________________
કોઇ ઇલમકી લકડીની કમાલ પણ નહોતી અને છતાં ચમત્કારોની દુનિયાનું એક સર્વાશ્ચિમ વિસ્મય હતું. માનનો મોટો મેરુ ઝીણીશી રજ બની પ્રભુ વીરનાં ચરણનાં તળીયામાં ચોંટી ગયો-ચમત્કારની આ ઘટનાનું નામ ગૌતમ.
ઇન્દ્રભૂતિની આખી ધાતુ જ બદલાઇ ગઇ. અહંકારના લોખંડ ઉપર પ્રભુએ વિનય કે નમ્રતાના સુવર્ણનું માત્ર ઇલેક્ટ્રોપ્લેટીંગ નહોતું કરેલું પણ આખી ધાતુનું જ સર્વેસર્વા રૂપાન્તર કરી નાંખ્યું. લોખંડ કે તાંબાના સળીયા ઉપર સોનાનું પ્લેટીંગ કરાવ્યું હોય તો કાળક્રમે ઘસારો લાગતા પ્લેટીંગ ઉખડતું જાય અને અંદરની ધાતુ બહાર પ્રગટ થાય. સન્માન, અપમાન, ઠપકા, શિખામણ, અવહેલના વગેરેની કેટ-કેટલી થપાટો લાગી ગૌતમ નામના ધાતુ-દંડને ! જો વિનમ્રતા અને સમર્પણનું માત્ર પ્લેટીંગ જ હોત તો અંદરનો માન પ્રસંગે પ્રસંગે ડોકાયા વગર ન જ રહેત ! પણ પ્રભુએ તો રસવેધ કરીને ઇન્દ્રભૂતિની આખી ધાતુ જ બદલી નાંખી ! અથવા તો માનો કે મૂળ ધાતુ તો સો ટચના સોનાની જ હતી પણ તેની ઉપર લોખંડનું પતરું ચડેલું હતું. કુશળ ઝવેરી સમા પ્રભુવીર તે પારખી ગયા ! તેમણે ઉપરનું પતરું ઉખેડી નાંખ્યું, શુદ્ધ સુવર્ણ પ્રગટ કર્યું ! પ્રભુએ પ્રગટાવેલ વિનયી ગૌતમ તે ઇન્વેન્શન નહિ, માત્ર ડીસ્કવરી હતી !
એક ૬૮ વર્ષની ઉંમરના શ્રાવક અમારા પૂ. દાદા ગુરુદેવ શ્રી ધર્મજિતસૂરીશ્વરજી મ.સા. પાસે દીક્ષા લેવા આવ્યા...ખૂબ આરાધક અને યોગ્ય જીવ પણ પ્રકૃતિમાં ક્રોધ ઘણો. તેમણે પૂ. ગુરુદેવને કહ્યું: દીક્ષા લઉં છું. ક્રોધને વશમાં રાખવા સમજીને પૂરો પ્રયત્ન કરીશ. પણ ક્રોધ એ મારી લાચારી કે નબળાઇ છે. તેને લક્ષ્યમાં લઇને મને ના ન પાડશો. પૂ. ગુરુદેવે તેમને ઉદારતા દાખવી દીક્ષા આપી અને તે દીક્ષીત મહાત્માએ ખરેખર કમાલ કરી ! આખી પ્રકૃતિ ફેરવી નાંખી ! ગૃહસ્થાવસ્થાના ક્રોધી શ્રાવક ખરેખરા ક્ષમાશ્રમણ બની ગયા ! આટલું આમૂલચૂલ પરિવર્તન હોવા છતાં નવા પરિચયમાં આવનારને પણ એટલું અનુમાન ચોક્કસ થાય કે આ મહાત્મા પહેલા ખૂબ ક્રોધી સ્વભાવના હશે ! જેમણે માત્ર શ્રમણ ગૌતમને જ જોયા છે કે જાણ્યા છે અને તેમનો પાસ્ટ-હીસ્ટ્રી જેમની જાણમા
-
૧૮