________________
સૂર્યનાં વિમાનના પૃથ્વીકાય જીવોની સ્મૃતિ થાય. તેમના આતપ નામકર્મનો ઉદય એવો ક-બીજાને ઉષ્ણતા આપે પણ સ્વયં અનુષ્ણ !
કંદોઇ રાજ કીલોબંધ પેંડા વેચે અને કદાચ એકેય ખાય નહિ તોય હોય અલમસ્ત ! આખો દિવસ મીઠાઇની સુગંધનાં પુગલોથી જ અલમસ્ત બની જાય. ગૌતમસ્વામી પણ કેવલજ્ઞાનની સુવાસથી કેવા તરબતર રહેતા હશે ! ઉપર ગુરુ કેવલી, નીચે શિષ્ય કેવલી !
બે ઓરડાની વચ્ચે ઉંબરો હોય છે. ઉંબરા ઉપર દીવો મૂક્યો હોય તો બંન્ને ઓરડામાં તેનો પ્રકાશ ફેલાય. આને દેહલી-દીપક ન્યાય કહેવામાં આવે છે. પણ, આગળના અને પાછળના બન્ને ઓરડામાં દીવો પ્રકાશિત હોય પણ ઉબરાનો દીવો પ્રગટયા વગરનો હોય, તે ક્યો ન્યાય કહેવાય? ગૌતમન્યાય નામ કેવું લાગે છે ?
બાહુબલીનું કેવલજ્ઞાન અહંને કારણે અટકતું હતું. ગૌતમે અહંકારને તો ક્યારનોય દળી નાંખ્યો તોય કેટલો વિલંબ વેઠવો પડ્યો ! સાધનાના માર્ગમાં ક્યાં ક્યારે શું નડી જાય, ખબર ન પડે. બધી વાતે સાવધ રહેવું પડે.
બાહુબલીએ અહંકાર છોડ્યો કે તરત કેવલજ્ઞાન મળ્યું, ગૌતમે અહંકાર છોડ્યો ત્યારે માંડ સમ્યગ્દર્શન અને સર્વવિરતિ મળ્યા. અને, પ્રાણ થકી પણા પ્યારા પ્રભુને ગુમાવ્યા ત્યારે તો કેવલજ્ઞાન મળ્યું ! ગૌતમને મોંઘવારી બહુ નડી ગઇ !
હમણાં એક એસ્ટેટ એજન્ટ મળ્યા. મુંબઇના એક પરાના એક ચોક્કસ વિસ્તારમાં તેમણે ઘણાં ઘરાકોને ૭૫૦ રૂપિયે ફૂટના ભાવે ફ્લેટ અપાવ્યા. તે જ વિસ્તારમાં તેમણે પોતે ફ્લેટ ખરીદ્યો ત્યારે ૨૫૦૦ રૂપિયે ચોરસફૂટનો ભાવ તેમણે ચૂકવવો પડ્યો. તેમણે આ વાત કરી ત્યારે મને ગૌતમસ્વામી યાદ આવી ગયા.
ગૌતમે પોતાના અવધિજ્ઞાન કે મન:પર્યવજ્ઞાનનો પણ પ્રાયઃ ઉપયોગ ન મૂક્યો. જે જિજ્ઞાસાઓ થઇ તેનું નિરાકરણ પ્રભુનાં કેવલજ્ઞાન દ્વારા જ કર્યું. મને એક મુરબ્બી યાદ આવે છે. તેમણે સરસ નવું ઘર લીધું. પણ, ઘર થોડું અંધારીયું. ઘરમાં ટ્યુબલાઇટ અને બલ્બના ફીટીંગ કરાવ્યા. પ્રકાશક મરક્યુરી લેમ્પ પણ ગોઠવ્યા. પરંતુ, વાંચન વગેરે પ્રવૃત્તિ માટે જ્યારે પ્રકાશની આવશ્યકતા ઊભી થાય
– ૪૦