________________
સમૃદ્ધિઓનો સરવાળો
સંસ્થાન, સંઘયા, સૌંદર્ય
પંચમાંગ શ્રી ભગવતીસૂત્રનાં પ્રથમ શતકમાં ગૌતમસ્વામીનું મનોહ૨ શબ્દચિત્ર આલેખાયેલું છે. લસલસતાં આત્મસૌંદર્યના આ સ્વામીનું કાયસૌંદર્ય પણ તેમનાં આત્મસૌંદર્યની સ્પર્ધાએ ચડેલું હતું. ગુણસમૃદ્ધિ વિપુલ હતી તો રૂપસમૃદ્ધિ પણ જરાય કમ નહોતી. ૫૦ વર્ષની ઉંમરે પ્રવ્રુજિત બનેલા ગોતમ પ્રભુના દેહની સુંદરતાને ઉંમરની કોઇ અસર પહોંચી નહોતી.
ગૌતમસ્વામી પ્રભુ વીરની તુલનામાં અત્યંત લઘુ હતા, અત્યંત વિનમ્ર શિષ્યભાવે. સમકક્ષ હતા દેહની ઊંચાઇના સંદર્ભમાં. અને, મોટા હતા ઉંમરની અપેક્ષાએ. પ્રભુ કરતાં આઠ વર્ષ મોટા આ શિષ્યની ઊંચાઇ હતી સાત હાથની. તેમના દેહનું સંઘયણ પહેલું હતું અને સંસ્થાન સમચતુરસ હતું. મનોહર આકૃતિ અને પ્રચંડ સામર્થ્યનું પ્રદાન આ બે પુણ્યપ્રકૃતિ દ્વારા થયું.
ગૌતમના વર્ણનું અદભુત વર્ણન આલેખાયુ છે. કસોટિના પથ્થર ઉપર જાતિવંત સુવર્ણના ટુકડાને ઘસવામાં આવે ત્યારે દેદીપ્યમાન તેજોમય ધવલ જે તેજરેખા પ્રગટે તેનો વર્ણ કેવો મોહક હોય ! આવા મોહક વર્ણવાળા અને સમચતુરસ આકૃતિવાળા ગૌતમ કેવા તો શોભતા હશે ! ભગવતીસૂત્રનાં આ વિશેષણોનું આલંબન પામીને જ્યારે માનસપટ ઉપર પ્રભુ ગૌતમનું કલ્પનાશિલ્પ ખડું થાય છે ત્યાંરે લાગે છે કે દુનિયાનો ઉત્તમ રૂપવૈભવ હું જોઇ રહ્યો છું !
૫૬