________________
મળ્યું. પિતાનો વારસો પિતા દિવંગત થયા પછી જ સંતાનને મળે ને !
ઉભેક્ષા કરવાનું મન થાય? કદાચ કેવલજ્ઞાનને પણ બીક પેઠી હશે કે આ તેના અવધિ અને મન:પર્યવની જેમ મને પણ શો-કેસનો શો-પીસ બનાવી રાખશે તો ! એટલે જ જાણે ગૌતમસ્વામી પાસે આવતું નહોતું.
પણ, આશ્ચર્ય તો કેમેય ઓસરતું નથી. કેવલ્યના દાનેશ્વરી છvસ્થ કેમ? ગૌતમસ્વામી જેને દીક્ષા આપે તેને કેવલજ્ઞાન, તેમને કેમ નહિ ? ઇતર રામાયણનો એક પ્રસંગ યાદ આવી જાય. હનુમાન રામનું નામ બોલીને સમુદ્રમાં પથ્થર નાંખે તે પથ્થર તરવા લાગે. આ ચમત્કારની વાત વાયુવેગે અયોધ્યામાં પ્રસરી ગઇ. રામચંદ્રજીના કાને પણ આ વાત આવી. પોતાનો આટલો બધો પ્રભાવ ! તેમને પણ નવાઈ લાગી. વાર્તાની તથ્યતા તપાસવા એક મધરાતે તે એકલા સમુદ્રકિનારે પહોંચી ગયા. મધરાત, એકાંત અને એકાકીપણું એટલા માટે પસંદ કર્યા કે કદાચ તેમના નાંખવાથી પથ્થરો ન તરે તો શરમાવું ન પડે ! કિનારે જઇને એક પથરો હાથમાં લીધો અને પાણીમાં ફેંક્યો. પણ તે તો ડૂબી ગયો. બીજો નાખ્યો તો તે પણ ડૂબી ગયો. ત્યાં જ અચાનક હનુમાનજી ટપકી પડ્યા અને તેમનો હાથ પકડી લીધો: સ્વામી ! આ શું કરો છો ? રામચંદ્રજી શરમાઇ ગયા. બોલ્યા: અલ્યા હનુમાન ! સાંભળ્યું છે કે મારું નામ દઇને તું સમુદ્રમાં પથરો નાંખે તો તે તરી જાય છે, વાત સાચી?
હા સ્વામી ! સો ટકા સાચી.” “તો આ મેં ખુદ નાંખેલા પથરા ડૂબી કેમ ગયા ?”
રામચંદ્રજી ખૂબ નરવ હતા. તેથી તેમને સાંત્વન આપવા હનુમાનજીએ કહ્યું: સ્વામી ! આપ જેને તરછોડો કે ફેંકો તે તરતો હશે ? તે તો ડૂબી જ જાય ને !
રામના નામે પથરા તર્યા પણ રામથી ન તર્યા. ગૌતમ થકી કેંક કેવલજ્ઞાન પામ્યા પણ હજુ ગૌતમ કેવલજ્ઞાન ન પામ્યા !