________________
સંબંધની સૃષ્ટિ નામ : ઇન્દ્રભૂતિ માતા : પૃથ્વીદેવી ભાઇ: અગ્નિભૂતિ, વાયુભૂતિ.
ગોત્ર : ગૌતમ પિતા : વસુભૂતિ
ચમcકૃતિ જ્ઞાન અહંકારે કહ્યું, રાગે કરી જગગુરુસેવારે, શોકે કેવલ પામિયું, કારણ સર્વે ન કહેવા રે
શ્રી ગણધરભાસ મહોપાધ્યાય શ્રી યશોવિજય મ.સા.
હે ગીતમ પ્રભુ ! અષ્ટાપદ ઉપર આપ ચડી ગયા, પણ મારી ઉપર અષ્ટ-પદ ચડી ગઇ છે. અષ્ટાપદ ઉપર ચડવા આપે સૂર્યના તેજકિરણોનું આલંબન લીધું, અષ્ટ-અપદને ઉતારવા ઓપન તેજકિરણોનું આલંબન મને આપો ને !