________________
ઉચ્ચતપા, દિપ્તતપા, તપ્તતપા, મહાતપા
ગૌતમસ્વામી તપસ્વી હતા, તપોમય હતા, તપોધન હતા, તપોમૂર્તિ હતા. છઠ્ઠને પારણે છટ્ઠ એટલે ષવિધ બાહ્ય તપનું પ્રતિનિધિત્વ કરતો અનશન તપ અને પ્રકૃષ્ટ વિનમ્રતા એટલે ષડ્વિધ અત્યંતર તપનું પ્રતિનિધિત્વ કરતો વિનય તપ. અનશનથી કાયોત્સર્ગ સુધીના બારેય તપથી ગૌતમ દીપતા હતા. તપોમૂર્તિ ગૌતમને ભગવતીજીમાં ચાર-ચાર મહિમાશાલી વિશેષણોથી નવાજવામાં આવ્યા છે. ઉગ્રતપા, દિપ્તતપા, તપ્તતપા અને મહાતપા ! અલ્પસત્ત્વ જીવો જેનું વર્ણન સાંભળીને પણ ધ્રૂજી જાય તેવું તપ ઉગ્રતપ. ગૌતમસ્વામી સૌમ્ય હતા પણ તેમનું તપ ઉગ્ર હતું. છટ્ઠને પારણે છઠ્ઠની તપશ્ચર્યા માત્ર ઉગ્ર નહોતી, દીર્ઘ પણ હતી. દીક્ષા બાદ હંમેશા આ તપ તેમણે અભ્યસ્ત કર્યું હતું. આપણા જેવા અલ્પસત્વ જીવો જે સાધનાને ક્વચિત્ વિશિષ્ટ પર્વોમાં આરાધતા પહેલાં પણ કેટલાય મનોમંથનો કરે તેવી ઉગ્ર સાધનાને પ્રભુ ગૌતમે નિત્ય-સાધના બનાવી હતી.
ગૌતમનાં તપને ભડભડતી અગનજવાલાઓ સાથે સરખાવ્યું છે. પ્રભુ ગૌતમ એટલે જાજ્વલ્યમાન અગ્નિકુંડ, જેમાં ક્ષણે ક્ષણે કર્મકાષ્ઠના ભારાના ભારા ભસ્મસાત્ થઇ રહ્યા છે. અનસનાદિ બાહ્ય તપ કરતાં પણ અનેક ગણાં ઊંચા ઉષ્ણ તાપમાનવાળો ધર્મધ્યાનાદિનો દાહક અગ્નિ પણ પ્રભુ ગૌતમમાં દીપ્તમંત હતો. લોહગોલકને અગ્નિમાં તપાવતા તે માત્ર ઉષ્ણ નથી બનતો, લાલચોળ બનીને જાણે સ્વયં અગ્નિસ્વરૂપ બની જાય છે. પ્રભુ ગૌતમ તપને તપ્યા અને તપથી સ્વયં પ્રભુ ગૌતમ તપ્યા. પ્રભુ ગૌતમ તપ કરતા હતા તેમ ન કહેવાય, તપોમય હતા-તે તેમની સાચી ઓળખાણ છે. અગ્નિમાં પ્રક્ષિપ્ત ઇંધનને તો અગ્નિ બાળે, તેને જે અડે તેને પણ બાળે. ગૌતમપ્રભુ એટલે એવો અગ્નિ, તેને સ્પર્શે કે તેનાં દર્શન કરે તે બધાનાં દ્રવ્યકર્મ અને ભાવકર્મ બળીને ખાખ થાય ! અરે, તે અગ્નિનું જે ધ્યાન ધરે કે તેનાં નામનું રટણ કરે તેનાય આંતરમળ ભસ્મીભૂત થાય !
ગૌતમ પ્રભુનું તપ આત્માને નિર્મળ કરનારું હતું. અને સ્વયં પણ નિર્મળ હતું. આશંસાદિ દોષના કોઇ કચરાથી તેમનું તપ દૂષિત કે પ્રદૂષિત ન હતું. તેમનું
૫૭