ્ઞા ગૌતમને ક્યાંથી હોય? કારણ કે પ્રભુ વીતરાગ હતા. પણ સામેની વ્યક્તિ Page #34 -------------------------------------------------------------------------- ________________ વીતરાગ હોવા છતાં પોતે છબસ્થ હોવાથી અવજ્ઞાદોષ સંભવી શકે. જમાલિએ અવજ્ઞા કરી જ ને ! પણ આ તો છબસ્થ ગૌતમ હતા. ૩૦-૩૦ વર્ષ લગી પ્રભુના અંતેવાસી રહ્યા અને પ્રભુના ગુણો માટે તે સદા વિસ્મિત હતા. આજીવન ગુરુના અંતેવાસી રહી શકાય પણ કાયમ ગુરુગુણો માટેનું વિસ્મય ટકાવી રાખવું તે ભારે કઠિન છે. ગુરુના અવગુણનું આચ્છાદન તે ચોથો વિનય. વીતરાગને અવગુણ જ નથી તેથી ઢાંકવાનો ઉદ્યમ નિરવકાશ હતો. અવગુણ ન હોવા છતાં અવગુણનો આક્ષેપ વીતરાગ કે સર્વજ્ઞ સામે પણ કરનારા કોઇ પાકે. જમાલિએ પ્રભુનાં વચનો સામે બળવો પોકાર્યો ત્યારે ગૌતમે પ્રભુનાં વચનની સત્યતા સચોટ પુરવાર કરીને જમાલિના પ્રતિપાદનને તેની સામે જ પોકળ પુરવાર કરેલું. પણ અભિનિવેશ જ હોય ત્યાં શું થાય ? પણ, ગુરુની પ્રતિષ્ઠા સામે ઢાલ બની ખૂબ ગંભીર પ્રકારનો આ વિનય દાખવવાની તક ગૌતમ ન ચૂક્યા. સિદ્ધહેમ બૃહદ્રવૃત્તિમાં છાત્ર શબ્દની અદ્ભુત વ્યુત્પત્તિ કરી છે. ગુરુના દોષોનું આછાદન કરવા માટે કે અપાયોથી ગુરુનું રક્ષણ કરવા માટે જે છત્રની જેમ વર્તે તેનું નામ છાત્ર. ગૌતમ ખરેખરા છાત્ર હતા. ગોશાળો પ્રભુ સામે ધમધમાટ કરતો આવી રહ્યો હતો ત્યારે પ્રભુએ આનંદ નામના મુનિ દ્વારા કહેવડાવવું પડ્યું. જાઓ, ગૌતમ આદિ મુનિઓને જણાવો કે ગોશાળો રોષથી કાંઇ પણ બોલે તોય પ્રતિકાર ન કરે. નહિંતર આ છાત્ર ઝાલ્યો રહે ? શિષ્ય સ્વયં તો ગુરુની આશાતના ન કરે, અન્ય કોઇ પણ દ્વારા થતી આશાતનાનું પણ સ્વયં નિવારણ કરે. આ છે પાંચમા નંબરનો વિનય. ખરી ધૃષ્ટતા કરી બેઠો હું ! કેરીમાં કેરીના ગુણો છે કે નહિ, તેનું વળી સંશોધન કરવાનું હોય ? ગૌતમસ્વામી મૂર્તિમંત વિનય હતા, તેમનામાં વિનયના પ્રકારની ઘટના કરવી એટલે વિનયને વિનયરૂપે સાબિત કરવાની બાલીશતા ! આપણા સહુની દૃષ્ટિમાં ગૌતમસ્વામીની આંતરિક હાઇટ મોટા મેરુ જેટલી દેખાય પણ ગૌતમની મેઝરટેપમાં તેમની પોતાની ઊંચાઇનો આંક શૂન્ય સેન્ટીમીટર Page #35 -------------------------------------------------------------------------- ________________ આવતો હતો અને એટલે જ ગૌતમનો વિનય આકાશને આંબતો હતો ! ગૌતમસ્વામી પાસે શ્રીમંતાઇ હતી, શૂન્યની ! ગૌતમનું સમર્પણ કે વિનમ્રતા કેટકેટલી વાર કસોટિની એરણ પર ચડ્યા છે ! મહાશતક શ્રાવકને પત્નીની ક્ષમા માંગવાનો સંદેશ પ્રભુએ મોકલાવ્યો ત્યારે ટપાલી ગૌતમને બનાવ્યા. કાંઇક વધામણીના સમાચાર લઇને જવાનું હોય તો દોડતા જવાનું મન થાય. આ તો ભૂલ બતાવવા જવાનું હતું ! પણ આ તો ગૌતમ ! પ્રભુના ટપાલી બનવા માત્રથી જ તે કૃતાર્થ હતા. નૂતન દીક્ષિત શિષ્ય પ્રભુને વંદન કર્યા વિના કેવળીની પર્ષદામાં બેસવા જાય ત્યારે ગૌતમ તેમને ટકોર કરે અને પ્રભુ ત્યારે ગૌતમને શિક્ષા આપે. ગૌતમ, કેવલી ભગવંતની આશાતના ન કરો. આવું થતું હશે ત્યારે ગૌતમ હરખાતા હશે કે શરમાતા હશે ? આ ઇવરનું રી-કેપ પ્રભુ વીરનાં સમવસરણમાં વારંવાર થયું. જેમની ઉપાસના કે આશીર્વાદથી મુનિઓને કેવલજ્ઞાન મળ્યું તેમને જ ભરસભામાં ટોકવામાં આવે-તું તેમની આશાતના ન કર ! ગૌતમનાં સમર્પણ અને અહોભાવની આવી કેંક કેટલીય વાર અગ્નિપરીક્ષાઓ થઇ. પણ, આ તો જાતિવંત સુવર્ણ ! વધુ ને વધુ ઝળકતું જ ગયું. જીવન-દર્શન કરીએ તો મહાન અપ્રમત્ત યોગી તરીકે ગૌતમ આપણી સમક્ષ ઉભરી આવે તે છતાં એક ક્વોટેશન સમવસરણમાં પ્રભુમુખેથી વારંવાર બ્રોડકાસ્ટ થયું છે. સમય ગોયમ ! મા પમાયએ. ગૌતમનો પ્રભુ પરનો તીવ્ર રાગ તેમની કક્ષામાં-એક બાધક પ્રમાદ હતો. તેથી પ્રભુનો ઇશારો આ સૂક્ષ્મ પ્રમાદ ભણી હશે ! અથવા ગૌતમ જેવા સુપાત્ર શિષ્યનાં માધ્યમથી પ્રભુએ આપણા જેવા પામરોને ટકોર કરી ! પણ ગૌતમનાં સ્થાને આપણે હોઇએ તો આવી વારંવારની ટકોરને આપણે જીરવી શકીએ ખરા ? ગુરુ એકની એક ટકોર વારંવાર કરે અને વળી આપણને Page #36 -------------------------------------------------------------------------- ________________ આપણી તુચ્છ બુદ્ધિમાં લાગતું હોય કે આ વગર જરૂરની ટકોર છે, હું તો સુવ્યવસ્થિત છું. તે વખતે મનમાં જે વિકલ્પોની વણઝાર ઊઠે તેની સાયકોફિલ્મ ઉતરે તો ! પણ, આ તો ગૌતમ ! તે તો આમાં પ્રભુની નીતરતી કરુણાનો ભીનો ભીનો સ્પર્શ અનુભવીને જ કૃતાર્થ બને છે. - નિર્વાણ વખતની ઘટનાને નજર સામે લાવો. બે જણાની અંગત વાત ચાલતી હતી ત્યારે ત્રીજો કોઇ આવીને ત્યાં બેસી ગયો. તેને બિચારાને ખબર નથી કે તે બે જણાની અંગત વાતમાં હું વિક્ષેપક બન્યો છું. વાતની ધારાને અખંડિત રાખવા પેલા બે જણે આ નવા આગંતુકને કોઇ બહાનું કાઢીને ત્યાંથી ફૂટાડ્યો. પેલો ચકોર હતો એટલે બધું સમજી ગયો. તેને કેવું માઠું લાગે ! નિર્વાણસુંદરીને ભેટવાની ક્ષણે દેવશર્માના પ્રતિબોધનું બહાનું કાઢીને પ્રભુએ ગૌતમને ત્યાંથી ફૂટાડ્યા તે ગૌતમ નહિ સમજ્યા હોય ! બીજા કોઇને પ્રભુએ દૂર ન કર્યા, માત્ર મને જ દૂર કેમ કર્યો ? તેવો વિકલ્પ પણ ગૌતમપ્રભુને મનમાં ન ઊઠયો. આવું વિચારું છું ત્યારે દયાદ્ધ દૃષ્ટિથી મારી સામે જોઇને ગૌતમસ્વામી મને કહી રહ્યા છે. પ્રભુના આદેશનું પાલન કરવા મળે તેનાથી જ હું ધન્ય. ગુર્વાણાના પોસ્ટ મોર્ટમ કે પ્રીમોર્ટમ કરવાનું ક્યારેય શીખીશ નહિ. વિનય, વૈયાવચ્ચ, ગુણાનુરાગ, પ્રમોદભાવ વગેરે ગુણો ક્યારેક ગુણાભાસ પણ હોય તેવું બને. જે પોતાને પ્રિય છે તેમના જ વિનય અને ભક્તિ ગમે, બીજાના ન ગમે. તેમના જ ગુણોની પ્રશંસા ફાવે, બીજાના ગુણોની પ્રશંસા ન રુચે. ત્યારે તે પૂજા અને કીર્તન ગુણવાનના ન થયા, પાત્રના ન થયા. પણ અહં અને મમના જ થયા. ગૌતમનો વિનય માત્ર પ્રભુકેન્દ્રીત નહોતો, સર્વવ્યાપી હતો. સર્વ સુપાત્રોમાં ગૌતમનો વિનય પથરાયેલો હતો. એકદા શ્રાવસ્તિ નગરીના કોષ્ટક નામનાં ઉદ્યાનમાં ગૌતમસ્વામી પધારેલા હતા. તે વખતે તે જ નગરીના હિંદુક ઉદ્યાનમાં પાર્થસંતાનીય શ્રીકેશી ગણધર પધારેલા હતા. નગરીમાં ગોચરીએ ફરતા બન્નેના શિષ્યોને પરસ્પરનો સામાચારી-ભેદ નિહાળી શંકા થઇ. બન્નેનો મોક્ષમાર્ગ છે, તો આ ભેદ શા માટે ? શિષ્યોની આ શંકાના નિરાકરણ કાજે ગૌતમસ્વામી અને કેશી ગણધર વચ્ચે Page #37 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનગોષ્ઠિ થઇ. ત્યારે પ્રભુ વીરના પ્રથમ ગણધર હોવા છતાં પાર્શ્વપરંપરાના આ એક આચાર્ય ભગવંત પાસે વિનયપૂર્વક પોતે સામે ચાલીને ગયા. અને, કેશી ગણધરે પણ તેમનું ખૂબ ઓચિત્ય દાખવ્યું. ગૌતમનો વિનય સહજતાથી સુપાત્ર ભણી ઢળી પડે છે. કેશી ગણધર શિષ્યોની શંકાઓ રજૂ કરે છે અને ગૌતમસ્વામી તે દરેક સંશયનું યથાર્થ નિરાકરણ કરે છે. આ આખો પ્રબંધ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩મા અધ્યયનમાં અદ્ભુત રીતે આલેખાયો છે. એક એક શંકાનું નિરાકરણ પામીને કેશી ગણધર ગૌતમ સ્વામીની અદ્ભુત ઉપબૃહણા કરે છે. साहु गोअम ! पण्णा ते, छिन्नो मे संसओ इमो । ગૌતમ ! તમારી પ્રજ્ઞાનો આભાર. મારા સંશયનું તમે સરસ નિરાકરણ કર્યું. ગૌતમસ્વામી પેલા સ્કંદક તાપસને આવકારવા કેવા દોડી ગયા હતા ! તેમની આ સહજસિદ્ધ વિનમ્રતાને કારણે તેમનું વ્યક્તિત્વ વધુ મોહક અને ચાહનાપાત્ર બન્યું હતું. જોતાવેંત વહાલપ ઉભરી આવે. પોલાસપુરનો બાળ અઈમુત્તો ગોઠિયાઓ સાથે રમતો હતો. ગોચરીએ નીકળેલા ગૌતમને નિહાળી તેને હેત ઉભરાઈ આવ્યું. રમવાનું મૂકી ગૌતમસ્વામી સાથે ગોઠડી કરવા દોડી ગયો. કોઇને પણ આકર્ષિત અને આવર્જિત કરી દે તેવું ચુંબકીય બળ ગૌતમમાં હતું. વિનમ્રતા, સૌહાર્દ અને સર્વ પ્રત્યેનાં જીવંત અને ધબકતા શુભ સંવેદનો એ જ કદાચ ગૌતમનો મેગ્નેટીક પાવર હતો. આ ગુણોને કારણે જ ગૌતમનાં વ્યક્તિત્વમાં અજબગજબની મોહકતા અવતરિત થઇ હતી ! ક્ષણવાર દેવશર્મા બ્રાહ્મણના વિચારે ચડી ગયો. તેની ઇર્ષા કરવી કે દયા? અંબડ પરિવ્રાજક સાથે પ્રભુ સુલતાને ધર્મલાભ કહેવડાવે તે સુલસા આપણને બડભાગી લાગે તો પ્રભુ વીર જેને પમાડવા આવડા મોટા ગોતમ ગણધરને સામેથી ખાસ મોકલે તે દેવશર્મા તો કેવો મોટો બડભાગી ! પણ, ગૌતમને પ્રભુનો અંતિમ સમયે વિરહ થવામાં નિમિત્ત બનવાનું કાળું કલક તેનાં લમણે લખાઈ ગયું. - ૨૮ Page #38 -------------------------------------------------------------------------- ________________ અને, ગુણીયાજીમાં ગૌતમને પ્રભુ વીરનું નિર્વાણ નીપજ્યાના સમાચાર મળ્યા. ગૌતમ રડ્યા...ખૂબ રડ્યા...બાળકની જેમ રડ્યા...અને બાળક રડે ત્યારે કાંઇક તો મળે જ. ગૌતમને કેવળજ્ઞાન મળ્યું. ગૌતમ સાથે ઘનિષ્ઠ આત્મીયતા સધાઇ હોય તેવી તીવ્ર પ્રતીતિ અનુભવાય છે. તેથી ક્યારેક આમન્યાના બંધનો વિસારે પડે છે. ગૌતમને આ પ્રસંગે ચીડવવાનું મન થઇ જાય છે. સ્વામી ! નાના બાળકના હાથમાંથી કોઇ સોનાની વીંટી પડાવી લે ત્યારે બાળક ખૂબ રડે. પણ પેલો આદમી તે બાળકના હાથમાં ચોકલેટ પકડાવી દે એટલે બાળક શાન્ત. તમેય સાવ બાળક જેવા નીવડ્યા ! પ્રભુ વીરનો વિયોગ થયો એટલે જાણે સોનાનું રત્નજડિત કડું જ ઝૂંટવાઇ ગયું આપનું ! અને, આપ કેવા રડવા બેસી ગયેલા ! પણ, કેવલજ્ઞાનની ચોકલેટ હાથમાં આવી એટલે બેંકડો બંધ ! બસ ! ચોકલેટમાં ફોસલાઇ ગયા ? પ્રભુ વીરના વિરહને તમે છેવટે ખમી લીધો ? મેં ડહાપણ ડહોળ્યું. આખરે રડીને જ મેળવ્યું તો પ્રભુ હતા ત્યારે પ્રભુ પાસેથી જ રડીને કેવલજ્ઞાન મેળવી લેવું હતું ને ? આટલું મોડું કેમ કર્યું? ગૌતમ એટલું જ બોલ્યા: ત્યારે મારી પાસે કેવલજ્ઞાન ભલે નહોતું પણ કેવલજ્ઞાની પ્રભુ તો હતા. રડવાની ક્યાં જરૂર હતી ? વીતરાગની દુનિયાથી આપણે તો સાવ અજાણ...તેથી, તે અજ્ઞતાની રુએ વિનયમૂર્તિ ગૌતમની ચિંતા થાય કે અત્યારે સિદ્ધશિલા ઉપર તે શે રહી શકતા હશે ! લોકની જે ટોચે પ્રભુ વિર બિરાજમાન છે તે ટોચે જ ગૌતમ બિરાજે છે. બંન્નેનાં આત્મદ્રવ્યની ટોચ સમાન સપાટીએ. ટોચકક્ષાના વિનયને અહીં આચરીને નિર્વાણ પામેલા ગૌતમ ત્યાં પ્રભુ વીર સાથે સમાસને કેવી રીતે બિરાજી શકતા હશે ! Page #39 -------------------------------------------------------------------------- ________________ દેહાલય સંઘયણ : વજ8ષભનારાયા સંસ્થાન : સમચતુરસ્ત્ર ઊંચાઇ : ૭ હાથ વર્ણ : કંચન ચમત્કૃતિ જિહાં જિહાં દીજે દીકખ, તિહાં તિહાં કેવળ ઉપજે એ આપ કન્ડે અણહુંત, ગોયમ દીજે દાન ઇમ શ્રી ગૌતમસ્વામી રાસ વિનયપ્રભ મહારાજ હે ગૌતમ પ્રભુ ! આપની પાસે જે નહોતું તેવા કૈવલ્યનું પણ આપે ૫૦ હજારને Elત કર્યું, અમારી પાસે જે હોય તેનું દાન કરવાનું સામર્થ્ય પણ અમારામાં ક્યારે પ્રગટશે ? Page #40 -------------------------------------------------------------------------- ________________ > કૈવલ્યસિદ્ધ હસ્ત - ચિકિત્સાક્ષેત્રે આજે દુનિયામાં સેંકડો થેરપિ અસ્તિત્વ ધરાવે છે. જગજૂની આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ રોગનો આમૂલ નાશ કરવા માટે સુપ્રસિદ્ધ છે. તો તત્કાલ રાહતનો એલોપેથીનો દાવો છે. રોગનું મૂળ દરદીનાં મનમાંથી પકડીને ચિકિત્સા કરવા મથે છે હોમિયોપેથિ. એક્યુપંકચર થેરપિ, રેકી થેરપિ, કલર થેરપિ, મેગ્નેટ થેરપિ, શિવામ્બુ થેરપિ, ગોમૂત્ર થેરપિ વગેરે પારાવાર થેરપિના ટેકેદારો કેન્સર અને એઇટ્સ સુધીના રોગોની સફળ ચિકિત્સાના દાવેદારો તરીકે આપણને જોવા મળશે. અને તે તે દાવાને પડકારનારા પણ ઘણાં મળશે. આ બધી થેરપિ કરતાં સૌથી વધુ અસરકારક અને સો ટકા સફળતાની ગેરન્ટીવાળી કેટલીક અજબગજબની થેરપિની અહીં વાત કરવી છે. આંગળીનો સ્પર્શ થવા માત્રથી થઈ સ્ટેજનું કેન્સર પણ ક્ષણવારમાં ગાયબ થઇ જાય તેવી ફીન્ગર ટચ થેરપિ એટલે આમૌષધિ લબ્ધિ. અને, મળ કે મૂત્રના સ્પર્શ માત્રથી રોગ નિમૂલ થાય તેવી સ્કુલથેરપિ કે યુરિન-થેરપિ એટલે વિપ્રૌષધિ લબ્ધિ. નાકનું શ્લેષ્મ અકસીર ઇન્ટમેન્ટ બનીને તમારા દરદને દૂર કરે તે લબ્ધિનું નામ છે ખેલોષધિ લબ્ધિ અને શરીરનો મેલ ઘસવાથી રોગ મટે તે મલ્લષધિ લબ્ધિ. કોઇ માણસ નાક કે આંખથી સાંભળી શકે છે તેવું તમારી જાણમાં આવે તો તમે કેવું આશ્ચર્ય અનુભવો ! સંભિન્નશ્રોતલબ્ધિ જેની પાસે હોય તેને માટે આ બાબત સહજ છે. મુંબઇમાં બેઠા બેઠા કોઇ વ્યક્તિ ટી.વી. કે ઇન્ટરનેટ જેવા આધુનિક સાધનોની મદદ વિના વોશિંગ્ટનનાં વ્હાઇટ હાઉસમાં શું બની રહ્યું છે Page #41 -------------------------------------------------------------------------- ________________ તે જાણી શકે ખરો ? હા, અવધિજ્ઞાન તેની પાસે હોય તો જરૂર જાણી શકે. બીજાનાં મનના વિચારોને જાણી શકાય એવા સાયકો-કેમેરાનું નામ છે- મન: પર્યવજ્ઞાન. કોઇ મુખથી શબ્દો બોલે અને તમે આમ્રરસનો આસ્વાદ અનુભવો અને આદ્રા નક્ષત્ર બેસી ગયું હોય તો પણ આ આસ્વાદાનુભૂતિમાં તમને અભક્ષ્ય-ભક્ષણનો દોષ ન લાગે-તે અમૃત-સવ લબ્ધિ. કોઇ મહાગ્રન્થના માત્ર એક શબ્દ ઉપરથી આખો ગ્રન્થ કડકડાટ બોલી શકવાની શક્તિનું નામ છે પદાનુસારી લબ્ધિ. મુખમાંથી કોઇ ફૂંક મારે અને તે ફૂંકમાંથી અગનજવાળા નીકળીને સામે રહેલી વસ્તુને ભસ્મીભૂત કરી નાંખે તેવું બને ખરું? હા, તેજલેશ્યાની લબ્ધિવાળા યોગી આવો ચમત્કાર સર્જી શકે. પાંચ રોટલીના પીંડામાંથી ૫૦૦ માણસનો જમણવાર થઇ શકે ખરો ? અફીણમહાનલબ્ધિધારી જરૂર આ વિસ્મય સર્જી શકે. આ સઘળા ચમત્કારો માત્ર કલ્પનાનો વિષય નથી. લબ્ધિસંપન્ન યોગીશ્વર તે ચમત્કારની ઘટનાને વાસ્તવિકતાની ધરતી ઉપર ઉતારવા સક્ષમ હોય છે. આજે વિજ્ઞાનની ચમત્કૃતિઓથી સહુ વાકેફ છે. કોમ્યુટર, નેટ અને રોબોટના ચમત્કારોથી કોણ અજાણ છે ? વિજ્ઞાનના આ ચમત્કારોનું સર્જન પ્રયોગમાંથી થયું છે. ઉપરોક્ત લબ્ધિઓના ચમત્કારોનું સર્જન યોગમાંથી થાય છે. વિજ્ઞાનના ચમત્કારો જડના ચમત્કારો છે. આ લબ્ધિના ચમત્કારો એ ચૈતન્યના ચમત્કારો છે. વિજ્ઞાનના ચમત્કારો આવિષ્કારમાંથી ઊભા થયેલા છે. લબ્ધિના ચમત્કારો નમસ્કારમાંથી ઊભા થયેલા છે. ચમત્કાર ત્યાં નમસ્કાર-એ ચમત્કારના પ્રભાવનું સૂત્ર છે. પણ, નમસ્કાર ત્યાં ચમત્કાર એ ચમત્કારના પ્રાદુર્ભાવનું સૂત્ર છે. સ્વર્ય નમસ્કારનો પર્યાય બનેલા ગૌતમ સ્વામી પાસે આવી અઢળક લબ્ધિઓનો ખજાનો હતો. આમાંની એકાદ લબ્ધિ કોઇની પાસે આવી જાય તો કતારો લાગે તેનાં ગૃહાંગણે ! ચમત્કારોના પ્રયોગો યોજાય અને લાખોની મેદની ઉમટે તે પ્રયોગો જોવા ! ગૌતમ ચમત્કારી બાબા હતા પણ અલગારી બાબા હતા. તેથી લબ્ધિઓનો ખજાનો પાસે હોવા છતાં તે ખજાનો પ્રાયઃ તેમણે ખોલ્યો જ નહિ. સમગ્ર જીવન કાળમાં માત્ર બે વાર જે તેમણે લબ્ધિપ્રયોગ કર્યો ! Page #42 -------------------------------------------------------------------------- ________________ મુખ્ય અઠ્ઠાવીસ લબ્ધિઓ, પણ ભેદ-પ્રભેદ ગણો તો અઢળક લબ્ધિ ગણાય. લબ્ધિ અઢળક પણ લબ્ધિનો પ્રયોગ માત્ર બે જ વાર ! ગૌતમને કંજૂસ કહેવા કે કરકસરીયા ! પૈસાને ધન માને તેને કંજૂસાઇ, કરકસર, ઉદારતા કે ઉડાઉપણાના વલણ હોય. પરંતુ અકિંચનને તમે કરકસરીયો પણ કેવી રીતે કહો અને કંજૂસ પણ કેવી રીતે કહો? ગૌતમ લબ્ધિવંત હતા પણ નિસ્પૃહ હતા. તે તો માનતો હતો કે વિનયાદિ આધ્યાત્મિક લબ્ધિઓનું ધાન્ય વાવ્યું તેની સાથે આ ભૌતિક લબ્ધિઓનું ઘાસ સ્વયં ઉગી નીકળ્યું છે. હા, ઘાસ જોઇને પશુ હરખાય ! ગૌતમની ભૌતિક લબ્ધિઓનાં વર્ણનો સાંભળીને હું મુગ્ધ બનેલો હતો. મને બીક પેઠી, હું જનાવર તો નહીં ? માથે હાથ અડાડ્યો તો મૂઢતાનું શીંગડું ઉગેલું હતું ! અહીં નોંધવું ઘટે કે સૂર્ય કિરણોનાં આલંબનથી અષ્ટાપદતીર્થની યાત્રા અને અંગુષ્ઠ લબ્ધિથી દીક્ષિત તાપસોને ક્ષીરદાન આ બન્ને લબ્ધિપ્રયોગ ગૌતમ પ્રભુએ અષ્ટાપદ ઉપર જ પ્રયોજ્યા હતા. ધન્ય અષ્ટાપદ ! સાલ-મહાસાલ વગેરે મુનિઓની સાથે તેમના ભાણેજ ગાંગલિ વગેરેને દીક્ષા પ્રદાન કરીને ગૌતમ આવી રહ્યા હતા અને માર્ગમાં તે બધા આત્માઓને કેવળજ્ઞાન થઇ ગયું ! સમવસરણમાં પ્રભુને વંદન કર્યા વિના કેવલીની પર્ષદામાં બેસવા જતા આ મુનિઓને ગૌતમે અટકાવ્યા ત્યારે પ્રભુએ ટકોર કરીઃ ગૌતમ, કેવલીની આશાતના ન કરો. હેબતાઇ ગયા ગૌતમ. ભગવંતે મને ભરસભામાં કેમ ટોક્યો? તેનો આ આઘાત નહોતો. પ્રભુનાં મુખમાંથી નીકળતું પ્રત્યેક વચન જેમને મન અમૃતરસથી જરાય ઉતરતું નહોતું તે ગૌતમ તો પ્રભુની આ ટકોરને અમૃતપાનની એક દિવ્યાનુભૂતિનો અવસર જ સમજે ! તો, આ મુનિઓ કેવલી બનીને ખાટી ગયા તેની ગૌતમનાં પેટમાં કોઇ બળતરા પણ નહોતી. મૃતિમંત પ્રમોદભાવ સમા આ ગણધરને તો પ્રમોદ ભાવનાની પાવન સરિતામાં ઝીલવાનો એક વધુ અવસર મળ્યો. પણ, ગૌતમે બેચેન બન્યા. અવૃતિ થઇ. જેને દીક્ષા આપું તેને આ કેવલસુંદરી વરમાળા પહેરાવે છે, મારો વારો ક્યારે આવશે ? ગૌતમસ્વામીની ગેરહાજરીમાં સમવસરણમાં પ્રભુમુખે ગવાયેલો અષ્ટાપદ - ૩૩ Page #43 -------------------------------------------------------------------------- ________________ તીર્થનો મહિમા દેવોનાં મુખે ગૌતમ સાંભળે છે : સ્વલબ્ધિથી જે અષ્ટાપદની યાત્રા કરે છે તે જ ભવમાં કેવલજ્ઞાન પામે. શત્રુંજયની સ્પર્શના કરનાર અવશ્ય ભવ્ય હોય તેવો શત્રુંજયનો મહિમા સાંભળ્યા પછી ભવ્યત્વનો થપ્પો લગાવવાની તત્પરતા કોને ન હોય ? સ્વલબ્ધિથી અષ્ટાપદની યાત્રા કરનાર ચરમશરીરી હોય આવો અષ્ટાપદનો મહિમા સાંભળ્યા પછી લબ્ધિધારી ગૌતમસ્વામીને તે જ ભવમાં સિદ્ધિનો થપ્પો લગાવવાની ચટપટી થઈ. ચટપટી થાય જ ને ! વતનમાંથી સગાવહાલાસ્વજનોને હાથ પકડીને તમે મુંબઇ લઇ આવ્યા, તેમને મુંબઇમાં તમે જ ટેકો આપ્યો અને જોત-જોતામાં તમારી નજર સામે તે બધા કરોડપતિ થઇ ગયા અને તમે ઠેરના ઠેર રહી ગયા. તડપન તો થાય ને ! હું કરોડપતિ ક્યારે થઇશ ? ગૌતમની અષ્ટાપદયાત્રા એતિહાસિક અને અમર બની રહી. ગૌતમ જંઘાચારણ લબ્ધિથી સૂર્યકિરણોનું આલંબન લઇને સડસડાટ અષ્ટાપદ ચડી ગયા. ભરત મહારાજાએ નિર્મિત કરેલા ૨૪ પ્રભુનાં રત્નમય બિબોનાં દર્શન વંદન કરી ગૌતમ પુલકિત બન્યા. ગૌતમે મહાપ્રભાવશાળી જગચિંતામણિ ચૈત્યવંદનની ત્યાં રચના કરી. ગૌતમરચિત એ જગચિંતામણિ ચૈત્યવંદન બોલતી વખતે ક્યારેક ગૌતમસ્પર્શનાં મધુર સ્પંદનો અનુભવાય છે અને ત્યારે રોમરાજિ વિકસ્વર બને છે ! એ મંત્રસ્વરૂપ શબ્દો બોલતી વખતે પ્રભુ ગૌતમે તે શબ્દોમાં ભરેલા ભાવશુદ્ધિના દારૂગોળાના ક્યારેક માઇલ્ડ તો ક્યારેક પ્રચંડ વિસ્ફોટ થતા પણ અનુભવાય છે. અને તે વિસ્ફોટો વખતે કર્મો અને કષાય-પરિણતિનો ઘણો કચ્ચરઘાણ પણ નીકળતા અનુભવ્યો છે ! ગૌતમસ્વામી ફેવરીટ છે માટે સર્વ ચૈત્યવંદનોમાં જગચિંતામણિ પણ મને ખૂબ ફેવરિટ છે ! તિર્યકર્જુભક દેવને પ્રતિબદ્ધ કરવા પુંડરિક-કંડરિક અધ્યયનની દેશના આપી. તે અધ્યયનનો તે દેવે ૫૦૦ વાર સ્વાધ્યાય કર્યો. બીજા ભવમાં તે દેવ પારણાશાની વજસ્વામી બન્યા. ગૌતમસ્વામી પ્રત્યેના નમસ્કારપૂર્ણ કૃતજ્ઞભાવ સાથે પુંડરિક-કંડરિકની કથાનું જે ૫૦૦ વાર પારાયણ કરે તેને અતિવિશિષ્ટ કક્ષાનો મોહનીય અને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય તેવી શ્રદ્ધાએ દિલમાં અડીંગો -- – - ૩૪ Page #44 -------------------------------------------------------------------------- ________________ જમાવી દીધો છે ! અને આ ગૌતમની તો વાત જ ન્યારી. ગયા હતા પોતાના કેવલજ્ઞાનની ખાતરી કરવા અને ૧૫૦૦ તાપસોને કેવલજ્ઞાન દઇને લાવ્યા ! સ્થૂલકાય ગૌતમને સૂર્યકિરણોનાં આલંબનથી અષ્ટાપદ ચડતા જોઇને મુગ્ધ બનેલા ૧૫૦૦ તાપસો તેમની નીચે ઉતરવાની રાહ જ જોતા હતા. આવો પ્રભાવ નિહાળી કોણ અંજાઇ ન જાય ! જેવા ગૌતમસ્વામી નીચે પધાર્યા એટલે તરત આ ૧૫૦૦ તાપસોએ તેમનાં ચરણ પકડી લીધા. તે સહુ તેમના શિષ્ય બની ગયા. હવે તેમની સરભરાની જવાબદારી ગૌતમનાં શિરે આવી. તપસ્વી હતા, પારણું કરાવવાનું હતું. કોઇના ઘરે જઇ ગૌતમ ભિક્ષા લઈ આવ્યા ખીરની ! પણ, ખોબો ખીરમાં આ ગૌતમ ૧૫૦૦નાં પારણાં કેમ કરાવશે ? ચમચી-ચમચી પણ ભાગમાં નહિ આવે ! આપણને ડર લાગે કે આ દીક્ષિત તાપસો ગૌતમસ્વામી ઉપર વિફરી તો નહિ જાય ને ! ગૌતમે બેસાડી દીધા બધાને અને ક્ષીરપાત્રમાં અંગૂઠો રાખીને દેતા ગયા. તાપસો વાપરતા ગયા પણ ખીર ન ખૂટી ! મને યાદ આવી ગયું એક બજારું પણું. તેનું નામ છે થમ્સ અપ. પણ, ગૌતમે પાત્રમાં ઊંધો અંગૂઠો રાખીને ૧૫૦૦ તાપસોને પીવડાવેલું તે આ પવિત્ર પીણું એટલે થમ્સડાઉન ! આ થમ્સ-ડાઉનનું પાન કરીને ૧૫૦૦ તાપસો અપ થઇ ગયા. ૫૦૦ નૂતન દીક્ષિત મુનિઓને તો ખીર આરોગતા આરોગતા તત્કાલ કેવલજ્ઞાન થઇ ગયું. કોણ જાણે ગૌતમે આ ખીરમાં તેમને શું ખવડાવી દીધું કે ખાતાવેંત તેમના આત્મામાં અનાદિકાળથી સાથે જ રહેનારા ચાર-ચાર ઘાતિશત્રુના રામ રમી ગયા ! ખરને પરમાત્ર કહેવાનો રિવાજ ત્યારથી શરૂ થયો હશે ? ગૌતમના એ લબ્ધિવંત અંગૂઠાનું ધ્યાન ધરવાનું મન થાય. આપણે તો અંગૂઠાનો ઉપયોગ કાયમ બીજાને ડીંગો બતાવવા માટે કરતા રહ્યા અને ગૌતમે અંગૂઠાથી બીજાને માલંમાલ કરી દીધા ! જે ગૃહસ્થનાં ઘરેથી ગૌતમ ખોબો ખીર વહોરી લાવ્યા હશે તે ગૃહસ્થ કેવા ભાગ્યશાળી ! ખીર વહોરાવતી વખતે તેમને કલ્પનાય નહિ હોય કે આ ખીર ઉપર Page #45 -------------------------------------------------------------------------- ________________ અક્ષણ મહાનસ લબ્ધિનો પ્રયોગ થવાનો છે અને તે ખીર વાપરતા ૫૦૦ સાધુને એવા રેચ લાગી જવાના છે કે અનાદિના ઘાતિમળની શુદ્ધિ થઇ જશે ! ઇન્દ્રિયોના વિષયો વિષભૂમિકા ભજવીને જીવના ગુણોનો સતત ઘાત કરતા આવ્યા છે. પણ ગૌતમ પ્રભુએ તો ઇન્દ્રિયોના વિષયો પીરસીને કૈક જીવોનું કલ્યાણ કર્યું ! ૫૦૦ તાપસીને ખીરનો રસાસ્વાદ કરાવ્યો અને ક્ષીરપાન કરતા કરતા એ ૫૦૦ તાપસી કેવલજ્ઞાન પામી ગયા ! પ્રભુનાં સમવસરણનું ઐશ્વર્ય અને પ્રભુનાં મોહક રૂપનું દર્શન કરાવ્યું ત્યારે ચક્ષુરિન્દ્રિયનો એ સર્વોત્તમ વિષય નીરખતા નીરખતા ૫૦૦ તાપસી કેવલજ્ઞાન પામી ગયા ! પ્રભુવીરની કર્ણમધુર દેશના સંભળાવી અને ૫૦૦ તાપસોનું આત્મદળ ઘાતિશૂન્ય બની ગયું. કોઇ ગૌતમની શીલ સુવાસથી આકર્ષિત થયા અને તે સુવાસના પ્રભાવથી કેટલાકના ઘાતિ રામશરણ થયા. ગૌતમનો લબ્ધિસિદ્ધ હસ્ત કોઇકના મસ્તકે પડ્યો અને તે કરારવિદના સ્પર્શ માત્રથી કેવલજ્ઞાનની દિવ્ય જ્યોતિ પ્રાદુર્ભાવ પામી. જે કેવલજ્ઞાન ખંધકસૂરિના ૫૦૦ શિષ્યોએ ઘાણીમાં પલાવાનું આકરું મૂલ્ય ચૂકવીને મેળવ્યું, જે કેવલજ્ઞાન ગજસુકુમાલ મહામુનિએ માથે ખેરના અંગારાની જાલિમ પીડાનું જંગી મૂલ્ય ચૂકવીને મેળવ્યું, જે કેવલજ્ઞાનની કિંમત ચૂકવવા મેતાર્ય મુનિ તડકે શેકાયા અને ખુદ પ્રભુ વરે જે કેવલજ્ઞાન માટે સાડાબાર વર્ષની ઘોર સાધનાની ભારે કિંમત ચૂકવી, તે મૂલ્યવંતા કેવલજ્ઞાનની ગૌતમસ્વામી લહાણી કરતા હતા ! માર્કેટમાં કંપનીઓ ગીફટ યોજના બહાર પાડે છે. અડધો ડઝન સાબુ ખરીદે તેને વોસિંગ બ્રશ ગીફટમાં અને એક ટૂથ-પેસ્ટ ખરીદે તેને માઉથ-બ્રશ ફ્રી ! કેટલાક ઘેલાઓ તો ગીફટ લેવા ચીજ ખરીદતા હોય છે. ગૌતમ સ્વામીની પણ જાણે ગીફટ યોજના જ હતી: મારે હાથે રજોહરણ લે તેને કેવલજ્ઞાન ગીફટમાં ! તેમની આ ગીફટ યોજનાનો પચાસ હજારે લાભ ઊઠાવ્યો ! અથવા, તેમણે જાણે કેવલજ્ઞાનની દાનશાળા જ ખોલી હતી ! થરાદના આભૂ સંઘવીએ ૩૬૦ સાધર્મિકોને પોતાના જેવા શ્રીમંત બનાવ્યા-પણ, તેમની Page #46 -------------------------------------------------------------------------- ________________ સાધર્મિક ભક્તિ ગૌતમસ્વામીની સાધર્મિક ભક્તિ આગળ તો પાણી જ ભરે. ગૌતમે ૫૦ હજાર સાધર્મિકોને પોતાનાથી અધિક શ્રીમંત બનાવ્યા. ગૌતમસ્વામીના કૈવલ્યસિદ્ધ હસ્તે જેને દીક્ષા મળે તે ખ્યાલ થઇ જાય ! આવા કેવલ્યદાનેશ્વરી કદાચ ઘણાં કાળખંડોમાં પણ પાક્યા નહિ હોય ! હાથમાં ગૌતમદત્ત રજોહરણ આવતા જ આત્માની મોહપરિણતિ ઉપર કેવા ઘા પડતા હશે ! આપકને અણહંત ગૌતમ દીજે દાન ઇમ-એ ગૌતમના દાનની ખસિયત હતી. દાનનો આ પ્રકર્ષ હતો. તેથી જ ગોયમપદ એ દાનપદનો પર્યાય બની રહ્યો. વીસ સ્થાનક તપના આરાધકો પંદરમાં દાનપદમાં ગોયમપદની આરાધના કરે છે, અન્ય સર્વપદની આરાધના ઉપવાસ તપથી થાય પણ ગૌતમપદની આરાધના કરે તપથી ! કારણ કે ગૌતમસ્વામી હંમેશા છઠ્ઠનાં પારણે છä કરતા. ગોતમના હાથ કેવલજ્ઞાન સસ્તું, પણ ગૌતમપદની આરાધના મોંઘી ! વંથલીના સવચંદ શેઠે અમદાવાદના સોમચંદ શેઠ ઉપર હૂંડી લખી આપી અને સંવચંદ શેઠનું ચોપડામાં ખાતું ન હોવા છતાં સોમચંદ શેઠે હૂંડી સ્વીકારી લીધી ! સોમચંદ શેઠના ચોપડામાં ખાતું ભલે નહોતું પણ તેમની તિજોરીમાં નાણું તો હતું જ. પણ, આ ગૌતમસ્વામી તો ખરા દાનેશ્વરી નીકળ્યા. પોતાની તિજોરીમાં નાણું ન હોવા છતાં ૫૦ હજાર મુનિઓની કેવલજ્ઞાનની હૂંડી સ્વીકારી લીધી ! એક પ્રગટેલા દીવામાંથી હજારો દીવા પ્રગટી શકે. પરંતુ આ તો નહીં પ્રગટેલા દીવામાંથી ૫૦ હજાર દીવા પ્રગટયા ! દીપસે દીપ જલે તેનું નામ દીપદીક્ષા. પારસમણિના સ્પર્શથી લોહખંડ સુવર્ણ બને તેનું નામ સુવર્ણદીક્ષા. ગૌતમનું કેવલ્યદાન સુવર્ણદીક્ષાની નાતનું હતું. એટલે, પ્રભુનું નિર્વાણ થયું ત્યાં સુધીના કાલખંડની અપેક્ષાએ આપણે ગૌતમ પ્રભુને પારસમણિ ગોત્રના ગણી શકીએ. પારસમણિ લોઢાને સોનું બનાવે, ગૌતમસ્વામી શ્રમણને સર્વજ્ઞ બનાવતા હતા. સુવર્ણ કરતાં પારસમણિ ખૂબ દુર્લભ છે અને અતિ કિંમતી છે તે પણ નોંધવું ઘટે. પારસમણિના સામે છેડે છે-બલ્બ. પારસમણિ બીજાને સુવર્ણદીપ્તિ પ્રદાન Page #47 -------------------------------------------------------------------------- ________________ કરે, પણ પોતાની પાસે સુવર્ણદીપ્તિ નથી. જ્યારે, બલ્બ સ્વયં પ્રકાશિત છે પણ મીણબત્તીની જેમ બીજા બંધ બલ્બને તે પ્રકાશિત કરી ન શકે. મૂક કેવલીને આવા બલ્બ સાથે સરખાવી શકાય. ગૌતમપ્રભુને ઉપાલંભ આપવાનું મન થાય. પ્રભુ ! ૫૦ હજારને રમત વાતમાં કેવલજ્ઞાન આપ્યું, આપનાથી કેવલજ્ઞાન દૂર શાનું હોય ? આપ જ કેવલજ્ઞાનને આવવા નહોતા દેતા ! મૂળ તો ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ ખરા ને આપ ! પ્રભુના શિષ્યો ૧૪ હજાર અને મારા ૫૦ હજાર ! અને, મારા પચાસે પચાસ હજાર કેવલજ્ઞાની અને ભગવાનનો તો પહેલો શિષ્ય પણ છદ્મસ્થ ! આવો ચાંદ લેવા તો કેવલજ્ઞાનને આદું નહોતું રાખ્યું ને ? ન પણ, ના-વિનયમૂર્તિ પ્રભુ ગૌતમ માટે આવી હીન ઉત્પ્રેક્ષા શા માટે ક૨વી ? ઉત્પ્રેક્ષા જ કરવી છે તો ઊંચી કેમ ન કરવી ! ગૌતમ પ્રભુએ કેવલજ્ઞાનને થોભી જવા કહ્યું. કારણ કે તેમનો મુદ્રાલેખ હતો-જે જાણું તે પ્રભુનાં મુખેથી જ જાણું. જરાક જિજ્ઞાસા થાય કે તરત બાળકની જેમ પ્રભુને પૂછી લેતા. મારા ભગવાન જણાવનાર બેઠા છે અને હું મારી જાતે જાણી લઉં તે તો પ્રભુનો અવિનય કહેવાય ! આ અવિનય કેમ આચરાય ? એટલે તો અવધિ અને મન:પર્યવનો ઉપયોગ પણ પ્રાયઃ ક્યારેય ન મૂક્યો ! પણ, આ કેવલજ્ઞાન એવું કે વગર ઉપયોગે તેમાં બધું પ્રત્યક્ષ જણાય. ગૌતમના વિનયને જાણે આમાં આંચ આવતી હતી. તેથી ૫૦ હજારને કૈવલ્ય આપનારા ગૌતમે જાણે સ્વયં કેવલજ્ઞાનને થોભી જવા કહ્યું. અને, જેવા પ્રભુ નિર્વાણ પામ્યા કે તરત કેવલજ્ઞાનને ભેટી પડ્યા. કેવલજ્ઞાન તો તેમની આસપાસ આંટા જ મારતું હતું. દરવાજો ખોલે ત્યારે પ્રવેશ કરે ને ! પ્રભુની વિદાયથી નોંધારા બનેલા ગૌતમે કેવલજ્ઞાન માટે દરવાજો ખોલી નાંખ્યો ! વળી, કેવલજ્ઞાની કલ્પાતીત હોય. તેથી જો કેવલજ્ઞાન થઇ જાય તો પ્રભુને વંદન કરવાના ન રહે. જાણે વંદનના ભોગે તેમને કેવલજ્ઞાન અમંજૂર હતું ! કેટકેટલી ઉત્પ્રેક્ષાઓ ગૌતમસ્વામી માટે થઇ શકે ! ગૌતમસ્વામીને કેવલજ્ઞાન મોડું મળ્યું તે વાત સાચી પણ વારસાનું કેવલજ્ઞાન મળ્યું. પ્રભુનાં નિર્વાણ બાદ તરત ૩૮ Page #48 -------------------------------------------------------------------------- ________________ મળ્યું. પિતાનો વારસો પિતા દિવંગત થયા પછી જ સંતાનને મળે ને ! ઉભેક્ષા કરવાનું મન થાય? કદાચ કેવલજ્ઞાનને પણ બીક પેઠી હશે કે આ તેના અવધિ અને મન:પર્યવની જેમ મને પણ શો-કેસનો શો-પીસ બનાવી રાખશે તો ! એટલે જ જાણે ગૌતમસ્વામી પાસે આવતું નહોતું. પણ, આશ્ચર્ય તો કેમેય ઓસરતું નથી. કેવલ્યના દાનેશ્વરી છvસ્થ કેમ? ગૌતમસ્વામી જેને દીક્ષા આપે તેને કેવલજ્ઞાન, તેમને કેમ નહિ ? ઇતર રામાયણનો એક પ્રસંગ યાદ આવી જાય. હનુમાન રામનું નામ બોલીને સમુદ્રમાં પથ્થર નાંખે તે પથ્થર તરવા લાગે. આ ચમત્કારની વાત વાયુવેગે અયોધ્યામાં પ્રસરી ગઇ. રામચંદ્રજીના કાને પણ આ વાત આવી. પોતાનો આટલો બધો પ્રભાવ ! તેમને પણ નવાઈ લાગી. વાર્તાની તથ્યતા તપાસવા એક મધરાતે તે એકલા સમુદ્રકિનારે પહોંચી ગયા. મધરાત, એકાંત અને એકાકીપણું એટલા માટે પસંદ કર્યા કે કદાચ તેમના નાંખવાથી પથ્થરો ન તરે તો શરમાવું ન પડે ! કિનારે જઇને એક પથરો હાથમાં લીધો અને પાણીમાં ફેંક્યો. પણ તે તો ડૂબી ગયો. બીજો નાખ્યો તો તે પણ ડૂબી ગયો. ત્યાં જ અચાનક હનુમાનજી ટપકી પડ્યા અને તેમનો હાથ પકડી લીધો: સ્વામી ! આ શું કરો છો ? રામચંદ્રજી શરમાઇ ગયા. બોલ્યા: અલ્યા હનુમાન ! સાંભળ્યું છે કે મારું નામ દઇને તું સમુદ્રમાં પથરો નાંખે તો તે તરી જાય છે, વાત સાચી? હા સ્વામી ! સો ટકા સાચી.” “તો આ મેં ખુદ નાંખેલા પથરા ડૂબી કેમ ગયા ?” રામચંદ્રજી ખૂબ નરવ હતા. તેથી તેમને સાંત્વન આપવા હનુમાનજીએ કહ્યું: સ્વામી ! આપ જેને તરછોડો કે ફેંકો તે તરતો હશે ? તે તો ડૂબી જ જાય ને ! રામના નામે પથરા તર્યા પણ રામથી ન તર્યા. ગૌતમ થકી કેંક કેવલજ્ઞાન પામ્યા પણ હજુ ગૌતમ કેવલજ્ઞાન ન પામ્યા ! Page #49 -------------------------------------------------------------------------- ________________ સૂર્યનાં વિમાનના પૃથ્વીકાય જીવોની સ્મૃતિ થાય. તેમના આતપ નામકર્મનો ઉદય એવો ક-બીજાને ઉષ્ણતા આપે પણ સ્વયં અનુષ્ણ ! કંદોઇ રાજ કીલોબંધ પેંડા વેચે અને કદાચ એકેય ખાય નહિ તોય હોય અલમસ્ત ! આખો દિવસ મીઠાઇની સુગંધનાં પુગલોથી જ અલમસ્ત બની જાય. ગૌતમસ્વામી પણ કેવલજ્ઞાનની સુવાસથી કેવા તરબતર રહેતા હશે ! ઉપર ગુરુ કેવલી, નીચે શિષ્ય કેવલી ! બે ઓરડાની વચ્ચે ઉંબરો હોય છે. ઉંબરા ઉપર દીવો મૂક્યો હોય તો બંન્ને ઓરડામાં તેનો પ્રકાશ ફેલાય. આને દેહલી-દીપક ન્યાય કહેવામાં આવે છે. પણ, આગળના અને પાછળના બન્ને ઓરડામાં દીવો પ્રકાશિત હોય પણ ઉબરાનો દીવો પ્રગટયા વગરનો હોય, તે ક્યો ન્યાય કહેવાય? ગૌતમન્યાય નામ કેવું લાગે છે ? બાહુબલીનું કેવલજ્ઞાન અહંને કારણે અટકતું હતું. ગૌતમે અહંકારને તો ક્યારનોય દળી નાંખ્યો તોય કેટલો વિલંબ વેઠવો પડ્યો ! સાધનાના માર્ગમાં ક્યાં ક્યારે શું નડી જાય, ખબર ન પડે. બધી વાતે સાવધ રહેવું પડે. બાહુબલીએ અહંકાર છોડ્યો કે તરત કેવલજ્ઞાન મળ્યું, ગૌતમે અહંકાર છોડ્યો ત્યારે માંડ સમ્યગ્દર્શન અને સર્વવિરતિ મળ્યા. અને, પ્રાણ થકી પણા પ્યારા પ્રભુને ગુમાવ્યા ત્યારે તો કેવલજ્ઞાન મળ્યું ! ગૌતમને મોંઘવારી બહુ નડી ગઇ ! હમણાં એક એસ્ટેટ એજન્ટ મળ્યા. મુંબઇના એક પરાના એક ચોક્કસ વિસ્તારમાં તેમણે ઘણાં ઘરાકોને ૭૫૦ રૂપિયે ફૂટના ભાવે ફ્લેટ અપાવ્યા. તે જ વિસ્તારમાં તેમણે પોતે ફ્લેટ ખરીદ્યો ત્યારે ૨૫૦૦ રૂપિયે ચોરસફૂટનો ભાવ તેમણે ચૂકવવો પડ્યો. તેમણે આ વાત કરી ત્યારે મને ગૌતમસ્વામી યાદ આવી ગયા. ગૌતમે પોતાના અવધિજ્ઞાન કે મન:પર્યવજ્ઞાનનો પણ પ્રાયઃ ઉપયોગ ન મૂક્યો. જે જિજ્ઞાસાઓ થઇ તેનું નિરાકરણ પ્રભુનાં કેવલજ્ઞાન દ્વારા જ કર્યું. મને એક મુરબ્બી યાદ આવે છે. તેમણે સરસ નવું ઘર લીધું. પણ, ઘર થોડું અંધારીયું. ઘરમાં ટ્યુબલાઇટ અને બલ્બના ફીટીંગ કરાવ્યા. પ્રકાશક મરક્યુરી લેમ્પ પણ ગોઠવ્યા. પરંતુ, વાંચન વગેરે પ્રવૃત્તિ માટે જ્યારે પ્રકાશની આવશ્યકતા ઊભી થાય – ૪૦ Page #50 -------------------------------------------------------------------------- ________________ ત્યારે પોતાની આ લાઇટો ચાલુ ન કરે. પરંતુ, ઉપરવાળા એક સગૃહસ્થનાં ઘરમાં આવતા સૂર્યના ઓરિજિનલ પ્રકાશમાં જ વાંચન આદિ પ્રવૃત્તિ કરે ! પોતાની ટ્યુબ લાઇટ કે બલ્બ ચાલુ કરે તો વાંચી શકાય તે છતાં ઉપરવાળાની સન-લાઇટનો જ તે ઉપયોગ કરે ! ગૌતમ પ્રભુએ પણ શું કર્યું? પેલા મુરબ્બીને તો કદાચ લાઇટનું બીલ બચાવવાનો આશય પણ હોઇ શકે. ગૌતમસ્વામીને શું હતું? - ગૌતમપ્રભુ ! અમે અમારી ઉપધિનું, એક-એક ઉપકરણનું રોજ બે વાર પડિલેહણ કરીએ છીએ. અને, જેનો ચાલુમાં બિલકુલ ઉપયોગ નથી તેવા વધારાના વીંટીયામાં રાખેલા વસ્ત્રોનું પણ ૧૫ દિવસે એક વાર તો પડિલેહણ કરીએ છીએ. આપે આપનાં અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનનું આખી જિંદગીમાં એકેયવાર પડિલેહણ કર્યું હતું કે નહિ ? એક બાબાને તેની મમ્મીએ ચીકુ અને સફરજન આપ્યા. પણ તેણે કેરીની જીદ કરી. કેરી ન મળવાથી રીસાઇ ગયેલા આ બાબાએ ચીકુ અને સફરજન પણ ન ખાધા. મૂકી રાખ્યા. હે ગૌતમ પ્રભુ આપે અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનનો બિલકુલ ઉપયોગ ન મૂક્યો તે પેલા બાબાની જેમ કેવલજ્ઞાન ન મળવાના કારણે કરેલા રીસામણાં તો નહોતા ને ! પાંગરેલી અદ્ભુત લબ્ધિઓ અને પ્રગટેલા વિશિષ્ટ જ્ઞાનનો પણ ઉપયોગ નહિ કરવાનો ગૌતમસ્વામીનો આ પ્રદર્શનસંયમ નિહાળી મસ્તક ગૌતમનાં ચરણોમાં શતશતવાર ઝૂકી જાય છે. મળેલી શ્રીમંતાઇ દેખાડ્યા વગર શે રહેવાય? કેવલજ્ઞાન ભલે નથી, પણ જે છે તે ક્યાં થોડું છે ? અબજપતિ થઇશું ત્યારે મર્સિડીઝમાં ફરશું, પણ હાલ કરોડપતિ છીએ તો સોનાટામાં તો ફરીએ. આવું કોને ન થાય? એક નવી મોડેલનું ઘડિયાલ ખરીદી લાવે તો કાયમ ફુલ સ્લીવનું શર્ટ પહેરનારો સ્પેશ્યલ નવું હાફ-સ્લીવનું શર્ટ સીવડાવે, જેથી ઘડિયાલ બીજાની નજરે ચડે ! ઘડિયાલને સમય દેખાડવામાં રસ છે પણ ઘડિયાલ પહેરનારને તો ઘડિયાલ દેખાડવામાં જ રસ હોય છે ! રૂ૫, બુદ્ધિ, બળ, હોંશિયારી, સત્તા કે શ્રીમંતાઇ-પુણ્યના ઉદયની આવી કોઇ પણ બાબતની જાહોજલાલી મળે, આપણે - ૪૧ Page #51 -------------------------------------------------------------------------- ________________ તેનું પ્રદર્શન કર્યા વગર રહી શકતા નથી ! ભાડૂતી કે ઉછીનાં ઘરેણાં પહેરનારનો પણ ઠરો તો રાજરાણી જેવો હોય ! અને આ ગૌતમે પોતાનાં કિંમતી ઘરેણાં પણ લોકરમાં જ મૂકી રાખ્યા ! ગૌતમને તો પ્રભુ હાજરાહજૂર હતા. શી કમીના હતી ? જિજ્ઞાસા થઇ, પ્રશ્ન પૂછ્યો, જવાબ હાજર. અને, પોતાનાં જ્ઞાનનો ઉપયોગ ક૨વાને બદલે પ્રભુને પ્રશ્ન પૂછીને જાણવામાં કેટલા બધા લાભ ! એક તો પોતાની જિજ્ઞાસા પરિપૂર્ણ સંતોષાઇ જાય. જે નવો બોધ થાય તે પ્રભુમુખે થાય. બ્રાન્ડ-સ્ટેમ્પ ઊંચો લાગે ! પોતાની જિજ્ઞાસા સકલ પર્ષદાના બોધનું નિમિત્ત બને. બધાને નવું જાણવા મળે અને અનેકના મનોગત સંશયોનું નિરાકરણ પણ થઇ જાય. અને, ખાસ તો ભંતે કહીને પ્રભુને વારંવાર સંબોધવાનો લહાવો મળે. અને, તેથી ય ખાસ પ્રભુમુખે રોમહર્ષક ‘ગોયમા' નામ સાંભળવા મળે ! અને, પોતાને કેવલજ્ઞાનની ઉણપ વરતાય નહિ. બોલો, ગૌતમની પૃચ્છા-પ્રવૃત્તિ કેવી મલ્ટી-પરસ લાગે ! ભલે સર્વજ્ઞતા માટે ગૌતમસ્વામીને ખૂબ ધીરજ ધરવી પડી. પણ, સર્વજ્ઞતાના પ્રકારોની અપેક્ષાએ ગૌતમસ્વામી તો જાણે મહાવીર પ્રભુથી પણ ચડિયાતા સર્વજ્ઞ નીકળ્યા ! પ્રભુવીર પાસે એક જ પ્રકારની સર્વજ્ઞતા હતી અને તેમના આ શિષ્ય પાસે ચાર-ચાર પ્રકારની સર્વજ્ઞતા આવી. ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ હતા ત્યારની ભ્રામક કે દાંભિક સર્વજ્ઞતાભાસરૂપી સર્વજ્ઞતા પહેલી. દીક્ષાદિને જ પ્રભુકૃપાથી પ્રાપ્ત થયેલી શ્રુતસર્વજ્ઞતા બીજી. પ્રભુદત્ત ત્રિપદીમાંથી દ્વાદશાંગી રચીને શ્રુતકેવલી બન્યા. ગીતાર્થ નિશ્રિત ગીતાર્થતુલ્ય ગણાય તે ન્યાયે સર્વજ્ઞપ્રભુની નિશ્રામાં હતા માટે સર્વજ્ઞનિશ્રા રૂપી ત્રીજી સર્વજ્ઞતા. અને, પ્રભુનાં નિર્વાણ બાદ ઘાતિ કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલી સર્વજ્ઞતા ચોથી. ચતુર્જાની તરીકે તો ગૌતમની ખ્યાતિ હતી જ, ગૌતમ ચતુર્વિધ સર્વજ્ઞ પણ હતા ! લબ્ધિથી અષ્ટાપદની યાત્રા કરવા દ્વારા આ જ ભવમાં કેવલજ્ઞાન અને મોક્ષનો નિર્ણય કરીને આવ્યા. કેવલજ્ઞાનની ખાત્રી થઇ ગઇ. કેટલા ઉલ્લાસમાં હશે ગૌતમ ! પણ, નરવસ થઇ ગયા ગૌતમ. અષ્ટાપદથી જે ૧૫૦૦ તાપસોને ૪૨ Page #52 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા આપીને લઇ આવ્યા છે તેમને કેવલજ્ઞાન થઇ ચૂક્યું છે ! ફરી અવૃતિ થઇ. મને કેવલજ્ઞાન મળશે કે નહિ તેની અવૃતિ હવે નહોતી. કેવલજ્ઞાન મળવાની તો ખાત્રી થઇ ચૂકી હતી. હવેની અવૃતિનો આકાર હતો. ક્યારે મળશે? હજુય મારે કેટલી રાહ જોવાની? આ બધાને તરત મળવા લાગ્યું, મને મોડું કેમ? અને, તે અતિના નિવારણ માટે ખુદ પ્રભુ તેમને સાંત્વન આપે છે. શ્રી ભગવતી સૂત્રનાં ચૌદમાં શતકના સાતમા ઉદ્દેશાના પ્રારંભમાં જ આગળ-પાછળના કોઇ અનુસંધાન વગર સીધા પ્રભુ દ્વારા ગૌતમસ્વામીને અપાયેલી સાંત્વનાનો અધિકાર છે. ગૌતમના સૌભાગ્યના ઓવારણા લેવાનું મન થાય ! રાજગૃહી નગરીમાં પ્રભુ સમવસર્યા છે. પર્ષદા વિખરાઇ ગયા પછી પ્રભુ વિર ગૌતમને બોલાવે છે-“હે ગૌતમ !” ગૌતમ શીધ્ર આવી બે હાથની અંજલિ જોડી નતમસ્તકે ઊભા રહ્યા. પછી, પ્રભુ જે બોલ્યા છે તે વાંચતા રોમાંચ ખડા થઇ જાય! ગૌતમસ્વામીનું કેવલજ્ઞાન વિલંબમાં મૂકાતું હતું તે ખેદજનક બાબત હતી. પણ, તે વિલંબનું કારણ તો જાણો ! ક્યારેક દુઃખ અણગમતું હોય પણ દુઃખનું કારણ મનગમતું હોય તેમ બને ! પ્રભુવીર ગૌતમને સાંત્વના આપે છે: चिरसंसिट्ठोऽसि मे गोयमा ! चिरसंथुओऽसि मे गोयमा ! चिरपरिचिओऽसि मे गोयमा ! चिरजुसिओऽसि में गोयमा ! चिसणुगओऽसि मे गोयमा ! चिराणुवत्ती सि मे गोयमा ! अणंतरं देवलोए अणतरं मणुस्सए भवे, किं परं ? मरणा कायस्स भेदा, इओ चुत्ता दो वि तुल्ला एगट्ठा अविसेसमणाणत्ता भविस्सामो । હે ગૌતમ ! તું ચિરકાળથી મારી સાથે સ્નેહગ્રચિથી બંધાયેલ છે. હે ગૌતમ ! તું નેહવશ ચિરકાળથી મારી પ્રશંસા કરતો આવ્યો છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ હે ગૌતમ ! તારે મારી સાથે ઘણા લાંબા કાળથી પરિચય છે. હે ગૌતમ ! તેં ઘણા દીર્ધકાળથી મારી સેવા કરી છે. હે ગૌતમ ! તું ઘણા લાંબાકાળથી મને અનુસર્યો છે. હે ગૌતમ ! તું ઘણા દીર્ઘકાળથી મને અનુકૂળ વર્યો છે. હે ગૌતમ ! તરતના દેવભવમાં અને તરતના મનુષ્યભવમાં તારો મારી સાથે સંબંધ છે. વધારે શું કહું ? મરણ પછી શરીરનો ભેદ થતા અહીંથી ચ્યવી આપણે બંન્ને સમાન બનીશું, એક પ્રયોજનવાળા બનીશું. બંને તુલ્ય બનીશું. પછી મારામાં અને તારામાં કોઇ ફરક નહિ રહે ! ખેદ તો ક્યાંય પલાયન થઇ ગયો હશે અને ઝૂમી ઊઠ્યા હશે ગૌતમ ! ભગવતી સૂત્રનો આ ફકરો વારંવાર વાંચવાનું મન થાય છે અને જ્યારે વાંચું છું ત્યારે અનાયાસે વહેતી અશ્રુધારા દ્વારા ગૌતમની ભક્તિનું અભિવાદન કરું છું. ગૌતમસ્વામીનાં સૌભાગ્યનું શિખર મને તો આ પ્રસંગમાં વરતાય છે. ખુદ પ્રભુ જેમની ભક્તિને પોતાના શબ્દોથી પ્રમાણિત કરે, તે કેવું પરમ સદભાગ્ય ! આ શબ્દો એટલે ગૌતમની પ્રભુપ્રીતિને ખુદ પ્રભુ દ્વારા મળેલું પ્રમાણપત્ર! જે શિષ્યના હૃદયમાં ગુરુ છે તે શિષ્ય ધન્ય ગણાય. ગુરુનાં હૃદયમાં જે શિષ્યનું સ્થાન છે તે ધન્યાતિધન્ય ગણાય. તેનાથી પણ એક ઊંચી કક્ષા છે. જે ગુરુ શિષ્યની ભક્તિને પ્રમાણિત કરતા આવું ઉચ્ચારે કે-હે શિષ્ય ! તારાં હૃદયમાં મારું ખરેખર ઊંચું સ્થાન છે-તે શિષ્ય તો ધન્યાતિધન્યતમ ગણાય ! ગૌતમ આવા શિષ્ય હતા. શેત્રુજા સમો ગિરિ નહિ, ઋષભ સમા નહિ દેવ ગૌતમ સરિખા ગુરુ નહિ, વળી વળી વંદુ તેહ. આ દુહાનું ત્રીજું ચરણ સહેજ ફેરફાર કરીને બીજી વાર બોલવાનું મન થાયઃ ગૌતમ સરિખા શિષ્ય નહિ...ગૌતમ જેવા ગુરુ દુર્લભ છે તો ગૌતમ જેવા Page #54 -------------------------------------------------------------------------- ________________ શિષ્ય પણ ક્યાં સુલભ છે ? ઋષભપંચાશિકામાં ધનપાલ કવિએ મૂંઝવણ વ્યક્ત કરી છે : होही मोहुच्छेओ तुह सेवाओ-धुवत्ति नंदामि । जं पुण न वंदिअव्वो तत्य-पुण तेण झिज्झामि || પ્રભુ ! તારી સેવાથી મારા મોહનો નિશ્ચિત ક્ષય થવાનો છે તેનો મને ખૂબ આનંદ છે. પણ, ત્યારે તારા વંદનનો મારો આનંદ લૂટાઇ જશે તેની મને ચિંતા છે. ગૌતમસ્વામી ચાલાક નીકળ્યા. પ્રભુ હતા ત્યાં સુધી પ્રભુનાં વંદન, પ્રીતિ અને ભક્તિનો આનંદ લૂંટ્યો. અને, જેવા પ્રભુ નિર્વાણ પામ્યા કે તરત વીતરાગતાના મહાસાગરમાં ડૂબી ગયા. . ગૌતમસ્વામી કાયમ પ્રભુના અંતેવાસી રહ્યા. પ્રભુને પરોક્ષ થવા ન દીધા. નિર્વાણ પામીને પ્રભુ જ્યારે પરોક્ષ થયા ત્યારે તરત કેવલજ્ઞાન પામીને પ્રભુને કાયમ માટે પ્રત્યક્ષ કરી લીધા ! પ્રભુએ જણાવ્યા મુજબ ગૌતમનો પ્રભુ સાથે અનેક ભવોનો સ્નેહ સંબંધ છે. ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં તેમનો જે સારથિ હતો તે જ ગૌતમનો જીવ ! ત્રિપૃષ્ઠ મહાવીર બન્યા અને સારથિ ગૌતમ બન્યા. પૂર્વનાં ચરિત્રોમાં સારથિનું પાત્ર મોટે ભાગે આવે જ. અને, આ સારથિ તેના રથિક સાથે સહુથી વધુ ઘનિષ્ઠ અને નિકટ સંબંધ ધરાવતા હશે ! આજનાPA. જેવું સ્ટેટસ કદાચ તે કાળમાં સારથિનું હશે. અનેક ચરિત્રોમાં રથિક અને સારથિનો ગાઢ ઋણાનુબંધ દૃષ્ટિગોચર થાય છે. શ્રી ઋષભદેવ પ્રભુ પૂર્વના ત્રીજા ભવમાં વજનાભ ચક્રવર્તી હતા ત્યારે તેમનો જે સારથિ હતો તે જ શ્રેયાંસકુમાર બન્યો. તેણે સંવત્સરતપનું પારણું કરાવ્યું. ત્રિપૃષ્ઠ મહાવીર બન્યા ત્યારે તેમનો સારથિ ગૌતમ બન્યો. નેમિકુમારને પણ માંડવેથી જાન પાછી વાળવામાં મુખ્ય પ્રેરક પરિબળ તેમના રથનો સારથિ જ હતો ને ! અને, રાજકુમાર ગૌતમને જરા, વ્યાધિ અને મૃત્યુના અસાર તત્ત્વોનો પરિચય આપી વૈરાગ્ય પમાડનાર સારથિ જ હતો ને ! તે વૈરાગ્યવાસિત રાજકુમારે મહાભિનિષ્ક્રમણ કર્યું ને ગૌતમબુદ્ધ બન્યા. કૃષ્ણ અને અર્જુન વચ્ચે પણ કેવો ત્રણા Page #55 -------------------------------------------------------------------------- ________________ નુબંધ હતો ! અર્જુનના રથના સારથિ કૃષ્ણ હતા. કૃષ્ણના મૃત્યુથી વ્યાકુળ બનેલા બળભદ્રને દેવ બનેગા તેમના સારથિના આત્માએ પ્રતિબોધ પમાડ્યા હતા. ત્રિપૃષ્ઠના સારથિ તરીકેના ભવમાં પણ ગૌતમનું પોત કેવું ઝળકતું હતું ! મિત્રનો શત્રુ પોતાનો પણ શત્રુ લાગે અને શત્રુનો મિત્ર પણ પોતાનો શત્રુ લાગે. આ ચાણક્યની રાજનીતિનું અને વ્યવહારના સહુના અનુભવનું સૂત્ર છે. સારથિ એટલે ત્રિપૃષ્ઠનો જીગરજાન દોસ્ત. પેલો સિંહ ત્રિપૃષ્ઠનો શત્રુ. એટલે સારથિ માટે સિંહ મિત્રનો શત્રુ થયો. એટલે સહજ છે તેના પર સારથિને ખૂન્નસ ઉભરાય. પણ, આ સારથિએ તેને પણ વાત્સલ્યથી સાંત્વના આપી. અને, તે સિંહનો શત્રુ ત્રિપૃષ્ઠ અને આ સારથિ ત્રિપૃષ્ઠનો મિત્ર. એટલે સારથિ સિંહના શત્રુનો મિત્ર થયો. તેથી, સહેજે તે સિંહને સારથિ ઉપર પણ ખૂન્નસ ઉભરાય. છતાં, તેની આંખમાં પણ સારથિ પ્રત્યે અમી હતું ! કેમેય ઉકલે નહિ એવા ગૌતમનાં જીવનરહસ્યો છે. તે સિંહે પણ સારથિ પ્રત્યેના ઋણાનુબંધ અને ત્રિપૃષ્ઠ પ્રત્યેના વેરાનુબંધને કેટલા ભવો સુધી સંઘરી રાખ્યો ! તે સારથિ ગૌતમ બન્યો, ત્રિપૃષ્ઠ વીર બન્યા અને સિંહ હાલિક બન્યો ! પ્રભુની પણ કેવી નીતરતી કરુણા ! ત્રિપૃષ્ઠના ભવમાં જેની કાયાના બે ભેદ કર્યા તે જ આત્માનો ગ્રન્થિભેદ અને સંસારભેદ કરવા ગૌતમને મોકલી આપ્યા. ગૌતમ પ્રત્યેના ઋણાનુબંધના સંસ્કારોનાં કારણે હાલિક તરત પ્રતિબુદ્ધ થયો પણ પ્રભુ પ્રત્યેની અરુચિના સંસ્કારોને કારણે પ્રભુને જોતાની સાથે ઓઘો મૂકીને ભાગ્યો ! એકવાર બોધિનું બીજ પડી ગયું ! ૫૦ હજાર શિષ્યોને દીક્ષા આપી, બધાને કેવલજ્ઞાન. પણ, આ હાલિક દીક્ષામાંય ન ટક્યો. બાળકના રૂપાળા ચહેરાને કોઇની નજર લાગી ન જાય માટે તેની મમ્મી ગાલે એક કાળું ટપકું કરે છે ! ગૌતમની અત્યંત રૂપાળી કીર્તિકાયાને કોઇની નજર લાગી ન જાય તેથી નિયતિએ આ હાલિકના પ્રસંગનું કાળું ટપકું કર્યું ન હોય જાણે ! ૪૬ Page #56 -------------------------------------------------------------------------- ________________ ૯૨ વર્ષનો હિસાબ ગૃહસ્થ પર્યાય : ૫૦ વર્ષ કેવલી પર્યાય : ૧૨ વર્ષ કુલ આયુષ્ય : ૯૨ વર્ષ દીક્ષા પર્વ છદ્મસ્થ પર્યાય :૩૦ વર્ષ કુલ ચારિત્ર પર્યાયઃ૪૨ વર્ષ : વૈશાખ સુદ ૧૧ કેવળજ્ઞાન પર્વ ચમત્કૃતિ પનરસૈં તાપસ પારણે રે, ખીર ખાંડ ઘૃત ભરપૂર, અમિય જાસ અંગૂઠડે રે, ઊગ્યો તે કેવલસૂર જયંકર જીવો ગૌતમસ્વામ શ્રી ગૌતમસ્તવના શ્રી વીરવિજય મ.સા. હે ગૌતમ પ્રભુ ! આપના અંગૂઠે અમૃત વસે મારી જીભે અમૃત વસે તેવો ચમત્કાર તો કરો ! : આસો વદ ૩૦ ૪૭ Page #57 -------------------------------------------------------------------------- ________________ > સારે ગાંવકી ફિકર . - - - - - - પંચમાંગ શ્રી ભગવતી સૂત્રમાં ગૌતમસ્વામીએ પ્રભુ વીરને પૂછેલા હજાર્યો પ્રશ્નો અને પ્રભુ વિરે આપેલા ઉત્તરો સંગૃહીત કરવામાં આવ્યા છે. ગૌતમની જિજ્ઞાસાનો કોઇ અંત નથી. જ્ઞાનનો મહાસાગર મળ્યો છે તો લાવ ધરાઇ ધરાઇને જ્ઞાનામૃતનું પાન કરી લઉં-આવી તીવ્ર જ્ઞાનપિપાસા એ ગૌતમની ઓળખાણ બને છે. ૩૬ હજાર પ્રશ્નોના વિરાટ ખજાના ભણી નજર નાંખીએ ત્યારે થાય, ક્યા વિષયને ગૌતમે છોડ્યો હશે ? વિશ્વના કયા દ્રવ્યો ગૌતમની જિજ્ઞાસાનો વિષય નહિ બન્યા હોય ? ક્યારેક કર્મ સંબંધી પ્રશ્નો છેડે છે તો ક્યારેક કષાય સંબંધી. ક્યારેક જીવની અવગાહના પૂછાય છે તો ક્યારેક આયુષ્ય. કેટલાક પ્રશ્નો ગૌતમ જીવની ગતિ સંબંધી પૂછે છે તો કેટલાક આગતિ સંબંધી. લેશ્યા સંબંધી પ્રશ્નો પણ પૂછે છે અને યોગ-ઉપયોગ સંબંધી પ્રશ્નો પણ પૂછે છે. સ્વર્ગલોકના સ્વરૂપને જાણવા પણ ગૌતમ આતુર છે તો નરકનાં વર્ણનો સાંભળવા પણ ગૌતમ એટલા જ આતુર છે. તે આત્મદ્રવ્યને જાણવા તત્પર છે તો પુદ્ગલ દ્રવ્યને જાણવા પણ એટલા જ તત્પર છે. તે લોકના સ્વરૂપને પણ જાણવા જિજ્ઞાસા સેવે છે તો અલાકના સ્વરૂપને પણ જાણવા જિજ્ઞાસા સેવે છે. તે જ્ઞાનના પ્રકારો સંબંધી પ્રશ્નો પૂછે છે તો દર્શનના પ્રકારો સંબંધી પ્રશ્નો પણ પૂછે છે. ગૌતમની જિજ્ઞાસાનું ક્ષેત્ર અસીમ છે. ક્યારેક સહજ રીતે પ્રશ્નો ઉત્થાન પામે છે તો ક્યારેક પ્રસંગોપાત પ્રશ્નોનું ઉત્થાન થાય છે. એકદા ગૌતમે તત્કાલ ઉદીત થયેલા જાસુદપુષ્પના પુંજ જેવા રાતા ४८ Page #58 -------------------------------------------------------------------------- ________________ બાલસૂર્યને જોયો. તરત ગૌતમસ્વામીનાં મનમાં પ્રશ્ન ઊઠયો અને તેનું સમાધાન મેળવવા તે પ્રભુ વીર પાસે આવ્યા. ગૌતમ સદા એક બાળક બનીને પ્રશ્ન પૂછે છે. બાળક ગમે તે ક્ષણે ગમે તે વિષયનો પ્રશ્ન પૂછી નાંખે. બાળકની જિજ્ઞાસા અત્યંત તીક્ષ્ણ હોય છે. ક્યારેક બહુ સામાન્ય જણાતી ઘટના પણ ગૌતમમાં પ્રશ્નનું કુતૂહલ પેદા કરે છે. અહીં ગૌતમે પ્રભુને પ્રશ્ન પૂછ્યોઃ ભગવન્! આ સૂર્ય એ શું છે અને સૂર્યનો અર્થ શો છે ? સૂર્યની પ્રભા એ શું છે ? બસ. ચાલી પ્રશ્નની પરંપરા. પ્રભુ પણ ગૌતમની જિજ્ઞાસાને હડપ કરી નથી જતા. ગૌતમ જે પૂછે તેનો પ્રભુ પ્રત્યુત્તર વાળે છે અને પ્રશ્નોત્તરનો સિલસિલો આગળ ચાલે છે. આપણે વિસ્મય ગુમાવીને ઘણું ગુમાવ્યું છે. અજબ ગજબતી ઘટના નજર સામે બનવા છતાં આપણને કોઇ સાત્ત્વિક કૌતુક થતા નથી. ગૌતમની ખરી ઓળખાણ જ વિસ્મય છે. સદાય વિસ્મિત રહેનારા ગૌતમ પોતાના વિસ્મયને ઉકેલવા પ્રભુનો સહારો લે છે. પણ, હજારો વિસ્મયોથી ગૌતમ ઘેરાયેલા છે. એક એક પ્રશ્નનો પ્રત્યુત્તર આપવા દ્વારા પ્રભુ જાણે તેમને વિસ્મયોથી અનાવૃત્ત કરી રહ્યા ગૌતમસ્વામી ક્યારેક પ્રશ્ન પૂછે છે તો ક્યારેક પ્રશ્નોની હારમાળા ચલાવે છે. ગૌતમ જ્યારે પ્રશ્નની શ્રેણિ ચલાવે ત્યારે તો લાગે કે જવાબમાં અંતે મોક્ષ આવશે નહિ ત્યાં સુધી ગૌતમ અટકશે જ નહિ. નિર્વાણ એ ગૌતમનો સહુથી વહાલો જવાબ હોય તેવું લાગે. તે જવાબ મેળવવા ગૌતમ ઘણીવાર વિરાટ પ્રશ્નશૃંખલા રચે છે. રાજગૃહી નગરીના ગુણશીલ ચૈત્યમાં ગૌતમ પ્રભુવીર સમક્ષ મજાની પ્રશ્નશ્રેણિ ચલાવે છે. પ્રભુ ! શ્રમણની સેવાનું ફળ શું ? શ્રવણ પ્રભુ ! શ્રવણનું ફળ શું ? જ્ઞાન પ્રભુ જ્ઞાનનું ફળ શું? જ ૪૯ Page #59 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન-વિશેષ જ્ઞાન પ્રભુ ! વિજ્ઞાનનું ફળ શું ? પ્રત્યાખ્યાન પ્રભુ ! પ્રત્યાખ્યાનનું ફળ શું ? સંયમ પ્રભુ ! સંયમનું ફળ શું ? અનાશ્રવ પ્રભુ ! અનાશ્રવનું ફળ શું ? તપ પ્રભુ ! તપનું ફળ શું ? નિર્જરા પ્રભુ ! નિર્જરાનું ફળ શું ? અક્રિયા પ્રભુ ! અક્રિયાનું ફળ શું ? મોક્ષ... મનગમતો જવાબ મળે નહિ ત્યાં સુધી ગૌતમસ્વામી અટકે શાના ? મોક્ષ એ તેમનો મનગમનો જવાબ છે. આલંભિકા નગરીના ૠષિભદ્રપુત્ર નામના શ્રમણો પાસકનો વૃત્તાન્ત સાંભળી ગૌતમસ્વામી પ્રભુ વીરને પ્રશ્ન પૂછે છે : ભગવન્ ! આ ૠષિભદ્રપુત્ર દીક્ષા અંગીકાર ક૨શે ? પ્રભુએ જવાબ આપ્યો: ના, એ દીક્ષા અંગીકાર નહિ કરે પણ બાર વ્રત સ્વરૂપ શ્રાવકધર્મ અંગીકાર કરી સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થશે. ગૌતમની જિજ્ઞાસા તૃપ્ત નથી થતી. આ મોક્ષપિપાસુને પ્રત્યુત્તરમાં મોક્ષ ન આવે ત્યાં સુધી ધરપત ક્યાંથી થાય ? તેથી ગૌતમ પ્રશ્ન આગળ ચલાવે છે ઃ પ્રભુ ! દેવલોકમાંથી આવીને તે ક્યાં ઉત્પન્ન થશે ? પ્રભુ જવાબ આપે છે ઃ મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઇ તે મોક્ષમાં જશે. ગૌતમ રાજીના રેડ. આ એક જવાબનું રત્ન ખોળવા ગૌતમ પ્રશ્નોની કોદાળીથી કેટલું ખોદકામ કરે છે ! Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રાવસ્તિ નગરીના શંખ શ્રમણોપાસકના સંદર્ભમાં પણ ગૌતમ પ્રભુ વીરને આ જ રીતે પ્રશ્નો પૂછે છે, અને, શંખ છેવટે મોક્ષમાં જશે તે વાત જાણે છે ત્યારે જ ગૌતમની તે સંદર્ભની પ્રશ્નયાત્રા સમાપ્ત થાય છે. કાંપિલ્યપુર નગરમાં પરિવ્રાજકના વેષમાં રહેલા અંબડની બાબતમાં ગૌતમે પ્રભુને પ્રશ્ન પૂછ્યોઃ પ્રભુ ! આ પરિવ્રાજક શ્રમણોપાસક હોઇ શકે ખરો? પ્રભુનો જન્મ હકારમાં સાંભળી આનંદિત થયેલા ગૌતમે પૂછ્યું: પ્રભુ તે દીક્ષા લેશે ? પ્રભુ ! તે કઈ ગતિમાં જશે ? પ્રભુએ કહ્યું: તે શ્રમણોપાસક અવસ્થામાં મરીને દેવલોકમાં જશે. ત્યાંથી મહાવિદેહમાં જન્મી નિર્વાણ પામશે. ચંપા નગરીના રાજા ઉદાયનનો પુત્ર અભીચિકુમાર મૃત્યુ પામીને અસુરકુમાર તરીકે ઉત્પન્ન થયો છે તે હકીકત પ્રભુ પાસેથી જાણીને તરત શ્રી ગૌતમ પ્રભુને પૂછે છેઃ પ્રભુ ! પછી ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને તે ક્યાં ઉત્પન્ન થશે? ગૌતમને તેમનો મનગમતો જવાબ મેળવવા લાંબી પ્રશ્નયાત્રા ચલાવવી પડતી નથી. પ્રભુએ જવાબ આપ્યો: અસુરકુમારમાંથી તે આત્મા મહાવિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થઇ સિદ્ધ થશે. ગોશાલકની તેજોલેશ્યાથી સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર નામના બે મુનિવરો ભસ્મસાત્ થયા. તરત ગૌતમસ્વામીને જિજ્ઞાસા જાગૃત થઇઃ ભગવન્! આ બે મુનિવરો ક્યાં ઉત્પન્ન થયાં ? પ્રભુએ જવાબ આપ્યોઃ સર્વાનુભૂતિ આઠમા અને સુનક્ષત્ર બારમા દેવલોકમાં ઉત્પન્ન થયા છે અને બંન્ને ત્યાંથી આવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરશે અને મોક્ષમાં જશે. ગૌતમને બીજું શું જોઇએ ? • ગોશાળાની ભવયાત્રાની પરિસમાપ્તિ ક્યારે થશે ? આ જિજ્ઞાસા પણ ગૌતમસ્વામીને ઉદ્ભવે જ. ગોશાળા મરીને બારમા દેવલોકમાં ઉત્પન્ન થયો છે ત્યારથી માંડીને પ્રભુએ તેની ભાવિ ભવપરંપરાનું વર્ણન શરૂ કર્યું. ભવયાત્રા કોઇની પણ હોય, તેના અંતે મોલ ન આવે ત્યાં સુધી પ્રશ્ન-પરંપરા ચલાવે નહિ તો એ ગૌતમ શાના? સંસારમાં ઘણું ભમી છેવટે સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી આવી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઇ તે મોક્ષમાં જશે-આટલું જાણ્યા પછી જ ગૌતમ પ્રશ્નવિરામ પામ્યા. - ૫૧ Page #61 -------------------------------------------------------------------------- ________________ મહાશુક્ર નામનાં વિમાનથી આવેલા બે દેવોએ પ્રભુને પ્રશ્ન પૂછ્યો : આપના કેટલા શિષ્યો મોક્ષમાં જશે ? પ્રભુનો જવાબ હતોઃ ૭૦૦. ગૌતમસ્વામીને દેવોની આ પૃચ્છાનો ખ્યાલ આવતા તરત પ્રભુ પાસે પહોંચી ગયા. પ્રભુની આજ્ઞા લઇને ગૌતમે દેવો પાસેથી પ્રભુએ આપેલા જવાબની વાત જાણી. ૭૦૦ મુનિઓના મોક્ષની વાત જાણીને ગૌતમ કેવા પુલકિત બન્યા હશે ! જમાલિએ પ્રભુના સિદ્ધાન્તનો અપલાપ કર્યો. પ્રભુના પરમ ચરણોપાસક ગૌતમસ્વામી પ્રભુની આ હીલના કેમ બરદાસ્ત કરે ? તેમણે જમાલિને લોક સંબંધી કેટલાક પ્રશ્નો પૂછી તેનો પરાભવ કર્યો. પણ તે જમાલિ જ્યારે કાળધર્મ પામ્યો ત્યારે આ જ ગૌતમ પ્રભુ વાર પાસે જઇને પૂછે છેઃ ભગવન્! માલિ ક્યાં ઉત્પન્ન થયો ? “કિલ્બિષિક દેવ થયો''. પ્રભુ ! તે કિલ્બિષિક હવે ત્યાંથી આવીને ક્યાં જશે ? ગૌતમતિર્યંચ, મનુષ્ય અને દેવના ચાર-પાંચ ભવો કરી તે સિદ્ધ થશે. જમાલિ અને ગોશાળા જેવા ગુરુ દ્રોહીઓની પણ મોક્ષપર્યન્તની ભવયાત્રા જાણવા ગૌતમ જિજ્ઞાસુ બને છે. ગૌતમને બસ બધાના કેવલજ્ઞાન અને મોક્ષમાં જ રસ છે. ધન્ના અણગારની ભવયાત્રાનો અંત જાણવા પણ તે એટલા જ આતુર છે. મૃગાપુત્રની વેદના જોઇને ગૌતમને પ્રશ્ન ફુરે છે. પ્રભુ ! મૃગાપુત્રને આવા દુ:ખો કેમ આવી પડ્યા? અરે ! રાજગૃહ નગરના ઉદાયી અને ભૂતાનંદ નામના બે હાથીને માટે પણ ગૌતમને પ્રશ્ન હુરે છે. “ભગવન્! આ હાથી મરીને ક્યાં જશે ? “તે નરકમાં ઉત્પન્ન થશે.” “ભગવનું ! નરકમાંથી તે ક્યાં જશે ?' “ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઇને તે મોલમાં જશે.” ગૌતમને મનગમનો જવાબ મળી ગયો. Page #62 -------------------------------------------------------------------------- ________________ અરે ! હાથીની શું વાત કરું ? - જે એકેન્દ્રિયમાં જીવત્વની શ્રદ્ધા પણ દુષ્કર છે, તેવા એક એકદ્રિય સાલવૃક્ષને નિહાળી ગોતમ પ્રભુને પૂછે છેઃ ભગવદ્ ! આ સાલવૃક્ષનો જીવ અહીંથી મૃત્યુ પામીને ક્યાં જશે ? ગૌતમ, તે ફરીથી આ જ રાજગૃહીમાં શાલવૃક્ષ તરીકે ઉત્પન્ન થશે. પ્રભુ, પછી ત્યાંથી મરણ પામીને એ ક્યાં જશે ? ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઇને સિદ્ધ થશે. તેવો જ પ્રશ્ન શાલવૃક્ષની ડાળી માટે પણ ગૌતમ પૂછે છે. હાથી અને વૃક્ષના જીવોની પણ મોક્ષ પર્યન્તની ભવપરંપરા જાણવાની ગૌતમને જિજ્ઞાસા ઉદ્દભવે છે. કમાલ, ગૌતમ ! કમાલ. પ્રત્યેક જીવમાં જીવત્વની શ્રદ્ધા પણ દુષ્કર છે ત્યારે પ્રત્યેક જીવના શિવનો વિચાર અમારે ક્યાંથી લાવવો? બધાના કેવલજ્ઞાન અને મોક્ષની ગૌતમને ચિંતા ! જીવમાત્ર પ્રત્યેના પ્રકૃષ્ટ સદ્ભાવની સંવેદનાથી ભર્યુંભર્યું હતું ગૌતમનું હૃદય ! ગૌતમસ્વામીનાં મુખમાંથી ફુરેલા પ્રશ્નોનો વિષય બનનાર તે જીવાત્માઓની દિલમાં થોડી અસૂયા થઇ આવે છે. આત્મીયતાના નાતે મેં ગૌતમને ચીડવવાનો પ્રયાસ કર્યો. જુઓ, આ આખા ગામનાં કેવલજ્ઞાન અને મોક્ષની ચિંતા કરવામાં તમે તમારું ચૂકી ગયા ! તમારા ૫૦ હજાર શિષ્યો કેવલી બની ગયા તોય તમે કેવલજ્ઞાન વગર હાથ ઘસતા રહી ગયા. કેવલજ્ઞાન માટે તમારે કેટલી બધી ધીરજ ધરવી પડી ! પહેલાં જાતની ચિંતા કરવી જોઇએ કે ગામની ? જાણે ખડખડાટ હસીને ગૌતમ ખૂબ પ્રેમથી મને કહી રહ્યા છે. દોસ્ત તું મારા મોક્ષની આટલી બધી ચિંતા કરે જ છે ને ! તો હું બીજાની ચિંતા ન કરું? ગૌતમને મેં સીરીયસલી પૂછ્યું, “ફલાણાનો મોક્ષ ક્યારે થશે અને ઢીંકણાનો મોક્ષ ક્યારે થશે આવા પ્રશ્નો આપને ઉદ્ભવ્યા. બીજાના મોક્ષની વાત તો દૂર રહી, મારો મોક્ષ ક્યારે થશે ? આવો પ્રશ્ન પણ મને મારા અંતરના ઊંડાણમાંથી ક્યારે ઉદ્ભવશે ?” જ ૫૩ Page #63 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ મૌન રહ્યા. કદાચ તેમને લાગ્યું હશે કે આ મારી અંગત બાબત છે. એકદા ભગવાને ગૌતમને સ્કંદક પરિવ્રાજકની વાત કરી. પિંગલક નિગ્રન્થે પૂછેલા પ્રશ્નોના જવાબ મેળવવા તે પ્રભુ વીર પાસે આવી રહ્યો હતો. તરત ગૌતમના હોઠેથી પ્રશ્ન સરક્યો ઃ પ્રભુ ! તે દીક્ષા લેશે ? પ્રભુ તે મોક્ષે જશે ? અને જવાબ હકારમાં મળ્યો. ત્યારે સસંભ્રમ તે સ્કંદક પરિવ્રાજકને આવકારવા ગૌતમ દોડી ગયા. સાગયં ખંદયા ! સુસાગયં ખંદયા ! અણુસાગયં ખંદયા ! મને યાદ આવે છે એક દીવડો. તે સૂર્ય કરતાં પણ પોતાને તેજસ્વી માનતો હતો. અને તેથી સૂર્યની સાથે સંઘર્ષમાં ઉતર્યો. પણ, સૂર્ય સામે તેનું શું ગજું ? તે હાર્યો પણ હાર્યા પછી સૂર્યનો એવો સેવક બની ગયો કે સૂર્યની આરતી ઉતારવા લાગ્યો. અરે ! સૂર્ય ઉગતા પહેલાની પ્રભાની પણ આરતી ઉતારવા લાગ્યો. આ દીવડો તે બીજું કોઇ નહિ પણ ગૌતમ. સૂર્ય સમાન સાક્ષાત્ સર્વજ્ઞની સામે પડ્યા, પણ હાર્યા. ખરેખર તો જીત્યા. પછી સર્વજ્ઞતાના કેવા ઉપાસક બની ગયા. સ્કંદક તાપસ પ્રભુની પાસે આવીને આત્મલાભ પ્રાપ્ત કરવાના છે તેવું પ્રભુ પાસે જાણ્યું ત્યારે તે આવી રહેલા અને હાલ મિથ્યાત્વની અવસ્થામાં રહેલા સ્કંદક પરિવ્રાજકને સત્કારવા તે દોડી ગયા ! ૫૪ Page #64 -------------------------------------------------------------------------- ________________ સર્જન દ્વાદશાંગી જગચિંતામણિ ચૈત્યવંદના ભાષિમંડલ સ્તોત્ર ચમત્કૃતિ છઠ છઠ તપ કરે પારણું, ચઉનાણી ગુણધામ એ સમ શુભ પાત્ર કો નહિ, નમો નમો ગોરમવામાં શ્રી વીસરસ્થાનક પદ પૂજા અન્તર્ગત ગોયમપદ પૂજા શ્રી વિજય લક્ષ્મીસૂરિ મહારાજ હે ગૌતમ પ્રભુ ! આપની પાસે વિશિષ્ટ જ્ઞાન અને વિરલ લબ્ધિઓ હતી, છતાં તે બધું ઓપે ગોપવી રાખ્યું ! મારી પાસે જે નથી તેની ડંફાસો પણ હું હાંકે રાખું છું... આપતી અને મારી વચ્ચેનું અંતર ક્યારે ઘટશે ? ૫૫ Page #65 -------------------------------------------------------------------------- ________________ સમૃદ્ધિઓનો સરવાળો સંસ્થાન, સંઘયા, સૌંદર્ય પંચમાંગ શ્રી ભગવતીસૂત્રનાં પ્રથમ શતકમાં ગૌતમસ્વામીનું મનોહ૨ શબ્દચિત્ર આલેખાયેલું છે. લસલસતાં આત્મસૌંદર્યના આ સ્વામીનું કાયસૌંદર્ય પણ તેમનાં આત્મસૌંદર્યની સ્પર્ધાએ ચડેલું હતું. ગુણસમૃદ્ધિ વિપુલ હતી તો રૂપસમૃદ્ધિ પણ જરાય કમ નહોતી. ૫૦ વર્ષની ઉંમરે પ્રવ્રુજિત બનેલા ગોતમ પ્રભુના દેહની સુંદરતાને ઉંમરની કોઇ અસર પહોંચી નહોતી. ગૌતમસ્વામી પ્રભુ વીરની તુલનામાં અત્યંત લઘુ હતા, અત્યંત વિનમ્ર શિષ્યભાવે. સમકક્ષ હતા દેહની ઊંચાઇના સંદર્ભમાં. અને, મોટા હતા ઉંમરની અપેક્ષાએ. પ્રભુ કરતાં આઠ વર્ષ મોટા આ શિષ્યની ઊંચાઇ હતી સાત હાથની. તેમના દેહનું સંઘયણ પહેલું હતું અને સંસ્થાન સમચતુરસ હતું. મનોહર આકૃતિ અને પ્રચંડ સામર્થ્યનું પ્રદાન આ બે પુણ્યપ્રકૃતિ દ્વારા થયું. ગૌતમના વર્ણનું અદભુત વર્ણન આલેખાયુ છે. કસોટિના પથ્થર ઉપર જાતિવંત સુવર્ણના ટુકડાને ઘસવામાં આવે ત્યારે દેદીપ્યમાન તેજોમય ધવલ જે તેજરેખા પ્રગટે તેનો વર્ણ કેવો મોહક હોય ! આવા મોહક વર્ણવાળા અને સમચતુરસ આકૃતિવાળા ગૌતમ કેવા તો શોભતા હશે ! ભગવતીસૂત્રનાં આ વિશેષણોનું આલંબન પામીને જ્યારે માનસપટ ઉપર પ્રભુ ગૌતમનું કલ્પનાશિલ્પ ખડું થાય છે ત્યાંરે લાગે છે કે દુનિયાનો ઉત્તમ રૂપવૈભવ હું જોઇ રહ્યો છું ! ૫૬ Page #66 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચતપા, દિપ્તતપા, તપ્તતપા, મહાતપા ગૌતમસ્વામી તપસ્વી હતા, તપોમય હતા, તપોધન હતા, તપોમૂર્તિ હતા. છઠ્ઠને પારણે છટ્ઠ એટલે ષવિધ બાહ્ય તપનું પ્રતિનિધિત્વ કરતો અનશન તપ અને પ્રકૃષ્ટ વિનમ્રતા એટલે ષડ્વિધ અત્યંતર તપનું પ્રતિનિધિત્વ કરતો વિનય તપ. અનશનથી કાયોત્સર્ગ સુધીના બારેય તપથી ગૌતમ દીપતા હતા. તપોમૂર્તિ ગૌતમને ભગવતીજીમાં ચાર-ચાર મહિમાશાલી વિશેષણોથી નવાજવામાં આવ્યા છે. ઉગ્રતપા, દિપ્તતપા, તપ્તતપા અને મહાતપા ! અલ્પસત્ત્વ જીવો જેનું વર્ણન સાંભળીને પણ ધ્રૂજી જાય તેવું તપ ઉગ્રતપ. ગૌતમસ્વામી સૌમ્ય હતા પણ તેમનું તપ ઉગ્ર હતું. છટ્ઠને પારણે છઠ્ઠની તપશ્ચર્યા માત્ર ઉગ્ર નહોતી, દીર્ઘ પણ હતી. દીક્ષા બાદ હંમેશા આ તપ તેમણે અભ્યસ્ત કર્યું હતું. આપણા જેવા અલ્પસત્વ જીવો જે સાધનાને ક્વચિત્ વિશિષ્ટ પર્વોમાં આરાધતા પહેલાં પણ કેટલાય મનોમંથનો કરે તેવી ઉગ્ર સાધનાને પ્રભુ ગૌતમે નિત્ય-સાધના બનાવી હતી. ગૌતમનાં તપને ભડભડતી અગનજવાલાઓ સાથે સરખાવ્યું છે. પ્રભુ ગૌતમ એટલે જાજ્વલ્યમાન અગ્નિકુંડ, જેમાં ક્ષણે ક્ષણે કર્મકાષ્ઠના ભારાના ભારા ભસ્મસાત્ થઇ રહ્યા છે. અનસનાદિ બાહ્ય તપ કરતાં પણ અનેક ગણાં ઊંચા ઉષ્ણ તાપમાનવાળો ધર્મધ્યાનાદિનો દાહક અગ્નિ પણ પ્રભુ ગૌતમમાં દીપ્તમંત હતો. લોહગોલકને અગ્નિમાં તપાવતા તે માત્ર ઉષ્ણ નથી બનતો, લાલચોળ બનીને જાણે સ્વયં અગ્નિસ્વરૂપ બની જાય છે. પ્રભુ ગૌતમ તપને તપ્યા અને તપથી સ્વયં પ્રભુ ગૌતમ તપ્યા. પ્રભુ ગૌતમ તપ કરતા હતા તેમ ન કહેવાય, તપોમય હતા-તે તેમની સાચી ઓળખાણ છે. અગ્નિમાં પ્રક્ષિપ્ત ઇંધનને તો અગ્નિ બાળે, તેને જે અડે તેને પણ બાળે. ગૌતમપ્રભુ એટલે એવો અગ્નિ, તેને સ્પર્શે કે તેનાં દર્શન કરે તે બધાનાં દ્રવ્યકર્મ અને ભાવકર્મ બળીને ખાખ થાય ! અરે, તે અગ્નિનું જે ધ્યાન ધરે કે તેનાં નામનું રટણ કરે તેનાય આંતરમળ ભસ્મીભૂત થાય ! ગૌતમ પ્રભુનું તપ આત્માને નિર્મળ કરનારું હતું. અને સ્વયં પણ નિર્મળ હતું. આશંસાદિ દોષના કોઇ કચરાથી તેમનું તપ દૂષિત કે પ્રદૂષિત ન હતું. તેમનું ૫૭ Page #67 -------------------------------------------------------------------------- ________________ તપ પ્રકૃષ્ટ હતું અને પ્રશસ્ત પણ હતું. અને એટલે જ પ્રભુ ગૌતમ દીપ્તતપસ્વી હતા, તખતપસ્વી હતા અને મહાતપસ્વી હતા અને છતાંય ગૌતમ નયનમનોહર હતા. વયની પ્રૌઢતા છતાં તેમનું કાયસૌંદર્ય કરમાયું નહોતું અને તપની ઉગ્રતા છતાં તેમનું કાયસોંદર્ય ઓગળ્યું નહોતું. સૌંદર્ય, સૌષ્ઠવ અને સામર્થની ત્રણ પુણ્યસરિતાઓનાં સંગમસ્થાને ઊભેલું એક પાવનતીર્થ એટલે ગૌતમદેહ ! ઘોર, ઘોરગુણી, ઘોરતપરવી, ઘોરબ્રહ્મચારી ગૌતમ પ્રભુની એક નવલી ઓળખાણ-તે ભયંકર અને નિર્દય હતા. સૌમ્યાકૃતિ ગૌતમ ભયંકર હતા અને કરુણાનિધિ ગૌતમ નિર્દય હતા ! ઉગ્ર તપ, કઠોર સંયમ અને પ્રકૃષ્ટ જ્ઞાનથી પરિવરેલી પ્રતિભા એવી તો પ્રભાવસંપન્ન હતી કે ઢીલા-પોચા થથરી જાય. શિથિલાચારીઓ તેમના દર્શનથી ધ્રૂજે અને મિથ્યામતિઓ તેમના પ્રભાવથી અંજાઇ જાય...માટે પ્રભુ ગૌતમ ભયાનક હતા. અને, નિર્દય તો કેવા ! જોયું નહિ ? ૫૦-૫૦ વર્ષના જીગરજાન સાગ્રીત અહંકારને કેવો ફૂટી નાંખ્યો ! ઇન્દ્રિયોની આસક્તિને અનાસક્તિની ઘાણીમાં તલના દાણાની જેમ પીસી નાંખી. આ તેમની નિર્દયતાના પ્રભાવે જ તે ઇન્દ્રિયવિજેતા અને પરિષહવિજેતા બન્યા. ક્રોધાદિ કષાયોને, આહારાદિ સંજ્ઞાઓને અને વિષયની અભિપ્સાઓને નિર્દય બનીને દળી નાંખનારા ગૌતમ માટે વિશેષણ વાપર્યું છે-ઘોર. તે માત્ર ઘોર નહોતા, ઘોરગુણી, ઘોર તપસ્વી અને ઘોરબ્રહ્મચારી હતા. એવા તો ઉત્તુંગ ગુણગિરિવર ઉપર તે વિરાજેલા હતા, જેની ઊંચાઇ જોઇને કાયરો થથરી જાય. તેમની ગુણસમૃદ્ધિ નિહાળી ગુણદરિદ્રો બેભાન થઇ જાય. મંદસાત્ત્વિક જીવગણ માટે દુષ્કર દુષ્કર કહી શકાય તેવી ગુણગરિમા હતી પ્રભુ ગૌતમ પાસે. એવી જ દુષ્કરકારક તેમની તપશ્ચર્યા હતી અને એવી જ દુષ્કરકારક તેમની બહ્મચર્ય સાધના હતી. વિકારો અને વિકલ્પો તેમનાથી ડરીને લાખો જોજન દૂર રહેતા. તેમનું નામસ્મરણ કરનારથી પણ વિકારો દૂર ભાગે. ગૌતમ લબ્લિનિધાન હતા કારણ કે ગૌતમ શુદ્ધિનિધાન હતા. ગૌતમનામે નિધિ પ્રગટે તે જાણીએ છીએ. પણ, તેનાથી ચડિયાતો પ્રભાવ ગૌતમનામનો એ છે કે ગૌતમનામે શુદ્ધિ પ્રગટે. - ૫૮ Page #68 -------------------------------------------------------------------------- ________________ ત્યક્તકાય હવે એક મજાનું વિશેષણ આવે છે-ઉચ્છુઢસરીરે ગૌતમ ત્યક્તકાય હતા. તેમણે કાયાનો પરિગ્રહ વોસિરાવી દીધો હતો. “અચ્છા પરિગ્રહો વત્તો સંદર્ભમાં આ વિશેષણ વપરાયું છે. સિદ્ધભગવંતો શરીર રહિત છે માટે અશરીરી છે. ગૌતમપ્રભુ સશરીરી હતાં છતાં અશરીરી હતા. કાયા હતી, કાયમમત્વ ક્યાં હતું? અને, પછી તો કાયા પણ બંધન નથી બનતી. અનાદિકાળથી દેહના પ્રદેશો સાથે તાણાવાણાની જેમ ગૂંથાઇને દેહાકાર બનીને રહેવા ટેવાયેલા આતમરામને દેહાધ્યાસ કેટલો અભ્યસ્ત છે ! તે અનાદિઅભ્યસ્ત દેહાધ્યાસના ગૌતમે કેવા કુરચા ઉડાડ્યા હશે ત્યારે આગમશાસ્ત્ર તેમને “ત્યક્તકાય' જેવા અસાધારણ બિરુદથી નવાજે છે. દેહની થોડીક અસ્વસ્થતામાં આપણે આખાને આખા આકુળવ્યાકુળ થઇ જતા હોઇએ અને દેહની શાતા આપણને શાતાગારવના ગજવર પર ચડાવી દેતી હોય તો જાણવું કે દેહમમત્વનું ફોર્થ સ્ટેજનું કેન્સર વળ્યું છે. પણ કેમોથેરપિને ક્યાંય ઠોકર મારે તેવી નેમ-થેરપિ આપણી પાસે છે, અકળાવાની જરૂર નથી. ગૌતમનામની રટણા કરો, દેહના રોગ તો મટે, દેહનો અધ્યાસ પણ તૂટે. દેહાધ્યાસ તોડવાની અસરકારક ગુટિકા-ગૌતમનું નામ. સંક્ષિપ્ત અને વિપુલ તેજોલેશ્યા ગૌતમસ્વામી હાઇવોલ્ટેજવાળી પ્રખર તેજોલેશ્વાના સ્વામી હતા. ડરશો ' નહિ, તેમનાથી ડરીને આઘા ભાગવાની જરૂર નથી. તે પ્રખર તેજોલેશ્યા તેમણે ગહન અંતઃસ્તલમાં ભંડારી દીધી હતી. અનેક યોજન દુર પડેલી કોઇ ચોક્કસ ચીજને અહીં બેઠા બાળી શકે તેવી વિશિષ્ટ તેજોવેશ્યાની લબ્ધિ પ્રભુ ગૌતમ પાસે હતી. અગ્નિમિસાઇલ, પૃથ્વીમિસાઇલ કે સ્કડ-મિસાઇલના યુગમાં આપણે વસીએ છીએ. આવી પોર્ગલિક મિસાઇલ પણ નિર્ધારિત ક્ષેત્રમાં જઇને બોમ્બવર્ષા કરી નગરોને ઉજ્જડ કરી શકે તો ગૌતમનાં વિકસીત ચૈતન્યનાં મહાસામર્થ્યને વળી કઈ મર્યાદા નડે ? મિસાઇલ શોધ્યા પછી તેને છોડવામાં ધન્યતા અનુભવે તે યુદ્ધખોર માનસ. તેજોવેશ્યાની લબ્ધિ પ્રગટ્યા પછી પણ તેને ગોપવી રાખે તેનું નામ ગૌતમસ્વામી... - ૫૯ Page #69 -------------------------------------------------------------------------- ________________ ચતુર્દશપૂર્વી, ચતુર્થાની, સર્વાક્ષરસંન્નિપાતી ગૌતમસ્વામી ચૌદપૂર્વધર હતા. ચૌદપૂર્વના સર્જક જ પોતે હતા, ધારક તો હોય જ ને ! કેવી સુંદ૨ વિશેષણોની શ્રૃંખલા ગોઠવી છે ! શરૂઆતનાં વિશેષણોમાં રૂપસમૃદ્ધિ તરફ નિર્દેશ કર્યો...પછી, તપસમૃદ્ધિ જણાવી. તે પછી ગોતમસ્વામીની ગુણસમૃદ્ધિનું બયાન કર્યું. અને, આ વિશેષણ દ્વારા સૂચિત કરી શ્રુતસમૃદ્ધિ ! પ્રભુદત્ત ત્રિપદીમાંથી વિરાટ દ્વાદશાંગીનું સર્જન કરનાર ગૌતમસ્વામી અત્યંત શ્રુતશ્રીમંત હતા. ૧૬૩૮૩ હસ્તિપ્રમાણ શાહીથી લખી શકાય તેટલા વિરાટ અર્થને અંતઃ સ્તલમાં સમાવીને બેઠેલો મહાન શ્રુતસાગર એટલે ચૌદપૂર્વ. આવા વિરાટ શ્રુતસાગરનું એક અંજલિમાં આચમન કરી શકવાનું મહાસામર્થ્ય પ્રભુ ગૌતમમાં હતું. ગૌતમ માત્ર શ્રુતજ્ઞાની નહોતા, અવધિજ્ઞાની અને મનઃપર્યવજ્ઞાની પણ હતા. તે વાતને સૂચિત કરતું વિશેષણ એટલે ચતુર્ણાની. ગૌતમ ચતુર્ભાની પણ હતા અને ચતુર જ્ઞાની પણ હતા. અક્ષરોનુ વિશ્વ પણ કેવું વિરાટ છે ! ૩૩ વ્યંજન અને ૧૩ સ્વર મળીને ૪૬ અક્ષરોની બનેલી વર્ષાવલી. તે વર્ણોને કાના, માત્રા આદિથી શણગારીએ ત્યારે બારાખડી બને. બારાખડીના ૬૯૦ અક્ષરોમાંથી કેટલા બધા અક્ષરસંયોગો નીપજી શકે ! અને આટલા વિરાટ-સંખ્યક અક્ષર સંયોગને એક જ મુહૂર્તમાં ઝડપી લે તેવો કેમેરો એટલે ગૌતમ. તેથી ગૌતમ માટે વિશેષણ પ્રયોજયું-સર્વાક્ષરસંનિપાતી !. ઊર્ધ્વજાનુ-અધોશિર હવે મળે છે ગૌતમસ્વામીની ખરી ઓળખાણ. ગૌતમની વિનયસમૃદ્ધિના ભંડાર ઉપર સર્ચલાઇટ ફેંકે તેવા વિશેષણો હવે આવે છે. ગૌતમ પ્રભુવીરની અતિનિકેટ પણ નથી બેસતા, અતિદૂર પણ નહિ. અતિનિકટ આવીને બેસી જાય તો અવગ્રહમર્યાદા ક્યાં રહે ? અતિદૂર રહે તો ઓચિત્યપાલન કેવી રીતે કરે ? સેવા-શુશ્રુષા કેવી રીતે કરે ? વિનયમૂર્તિ ગૌતમનું કલ્પનાચિત્ર ક્ષણવારમાં દોરી ૬૦ Page #70 -------------------------------------------------------------------------- ________________ શકાય તેવા બે રેખાંકનો. ઊર્ધ્વજાનુ અને અધોસિર. ગૌતમ બે જાનુ ઊંચા રાખીને ઉભડક પગે બેસે છે પણ મસ્તક તો તેમનું નીચે નમેલું છે. નતમસ્તક ગૌતમ એટલે વિનયવંત ગૌતમ. ચાલે ત્યારે નતમસ્તક હોય તેથી સુંદ૨ ઇર્યાસમિતિ પળાય. ઊભા રહેતા કે બેસતા નતમસ્તક હોય તેથી સારો વિનય પળાય. પણ ગૌતમ ક્યાં છે એટલે ખોવાયેલું વ્યક્તિત્વ ! અનુસંધાન સાધી રહેલો છે ! ? તે તો ખોવાઇ ગયા છે ધ્યાનના કોઠારમાં. ગૌતમ તેમનો ઉપયોગ તો સતત ભીતરની દુનિયા સાથે સંયમ અને તપ આવા ગુણગરિમ ગૌતમ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિહરે છે. આ વર્ણન વાંચતા સંગ્રામભૂમિમાં શત્રુ સામે લડી રહેલો યોદ્ધો નજર સામે તરવરે છે. સંગ્રામ કર્મ સામે છે. યોદ્ધા પાસે એક હાથમાં તલવાર હોય, બીજા હાથમાં ઢાલ. તલવાર પ્રહાર કરવા અને ઢાલ પ્રહારથી બચવા માટે છે. લડાઇની બે નીતિ હોય છે ૧) આક્રમક નીતિ (Offensive Policy) ૨) સંરક્ષણાત્મક નીતિ (Defensive Policy). તલવાર આક્રમણ માટે છે, ઢાલ સંરક્ષણ માટે. કર્મ સામેના સંગ્રામમાં શૂરવીર યોદ્ધા પ્રભુ ગૌતમ તપની તલવાર અને સંયમની ઢાલ લઇને રણવીર બન્યા છે. કર્મનો ક્ષય કરવો તે કર્મ પરનું આક્રમણ છે. કર્મના બંધથી બચવું તે સંરક્ષણ છે. નિર્જરા એટલે આક્રમણ અને સંવર એટલે સંરક્ષણ. નિર્જરા તપથી થાય અને સંવર સંયમથી થાય. ગોતમ પાસે બંન્ને છેઃ સંજમેણ તવસા અપ્પાણં ભાવેમાણે વિહ૨ઇ. કોઇ ભોજન કરે પણ પચાવે નહિ તો તે ભોજનનો અર્થ શું ? સંયમ અને તપની ચર્યા તે ભોજન છે અને તે બન્નેની પરિણતિથી આત્માને ભાવિત કરવો તે પાચન છે. ગૌતમ સંયમ અને તપથી ભાવિત બનેલા હતા. માટે ગૌતમના સંયમ અને તપ સહુને પ્રભાવિત કરતા હતા. ૧ Page #71 -------------------------------------------------------------------------- ________________ પૃચ્છા પૂર્વની સજ્જતા પ્રથમ શતકના પ્રથમ ઉદ્દેશકનાં અંતિમ સૂત્રમાં જિજ્ઞાસાઓનું નિરાકરણ પ્રભુ પાસેથી ઝંખતા ગૌતમની સજ્જતાનું અલૌકિક અને અદ્ભુત વર્ણન કર્યું છે. તે વર્ણન વાંચીને નાચી ઊઠવાનું મન થાય. ત્રણ ત્રણ વિશેષણોના ચાર સુંદર સમૂહ ગોઠવ્યા છે. जायसड्ढे जायसंसओ जायकोऊहले उप्पण्णसड्ढे उपण्णसंसओ उप्पण्णकोऊहले संजायसड्ढे संजायसंसओ संजायकोऊहले समुप्पण्णसट्टे समुप्पण्णसंसओ समुप्पणकोऊहले ગંભીર તત્વોના ગહન અર્થોને જાણવાની તીવ્ર ઇચ્છાએ ગૌતમ પ્રભુને પૂછવા પ્રેરતિ કર્યા છે. જીવંત જિજ્ઞાસાને લઇ ગૌતમ પ્રભુ પાસે પહોંચે છે. ગૌતમ જ્ઞાનના ભંડાર હતા, લબ્ધિના ભંડાર હતા, રૂપના ભંડાર હતા, ગુણના ભંડાર હતા. નવી એક ઓળખાણ-ગોતમ જિજ્ઞાસાઓના ભંડાર હતા. ઠંડાગાર પાણીનાં કેટલાય માટલાં ગટગટાવીને બેઠેલા માણસનો કોઇ પરિચય આપે-તરસ્યો માણસ. કેવું લાગે ! ચાર જ્ઞાનના ધણી અને ચૌદપૂર્વનાં શ્રુતને પી અને પચાવીને બેઠેલા ગૌતમસ્વામી તરસ્યાને તરસ્યા જ હતા. પરબ પાસે જ હતી, લોટા ભરી ભરીને ગૌતમે જ્ઞાનૂવારિનું પાન કરે જ રાખ્યું ! ગૌતમસ્વામીની જિજ્ઞાસાઓ પ્રભુની જ્ઞાનપરબનાં વારિને વહેવડાવવાનું માધ્યમ બની. પાણી તો ગૌતમસ્વામીને મળ્યું હતું તેવું જ શાસ્ત્રોનાં માધ્યમથી આપણને પણ મળ્યું છે. પણ, તેમના જેવી તરસ ક્યાંથી લાવવી ? પ્રશ્ન પૂછતા પહેલા ગૌતમના રોમરોમ ઉપર કૌતુકે કબજો જમાવ્યો છે. હું આ પ્રશ્ન પૂછીશ, પ્રભુ તેનો શું જવાબ આપશે ? કેવી રીતે આપશે ? કેવી અદ્ભુત વાતો મને જાણવા મળશે ! કેવાં ગૂઢ રહસ્યો પ્રભુ પ્રકાશિત ક૨શે ! પૃચ્છાની પૂર્વમાં જ જે આવા વિસ્મયથી ભરાઇ ચૂક્યા છે, તે ગૌતમ પ્રત્યુત્તરનાં વિસ્મયને શે જી૨વી શક્યા હશે ? જિજ્ઞાસા અને વિસ્મયથી છલકાતા ગૌતમસ્વામી પ્રભુની પાસે પહોંચે છે. ૬ર Page #72 -------------------------------------------------------------------------- ________________ વિસ્મય અને હર્ષથી પુલકિત બનેલા ગૌતમ પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરે છે. ગૌતમનું જીવન એટલે એક વિરાટ વર્તુળ અને તેનું કેન્દ્ર પ્રભુ ! પ્રભુને કેન્દ્રમાં રાખી ત્રણ પ્રદક્ષિણા ફરતા ગૌતમસ્વામી કેવા ભવ્ય લાગતા હશે ! પ્રભુની સ્તુતિ કરીને પ્રભુનાં ચરણોમાં નમસ્કાર કરે છે. પ્રભુનાં વચનોનાં શ્રવણની તીવ્ર ઇચ્છાથી ભરેલા ગૌતમ પ્રભુને અભિમુખ બને છે. વિનયપૂર્વક બે હાથની અંજલિ મસ્તકે અડાડીને નતમસ્તક ગૌતમ પ્રભુનાં વચનામૃતને ઝીલવા ઉત્સુક બન્યા છે. પ્રભુના ચરણોપાસક બનીને પ્રભુના વચનોપાસક બનવા તત્પર બનેલા વિનયમૂર્તિ ગોતમસ્વામીની આ સજ્જતા જાણીને વિસ્મિત થઇ જવાય છે. ચાલો, આજે ગૌતમનું ધ્યાન ધરીએ. દેદીપ્યમાન સમવસરણમાં રત્નખચિત સિંહાસન પર દિવ્યક્રાન્તિથી ઓપતા પ્રભુ બિરાજે છે. વિનયમૂર્તિ ગૌતમ નતમસ્તકે બે હાથ જોડીને વિસ્મિત વદને અને તૃષાતુર નયને પ્રભુ સામે ટાંપીને બેઠા છે. પ્રભુના વદન-કળશમાંથી વચનવારિ વહેતાની સાથે તેને ઝીલવા માટે ઉત્સુકતાથી બે કર્ણકટોરાને ગૌતમ ધરીને બેઠા છે. ગૌતમની કાયા પર રોમરાજિ વિકસ્વર બનેલી છે. આવા જિજ્ઞાસુ ગૌતમને આપણા ધ્યાન ભુવનના આરાધ્ય દેવ બનાવીએ. ૬૩ Page #73 -------------------------------------------------------------------------- ________________ મૌતમ-સ્વાધ્યાય નૂતન વર્ષની મંગલ પ્રભાતે ઃ શ્રી વિનયપ્રભ મહારાજ રચિત શ્રી ગૌતમસ્વામી રાસ નિત્ય સ્મરણીય : શ્રી ગૌતમસ્વામી અષ્ટક કૈવલ્યપર્વની આરાધના : શ્રી ગૌતમસ્વામીનાં દેવવંદના કૈવલ્યપર્વનો જાપમંત્ર : શ્રી ગૌતમસ્વામી સર્વજ્ઞાય નમઃ ચમત્કૃતિ त्रैलोक्यबीजं परमेष्ठिबीजं सज्ज्ञानबीजं जिनराजबीजम् । यन्नाममंत्रं विदधाति सिद्धिं स गौतमो यच्छतु वाञ्छितं मे ।। ત્રણ લોકનાં બીજ સ્વરૂપ, પરમેષ્ઠિઓના બીજ સ્વરૂપ ઉત્તમ જ્ઞાનનાં બીજ રવરૂપ અને જિનેશ્વરોના બીજ રવરૂપ એવો જેમનો નામરૂપ મંત્ર સર્વ પ્રકારની સિદ્ધિને કરે છે, તે શ્રી ગૌતમગણધર મારાં વાંછિતોને આપો. શ્રી ગૌતમસ્વામી અષ્ટક 'હે ગીતમ પ્રભુ ! માંગો તે મળે તેવો આપના નામનો પ્રભાવ છે - 1 - - મારી નામનાની કામના ઓગાળી દો ને ! ૬૪ Page #74 -------------------------------------------------------------------------- ________________ દિવ્ય કુસુમવું ગૌતમ-ત્રણ અક્ષરનું આ નામ એટલે એક વિસ્ફોટક અધ્યાત્મ બોમ્બ ! કેટલાક બોમ્બ એવા હોય છે તમે તેને ઓપરેટ કરો તો ફૂટે. કેટલાક એવા હોય છે કે તેને લાઇટર ચાંપવાથી તે ફૂટે. કેટલાક બોમ્બ એવા કે કોઇ તેને અડે કે તરત ફૂટે. ગૌતમ નામ એવો એક અધ્યાત્મબોમ્બ છે કે તમે તે નામ હોઠે અડાડો કે તરત તે ફૂટે અને અંતરાય કર્મોનાં નગરોના નગરો નામશેષ થાય. તે બોમ્બના વિસ્ફોટથી કર્મની સૃષ્ટિમાં નાગાશાકી કે હીરોશીમા ઇવર આકાર લે ! નામનિક્ષેપાના પ્રભાવથી આપણે સહુ પરિચિત તો છીએ જ. બાવાનું નામ સાંભળતા બાબો ડરી જાય છે. “સાપ” શબ્દની બૂમ કાને પડતા બાબલાની સાથે બાપા પણ ભાગવા માંડે છે. ભૂત નજરે જોનારા કેટલા ? અને, ભૂતથી ડરનારા કેટલા? તે બધાને ભયભીત કરનાર ભૂત નથી, ભૂતનું નામ છે. ઘણાંને ભજીયા કે રસપુરીનું નામ સાંભળતા મુખમાં પાણી છૂટે છે ! મમ્મીનું નામ સાંભળતા જ સંતાન નિર્ભય બને છે અને સંતાનનું નામ સાંભળતા જ મમ્મીને ધરપત થાય છે. શત્રુનું નામ પડતા જ કેટલાકને કોપની કંપારી છૂટે છે. નામમાં કાંઇક છે તો ખરું જ. જેનું તે નામ છે તે મૂળભૂત પદાર્થનાં સ્વરૂપને આધારે નામમાં તેવો પ્રભાવ પેદા થાય છે. મીનીસ્ટર પોતે કદાચ વજનમાં હળવા હોય તો પણ તેમનું નામ એવું વજનદાર હોય છે કે તે નામનાં વજનથી ઘણાં વિઘ્નો દબાઇ જતા હોય છે. ગૌતમસ્વામીના અનુપમ અને અનુત્તર ભાવનિક્ષેપાએ તેમના નામ નિલેપમાં એવો તો પ્રભાવ પૂર્યો કે, હાથ-પગ અને હોંશિયારી બધું થાકે ત્યારે આ Page #75 -------------------------------------------------------------------------- ________________ નામમાત્રથી કામ થઇ જાય છે. ગૌતમનું નામ સ્મરીને મુનિ ભિક્ષાએ નીકળે ત્યારે ઇષ્ટ દ્રવ્યોથી તેનાં પાતરા ભરાઇ જાય છે. ગૌતમ નામ એક એવી કુંચી છે જે લાભાન્તરાયના ક્ષયોપશમનાં તાળાં રમતવાતમાં ખોલી નાંખે છે. દરિદ્રનાં દારિદ્રયને ચૂરી નાખવું એટલે ગૌતમ નામના દસ્તા માટે રમતવાત ! ધરતીમાં ઊંડે દટાયેલા નિધાનો આ નામના પ્રભાવથી ઉપર ખેંચાઈ આવે છે. જડને પ્રાજ્ઞ બના, નિર્ધનનાં આંગણે નિધાન પ્રગટાવે, બુદ્ધને બુધ બનાવે અને ડફોળને ડાહ્યો બનાવે, તેવો અજબગજબનો જાદુ આ નામમાં ભર્યો છે. લોઢું સોનું થાય તે પ્રભાવ તો પારસમણિમાં પણ જોવા મળે. વિષ અમૃત , થઇ જાય અને સાપ સંત બની જાય તેવી ચમત્કૃતિઓ સર્જી દે તેવો પ્રભાવવંતો છે આ નામનિક્ષેપો. પેટ સાફ આવે કે ચાર કલાક કતારમાં ટીચાયા પછી ટ્રેનનું રીઝર્વેશન મળે તોય મૂછ મરડવા માંડીએ તેવા માનકષાયના તકલાદી રમકડાં આપણે ! તકલાદી એટલા માટે કે બીજા દિવસે ઝાડો કઠણ આવે કે બીજા વખતે ટિકેટ વેઇટીંગમાં મળે તો હાથનો સ્પર્શ પામેલા લજામણીના છોડની જેમ આપણે ચીમળાઇ જઇએ છીએ. અહંકાર-વિસર્જનની સાધનાનું અમોઘ ઉપાસ્ય તત્ત્વ એટલે ગૌતમ નામ. તમે દ્ર પ્રણિધાન પૂર્વક તે નામની રટણ કરો, વિનમ્રતાનો રંગ તમને લાગે જ ! વિનયગુણના સાધકો માટે સમર્થ ત્રિવર્ણી મંત્ર-ગૌતમ. કર્મોને તોડવા તો હજુ સહેલા, કષાયના કાળમીંઢને તોડવા તોતિંગ હથોડા જોઇએ. આવો એક તોતિંગ હથોડો એટલે ગૌતમ નામ. ગૌતમસ્વામી ભલે નિર્વાણ પામી ચૂક્યા, તેમનો નામ-નિક્ષેપ વિદ્યમાન છે એટલે સાક્ષાત ગૌતમ હાજરાહજૂર છે. આપણે તે નામગૌતમને હૃદયના કળશામાં ભરી લઇએ અને હોઠનાં નાળચામાંથી તેને ખળખળ વહેવા દઇએ. આપણા તમામ આધ્યાત્મિક ઇષ્ટોને આ મેગ્નિફિશન્ટ મેગ્નેટ દ્વારા ખેંચી લઇએ. ગૌતમ નામમાં આ પ્રભાવ ક્યાંથી પૂરાયો? ગૌતમ નામ પ્રભાવવંતુ કેમ બન્યું ? બને જ ને ! જે નામ સહુથી વધુ વાર પ્રભુવીરના હોઠે રમ્યું, તે નામ પ્રભાવવંતુ બને જ ને ! પ્રભુ વીરનાં હૈયે રમેલું અને હોઠે ચડેલું પાવન આ નામ છે ! જે શબ્દ પ્રભુના હોઠે ચડતા તમને સહુથી વધુ રોમહર્ષ થતો હતો તે ત્રણ Page #76 -------------------------------------------------------------------------- ________________ અક્ષરનો શબ્દ છે ગૌતમ. કહે છે કે, ગૌતમ નિર્વાણ પામ્યા ત્યારે સર્વ લબ્ધિઓ નિરાધાર બની. આ લબ્ધિનામક ભ્રમરો ચારે બાજુ આશ્રય શોધવા ભમી રહ્યા હતા અને એક મઘમઘાયમાન સુવાસિત દિવ્ય કુસુમ નજરે ચડ્યું. તે બધા લબ્ધિ-ભ્રમર આ કુસુમને ચોંટી પડ્યા. આ દિવ્ય કુસુમ એટલે ગોતમ નામ. રાત્રે સંથારા પોરિસિનો વિધિ ભાતી વખતે મહામુનિઓનું સ્મરણ કરીએ, ત્યારે તેમાં પણ સર્વ મહામુનિઓનું પ્રતિનિધિત્વ સંભાળે ગૌતમ. ગૌતમ નામ મંગલોનું પણ મંગલ છે. અલૌકિક મંગલ છે. ગોતમનું નામ બોલો અને અપમંગલોનાં ટોળાં ટકે શાના ? અઢળક અપમંગલોથી આપણે ઘેરાયેલા છીએ. એક ઉપાધિને હાંકી કાઢીએ ત્યાં તો બીજી સત્તર ઉપાધિ આપણી ઉપર આક્રમણ કરે છે. ત્રણ સાંધતા તેર તૂટે તેવી બદતર આપણી હાલત છે. કાળ પ્રતિકૂળ છે, ભવિતવ્યતા વિપરિત હોય તેવું ભાસે છે, કર્મો વાંકા પડે છે અને પુરુષાર્થ પાંગળો છે. તેથી અપમંગલોની એડી નીચે આપણે કચડાઇ મરીએ છીએ. અને, વધારે કરુણાપાત્ર આપણે એટલા માટે છીએ કે મહાવીર અને ગૌતમ જેવા મંગલકારી નામો આપણી પાસે છે છતાં આપણે પરેશાન થઇએ છીએ. બધાય સમવાયો-પાંચેય કારણો ઉપર આધિપત્ય છે આ પવિત્રતમ નામ નિક્ષેપનું. ગૌતમ નામના પ્રભાવનું મૂળ ‘નમો’ માં પડેલું છે. નમોની સાધનામાંથી લબ્ધિવંત ગોતમનો પ્રાદુર્ભાવ થયો છે. ‘નમો’ની ઉપાસનાનું પ્રકષબિન્દુ એટલે પ્રભુ ગૌતમ. તે એવા નમોમય બની ગયા કે ‘નમો’ નામક મૂળમાં દટાયેલી અનંત લબ્ધિઓ તેમને વળગી પડી. આજે કાળ અતિ વિષમ છે. અશાન્તિ અને અસમાધિના વાદળ સતત જીવનનાં ગગનમાં ઘેરાયેલા રહે છે. અસલામતિ સિવાય કાંઇ જ સલામત દેખાતું નથી. ચારે બાજુ અશુભનું વર્ચસ્વ વરતાય છે. શુભ પરિબળો દુર્લભ અને દુર્ગમ બન્યા છે. અંતરાયોનાં જાળાંએ જાણે બધાને બાંધી લીધા છે ! મોહનીયની છાવણીઓ અને તાબૂતોની વચ્ચે આપણું અસ્તિત્વ છે. પ્રબળ મોહ-પરિણતિએ જીવોની ગળચી દબાવી છે. ચિંતાઓ, ટેન્સનો અને મૂંઝવણોનાં વજનદાર પોટલાં માથા ઉપર ઊચકીને માણસ ફરે છે. આધિ, વ્યાધિ અને ઉપાધિની ત્રિપુટીએ 63 Page #77 -------------------------------------------------------------------------- ________________ ત્રાસવાદ ફેલાવ્યો છે. આવા વિષમ અને વિકટ કાળમાં હવે ઝંખના છે અકસીર સર્વાષધિની. કોઇ જડીબુટ્ટીની શોધમાં નજર સહુની ભમે છે. ગૌતમ નામ આવી અક્સીર જડીબુટ્ટી છે. સમાધિરસનો અમૃતકુંભ છે આ નામ. પુણ્યોદયની ટ્યુબલાઇટને ચાલુ કરવાનું બટન છે આ નામ. ચાલો, આ નામ-મંત્રની રટણા કરીએ. આ નામમંત્રના સાધક બનીએ. ઉછળતા અહોભાવ સાથે ગૌતમના નામમંત્રનો જાપ કરીએ. ગૌતમ નામની ટણા જરૂર આપણા અંતરાયોનાં જાળાંનું છેદન કરશે, મોહનીયનું કાસળ કાઢશે અને જ્ઞાનાવરણીયનાં વાદળોને વિદારશે. ગુણલયોપશમનું અવમ્ભ સાધન છે-ગૌતમ રટણા. ચાલો, મહાપ્રભાવી આ મંત્રનાં શરણે જઇએ. મંત્રઃ ૩ૐ હ્રીં શ્રીં અરિહંત ઉવજ્જાય શ્રી ગૌતમસ્વામિને નમઃ | Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રી મૌતમસ્વામીનો વૈભવ : જ્ઞાન : ચાર પ્રભુદત્ત ત્રિપદીમાંથી લબ્ધિ : ૨૮ એક મુહૂર્તમાં ચૌદ પૂર્વની રચના શિષ્યો : ૫૦ હજાર ચમત્કૃતિ सदक्षिणं भोजनमेव देयं, साधर्मिकं संघसपर्ययेति । कैवल्यवस्त्रं प्रददौ मुनीनां, स गौतमो यच्छतु वाञ्छितं मे ।। સાધર્મિકને સંઘપૂજા પૂર્વક દક્ષિણા સહિત ભોજન આપવું જોઇએ. એથી મુનિઓને (પંદરસો તાપસોને) કેવળજ્ઞાનરૂપી વસ્ત્ર જેમણે આપ્યું, તે શ્રી ગૌતમગણધર મારાં વાંછિતોને આપો. શ્રી ગૌતમસ્વામી અષ્ટક હે ગૌતમ પ્રભુ ! આપ ઘણાં મોટા શ્રમણ હતા છતાં એક શ્રાવકની પણ આપે ક્ષમા માંગી. વડિલો પ્રત્યે અપરાધ સેવાઇ જાય ત્યારે તો તરત નમીને ખમાવી દઉં તેવી યોગ્યતા પણ મારામાં ક્યારે પ્રગટશે ? Page #79 -------------------------------------------------------------------------- ________________ - જો ગૌતમ હોઉં તો ! તું સાત રાજારા , સ્કુલમાં ભાષાનાં પ્રશ્નપત્રમાં ઘણીવાર એવો નિબંધ પૂછાતો હોય છે કે, હું– હોઉં તો ! હું વડાપ્રધાન હોઉં તો ! કરોડપતિ હોઉં તો ! પ્રીન્સીપાલ હોઉં તો ! પટાવાળો હોઉં તો ! કે ભિખારી હોઉં તો...આવા તો હજારો પાત્રોને સંભાવનાનાં કેન્દ્ર તરીકે ગોઠવીને નિબંધ પૂછી શકાય. ઘણીવાર તો નિર્જીવ સાધનોને પણ સંભાવનાનાં પાત્ર તરીકે મૂકેલા હોય. જેમકે, હું કચરાટોપલી હોઉં તો ! હું બ્લેકબોર્ડ હોઉં તો ! હું સ્કુલનો ઘંટ હોઉં તો ! આવો નિબંધ પૂછાય ત્યારે વિદ્યાર્થીએ તે તે વસ્તુમાં સજીવારોપણ અલંકાર દ્વારા કચરાપેટી કે બ્લેકબોર્ડનાં કલ્પિત આંતર-સંવેદનોને વાચા આપવાની ! એકવાર એક સ્કુલમાં નિબંધ પૂછાયોઃ જો હું શિક્ષણમંત્રી હોઉં તો ! એક વિદ્યાર્થીએ લખ્યુંઃ જો હું શિક્ષણમંત્રી હોઉં તો સૌ પ્રથમ પરીક્ષામાં આ પ્રકારનો નિબંધ પૂછવા પર જ પ્રતિબંધ મૂકી દઉં ! તે વિદ્યાર્થીને ભલે આ પ્રકારના નિબંધ માટે અરુચિ હોય, મને તો નિબંધનો આ પ્રકાર ખૂબ ગમે છે. બીજાનાં સ્થાને પોતાની જાતને ગોઠવીને બીજાની સ્થિતિને સમજવાનો આ પ્રકારના નિબંધમાં સર્જનાત્મક પ્રયાસ થતો હોય છે. તે તે પાત્રની પરિસ્થિતિ અને મનઃસ્થિતિને સમજવા વિદ્યાર્થી સ્વયં તે પાત્રમય બની જાય છે. અને, નિબંધ લખતા લખતા તેની આદત પડી જાય અને વિદ્યાર્થી પ્રત્યેક પ્રસંગે પોતાની જાતને બીજાનાં સ્થાને મૂકીને જ સંયોગોનો અભ્યાસ કરતો થઇ જાય તો તેનાં જીવનમાં દયા, ક્ષમા, પ્રામાણિકતા વગેરે મૂલ્યો સહજ રીતે Page #80 -------------------------------------------------------------------------- ________________ વાઇ જાય ! કૂતરાને લાઠી મારવાનું મન થાય અને તરત કૂતરાની જગ્યાએ પોતાની જાતને મૂકી દે તો લાઠી ક્યાંથી મારી શકે ? દયાની લાગણી સ્વયં સ્કુરાયમાન થાય તેવું જ કોઇની ઉપર ક્રોધ કરતી વખતે વિચારે તો ક્ષમા અને કોઇને છેતરવાનો વિચાર આવે ત્યારે વિચારે તો પ્રામાણિકતા સહજ આચરાઇ જાય. બીજાને માપવા માટેની આ સરસ અને સચોટ ફૂટપટ્ટી છે. જો હું તે હોઉં તો ! ગૌતમસ્વામીની ઉંચાઇ માપવા માટે મેં આજે આ પ્રયોગ કર્યો. ગૌતમનાં જીવનમાં જે જે પ્રસંગો બન્યા છે તે દરેક પ્રસંગે તેમનાં સ્થાને હું હોઉં તો શું કરું ? તે પ્રસંગોમાં મારું આચરણ અને વલણ કેવું હોય અને ગૌતમસ્વામીનું આચરણ કે વલણ કેવું હતું ! આવું વિચારવાથી ફાયદો એ થયો કે ગૌતમને માપવા જતાં હું પણ મપાઇ ગયો. વળી, તેમની અને મારી વચ્ચેનાં ડીસ્ટન્સનો પણ કાંઇક તાગ આવ્યો. ક્યાં આપણી તુચ્છ મનોવૃત્તિ અને ક્યાં ગૌતમની નિર્મલતમાં અને અત્યંત ઉમદા ચિત્તવૃત્તિ ! તો હવે નિબંધ શરૂ થાય છે. નિબંધનો વિષય છે. જો હું ગૌતમ હોઉં r! If I were the Gautam. હું ૧૪ વિદ્યાનો પારગામી પંડિત શિરોમણિ બ્રાહ્મણ ઇન્દ્રભૂતિ ! ૫૦ વર્ષના મારા જીવનકાળમાં હું કોઇ નવો ઇન્દ્રભૂતિ નથી. જે ઇન્દ્રભૂતિએ કર્યું તે જ . હું કરું. વાહવાહના અને જયજયારવના કર્ણપ્રિય નાદોને બસ રાતદિન ઝીલ્યા કરું પાળેલા પોપટ જેવા શિષ્યો દ્વારા ઉચ્ચારાતી બિરુદાવલીઓ કાન માંડીને સાંભળ્યા કરું અને ફૂલીને ફાળકો થયા કરું. માનપાનની મનભાવન સૃષ્ટિમાં સદા ખેલ્યા કરું. મારી જાતને અજેય વાદી અને સર્વજ્ઞાની માન્યા કરું અને તે અફવાને ચારે કોર ફેલાવ્યા કરું. મારા મનમાં પડેલા આત્મવિષયક સંશયને હું પણ ન જાણી જાઉં તે રીતે સર્વજ્ઞતાના ભ્રમની કોથળીમાં સંતાડીને રાખું. બીજાની પ્રસિદ્ધિ સાંભળીને બળી મરું. બીજા ટપકી પડેલા સર્વજ્ઞને હરગીજ બરદાસ્ત ન કરું. હલ્લો લઇને જાઉં. પ્રશ્નો અને દલીલોનો ધારદાર હુમલો કરવા શસ્ત્રો સજાવીને જાઉં ! ચપટીમાં હરાવીને આવું છું એવા ફાંકા મારતો Page #81 -------------------------------------------------------------------------- ________________ મારતો જાઉં. તેની તરફ આકર્ષિત થયેલા દેવોને પણ ડફોળ ગણું. આમ તો તે આવી પડેલા સર્વજ્ઞનો ઠઠારો જોઇને મારે મૂઢ ન બનવું જોઇએ પણ આવું અનંત ઐશ્વર્ય અને આવા અનુપમ દેદાર જોઇને ઇન્દ્રભૂતિની જેમ હું પણ ઘવાઇ જ જાઉં. અને નામ દઇને મને બોલાવે ત્યારે અહંકારનો છેલ્લો (પણ, જો કે મારા માટે તે છેલ્લો ન પણ હોય) એટેક મને પણ આવે છે, કારણ કે હું ગર્વિષ્ઠ ઇન્દ્રભૂતિ છું. પણ, છેક અંદરના સાતમાં પડમાં સંતાડેલો સંશય તે કહી દે ત્યારે ઇન્દ્રભૂતિ ક્લીન-બોલ થઇ ગયા પણ ઇન્દ્રભૂતિ તરીકે હું શું કરું તે મને ખબર નથી ! સંશયનું સમાધાન લઇને રવાના થઇ જાઉં ! અને કદાચ મારા વેદશાસ્ત્રોને ખરા સાચા માની વળગી પણ રહું ! પણ, સમજો કે, ઇન્દ્રભૂતિએ કર્યું તે જ હું કરું. તો હવે, પ્રભુ વીર મારા ગુરુ અને હું તેમનો પ્રથમ શિષ્ય! અત્યાર સુધી તો ઇન્દ્રભૂતિએ કર્યું તેવું જ લગભગ હું કરું-પણ, હું શિષ્ય ગૌતમ હોઉં તો શું કરું તે જાણવું છે ? ગૌતમે જે કર્યું તે ગૌતમ તરીકે હું ન કરી શકે અને ગૌતમ તરીકે હું કરું તે સાચુકલા ગૌતમ ન કરી શકે. કારણ કે પ્રભુવીરના શિષ્ય બન્યા પછી ગૌતમનું પોત બદલાઇ ગયું, મારે તો મારું ઓરિજિનલ પોત નજર સામે રાખીને જ આ નિબંધ લખવાનો છે. સૌથી પહેલા તો હું મારા ૫૦૦ ચેલાને સંભાળી લઉં...એકેય આવો પાછો ન થઇ જાય ! તેમની દીક્ષાનો વિધિ થાય ત્યારે નામકરણ-દિગુ બંધનના વિધિ વખતે વિશેષ સાવધ રહું ! હું મહાવીરનો પણ આ બધા તો મારા ! પેલી જુની બિરુદાવલીઓ પોકારવા તેમને મનાઇ કરી દઉં પણ નવી અવસ્થાના નવા પોપટપાઠ ગોખાવી દઉં. પણ સાથે વિવેક પણ શીખવાડું કે ગુરુની હાજરીમાં આ ગાણાં નહિ ગાવાનાં. અને, સાચું કહું ? જીવન મહાવીરને સોપું પણ મનના ચેક ઉપર સહી કરતાં મારા હાથ તો ન જ ઉપડે. હવે તો યજ્ઞ-યાગ બંધ કરી દીધા, મનની આહુતિ આપવાની વાત શેની કરવાની ? મારો વિકાસ અને મારું ઘડતર તો મારી ઇચ્છા, રુચિ, માનસિક બંધારણ, વલણ વગેરેને અનુલક્ષીને જ થવા જોઇએ. બીજો - ૭૨ Page #82 -------------------------------------------------------------------------- ________________ કોઇ પોતાની ઇચ્છા અને વિચાર આપણા ઉપર ઠોકી બેસાડે તે કેમ ચાલે ? આપણા ઘોડાની લગામ બીજો ઝાલે ? આપણે તો ઓટો-સજેશન અને અંત: ફુરણાને અનુસરનારી જાત ! આજ્ઞા અને આદેશનું ભારે પાણી આપણી હોજરીને ન પચે. વડિલ કે ગુરુ બહુ બહુ તો પોતાના વિચાર, ઇચ્છા કે ભાવના પ્રદર્શિત કરી શકે, તેની ફરજ કેવી રીતે પાડી શકે ? તેમના વિચાર સાંભળવાની ઉદારતા હું દાખવી શકું, મને મગજમાં ફીટ બેસે તો તેમના તે વિચારો મુજબ વર્તવાની સુજનતા પણ આચરું. પણ, બાબા વાકય પ્રમાણમુ ના વેદીયાવેડા મને ન ફાવે. તહત્તિના સળીયાથી સંપજેલા ગુરુપારતંત્રનાં પાંજરામાં પૂરાઇ રહેનારું આ પંખી નથી. આપણે તો મુક્ત ગગનના સ્વૈરવિહારી પંખી ! અને, હવે પ્રસંગ આવ્યો ત્રિપદીમાંથી દ્વાદશાંગીની રચનાનો ! જો આટલા વિરાટ શ્રુતના ખજાનાનું સર્જન હું કરું તો ચોરાઇ જવાનો ભય મને સહુથી પહેલો સતાવે. મને તરત વિચાર એ આવે કે કોઇ મારી કોપી ન મારે ! સર્વ હક્ક રચયિતાને સ્વાધીન-આવી કાયદેસરની ટીપ્પણ મૂક્યા વગર હું ન રહું. પ્રભુ વીરને વારે ઘડીએ પ્રશ્નો પૂછી પૂછીને હું વિક્ષિપ્ત ન કરું ! સાવ સીલી કવેશ્ચયા ભરસભામાં મારા જેવો જ્ઞાની પૂછે ? મારી પાસે ચાર-ચાર જ્ઞાન હોય અને ૧૪ પૂર્વ સહિત સંપૂર્ણ દ્વાદશાંગીનો શ્રુતખજાનો હોય પછીય મારે ગુરુને પૂછ-પૂછ કરવાનું ? આપણે તો આપકમાઇના સિદ્ધાન્તને વરેલા, બાપકમાઇ ઉપર થોડું જીવાય ? અને, કોઇ ઘરમાં ઇમ્પોર્ટેડ હાઇટેક કેમેરા વસાવે અને તેની ચાંપ એકવાર પણ ન પાડે કે મોંઘુ દાટ કલર ટી.વી. લઇ આવે અને એકેય વાર તેનું બટન on ન કરે તો તેને કહેવું પડે કે, ભાઇ, તારું આ ઘર છે કે મ્યુઝીયમ ? હું તો Maximum Utility ના પ્રીન્સીપલમાં માનનારો ! અને કોઇ પણ ચીજ ઉપયોગ કર્યા વગર પડી રાખો તો તેને કાટ ન લાગી જાય ? મારા અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનને હું Idle પડ્યું ન રાખું. હું કંજૂસ પણ ન બનું, કરકસર પણ ન કરું. અને, આમ કોઇ ગમે તેવો અઘરો પ્રશ્ન પૂછે અને ઝટ અવધિ કે મન:પર્યવનો ઉપયોગ મૂકીને હું તેને સચોટ અને સંતોષકારક સમાધાન આપી દઉં Page #83 -------------------------------------------------------------------------- ________________ તો કેવો વટ પડે ! માત્ર મારો વટ નહિ, મારા ગુરુનો પણ પડે જ ને ! લોકો તરત તારીફ કરે કે...ગુરુએ ચેલો તો ટકોરાબંધ તૈયાર કર્યો છે ! ભલેને આપણા પોતાનાં શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન કે મનઃ પર્યવજ્ઞાનથી જવાબ આપ્યો હોય, થોડો જશ ગુરુને મળે તો ય આપણને શું વાંધો હોય ? મારી પાસે આટલું વિરાટ જ્ઞાન હોય પછી મારા ગુરુદેવને વધારે શ્રમ શા માટે લેવો પડે ? મારા ગુરુદેવને સમવસરણમાં કોઇ પ્રશ્ન પૂછે તો ગુરુદેવ જવાબ આપે તે પહેલા હું જ કહી દઉં. ગુરુદેવને એટલો શ્રમ ઓછો અને આપણાં જ્ઞાનને પ્રગટ થવાનો એટલો સ્કોપ મળે ! અને, આમેય ગુરુનું કાર્ય ચેલો કરી લે તે ભક્તિ જ છે ને ! અને, આપણને જેનો જવાબ સચોટ આવડે છે તેવો પ્રશ્ન સભામાં પૂછાય ત્યારે આપણાથી ચૂપ તો કેવી રીતે બેસી રહેવાય ? હોંશિયારી પ્રદર્શિત કરવાની તક જતી કરે તે હોંશિયાર શાનો ? અને, મને ખુદને કોઇ અતિ ગૂઢ બાબતનો પ્રશ્ન ઉપસ્થિત થાય (અતિ ગૂઢ વિષય સિવાય તો મને શંકા શેની હોય ?) તો હું જાહેરમાં ન જ પૂછું. એકાંતમાં પ્રભુ વીર પાસે એકલો બેઠો હોઉં ત્યારે હળવેકથી પૂછી લઉં. અને ગુરુદેવ જવાબ આપે ત્યારે તરત ચોખવટ કરી દઉં – Exactly મને પણ આવો જ ખ્યાલ હતો. આ તો તમને પૂછ્યું એટલે પાકું થઇ ગયું ! (અજ્ઞાન જેટલું ગુપ્ત રહે તેટલું સારું અને જ્ઞાન જેટલું પ્રગટ થાય તેટલું સારું-આ આપણી મૂળભૂત માન્યતા) અને, મારા પ્રશ્નોનો પ્રકાર જુદો હોય ! ફલાણો મોક્ષમાં ક્યારે જશે અને ઢીંકણાને કેવળજ્ઞાન ક્યારે થશે આ પંચાત મારે શા માટે કરવાની ? કોઇની પ્રાઇવેટ બાબતમાં આપણે ઇન્ટરેસ્ટ શા માટે દાખવવો પડે ? સ્ત્રીની ઉમર ન પૂછાય, પુરુષની આવક ન પૂછાય તો કોઇના ભવ કેવી રીતે પૂછાય ? અને, સમજો કે કોઇના ભાવ પૂછું અને વધારે હોય તો મને હરખ થાય, તેવું જોખમ શા માટે લઉં ? અને, કેવલીને આપણું પોતાનું પૂછવાનું ઓછું છે કે બીજાનું પૂછડ્યા કરીએ ? મારે કુલ કેટલા શિષ્ય થશે ? લબ્ધિઓનો પ્રયોગ કરવાની મને કુલ કેટલી તક મળશે ? મારું આયુષ્ય કેટલું છે ? કેટલા રાજાઓ મારા ભક્ત થશે? મારા કેટલા શિષ્યોને કેવળજ્ઞાન થશે ? આવા બધા અતિ મહત્વના પ્રશ્નો પૂછવામાં ' ' Page #84 -------------------------------------------------------------------------- ________________ બીજાના પ્રશ્નો પૂછવાની ફુરસદ મને ક્યાંથી મળે ? અને, એક વાત નિખાલસપણે જણાવી દઉં. મારા અવધિજ્ઞાન અને મનઃ પર્યવજ્ઞાનનો પરદોષદર્શન માટે કે તુચ્છ કૌતુકો સંતોષવા માટે હું ઉપયોગ ન જ કરું તેવી બાંહેધરી અત્યારે હું ન આપી શકે. આવી માહીતિ હાથવગી હોય, તો અવસરે ચોપડાવી શકાય ને ! વળી, મારા જ્ઞાનનો ઉપયોગ મૂકવાની બાબતમાં હું કંજૂસ ન હોવાના કારણે આનંદ શ્રાવક સામે ખોટા પડવાનો મને સવાલ જ ન આવે. અને, સમજો કે મેં આનંદ શ્રાવકને ખોટા કહી દીધા...અને, મને તો મારામાં પૂરો કોન્ફીડન્સ ' હોય જ, તેથી પ્રભુ પાસે જઇ Approval લેવાની શી જરૂર હોય? અને, સમજો કે બેમાંથી કોણ પ્રાયશ્ચિતનો અધિકારી તે નક્કી કરવું જરૂરી બન્યું અને તે માટે પ્રભુને પૂછું અને પ્રભુ મને દોષિત કહે તો મારે પ્રાયશ્ચિત્ત લેવું જ પડે. પણ પ્રભુને કહી દઉં હું ખોટો છું તે વાત આપણે બે જ જાણીએ...જે પ્રાયશ્ચિત્ત આપવું હોય તે મને આપી દો. અને, જો ગુરુદેવ આનંદ શ્રાવકનાં ઘરે જઇને તેનું મિચ્છામિ દુક્કડ માંગવાની વાત કરે તો મારે ગુરુદેવને નમ્રતાપૂર્વક વ્યવહારશુદ્ધિનો વિવેક શીખવવો પડે. ગુરુદેવ, આ સારું ન લાગે. આપનો પ્રથમ ગણધર એક શ્રાવકના ઘરે તેનું મિચ્છામિ દુક્કડે માંગવા જાય તેમાં તેની નહિ, આપતી ઇજ્જત જાય ! સાધુપણાની લઘુતા થાય ! મેં દ્વાદશાંગી રચી હોય અને એક શ્રાવક આગળ તત્ત્વની બાબતમાં હું ખોટો પુરવાર થાઉં તો આપનાં શાસનની દ્વાદશાંગીમાં લોકોને વિશ્વાસ કેવી રીતે બેસે ? અને હવે બીજી વાર આવી પ્રરૂપણા નહિ કરું તેની આપને ખાત્રી આપું. પણ આપ આ ઘરે મિચ્છામિ દુક્કડે માંગવા જવાનો દુરાગ્રહ ન રાખો. કદાચ એકવાર આપના દબાણને વશ થઇને શ્રાવકની માફી માંગી પણ લઉં. પણ પછી શ્રાવકો વંઠી જાય, માથે ચડી બેસે. નાની નાની વાતમાં સાધુ પાસે માફી મંગાવતા થઇ જાય ! આવું બધું ઉટપટાંગ સમજાવવાથી લગભગ તો માની જાય ! તે છતાં Page #85 -------------------------------------------------------------------------- ________________ મિચ્છામિ દુક્કડનો આગ્રહ રાખે તો મોંઢા પર નારાજગી અને અરુચિના ભાવ લાવીને પ્રભુને કહુંઃ આપ બહું કહો છો તો એકવાર આનંદ શ્રાવકના ફોટા સામે માફી માંગી લઉં... અને, તે છતાં તેનાં ઘરે જઇને તેની સમક્ષ જ માફી માંગવાની પક્કડ પ્રભુ રાખે તો મારે Bold થઇને સ્પષ્ટ કહેવું પડે...એ મારાથી નહિ બને. તે તમારો પહેલો શ્રાવક છે તો હું તમારો પહેલો ગણધર છું. એકલા શ્રાવકનું તાણો તે ન ચાલે. પણ, પાછો મને પ્રભુ ઉપર રાગ તો ઘણો જ છે એટલે સાંજ પડે એકાંતમાં જઇને પ્રભુને મનાવું. પ્રભુ ! પ્લીઝ, ખોટું ન લગાડતા. આ તો જરા વ્યવહાર દૂષિત થતો હતો એટલા માટે આપને કહેવું પડ્યું. બાકી આપ તો મારા હૈયાના હાર છો, આંખોના તાર છો, જીવનના આધાર છો. આપની કૃપાદૃષ્ટિ જરાપણ ઘટાડતા નહિ. આપ નારાજ થાઓ તે મને ન પરવડે ! અને, આપ કહેતા હો તો આપની ક્ષમા માંગી લઉં, બસ? આપની ક્ષમા માંગવામાં મને જરાય વાંધો નથી. મિચ્છામિ દુક્કડ, બસ ? (પ્રભુની માફી માંગવામાં આપણે ક્યાં નાના બાપના થઇ જવાના હતા ?) પ્રભુ પર પ્રીતિ અપાર હોવા છતાં ડીફરન્સ ઓફ ઓપિનિઅન કે ટસલના પ્રસંગો સાવ ન જ બને, તેવું નક્કી ન કહી શકું. સભા વચ્ચે શ્રેણિક મહારાજા પ્રશ્ન પૂછે : પ્રભુ ! આપના ૧૪ સહસ અણગારમાં સૌથી વધુ ચડતે પરિણામ કોણ ? આ પ્રશ્નનો પ્રભુ કાંઇ પ્રત્યુત્તર આપે તે પહેલાં મારા મનમાં પ્રત્યુત્તર નક્કી થઇ જાય કે આનો જવાબ ગૌતમ સિવાય બીજો કોઇ જ ન હોઇ શકે. I am number one, second to none. અને પ્રભુનાં મુખે ધન્ના અણગારનું નામ નીકળે ત્યારે મારા કાનમાં ઉકળતું સીસું રેડાય, પેટમાં તેલ રેડાય અને મોટું કેસ્ટર ઓઇલ પીધા જેવું થઇ જાય. પણ ભરસભામાં પ્રભુના વિરોધમાં નહિ પડવાની સભ્યતા અને સંયમ તો કદાચ હું જાળવી શકું. કારણકે, તેમાં બુદ્ધિમત્તા પણ કહેવાય. જાહેરમાં વિરોધ કરું તો પહેલા નંબર તરીકે જાહેરમાં જ અયોગ્ય જાહેર થઇ જાઉં. પણ તે વખતે મારા મનમાં વિકલ્પોની મોટી આંધી સર્જાય જ. તે આંધીનો લાઇવ ફોટોગ્રાફ આવો હોયઃ Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ શું જોઇને આ નામ બોલ્યા હશે ? ક્રમાંકમાં સહુથી પહેલો હું, કારણ કે પ્રથમ ગણધર છું. પર્યાયમાં સહુથી મોટો હું, કારણકે સહુથી પહેલી દીક્ષા મારી થઇ છે. જ્ઞાનની વાત કરીએ તો હું દ્વાદશાંગીનો સર્જક ચૌદ પૂર્વધર, ચાર જ્ઞાનનો ધણી.. દર્શનની વાત કરો તો પ્રભુ પર મને કેવો અટલ વિશ્વાસ ! વેદ અને વેદાંતોનાં થોથાં મૂકીને પ્રભુની શરણાગતિ સ્વીકારી છે ! ચારિત્રની તુલના કરવી છે ? મારી પારાવાર લબ્ધિઓ મારા મોહનીય આદિ કર્મોના અત્યંત ક્ષયોપશમના પ્રગટ પુરાવા જેવી છે. અને, મોહનીયનો આવો તીવ્ર ક્ષયોપશમ ઉત્કટ ચારિત્રનાં પાલન વગર થોડો થાય ? અને, ધન્નો તપસ્વી છે તો તમાચારમાં હું કમ છું ? તે છઠ્ઠનાં પારણે છઠ્ઠ કરે છે તો હું પણ છઠ્ઠનાં પારણે છઠ્ઠ કરું છું. તે પારણે આયંબિલ કરે છે અને હું એકાસણું કરું છું, એટલું તપની બાબતમાં તેનું પલ્લું થોડું ભારે ગણો. પણ બીજી બધી બાબતમાં મારાં પલ્લામાં વજન કેટલું બધું છે ! વર્યાચારની વાત કરતા હો તો, પ્રથમ ગણધર હોવા છતા રોજ ગોચરીએ જાઉં છું. બધી ક્રિયા અપ્રમતપણે કરું છું. શિષ્ય સંપદામાં તો અજોડ છું જ, even richer than the rich and greater than the great. વિનય એ સર્વગુણોનું મૂળ છે. પ્રભુ જ્યાં મોકલે ત્યાં તરત જાઉં છું. જે કહે તે કરું છું. વિનયી તરીકેની મારી ખૂબ ખ્યાતિ છે. મોટો ગુરુ હતો તેમાંથી અદનો શિષ્ય બની ગયો...મારો ત્યાગ કેટલો મહાન ! અને, મારી લબ્ધિઓ ! કોઇના પણ મોઢામાંથી અહો...અહો અને અ...ધ..ધ..ધ..ધ નીકળ્યા વગર ન રહે. જેને દીક્ષા આપું તેને કેવળજ્ઞાન સંપજે. આ મારી Exclusive ઓળખાણ ! Page #87 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન-ધ્યાન, તપ-ત્યાગ, સ્વાધ્યાય-સંયમ, વિનય-વિવેક...કઈ બાબતમાં હું ઉણો છું ? પણ, માલિકનો માલિક કોણ ? આ તો સ્પષ્ટ પક્ષપાત છે ! આટલા બધા ઇન્દ્રો, દેવો, શ્રેણિક રાજા અને વિશાળ પર્ષદા-બધાના મન પર મારી કેટલી ખરાબ છાપ પડે ! અને, કદાચ ધન્નાનું જ નામ આપવું હતું તો આમ જાહેરમાં થોડું અપાય ! શ્રેણિકને કહી દેવું જોઇએ કે, બધા પ્રશ્નોના જવાબ જાહેરમાં ન અપાય, આનો જવાબ ખાનગીમાં મળશે. અને, શ્રેણિકને ય અક્કલ નથી. આવા પ્રશ્નો જાહેરમાં પૂછાતા હશે? કેટલો વિનય રાખીએ, કેટલા જ્ઞાની બન્યા, છઠ્ઠને પારણે છઠ્ઠ કરીએ, તેમને ખાતર ઘસાઇ જઇએ અને તૂટી મરીએ. પણ ગુરુને કોઇ કદર જ ન હોય ! આવો વિકલ્પોનો ઝંઝાવાત મારા મનમાં તો હુંકાયા વગર ન જ રહે. અને, સ્વમાનપ્રેમ કહો તો સ્વમાનપ્રેમ અને નબળી કડી ગણો તો નબળી કડી, આપણને જાહેરમાં કોઇ ઉતારી પાડે કે અવમૂલ્યન કરે તો આપણાથી સહન ન થાય. અને, આ પ્રોબ્લેમ મને ઘણી વાર થાય. જ્યારે નવાસવા દીક્ષિતને લઇને આવું અને હું સહુથી પહેલાં વંદન કરવાનો વિવેક શીખવાડું ત્યારે ગુરુ ભરસભામાં ધડ દઇને મને ટોકે. ગૌતમ, કેવલીની આશાતના ન કર...આ થોડું વ્યાજબી છે? આપણને થોડી ખબર હોય કે તેમને કેવળજ્ઞાન થઇ ગયું છે ? શિષ્યોએ પહેલેથી જ મને કહી દેવું જોઇએ કે, ગુરુદેવ, અમને કેવલજ્ઞાન થયું છે. અને, કાં તો સમવસરણમાં પહોંચતાવેંત પ્રભુએ કાનમાં મને કહી દેવું જોઇએ કે આ તારા નવા શિષ્ય કેવલી બની ગયા છે. તેવું કરવાને બદલે જાહેરમાં મને ઉતારી પાડે તે ઠીક ન કહેવાય. પણ, વિનયી અને સમર્પિત તરીકેની છાપ ટકાવી રાખવા આપણે મૂંગે મોઢે બધું સહન કરી લેવું પડે ! જુઓ, પેલા હાલિકના પ્રસંગમાં કેવું થયું ? એ ગમાર જેવાને મે કેવી રીતે Page #88 -------------------------------------------------------------------------- ________________ બુઝવ્યો હશે ! માંડમાંડ તેને સીધો કર્યો અને સાધુ કર્યો, પણ..,ઘર ભેગો થઇ ગયો. પ્રભુને જઇને મોંઢામોંઢ થોડું કહેવાય કે, આ તમારા કારણે ગયો ! એકેય ચેલો તેમણે નથી કરી આપ્યો. ઉલ્ટું મારો ખુદનો પકાવેલો તેમનાં કારણે ઓછો થયો ! અને, પોતે સર્વજ્ઞ છે, જાણતા હતા આ ખોટો રૂપિયો છે, તો શું કામ મને ખોટો વ્યાયામ કરાવવો જોઇએ ? હું જલ્દી કેવલી ન થયો તેમાં જ ઘણી મુસીબતો થઇ. ૫૦ હજાર શિષ્યો કેવલજ્ઞાની હોય અને હું છદ્મસ્થ ! મારે કેટલું નીચાજોણું થાય ! પણ તેમનાં કારણે જ મારું કેવલજ્ઞાન અટકતું હતું. તેમના પરના રાગથી જ હું અટકેલો હતો. પણ, મારી પાસે છાતી કાઢીને ફરી શકું એવું પણ ક્યાં ઓછું છે ? જો હું ગૌતમ હોઉં અને મારી પાસે અઢળક લબ્ધિઓનો ખજાનો હોય તો હું તે લબ્ધિઓના પ્રયોગ માટે જાહેર શો યોજી બધાને આવર્જિત કરવાની લાલચ ન જ રોકી શકું. પ્રભુના અતિશયોથી બધા આકર્ષિત અને આવર્જિત થાય છે તેમ મારી લબ્ધિઓથી આકર્ષિત અને આવર્જિત થાય ! આવર્જિત થઇને આખરે તે બધા ધર્મ જ પામવાના છે ને ! અને, જે દિવસે સૂર્યકિરણોનાં આલંબનથી અષ્ટાપદ ચડવાની ચમત્કૃતિ સર્જવાનો અવસર હતો, ત્યારે જો ગૌતમના સ્થાને હું હોઉં તો પ્રેસ-રિપોર્ટર્સનો અને પ્રેસ-ફોટોગ્રાફર્સનો મોટો કાફલો સાથે લઇને જ જાઉં ! જો કે, તે વખતે આ બધું હતું નહિ પણ તેવા રાજા વગેરેના કાનમાં તો પહેલેથી ફૂંક મારી દઉં કે પ્રયોગ જોવો હોય તો રસાલો લઇને આવી જજો. અને, અંગૂઠા દ્વારા ક્ષીરપાત્રને અક્ષય બનાવ્યું તે ટાણે ગીનીસ બુક અને લીમ્કા બુકની ટીમને આમંત્રીત કરી ઉપસ્થિત રાખું ! મહાવીર દેવનાં વલણ પ્રત્યે મને ક્યાં થોડી પણ અરુચિ થાય તે મેં નિખાલસપણે દર્શાવી દીધું. તો તટસ્થપણે મહાવીર મને કેમ ગમે તેનાં કારણો પણ મારે દર્શાવી જ દેવા જોઇએ. મહાવીરદેવનું પ્રોપરાઇટરી રાઇટ્સ અંગેનું ધોરણ બિલકુલ લીગલ, જસ્ટીફાઇડ અને ઇમ્પાર્શીયલ લાગે ! બાપની ઇન્કમ ૭૯ Page #89 -------------------------------------------------------------------------- ________________ બાપના નામે અને દીકરાની ઇન્સક દીકરાના નામે જ જમા થાય અને જાહેર થાય. આ વ્યવસ્થાનો હું પૂરો ટેકેદાર. કારણ કે, આખરે મારું માનસ તો વીસમી સદીની ટ્રેડીશન્સથી જ ટેવાયેલું છે ને ! ગુરુના શિષ્યોનો આંકડો ૧૪ હજાર બોલે અને મારા શિષ્યોનો ૫૦ હજાર બોલે ! મહાવીરની આ કાઉન્ટીંગ સીસ્ટમ મને ગમે. આજે તો કેવું ચાલ્યું છે ! શિષ્યના શિષ્યો ગુરુના પ્રશિષ્ય તરીકે પાછા ગુરુના પરિવારમાં પણ ગણાય. એક જ આઇટેમની બબ્બે વાર એન્ટ્રી થોડી નંખાય ? અને, તેમ કરવામાં સમર્થ શિષ્યનું ઇન્ડીપેન્ડન્ટ સ્ટેટસ શું રહે ? કારણ કે, ગુરુની શિષ્યસંખ્યામાં શિષ્યના શિષ્યોની સંખ્યા ઉમેરાઇ જવાથી શિષ્ય ગુરુને તો ક્યારેય ઓવરટેક કરી જ ન શકે ! મહાવીરની ગણનાપદ્ધતિને હું Whole Heartedly appreciate કરું છું. પ્રભુ પાસે દીક્ષા લેવામાં સરવાળે તો ફાયદો જ થયો છે. બ્રાહ્મણ હતો ત્યારે ૫૦૦ ચેલા હતા, અત્યારે ૫૦ હજાર છે. જેમ આપણું પોતાનું ગૌરવ હોય છે તેમ સ્ટેટસનું પણ ગૌરવ હોય છે. આપણે પોતાનાં ગૌરવની ચિંતા કદાચ ન કરીએ પણ આપણાં પ્રથમ ગણધર તરીકેનાં સ્ટેટસનું ગૌરવ તો જાળવવું જ જોઇએ ને ! પ્રભુ મારી કે સ્ટેટસની ગૌરવહાનિ થાય તેવું કામ સોંપે ત્યારે ધર્મસંકટ જરૂર થાય. તે કાર્ય કરું તો સ્ટેટસની હાનિ થાય અને ન કરું તો આજ્ઞાભંગનો દોષ લાગે. હું બેમાંથી એકેય દોષ ન લાગવા દઉં. ચાલાક તો ખરો ને ! શતક શ્રાવકને તેની પત્નીને મિચ્છામિ દુક્કડે માંગવાનો સંદેશો પહોચાડવાનું કાર્ય પ્રભુ મને ભળાવે તો ના તો ન પડાય. પણ, તેવું નિમ્ન કક્ષાનું કામ મારા જેવા પ્રથમ ગણધર કરે તે સ્ટેટસને અનુરૂપ ન કહેવાય. આવા અવસરે હું ચાલાકી વાપરું. પ્રભુને તહત્તિ કહી દઉં અને મારા કોઇ નાના ચેલાને આ કામ ભળાવી દઉં અને તે કામ પૂરું કરીને આવે એટલે પ્રભુને જણાવી દઉં કે કામ થઇ ગયું છે. સાપ મરે નહિ ને લાકડી ભાંગે નહિ. જો કે, આમ કરવામાંય મારે લમણાઝીંક તો ઘણી જ કરવી પડે. મારા હજારો ચેલામાંથી હજુ કોને કેવલજ્ઞાન થવાનું બાકી છે તે મારે શોધવું પડે, કારણ કે, કેવલજ્ઞાની શિષ્યને તો કામ સોપાય નહિ. હાલિક જેવા ગમાર ખેડૂતને વ્યાખ્યાન સંભળાવવાનું ગુરુ કહે ત્યારે પણ – ૮૦ Page #90 -------------------------------------------------------------------------- ________________ આવી ચાલાકી જ અજમાવું. કારણ કે એક ગમારને સમજાવવા આવડો મોટો ગણધર તેના ઘરે જાય તે કેટલું Odd લાગે ? જોકે આમાંય ચેલાને મોકલવામાં થોડો ભય તો રહે જ. રખે ને ગમાર બુઝી જાય અને દીક્ષા લઇ લે તો તેની એન્ટ્રી શિષ્યનાં ખાતામાં પડે. પ્રોપરાઈટરી રાઇટ્સના Rules ખબર છે ને ! કામ કરું તો સ્ટેટસનો પ્રશ્ન આવે, ન કરું તો ગુર્વાજ્ઞાભંગ થાય અને શિષ્ય દ્વારા કરાવું તો ચેક બીજાના ખાતામાં જમા થઈ જવાનો ડર રહે. બધી વાતે મુસીબત ! પેલા દેવશર્મા બ્રાહ્મણના કેસમાં પણ આ જ મુસીબત મને નડે. જો કે તે પ્રસંગ આખો નોંખો છે. પ્રભુનો નિર્વાણ સમય નજીક છે તેનાં એંઘાણ તો સ્પષ્ટ વરતાઇ ચૂકેલા છે. તેથી, આવા સમયે આડાઅવળા થવામાં જોખમ પૂરું. આવા સમયે આઘાપાછા ન થવાય. વીસમી સદીના વારસાલોલુપ માનસમાં વસિયતનામાનો વિચાર પહેલો આવે ! આખા શાસનના રખેવાળ તરીકેના હક્કો, શાસનનો માલિકી અધિકાર, સત્તાવાર મુખ્ય વારસદાર તરીકેની જાહેરાત વગેરે કેટલી બધી મહત્વની કાર્યવાહીઓ થવાની શક્યતા આ દિવસોમાં મને તો દેખાય ! અને, એવા વખતે જ ગુરુદેવ મને દૂર ધકેલે એટલે તરત શંકા થાય-નક્કી દાળમાં કાંઇક કાળું છે. કાંઇક ગરબડ ગોટાળો થવાની શક્યતા છે ! હવે તો ન જ ખસાય. * પણ, દીક્ષાના દિવસે પ્રથમ ગણધર થયો તેની સાથે જ જે હક્કો મળવાના હતા તે મળી જ ગયા છે, કોઇ ફ્રોડ થશે નહિ કે ગેમ રમાશે નહિ તેવી નિશ્ચિતતા થઇ જાય તો કદાચ જાઉં તો ખરો. કારણકે, મનમાં જ એવો વિચાર આવે કે...છેલ્લી છેલ્લી આજ્ઞા નહિ માનું તો કલંક લાગી જશે. આ કલંકના ભયથી કદાચ હું જાઉં, પણ હીરો ઘોઘો જઇને આવ્યા જેવું થાય તો ઊંડે ઊંડે મનમાં તો વિચાર આવે-પ્રભુ છેલ્લે છેલ્લે પણ ધરમધક્કો ખવડાવ્યા વગર ન રહ્યા. પણ, ગુણીયાજી પહોંચતા માઠા સમાચાર મળતા હું પણ મારી જાતને વશમાં ન જ રાખી શકું. બસ, મારા નાથ ગયા ? આ પામરના પાલનહાર બસ ગયા ? અધમના ઉદ્ધારક ચાલ્યા ગયા ? આ પાપીના પાવનકર્તા બસ પલાયન થઇ ગયા ? આ અજ્ઞાનીનાં અંતરને અજવાળનાર ક્યાં ગયા ? મેં કેટલા ત્રાસ આપ્યા ? કેટલી અવજ્ઞા કરી ? કેટલો અવિનય કર્યો ? પ્રભુ ! મને માફ કરો. Page #91 -------------------------------------------------------------------------- ________________ નહિ..નહિ..નહિ જવા દઉં. શેના જાઓ ? મને છોડીને આમ ચાલ્યા જવાનો તમને શું અધિકાર ? એટલા માટે મને આમ દૂર ધકેલી દીધો ? આખો દિવસ મારા કેવલજ્ઞાન માટે ઝરતો હતો એટલે આપને બીક પેઠી કે આપનું કેવલજ્ઞાન પડાવી લઇશ ? હું આપના ચરણ પકડી ખેંચી રાખીશ ? હું આપનો પાલવ પકડીને પાછળ પડીશ ? હું પોક મૂકી મૂકીને રડું...કદાચ મૂર્ણિત પણ થઇ જાઉં, પાગલ પણ થઇ જાઉં અને કદાચ હૃદયરોગના હુમલાનું નિશાન પણ બની જાઉં. પ્રભુની હયાતિ અને જીવંત સાંનિધ્ય મળવા છતાં ભલે હું કાંઇ ન પામ્યો. તેમના વિરહને તો એળે ન જ જવા દઉં. સાચુકલા ગૌતમની જેમ કેવલજ્ઞાનનાં અજવાળાં ન પથરાય, પણ સમ્યગદર્શનનાં અજવાળાં તો અચૂક પથરાય. કારણ કે પંચમકાળના જીવદળની આ જ વિશેષતા કે વિચિત્રતા છે કે, પૂજ્ય વડિલોની હયાતિમાં તેમનો ભરપૂર અનાદર કરે અને દિવંગત થાય ત્યારે પોક મૂકીને રડે, છાપામાં શ્રદ્ધાંજલિઓના ફોટા છપાવે, દિવાલના ફોટાને ભારેખમ ફુલના હાર ચડાવે, અને કરેલા અપમાનો અને અપરાધો માટે બાલદીઓ ભરીને આંસુ સારે ! પણ, આ આંસુ પણ તેના અવજ્ઞા અને અનાદરનાં ઘણાં પાપ ધોઇ નાંખે ! નિબંધ અહીં પૂરો થાય છે. આમાં કદાચ તરણતારણહાર પ્રભુ મહાવિરદેવ કે વિનયભંડાર પ્રભુ ગૌતમની લેશમાત્ર આશાતના થઇ હોય તો ક્ષમા યાચું છું. પ્રભુ ગૌતમના જીવન-પ્રસંગો તો આપણે જાણ્યા છે. તે તે પ્રસંગોમાં ગૌતમસ્વામીનો વિનય, તેમનું સમર્પણ, તેમની નિર્મળતમ પરિણતિ, ઉચ્ચ આધ્યાત્મિકતા, ઝળહળતું શ્રમણ્ય, નીતરતું વાત્સલ્ય, અખંડ અને પરિપૂર્ણ ગુર્વાજ્ઞાપાલન, અનુપમ નમ્રતા, નૈષ્ઠિક નિરભિમાનતા, શણગાર સ્વરૂપ સમતા, વિલસતું જ્ઞાનઐશ્વર્ય, વિસ્મયકારક ભૌતિક લબ્ધિઓ અને વિસ્મય-વિસ્મય કારક આંતર લબ્ધિઓ..આ બધાં ગુણરત્નોની જાજવલ્યમાન જ્યોતિને આપણે નિહાળી છે. ગૌતમનાં અચિજ્ય અને અનુપમ ગુણસામ્રાજ્યના સામે છેડે છે આપણી કંગાલી Page #92 -------------------------------------------------------------------------- ________________ યત ! ક્યાં ક્ષુદ્રતાની ઊંડી ખીણનાં અળસીયાં જેવા આપણે અને ક્યાં વ્યોમવિહારી ગરૂડ જેવા ગૌતમ ! તેમના ગુણોના ગિરિવરિયાની ટોચ નિહાળવા પણ આપણે એટલા ઊંચે ચડવું પડે કે જેની આપણી કોઇ ક્ષમતા નથી. તેથી જ્યાં ઉભા છીએ ત્યાંથી જ આ ગુણગિરિવરની હાઇટ માપવા માટે આ એક જોખમી પ્રયાસ કર્યો છે ! જોખમ છે અજાણતા પણ પ્રભુવીરની કે ગુરુ ગૌતમની અવજ્ઞા થઇ જવાનું ! ક્યાં આપણે અને ક્યાં ગુણગિરીશ ગૌતમ ! જે પ્રસંગમાં આપણે આછકલા થઇ જઇએ કે ઉચ્છંખલ થઇ જઇએ, ત્યારે પણ ગૌતમ તો બહુ સહજતાથી વિનય અને સમર્પણની પાવન સરિતામાં વહી જાય છે. નથી નડતા તેમને કોઇ અવરોધ, નથી કરતા તે ક્યાંય વિરોધ ! સ્વયં મહાન ગુરુ હોવા છતાં તેમનું ખરું સૌંદર્ય તેમનાં શિષ્યત્વમાં છલકાય છે ! જે પ્રસંગોમાં આપણે ઉકળી પડીએ ત્યાં પણ ગૌતમ તો શીતલ નીરના સહોદર બનીને રહે છે. આપણાં ઉકળતા વ્યક્તિત્વથી તદન વિપરીત તેમનું ઠરેલ વ્યક્તિત્વ અત્યંત મોહક લાગે છે ! તેમના જેવા જ આબેહૂબ ગૌતમ બનવાની લાલચ લાગી જાય ! જે પ્રસંગોમાં આપણે નફ્ફટ અને નિર્લજ્જ બની જઇએ, તે પ્રસંગોમાં પણ ગૌતમ વિનય અને નમ્રતાની સરહદને સહજતાથી સાચવે છે ! મગની દાળ ખાધી અને ત્રણ દિવસની કબજીયાત દૂર થઇ તો દિવસોના દિવસો સુધી તે મગની દાળ અને પેટની શુદ્ધિનાં ગાણાં ગાયા કરીએ આપણે, અને ગૌતમ પ્રભુ અનંત લબ્ધિઓ છતાં નિર્લેપ અને નિસ્પૃહ ! પ્રભુ ગૌતમ ! તમારી અનંત લબ્ધિઓ અમને જરૂર આશ્ચર્યમુગ્ધ કરે છે. પરંતુ આટલી લબ્ધિઓથી પણ આપ સર્વથા નિર્લેપ, નિસ્પૃહ અને નિરાસક્ત હતા તેનું આશ્ચર્ય તો કેમેય ઓસરતું નથી. ગૌતમસ્વામી વ્યક્તિ નહોતા, વિભૂતિ હતા. આશ્ચર્ય નહિ, મહાઆશ્ચર્ય હતા. સાધક નહિ, મહાસાધક હતા. યોગી નહિ, યોગીશ્વર હતા. અધ્યાત્મથી છલોછલ હતા, વિનયથી સમૃદ્ધ હતા, ગુણોથી મહાશ્રીમંત હતા. આત્મસૌંદર્યથી ઝળહળતા હતા અને શીલસુવાસથી મઘમઘતા હતા. જ્યાં ક્ષદ્ર આકુળવ્યાકુળ બને ત્યાં આ સ્વામી સહજતાથી સ્વસ્થ (આત્મસ્થ) Page #93 -------------------------------------------------------------------------- ________________ રહે છે. જ્યાં પામર પાણી-પાણી થાય ત્યાં આ પરમેશ સ્થિતપ્રજ્ઞ રહે છે. જ્યાં તુચ્છ વ્યક્તિત્વના તૂટીને ટુકડા થઇ જાય ત્યાં પણ આ ટોચનું વ્યક્તિત્વ બહુ સહજતાથી અખંડ અને પરિપૂર્ણ રહે છે. જ્યાં વામનને વિચલિત થતા વાર ન લાગે, ત્યાં પણ આ વિરાટ અનાયાસે સ્થિર રહે છે. ગૌતમ-વિભૂતિ એક અભેદ્ય કિલ્લો છે. તે વિભૂતિનાં જીવન-નગરની ભવ્ય ગુણ-મહેલાતોનાં અંતરંગ એશ્વર્યનો તાગ કોણ પામી શકે ? તેનાં જીવન રહસ્યોને ઉકેલવાનું અધરું નથી, અશક્ય છે આપણા જેવા પામરો માટે. ગૌતમની ગરિમાનો એક ઝાંખો અંદાજ મેળવવા આ નિબંધમાં એક નિષ્ફળ પ્રયાસ કર્યો છે. આ તોફાની તુક્કા દ્વારા ગૌતમસ્વામીની હાઇટ માપવાના જ થોડા ફાફા માર્યા છે. ક્યાં ગૌતમની ગરિમા અને ક્યાં શુદ્ર માનસની શૂદ્રતા ! ચાલો આપણે આપણા આદર્શ અને આલંબન રૂપે ગૌતમ પ્રભુને સ્થાપિત કરીએ. તેમનાં પાવન ચરણોનું નિત્ય ધ્યાન ધરીએ, તેમની આંખો સામે ત્રાટક કરીએ. તેમના વિસ્મયકારક ચારુ ચારિત્રનું નિત્ય પારાયણ કરીએ. દીન અને અનાથ માંગણ બની તેમની પાસે પાલવ પાથરી ગુણોની યાચના કરીએઃ પ્રભુ ! કેવલજ્ઞાનકારિણી દીક્ષા ભલે આપના હસ્તે આપ અમને ન આપો, અમે માત્ર ચપટી ગુણની ભિક્ષા માંગીએ છીએ, તે તો આપો. અમે ભલે નમી ન પડીએ, અક્કડ તો ન રહીએ. અમે ભલે ખમી ન લઇએ, ઉકળી તો ન પડીએ. અમે ભલે સર્વથા સમર્પિત ન બનીએ, ઉશૃંખલ તો મટીએ. અમે ભલે નિરભિમાની ન બનીએ, અહંકારી તો મટીએ. અમે ભલે સ્થિતપ્રજ્ઞ ન બનીએ, ચંચળ તો મટીએ. બનવાની વાત પછી કરશું, પહેલા મટવાની કામના તો કરીએ. અને, જરૂર ગૌતમ પદની આરાધના આપણી ઉપર જાદુ કરશે જ. ગૌતમની ઉપાસનાથી કાંઇક આપણામાં અવનવું બની રહ્યું છે, તે આપણે ચોક્કસ અનુભવશું. અને, પછી ફરી આપણે આ જ નિબંધ લખવા બેસશું તો એ નિબંધ થોડોક જુદો હશે. આપણાં અને ગૌતમ વચ્ચેનું અંતર થોડું ઘટયું હશે. – ૮૪ ' * બાપા. Page #94 -------------------------------------------------------------------------- ________________ દુર્જન પણ કોઈ મોટા સંતની છાયામાં જઈને ઉભો રહે, તેની છાપ બદલાઈ જાય. રાગ, માન અને શોક જેવા મોટા દોષો પ્રભુ ગૌતમનાં શરણે ગયા. અને, તે દોષો પણ વખણાઈ ગયા. ગૌતમપ્રભુ સેવેલા રાગ પર કોને રાગ ન થાય ? ગૌતમપ્રભુના મનને માન આપવાનું મન કોને ન થાય ? ગૌતમપ્રભુના શોકની ક્ષણોએ સહુના શોકનું નિવારણ કર્યું. ગુણોને આશ્રય આપીને ઘણાં ગુણવાન બન્યા...પરંતુ, ખ્યાતનામ દોષોને આશ્રય આપીને ગુણવાન બનેલા વિરલ વિભૂતિ એટલે શ્રી ગૌતમરવાની