________________
તીર્થનો મહિમા દેવોનાં મુખે ગૌતમ સાંભળે છે : સ્વલબ્ધિથી જે અષ્ટાપદની યાત્રા કરે છે તે જ ભવમાં કેવલજ્ઞાન પામે. શત્રુંજયની સ્પર્શના કરનાર અવશ્ય ભવ્ય હોય તેવો શત્રુંજયનો મહિમા સાંભળ્યા પછી ભવ્યત્વનો થપ્પો લગાવવાની તત્પરતા કોને ન હોય ? સ્વલબ્ધિથી અષ્ટાપદની યાત્રા કરનાર ચરમશરીરી હોય આવો અષ્ટાપદનો મહિમા સાંભળ્યા પછી લબ્ધિધારી ગૌતમસ્વામીને તે જ ભવમાં સિદ્ધિનો થપ્પો લગાવવાની ચટપટી થઈ. ચટપટી થાય જ ને ! વતનમાંથી સગાવહાલાસ્વજનોને હાથ પકડીને તમે મુંબઇ લઇ આવ્યા, તેમને મુંબઇમાં તમે જ ટેકો આપ્યો અને જોત-જોતામાં તમારી નજર સામે તે બધા કરોડપતિ થઇ ગયા અને તમે ઠેરના ઠેર રહી ગયા. તડપન તો થાય ને ! હું કરોડપતિ ક્યારે થઇશ ?
ગૌતમની અષ્ટાપદયાત્રા એતિહાસિક અને અમર બની રહી. ગૌતમ જંઘાચારણ લબ્ધિથી સૂર્યકિરણોનું આલંબન લઇને સડસડાટ અષ્ટાપદ ચડી ગયા. ભરત મહારાજાએ નિર્મિત કરેલા ૨૪ પ્રભુનાં રત્નમય બિબોનાં દર્શન વંદન કરી ગૌતમ પુલકિત બન્યા. ગૌતમે મહાપ્રભાવશાળી જગચિંતામણિ ચૈત્યવંદનની ત્યાં રચના કરી. ગૌતમરચિત એ જગચિંતામણિ ચૈત્યવંદન બોલતી વખતે ક્યારેક ગૌતમસ્પર્શનાં મધુર સ્પંદનો અનુભવાય છે અને ત્યારે રોમરાજિ વિકસ્વર બને છે ! એ મંત્રસ્વરૂપ શબ્દો બોલતી વખતે પ્રભુ ગૌતમે તે શબ્દોમાં ભરેલા ભાવશુદ્ધિના દારૂગોળાના ક્યારેક માઇલ્ડ તો ક્યારેક પ્રચંડ વિસ્ફોટ થતા પણ અનુભવાય છે. અને તે વિસ્ફોટો વખતે કર્મો અને કષાય-પરિણતિનો ઘણો કચ્ચરઘાણ પણ નીકળતા અનુભવ્યો છે ! ગૌતમસ્વામી ફેવરીટ છે માટે સર્વ ચૈત્યવંદનોમાં જગચિંતામણિ પણ મને ખૂબ ફેવરિટ છે !
તિર્યકર્જુભક દેવને પ્રતિબદ્ધ કરવા પુંડરિક-કંડરિક અધ્યયનની દેશના આપી. તે અધ્યયનનો તે દેવે ૫૦૦ વાર સ્વાધ્યાય કર્યો. બીજા ભવમાં તે દેવ પારણાશાની વજસ્વામી બન્યા. ગૌતમસ્વામી પ્રત્યેના નમસ્કારપૂર્ણ કૃતજ્ઞભાવ સાથે પુંડરિક-કંડરિકની કથાનું જે ૫૦૦ વાર પારાયણ કરે તેને અતિવિશિષ્ટ કક્ષાનો મોહનીય અને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય તેવી શ્રદ્ધાએ દિલમાં અડીંગો
--
–
-
૩૪