________________
આવી ચાલાકી જ અજમાવું. કારણ કે એક ગમારને સમજાવવા આવડો મોટો ગણધર તેના ઘરે જાય તે કેટલું Odd લાગે ? જોકે આમાંય ચેલાને મોકલવામાં થોડો ભય તો રહે જ. રખે ને ગમાર બુઝી જાય અને દીક્ષા લઇ લે તો તેની એન્ટ્રી શિષ્યનાં ખાતામાં પડે. પ્રોપરાઈટરી રાઇટ્સના Rules ખબર છે ને ! કામ કરું તો સ્ટેટસનો પ્રશ્ન આવે, ન કરું તો ગુર્વાજ્ઞાભંગ થાય અને શિષ્ય દ્વારા કરાવું તો ચેક બીજાના ખાતામાં જમા થઈ જવાનો ડર રહે. બધી વાતે મુસીબત !
પેલા દેવશર્મા બ્રાહ્મણના કેસમાં પણ આ જ મુસીબત મને નડે. જો કે તે પ્રસંગ આખો નોંખો છે. પ્રભુનો નિર્વાણ સમય નજીક છે તેનાં એંઘાણ તો સ્પષ્ટ વરતાઇ ચૂકેલા છે. તેથી, આવા સમયે આડાઅવળા થવામાં જોખમ પૂરું. આવા સમયે આઘાપાછા ન થવાય. વીસમી સદીના વારસાલોલુપ માનસમાં વસિયતનામાનો વિચાર પહેલો આવે ! આખા શાસનના રખેવાળ તરીકેના હક્કો, શાસનનો માલિકી અધિકાર, સત્તાવાર મુખ્ય વારસદાર તરીકેની જાહેરાત વગેરે કેટલી બધી મહત્વની કાર્યવાહીઓ થવાની શક્યતા આ દિવસોમાં મને તો દેખાય ! અને, એવા વખતે જ ગુરુદેવ મને દૂર ધકેલે એટલે તરત શંકા થાય-નક્કી દાળમાં કાંઇક કાળું છે. કાંઇક ગરબડ ગોટાળો થવાની શક્યતા છે ! હવે તો ન જ ખસાય.
* પણ, દીક્ષાના દિવસે પ્રથમ ગણધર થયો તેની સાથે જ જે હક્કો મળવાના હતા તે મળી જ ગયા છે, કોઇ ફ્રોડ થશે નહિ કે ગેમ રમાશે નહિ તેવી નિશ્ચિતતા થઇ જાય તો કદાચ જાઉં તો ખરો. કારણકે, મનમાં જ એવો વિચાર આવે કે...છેલ્લી છેલ્લી આજ્ઞા નહિ માનું તો કલંક લાગી જશે. આ કલંકના ભયથી કદાચ હું જાઉં, પણ હીરો ઘોઘો જઇને આવ્યા જેવું થાય તો ઊંડે ઊંડે મનમાં તો વિચાર આવે-પ્રભુ છેલ્લે છેલ્લે પણ ધરમધક્કો ખવડાવ્યા વગર ન રહ્યા.
પણ, ગુણીયાજી પહોંચતા માઠા સમાચાર મળતા હું પણ મારી જાતને વશમાં ન જ રાખી શકું. બસ, મારા નાથ ગયા ? આ પામરના પાલનહાર બસ ગયા ? અધમના ઉદ્ધારક ચાલ્યા ગયા ? આ પાપીના પાવનકર્તા બસ પલાયન થઇ ગયા ? આ અજ્ઞાનીનાં અંતરને અજવાળનાર ક્યાં ગયા ? મેં કેટલા ત્રાસ આપ્યા ? કેટલી અવજ્ઞા કરી ? કેટલો અવિનય કર્યો ? પ્રભુ ! મને માફ કરો.