________________
શ્રી મૌતમસ્વામીનો વૈભવ : જ્ઞાન : ચાર
પ્રભુદત્ત ત્રિપદીમાંથી લબ્ધિ : ૨૮
એક મુહૂર્તમાં ચૌદ પૂર્વની રચના શિષ્યો : ૫૦ હજાર
ચમત્કૃતિ सदक्षिणं भोजनमेव देयं, साधर्मिकं संघसपर्ययेति । कैवल्यवस्त्रं प्रददौ मुनीनां, स गौतमो यच्छतु वाञ्छितं मे ।। સાધર્મિકને સંઘપૂજા પૂર્વક દક્ષિણા સહિત ભોજન આપવું જોઇએ. એથી મુનિઓને (પંદરસો તાપસોને) કેવળજ્ઞાનરૂપી વસ્ત્ર જેમણે આપ્યું, તે શ્રી ગૌતમગણધર મારાં વાંછિતોને આપો.
શ્રી ગૌતમસ્વામી અષ્ટક હે ગૌતમ પ્રભુ ! આપ ઘણાં મોટા શ્રમણ હતા છતાં એક શ્રાવકની પણ આપે ક્ષમા માંગી. વડિલો પ્રત્યે અપરાધ સેવાઇ જાય ત્યારે તો તરત નમીને ખમાવી દઉં તેવી યોગ્યતા પણ મારામાં ક્યારે પ્રગટશે ?